8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આકાશનું ગીત|અનિલ જોશી}} <poem> —કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?...") |
No edit summary |

Line 20: | Line 20: | ||
:: કાગળમાં ગીત દઉં આળખી. | :: કાગળમાં ગીત દઉં આળખી. | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: તીવ્ર ઝંખનાની તાણ – હરીન્દ્ર દવે

{{Poem2Open}} | |||
કેવળ નિજમાં આ સમાપ્ત થતું અસ્તિત્વ કોઈને ય ગમતું નથી. પછી ભલે એ નિજતત્વનો વિસ્તાર આકાશ જેટલો હોય! નિજમાંથી કંઈ કશુંક વિસ્તરતું-પ્રગટતું નથી ત્યાં સુધી કેવળ વિસ્તારમાં જ રાખવાનું શક્ય નથી હોતું. | |||
અહીં આકાશની લાગણીને વાચા અપાઈ છે. એને વસવસો જાગ્યો છે—મારો આટઆટલો વિસ્તાર છે, પણ મારામાંથી કશુંક પ્રગટતું હોય એવો પરિતોષ મને નથી. એકાદ ડાળખી પણ જો મને ફૂટે તો— | |||
અત્યારે તો ગોફણથી છૂટેલા પથ્થર જેવી મારી સ્થિતિ છે. આકાશ ગુલમહોરની લીલી ડાળીના આકારની ઝંખનામાં જ પૃથ્વી પર ઝૂક્યું છે અને એ નિહાળે છે કલરવની નાજુક રમણીને પોતાના કંદના આસન પર બેસાડી પસાર થતી પોપટની પાલખીને. | |||
ગુલમહોરની લીલી ડાળી અને પોપટની લીલી પાલખી સાથે વર્ણહીન આકાશને મૂકી દઈને કવિએ આકાશની વેદનાને કેટલી વધારી મૂકી છે! | |||
આકાશને કશુંક જોઈએ છે—નક્કર અને જીવંત વગડાનું ઘાસ. આ બીડનો અસીમ વિસ્તાર આકાશને નથી જોઈતો, આકાશ સુધી પહોંચતી પર્વતની ધારની પણ એને આકાંક્ષા નથી. | |||
આકાશ ઝંખે છે, જ્યાં ચકલી પોતાનો માળો બાંધી શકે એવી જગા. એકાદ નાનકડી ડાળી. અને જો એટલું મળી શકે તો આખોયે ઊડતો વિસ્તાર સોંપી દેવાની એની તૈયારી છે. | |||
આકાશના હૃદયમાં જાગેલી ઝંખના એટલી હદે તીવ્ર છે કે વાયરે ચગતા પતંગમાં ગીત આલેખી દેવાનાં અરમાન એને જાગે છે. ગીત સ્ફુરવું એ લાગણીની તાણની પરાકાષ્ટા સમાન છે. | |||
પોતાના સીમાતીત વિસ્તારનું સાટું એકાદ સર્જનાત્મક બિંદુ સાથે કરવાની આકાશની આ ઉત્કટ ઝંખના લયનાં સ્પંદનોમાં હૃદયસ્પર્શી રીતે ઝીલાઈ છે. એ ડાળખી ઝંખે છે—ડાળખી એ પોતે જ ચૈતન્યના અંશરૂપ સમી છે. એમાં પણ કવિ એવી ડાળખીની વાત કરે છે જેના પર ચકલી માળો બાંધી શકે. ચકલીના એ નાનકડા ઉતારાના સાટામાં ઊડતો વિસ્તાર આપવાની વાત ‘ચાંદ મુઝે દો પૂનમકા તુમ સારા નીલ ગગન લે જાઓ’ના કવિની મુગ્ધતાથી આગળ નીકળી જાય છે. | |||
આવી જ અભિવ્યક્તિની મનોરમ ક્ષણ છે—કલરવની સુંદરીને લઈને પસાર થતી પોપટની પાલખીની. | |||
કવિએ ગીતનો પ્રારંભ જ અપૂર્ણ પંક્તિથી કર્યો છે. એ પંક્તિની આગળનું કશુંક કહેવાનું બાકી રહી ગયું છે એમ સૂચવતી સંધાનરેખાથી કાવ્ય આરંભાય છે. એ સંધાનરેખા પહેલાનો અવકાશ આકાશની ઝંખનાથી ઉત્કટતાનો દ્યોતક છે. | |||
તીવ્ર ઝંખનાની તાણ આખાયે ઊર્મિકાવ્યમાં કવિ ધબકતી કરી શક્યા છે. | |||
{{Right|(કવિ અને કવિતા)}} | |||
{{Poem2Close}} | |||