8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩| }} | {{Heading|૧. ઊર્મિકવિતા-૩| }} | ||
<center>'''૩.''' </center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 770: | Line 772: | ||
ગુજરાતી કવિતામાં ઉમાશંકરનું કવિતાર્પણ ગુણવત્તા તેમ વિપુલતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમનામાં શું નથી એ બતાવતાં ઉન્નતભ્રૂતાએ એ મહાકવિ નથી એ કહી દેવું સહેલું છે, પરંતુ એમનામાં જે કંઈ છે તે બતાવતાં એક સત્ત્વશીલ, સતત વિકાસોન્મુખ પ્રાજ્ઞકવિ તરીકે તેમનો તેમનાં કાવ્યોનાં સૂક્ષ્મ સ્પંદનો ઝીલતાં પરિચય મેળવવો એ જુદી વાત છે. કદાચ એમ કરતાં એ કવિની કેટલીક મર્યાદાઓ દેખાતી હોય તેથીયે વસ્તુત: ઓછી જણાય, અને એમની સિદ્ધિઓનો ખરેખરો મર્મ પણ પમાય. એમ થાય તો ભાવક થયાની સાર્થકતા – ધન્યતા ઓછી ન રહે. | ગુજરાતી કવિતામાં ઉમાશંકરનું કવિતાર્પણ ગુણવત્તા તેમ વિપુલતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમનામાં શું નથી એ બતાવતાં ઉન્નતભ્રૂતાએ એ મહાકવિ નથી એ કહી દેવું સહેલું છે, પરંતુ એમનામાં જે કંઈ છે તે બતાવતાં એક સત્ત્વશીલ, સતત વિકાસોન્મુખ પ્રાજ્ઞકવિ તરીકે તેમનો તેમનાં કાવ્યોનાં સૂક્ષ્મ સ્પંદનો ઝીલતાં પરિચય મેળવવો એ જુદી વાત છે. કદાચ એમ કરતાં એ કવિની કેટલીક મર્યાદાઓ દેખાતી હોય તેથીયે વસ્તુત: ઓછી જણાય, અને એમની સિદ્ધિઓનો ખરેખરો મર્મ પણ પમાય. એમ થાય તો ભાવક થયાની સાર્થકતા – ધન્યતા ઓછી ન રહે. | ||
ઉમાશંકરનું કવિતાવિશ્વ બે મહાન યુગો – ગાંધીયુગ અને રૉકેટયુગનાં સાંસ્કૃતિક વલણોના કવિમાનસ પર પડેલા પ્રતિભાવોની એક રસપૂર્ણ છબી આપણી દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ કરે છે. ઉદ્બોધનથી માંડીને સ્વગતોક્તિ સુધીની ભૂમિકામાં ઉમાશંકરના શબ્દે જે કંઈ અવનવી લીલાઓ કરી છે તેના સંકુલ-ગહન-વ્યાપક-રસિક વાગ્વિવર્તરૂપે એમની કવિતાને ગ્રહણ કરવામાં ઊંડો પરિતોષ અનુભવાય છે. ‘દિવ્ય માનુષતા’ના વિનમ્ર ગાયક તરીકે ઉમાશંકરની છબી પહેલી નજરે દેખાય છે તેથી કદાચ વધુ ઉદાત્ત ને વધુ રસબોધક છે એટલું કહેવું જ જોઈએ. એમણે કવિતા દ્વારા સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવા કવિધર્મને વધુમાં વધુ એકાગ્રતા ને આગ્રહપૂર્વક અદા કરવાનો અવિરત પુરુષાર્થ કર્યાં કર્યો છે, ને એ રીતે પોતાનામાંના વ્યષ્ટિરૂપ ઉમાશંકરે પોતાનામાંના સમષ્ટિરૂપ ઉમાશંકર સાથે સેતુબંધ રચવાની આત્મસાધના – જીવનસાધના નિષ્ઠાપૂર્વક જારી રાખી છે. પ્રકૃતિની ગોદમાંથી નીકળેલો એમનો કવિતાપ્રવાહ (‘ગંગોત્રી’) છેવટે એનું ઉત્ક્રમણ સિદ્ધ કરતાં ‘સપ્તપદી’ના સહયોગે આત્મ-અભિજ્ઞા તરફ વળે છે.{{Poem2Close}} | ઉમાશંકરનું કવિતાવિશ્વ બે મહાન યુગો – ગાંધીયુગ અને રૉકેટયુગનાં સાંસ્કૃતિક વલણોના કવિમાનસ પર પડેલા પ્રતિભાવોની એક રસપૂર્ણ છબી આપણી દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ કરે છે. ઉદ્બોધનથી માંડીને સ્વગતોક્તિ સુધીની ભૂમિકામાં ઉમાશંકરના શબ્દે જે કંઈ અવનવી લીલાઓ કરી છે તેના સંકુલ-ગહન-વ્યાપક-રસિક વાગ્વિવર્તરૂપે એમની કવિતાને ગ્રહણ કરવામાં ઊંડો પરિતોષ અનુભવાય છે. ‘દિવ્ય માનુષતા’ના વિનમ્ર ગાયક તરીકે ઉમાશંકરની છબી પહેલી નજરે દેખાય છે તેથી કદાચ વધુ ઉદાત્ત ને વધુ રસબોધક છે એટલું કહેવું જ જોઈએ. એમણે કવિતા દ્વારા સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવા કવિધર્મને વધુમાં વધુ એકાગ્રતા ને આગ્રહપૂર્વક અદા કરવાનો અવિરત પુરુષાર્થ કર્યાં કર્યો છે, ને એ રીતે પોતાનામાંના વ્યષ્ટિરૂપ ઉમાશંકરે પોતાનામાંના સમષ્ટિરૂપ ઉમાશંકર સાથે સેતુબંધ રચવાની આત્મસાધના – જીવનસાધના નિષ્ઠાપૂર્વક જારી રાખી છે. પ્રકૃતિની ગોદમાંથી નીકળેલો એમનો કવિતાપ્રવાહ (‘ગંગોત્રી’) છેવટે એનું ઉત્ક્રમણ સિદ્ધ કરતાં ‘સપ્તપદી’ના સહયોગે આત્મ-અભિજ્ઞા તરફ વળે છે.{{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. ઊર્મિકવિતા-૨ | |||
|next = ૨. નાટ્યકવિતા | |||
}} | |||
<br> |