ભારતીય કથાવિશ્વ૧/પૂર્વભૂમિકા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભારતીય કથાવિશ્વ : એક પૂર્વભૂમિકા | }} {{Poem2Open}} ભારતીય કથાસાહિ...")
 
No edit summary
 
Line 97: Line 97:
મહાભારત પછી જે પૌરાણિક સાહિત્ય રચાયું દા.ત. ‘માર્કણ્ડેય પુરાણ’, ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’ તેમાં હરિશ્ચન્દ્રની કથા અનેક રીતે બહેલાવવામાં આવી અને હરિશ્ચન્દ્રની આ છબિ ભારતીય પ્રજામાં ચિરંજીવ બની ગઈ. વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ હરિશ્ચન્દ્રની કથાનો ભારે મહિમા કર્યો. સાથે સાથે આપણને ખૂંચે એવું પણ ઘણુંબધું આલેખાતું રહ્યું. મહાભારત વાસ્તવપ્રધાન, રામાયણ આદર્શપ્રધાન. જ્યાં ભાઈ ભાઈનું લોહી પીએ, રજસ્વલા નારીનાં વસ્ત્ર ખેંચાય, એક ભાઈ બીજા ભાઈને તસુભર જમીન ન આપે : આવી ભયાનક વાસ્તવિકતાની સામે રામાયણની આદર્શ ભૂમિકા મૂકી જુઓ. આમ જુદા જુદા કવિઓના હાથે એક પ્રકારની સમતુલા સ્થપાઈ. અને આ સમતુલાએ જ ભારતીય સંસ્કૃતિને અત્યાર સુધી જાળવી રાખી છે.  

ભારતમાં સામ્પ્રદાયિક અને બિનસામ્પ્રદાયિક કથનપરમ્પરાઓ છે. ભારતીય કથનપરમ્પરાને સમૃદ્ધ કરવામાં જાતકકથાઓએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. સાથે સાથે આપણે એ પણ સ્વીકારવાનું કે આપણી લોકકથાની પ્રાચીન પરમ્પરાઓએ જાતકકથા તેમ જ મહાકાવ્યોની પરમ્પરાને પોષણ આપ્યું હતું. વળી પ્રજાને બોધ આપવા માટે ઘણી બધી કથાઓ રચવામાં આવી. આમાં સૌથી વધુ જાણીતી છે વિષ્ણુશર્માના નામે ચઢેલી પંચતંત્ર કથામાળા. અહીં પશુપંખીઓને પાત્ર રૂપે કલ્પીને વાર્તાઓ રચાઈ છે. ઇસપની નીતિકથાઓ પણ આવી જ છે. કેટલાય વિદ્વાનો માને છે કે જાતકકથાઓ આવી નીતિકથાઓ પાછળ જવાબદાર હોવી જોઈએ.આ પ્રાચીન કથાઓ એટલી બધી લોકપ્રિય થઈ કે તેનાં વિવિધ રૂપાન્તરો વિશ્વની ઘણી બધી ભાષાઓમાં થયાં.

અસિલકખણ જાતકની કથા આવી એક લોકપ્રિય કથા છે. ઘણી બાળવાર્તાઓમાં આ કથાનાં રૂપાન્તરો જોવા મળશે. આ જાતકકથા હોવા છતાં એને ગૌતમ બુદ્ધ સાથે એવો કશો સમ્બન્ધ નથી. તે ઉપદેશાત્મક કથા છે, સાથે સાથે તત્કાલીન સામાજિક વાસ્તવ પ્રગટ કરે છે. રાજ્યાધિકારીઓ પ્રામાણિક ન હતા, તેઓ લાંચ લેતા હતા એ વાત અહીં છે. સાથે જ તે કવિન્યાય પણ ચૂકવશે. એક રીતે કહીએ તો આવી કથાઓ મનોરંજનની સાથે સાથે બોધ પણ આપશે.

એવી જ રીતે સુવર્ણહંસ જાતક પણ નીતિકથા છે. આ જાતકને આધારે ભારતભરમાં જાણીતી થયેલી કથાઓ છે. એક મરઘી સોનાનાં ઈંડાં આપતી હતી. એક સામટાં બધા ઈંડાં લઈ લેવાના લોભે તેનું પેટ ચીરી કાઢવામાં આવે છે. પણ લોભી વ્યક્તિના હાથમાં કશું આવતું નથી. આ જાતકમાં એક હંસ પોતાની પત્નીને અને પુત્રીઓને દરરોજ સોનાનું એક પીંછું આપે છે. લોભી પત્ની એક દિવસ બધાં પીંછાં ખેંચી કાઢે છે પણ વ્યર્થ. અહીં સ્ત્રીને પોતાના આગલા જનમના પતિ માટે કશો પ્રેમ બતાવવામાં આવ્યો નથી. જાતક સાહિત્ય અથવા આવું પ્રાચીન કથાસાહિત્ય જે તે સ્થળ-સમયનાં સામાજિક વલણો સ્પષ્ટ કરે છે. આપણને આ દ્વારા પલટાતા વિચારવલણો, આદર્શો, વાસ્તવનો પરિચય થાય છે.

મહાભારતની ગૌણ આડકથાઓ ઉપર આ જાતકકથાઓનો પ્રભાવ હશે. વિરોચન જાતકમાં એક શિયાળ પોતાની શક્તિનો કશો વિચાર કર્યા વિના હાથીનો શિકાર કરવા જાય છે અને હાથી તેને પોતાના પગ તળે કચડી નાખે છે. એક કથામાં સંહિનું ચામડું ઓઢીને એક ગધેડો બધાંને બીવડાવે છે, પણ ભૂંક્યા વિના તેનાથી રહેવાતું નથી એટલે પછી ગામલોકો તેને મારી નાખે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}