8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 263: | Line 263: | ||
<poem> | <poem> | ||
'''“દા’ડો આખો ઠરી ન બેસવું ઠામ
રાતે તોય ઊભું કામ ને કામ ”''' | '''“દા’ડો આખો ઠરી ન બેસવું ઠામ
રાતે તોય ઊભું કામ ને કામ ”''' | ||
{{Right(ગંગોત્રી, પૃ. ૨૩)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૨૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
Line 488: | Line 488: | ||
કવિ ભાષાની પરંપરાગત સમૃદ્ધિનો લાભ લઈ, કઈ રીતે પોતાની સર્જકતાથી એને સમૃદ્ધતર ને સવિશેષ તેજસ્વી, ધારદાર-મર્મીલી કરે છે તે અહીં અનુભવાય છે. | કવિ ભાષાની પરંપરાગત સમૃદ્ધિનો લાભ લઈ, કઈ રીતે પોતાની સર્જકતાથી એને સમૃદ્ધતર ને સવિશેષ તેજસ્વી, ધારદાર-મર્મીલી કરે છે તે અહીં અનુભવાય છે. | ||
ઉમાશંકરની ભાષામાં સૌથી મોટો ગુણ જે તે સંદર્ભગત એના ઔચિત્યનો છે. કોઈએ<ref>ચૈતન્યબાળા દિવેટિયા, ‘આરાધના’, ૧૯૬૮, પૃ. ૧૬૪.</ref> | ઉમાશંકરની ભાષામાં સૌથી મોટો ગુણ જે તે સંદર્ભગત એના ઔચિત્યનો છે. કોઈએ<ref>ચૈતન્યબાળા દિવેટિયા, ‘આરાધના’, ૧૯૬૮, પૃ. ૧૬૪.</ref> | ||
શ્રી ઉમાશંકરની કવિતાનો પ્રધાન ગુણ માધુર્ય હોવાનું નોંધ્યું છે. આ સર્વથા સાચું નથી. ઉમાશંકરમાં માધુર્યગુણવાળાં કાવ્યો – ગીતો જરૂર છે, પરંતુ એ તો ઉમાશંકરની કવિત્વસૃષ્ટિનો એક ખંડ માત્ર છે. ઉમાશંકરે ભાષામાં વિવિધ ‘રેન્જ’ પર કામ કર્યું છે. વર્ણન, કથન, સંવાદ વગેરેની ભાષા પણ વાપરી છે. પાત્રાનુસારી – પ્રસંગાનુસારી ભાષાના તો એ કલાકાર છે. તેઓ ગુજરાતી ભાષાના સૂક્ષ્માતિસૂક્ષ્મ લહેકા – લહેજાઓને પકડીને એની પાસેથી સરસ કામ લેતા હોય છે.(હવે એ નાટ્યસંગ્રહનું નામ ‘હવેલી’ છે. – ચં૰ ) એમનું શબ્દરસિક ચિત્ત નવા શબ્દોની અજમાયશ કરવામાં, નવી ઉક્તિ-લઢણોના પ્રયોગો કરવામાં, જૂની ઉક્તિલઢણોને તાજગીભરી રીતે પ્રયોજી તેમને નવજીવન બક્ષવામાં પણ પોતાની કારયિત્રી – નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા-પ્રતિભાનું દર્શન કરાવે છે. ઉમાશંકર ‘મુક્તિમીઠું’, ‘વજ્જરપુષ્પ’, ‘સાગરશેરી’, ‘પ્રજ્ઞામનુજ’, ‘જુલ્મચક્કી’, ‘અવકાશધેનુ’, ‘વામન-પ્રભુ’, ‘વિકારઝંઝા’, ‘ગર્ભરજ્જુ’, ‘બ્રહ્માંડ-ઝાઝેરી’, ‘પ્રજ્ઞાપ્રાસાદ’, ‘કિરણકેશ’, ‘તેજ-ઘાટ’ જેવા અર્થપૂર્ણ સુંદર સમાસો યોજે છે. આવી સમાસયોજનામાં એમના કવિત્વની – એમના શબ્દસામર્થ્યની પ્રતીતિ પણ થાય છે. વળી ‘દિલમંદિર’, ‘ઈશએહસાન’, ‘વારિમેદાન’, ‘ઊડણ-નશો’, ‘કોશ-કબર’, ‘સ્વર્ગ-જાસૂસો’ જેવા શબ્દપ્રયોગોમાં એક બાજુ સંસ્કૃત તો બીજી બાજુ ઉર્દૂફારસી પદોનો સંકર કરી અરૂઢ સમાસરચના પણ આપે છે. ક્યારેક ‘મેડક-કૂદંકૂદા’, ‘આકાશ-પીધેલાં’, ‘કિરણ-ચીસ’, ‘વ્હાલપ-સ્ફુરેલું’ જેવા અનોખા સમાસોય કરે છે. ઉમાશંકર ક્યારે સુદીર્ઘ (બેથી અધિક પદવાળી) સમાસયોજના પણ કવિતામાં કરે છે. આવે વખતેય તેઓ બોટાદકરના જેવી દીર્ઘ સમાસરચના માટેની ટીકાત્મક પરિસ્થિતિમાં તો મુકાતા જ નથી જ; દા. ત., | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 768: | Line 768: | ||
ઉમાશંકર ‘પ્રાજ્ઞ કવિ’ હોઈ એમની કવિતાકળામાં ઊર્મિ, ચિંતન, કલ્પનાદિના અંશોને પોતાનામાં સમાવી લેતી નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાનો જ છેવટે તો અધિકાર રહે છે. એમની કવિતામાં ભાવ-કલ્પનાને મુકાબલે ચિંતનનો તાર કેટલાકને કંઈક વધુ બળવાન લાગે છે, પરંતુ એમની કવિતાના ઊંડા અભ્યાસીને તુરત સમજાશે કે આવા ભ્રમનું કારણ ઊર્મિ, કલ્પના જેવાં તત્ત્વોને સંયમનમાં રાખવા મથતી એમની અત્યંત જાગ્રત કલાવિવેકશક્તિ છે. ઉમાશંકરમાં સમગ્ર ભાવસંચલનોના તળિયે એક અડીખમ સ્વ-સ્થતાનો આલોક દેખાય છે.S આ સ્વ-સ્થતાએ એમની કલામાં એક અનિર્વચનીય સંતુલનનું બળ પ્રગટ કર્યું છે; જેને કારણે ઉમાશંકરમાં કોઈ સાહિત્યિક તત્ત્વના અતિચારના દોષ મળશે નહિ. ઉમાશંકરની કવિ-વ્યક્તિતા એવી છે કે એમાં કાવ્યદોષ સંભવે તો ન્યૂનોક્તિનો વધુ સંભવે, અતિશયોક્તિનો તો ભાગ્યે જ. | ઉમાશંકર ‘પ્રાજ્ઞ કવિ’ હોઈ એમની કવિતાકળામાં ઊર્મિ, ચિંતન, કલ્પનાદિના અંશોને પોતાનામાં સમાવી લેતી નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાનો જ છેવટે તો અધિકાર રહે છે. એમની કવિતામાં ભાવ-કલ્પનાને મુકાબલે ચિંતનનો તાર કેટલાકને કંઈક વધુ બળવાન લાગે છે, પરંતુ એમની કવિતાના ઊંડા અભ્યાસીને તુરત સમજાશે કે આવા ભ્રમનું કારણ ઊર્મિ, કલ્પના જેવાં તત્ત્વોને સંયમનમાં રાખવા મથતી એમની અત્યંત જાગ્રત કલાવિવેકશક્તિ છે. ઉમાશંકરમાં સમગ્ર ભાવસંચલનોના તળિયે એક અડીખમ સ્વ-સ્થતાનો આલોક દેખાય છે.S આ સ્વ-સ્થતાએ એમની કલામાં એક અનિર્વચનીય સંતુલનનું બળ પ્રગટ કર્યું છે; જેને કારણે ઉમાશંકરમાં કોઈ સાહિત્યિક તત્ત્વના અતિચારના દોષ મળશે નહિ. ઉમાશંકરની કવિ-વ્યક્તિતા એવી છે કે એમાં કાવ્યદોષ સંભવે તો ન્યૂનોક્તિનો વધુ સંભવે, અતિશયોક્તિનો તો ભાગ્યે જ. | ||
ઉમાશંકરે એમની કલ્પનાશક્તિના અનેક રમણીય અંશો કવિતામાં અવારનવાર પ્રતીત કરાવ્યા છે. ‘વિશ્વશાંતિ’ જેવામાં કલ્પનાશક્તિના ઉડ્ડયનમાં વૈજ્ઞાનિક તથ્યનું આલંબન લઈ, વૈશ્વિક મેળના ચિત્રને ‘કાલસાગરે’માં મૂર્ત કર્યું છે. ગાંધીજીને ત્યાં વ્યક્તિ કરતાંયે વિશ્વશાંતિના પયગંબર કે પ્રતીક રૂપે જોવામાં ઉમાશંકરની પ્રાજ્ઞતા પ્રગટ થઈને રહે છે. ‘કરાલદર્શન’માં ફેનિલ વીચિઓમાં તમ-ને ચીરતી દંતૂશળોની તીક્ષ્ણતા ઉમાશંકરે અનુભવી છે; તિમિરનો સાદ સાંભળ્યો છે. યુગની ‘પિપાસા’નો ખ્યાલ કરતા કવિ ‘ઉરદીવડે સ્નેહ પૂરંતી રડશે કંપતી કોક કુમારી’ – એમ કહી કોઈ કુમારિકાના કોમળ સંવેદનનો પણ ખ્યાલ કરે છે. તેઓ અશ્રુનેય રડતું બતાવી શકે છે. <ref>ગંગોત્રી, પૃ. ૧૮.</ref> ક્યારેક ભવ્ય ચિત્રો આલેખવાના પ્રયત્નોમાં કલ્પનાને દિગંતો, શૈલો, સમુદ્રો સુધી ફેલાવવાનો પ્રયત્ન પણ એ કરે છે. એવા પ્રયત્નોથી ભવ્યતાનો અંદાજ મળે એવાં વર્ણન સિદ્ધ થાય છે, પરંતુ ભવ્યદર્શનની અનુભૂતિ પ્રમાણમાં ઓછા ઠેકાણે થાય છે. ‘બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે ’<ref>એજન, પૃ. ૨૮.</ref> – આવી ભવ્યતાનો અનુભવ પ્રેરનારી સચોટ અભિવ્યક્તિવાળી પંક્તિઓ – કવિતા કેટલી જોકે આ પ્રશ્ન સાથે એ પણ વિચારવું પડે કે, આ કવિએ વ્યાપક ધર્મદર્શન કે વિશ્વદર્શનના મેળમાં રહીને ‘વિશ્વશાંતિ’, ‘કરાલ-કવિ’, ‘મુખર કંદરા’, ‘નિશીથ’, ‘વિરાટપ્રણય’, ‘સીમાડાના પથ્થર પર’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’, ‘મેઘદર્શન’, ‘દર્શન’, ‘ભટ્ટ બાણ’, ‘હીરોશીમા’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘પંખીલોક’ જેવી રચનાઓમાં કવિની ભવ્યના નિરૂપણની શક્તિ-ક્ષમતાનો અણસાર આપેલો જ છે; પરંતુ એ એમની પરિણત પ્રજ્ઞાના સર્વતોમુખી આવિષ્કારરૂપ એક અખંડ મહાકાવ્યકૃતિ હજુ મળવી બાકી છે.+ ઉમાશંકર જેમ ભવ્યના તેમ રમ્યના પણ સુંદર આલેખક છે. એમની તીવ્ર સ્મૃતિ પણ સુંદર કલ્પનો – કલ્પનાચિત્રો ઉપસાવવામાં મદદરૂપ થાય છે, અને ‘સમરકંદ-બુખારા’માં તે સારી રીતે જોવા મળે છે. ‘ધ્રુવતારલી’માં ‘કાવ્યદેવી’નું ચિત્ર એમની રોમૅન્ટિક ચિત્રાલેખનશક્તિનો નમૂનો બને છે. ‘ભોમિયા વિના’માં તો ભાવ-કલ્પનાનું અપૂર્વ અદ્ભુત રસાયણ થયેલું મળે છે. ‘વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે | વાદળીપિચ્છમાં આળખેલી’<ref>એજન, પૃ. ૫૬.</ref> એવી પ્રેમલિપિનું વાચન તો કવિના કલ્પનાનેત્રે જ શક્ય બને છે. ‘મિલન’<ref>એજન, પૃ. ૫૭.</ref>માં કલ્પના-સંવેદનનો ઉત્કટ મેળ જોવા મળે છે. ‘ઉષા’<ref>એજન, પૃ. ૬૦.</ref> કાવ્યમાં ઉષા પાસે કવિ પોતાની સૃષ્ટિ સરખી બીજી સૃષ્ટિ જો હોય તો તેની ભાળ માગે છે. આ માગણીમાં વૈજ્ઞાનિક વિચારણા સાથે કલ્પના-સંવેદનનો પણ ચારુ યોગ થયેલો પ્રતીત થાય છે. ‘પીંછું’માં કલ્પનાશક્તિનો સંચાર સ્પષ્ટ છે. ‘કરાલ-કવિ’માં કવિની કલ્પના ‘અને પવન તેય ક્યાંક ગિરિટોચ પ્હોંચી સૂતો ’ જેવાં સ્મરણીય ચિત્ર રચે છે. (ગંગોત્રી, પૃ. ૭૨) કવિ ઘુવડને કરાલ-સૌન્દર્યના દ્રષ્ટા કવિના પ્રતીક રૂપે સબળ રીતે યોજે છે. આ પ્રકારનું પ્રતીક(‘સિમ્બૉલ’)-આયોજન જ અપૂર્વ છે. કવિની કલ્પનાશક્તિ તો ઘુવડ પક્ષીથી આદિઘુવડ સુધી પહોંચવામાં વરતાય છે. ‘બીડમાં સાંજવેળા’માં પણ કલ્પનાની ટચલી આંગળીની ગિરિરાજધારણશક્તિની તાકાત જ જાણે વર્ણવાઈ છે ‘વડ’ જેવું પરંપરાગત પ્રતીક કવિએ સાંસ્કૃતિક સંદર્ભમાં વાપરવામાં ઠીક કલ્પનોન્મેષ દાખવ્યો છે. ‘તપેલ ગિરિમસ્તકે ઝૂલતી ટોપી વૃક્ષો તણી’માં કવિનું મનોગત ચિત્ર સમજી શકાય એવું સુંદર છતાં ‘ઝૂલતી’ ક્રિયાપદને કારણે ચેરાઈ જતું લાગે છે. આમ છતાં કવિની કલ્પનાને તેમની તર્કશક્તિનો ઠીક ઠીક સધિયારો મળે છે. ‘મુખર કંદરા’માં ‘સફેદ ફરકંત સ્વચ્છ મૃદુ ચાંદની’નું ચિત્ર જ એક રમણીય વાતાવરણ સર્જે છે. કવિની સૌન્દર્ય-નિષ્ઠ દૃષ્ટિનો આ કાવ્ય પૂરો અંદાજ આપી શકે એમ છે. ‘નવો નાટકકાર’માં આકાશથી હેમ કિનારવાળી સૌમ્ય સફેદ વાદળી ડિલે ઓઢાડી ચંદ્રીને પુસ્તકાલયે ઉતારવામાં ‘શરદપૂનમ’ની કલ્પનારીતિએ મદદ કદાચ ને કરી હોય એમ જણાય છે. આ કાવ્યમાં જે રીતે પેલા નવા નાટકકારને મહાજનો વચ્ચે મૂકી દીધો છે તેમાં કવિનો કલ્પનોન્મેષ વરતાયા વિના રહેતો નથી. ‘સમયની ભવ્ય આરામગાહે’માં કલ્પના પણ ભવ્યતા ધારે છે ને તેથી સમયની ભવ્ય આરામગાહની નિર્મિતિ શક્ય બને છે. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં ‘નિશીથ’ જેવા અમૂર્ત તત્ત્વને મૂર્ત રૂપ આપવામાં કવિએ કલ્પનાશક્તિનો સારો એવો વિનિયોગ કર્યો છે. અગર જોકે કલ્પનામાં ભવ્યતા લાવવા કેટલીક રૂઢ યુક્તિપ્રયુક્તિઓ અહીં કામ આવી હોવા છતાં, સંવેદનની સચ્ચાઈ ભાવાવેગની સબળતા તેમ જ ભાષા-લયે વેગવાન ને ઉન્નત કલ્પનાગતિને લઈને એકંદરે ભવ્યતાનો અનુભવ કરવો સહૃદય માટે મુશ્કેલ નથી. ‘નિશીથ’ના સંન્યાસીપણામાં ભવ્યતાનો સમૃદ્ધ અનુભવ પડેલો છે, એની નૃત્યલીલામાંથી સ્થળકાળનાં પાંસળાં ભેદતી ગતિનો મર્મ પામી શકાય એમ છે. ‘વનફૂલ’ પણ કોઈ વિનમ્ર પરોપકારી મૂક જીવનસાધકનું પ્રતીક બની રહે છે. સોનાપગલીની કલ્પના હૃદ્ય છે, તો ઉછીનું ગીત લેવા સૂતા ઝરણાને જગાડવાની વાત જ અત્યંત કલ્પનોત્તેજક છે. ‘બે પૂર્ણિમાઓ’ કાવ્યમાં ઘનકૌમુદીરસથી ઘડાયેલા મોગરાની વાત પણ – કલ્પનોન્મેષને કારણે હૃદ્ય છે. એ કાવ્યમાં અરવલ્લીનાં શૃંગની સૂતાં હોવાની વાત પણ કેટલી મનોહર છે ‘ગ્રીષ્મપૂર્ણિમા’માં કવિ માઘશશીમુખ પર પાનખરદ્રુમે જે તીણા નહોર ભર્યા છે તેનું ચિત્ર આપે છે. ‘વિરાટ પ્રણય’માં તો કવિકલ્પના અનેક બૃહદ લઘુ ચિત્રોના નિર્માણમાં રમમાણ જણાય છે. પ્રકૃતિનાં કલ્પનાસંવેદને આલેખિત ચિત્રો પ્રકૃતિ એમની કલ્પનાશક્તિના સ્ફુરણ–સંચારમાં કેવી સક્રિય છે તે પણ બતાવે છે. બીજને ભાલામાં પરોવીને ઊંટની બે ખૂંધ વચ્ચે વિરાજમાન પ્રેયસીનું ચિત્ર કેવું વીગતપૂર્ણ, તાજગીભર્યું ને તેથી પ્રભાવક છે <ref>નિશીથ, પૃ. ૫૭.</ref> ‘બૅન્ક પાસેનું ઝાડ’ કાવ્યમાં કવિ કલ્પનાના કીમિયાથી પરાણે કાવ્ય બાંધતા હોય એવી લાગણી થાય છે, એમાં કલ્પનાની ગતિ માંત્રિક કરતાં તાંત્રિક વિશેષ છે. ‘તિજોરીઓ, બાળથી દૂધ ચોરતી | છાતી સમી, થૈ રહી ફાટફાટ’ અહીં ઉપમા અલંકાર આયાસસિદ્ધ છે તે સ્પષ્ટ છે. વિચારનું કવિતામાં રસાયણ સિદ્ધ થયું જણાતું નથી. ‘સાબરનો ગોઠિયો’માં સંવેદનની કુમાશને કલ્પનાનો સહકાર મળ્યો છે. ‘કેડ પરે કંઈ ગામ ઝુલાવતી’ સાબરનું દર્શન એ પ્રકારનાં ચિત્રો પૂરતું રમ્ય છે. ‘ગઢ શિવનેરી’માં કાળની મુક્કી સાથેની ગઢની તુલના અત્યંત ઔચિત્યવાળી છે. ‘વણજાર’માં એક ગતિશીલ ચિત્રપટ જાણે ભાવકનાં કલ્પનાચક્ષુ સમક્ષ રજૂ થતું જણાય છે. કવિ સ્થળ-કાળના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં માનવ્યરસે ને કલ્પનારસે આકર્ષક એવું સંવેદનચિત્ર આપે છે. કવિની કલ્પના ક્યારેક પેંગડામાં સ્થળકાલને લઈને બ્રહ્માંડ કેરાં તળિયાં તપાસવાની મનીષાય વ્યક્ત કરે છે.<ref>એજન, પૃ. ૧૨૨.</ref> ‘અન્નબ્રહ્મ’માંય કવિનો કલ્પનાસંચાર ‘અન્નઢીંગલાં’ જેવા શબ્દપ્રયોગથી માંડીને અન્નોપજીવી સંસાર-સંસ્કૃતિચિત્રના બૃહદ આલેખનમાં અનુભવાય છે. અંધપ્રતિભાના નિરૂપણમાં હથેળીમાં હમદર્દી ઝળકતી હોવાનો અનુભવ કેટલો માર્મિક છે તે રસજ્ઞો વરતી શકશે. ‘મ્હોર્યા માંડવા’માં ‘સખી, પર્વતથી નદીએ ઢળ્યાં | કમ્મર લે નદી વળાંક રે’<ref>નિશીથ, પૃ. ૧૬૮.</ref> જેવામાં સુંદર રૂપચિત્ર ઊપસી આવ્યું છે. ‘દિગંતરેખથી ભીના દ્રવંત રંગને સમુદ્રની જીભો પીએ તરંગટેરવે.’<ref>નિશીથ, પૃ. ૧૪૩.</ref> | ઉમાશંકરે એમની કલ્પનાશક્તિના અનેક રમણીય અંશો કવિતામાં અવારનવાર પ્રતીત કરાવ્યા છે. ‘વિશ્વશાંતિ’ જેવામાં કલ્પનાશક્તિના ઉડ્ડયનમાં વૈજ્ઞાનિક તથ્યનું આલંબન લઈ, વૈશ્વિક મેળના ચિત્રને ‘કાલસાગરે’માં મૂર્ત કર્યું છે. ગાંધીજીને ત્યાં વ્યક્તિ કરતાંયે વિશ્વશાંતિના પયગંબર કે પ્રતીક રૂપે જોવામાં ઉમાશંકરની પ્રાજ્ઞતા પ્રગટ થઈને રહે છે. ‘કરાલદર્શન’માં ફેનિલ વીચિઓમાં તમ-ને ચીરતી દંતૂશળોની તીક્ષ્ણતા ઉમાશંકરે અનુભવી છે; તિમિરનો સાદ સાંભળ્યો છે. યુગની ‘પિપાસા’નો ખ્યાલ કરતા કવિ ‘ઉરદીવડે સ્નેહ પૂરંતી રડશે કંપતી કોક કુમારી’ – એમ કહી કોઈ કુમારિકાના કોમળ સંવેદનનો પણ ખ્યાલ કરે છે. તેઓ અશ્રુનેય રડતું બતાવી શકે છે. <ref>ગંગોત્રી, પૃ. ૧૮.</ref> ક્યારેક ભવ્ય ચિત્રો આલેખવાના પ્રયત્નોમાં કલ્પનાને દિગંતો, શૈલો, સમુદ્રો સુધી ફેલાવવાનો પ્રયત્ન પણ એ કરે છે. એવા પ્રયત્નોથી ભવ્યતાનો અંદાજ મળે એવાં વર્ણન સિદ્ધ થાય છે, પરંતુ ભવ્યદર્શનની અનુભૂતિ પ્રમાણમાં ઓછા ઠેકાણે થાય છે. ‘બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે ’<ref>એજન, પૃ. ૨૮.</ref> – આવી ભવ્યતાનો અનુભવ પ્રેરનારી સચોટ અભિવ્યક્તિવાળી પંક્તિઓ – કવિતા કેટલી જોકે આ પ્રશ્ન સાથે એ પણ વિચારવું પડે કે, આ કવિએ વ્યાપક ધર્મદર્શન કે વિશ્વદર્શનના મેળમાં રહીને ‘વિશ્વશાંતિ’, ‘કરાલ-કવિ’, ‘મુખર કંદરા’, ‘નિશીથ’, ‘વિરાટપ્રણય’, ‘સીમાડાના પથ્થર પર’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’, ‘મેઘદર્શન’, ‘દર્શન’, ‘ભટ્ટ બાણ’, ‘હીરોશીમા’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘પંખીલોક’ જેવી રચનાઓમાં કવિની ભવ્યના નિરૂપણની શક્તિ-ક્ષમતાનો અણસાર આપેલો જ છે; પરંતુ એ એમની પરિણત પ્રજ્ઞાના સર્વતોમુખી આવિષ્કારરૂપ એક અખંડ મહાકાવ્યકૃતિ હજુ મળવી બાકી છે.+ ઉમાશંકર જેમ ભવ્યના તેમ રમ્યના પણ સુંદર આલેખક છે. એમની તીવ્ર સ્મૃતિ પણ સુંદર કલ્પનો – કલ્પનાચિત્રો ઉપસાવવામાં મદદરૂપ થાય છે, અને ‘સમરકંદ-બુખારા’માં તે સારી રીતે જોવા મળે છે. ‘ધ્રુવતારલી’માં ‘કાવ્યદેવી’નું ચિત્ર એમની રોમૅન્ટિક ચિત્રાલેખનશક્તિનો નમૂનો બને છે. ‘ભોમિયા વિના’માં તો ભાવ-કલ્પનાનું અપૂર્વ અદ્ભુત રસાયણ થયેલું મળે છે. ‘વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે | વાદળીપિચ્છમાં આળખેલી’<ref>એજન, પૃ. ૫૬.</ref> એવી પ્રેમલિપિનું વાચન તો કવિના કલ્પનાનેત્રે જ શક્ય બને છે. ‘મિલન’<ref>એજન, પૃ. ૫૭.</ref>માં કલ્પના-સંવેદનનો ઉત્કટ મેળ જોવા મળે છે. ‘ઉષા’<ref>એજન, પૃ. ૬૦.</ref> કાવ્યમાં ઉષા પાસે કવિ પોતાની સૃષ્ટિ સરખી બીજી સૃષ્ટિ જો હોય તો તેની ભાળ માગે છે. આ માગણીમાં વૈજ્ઞાનિક વિચારણા સાથે કલ્પના-સંવેદનનો પણ ચારુ યોગ થયેલો પ્રતીત થાય છે. ‘પીંછું’માં કલ્પનાશક્તિનો સંચાર સ્પષ્ટ છે. ‘કરાલ-કવિ’માં કવિની કલ્પના ‘અને પવન તેય ક્યાંક ગિરિટોચ પ્હોંચી સૂતો ’ જેવાં સ્મરણીય ચિત્ર રચે છે. (ગંગોત્રી, પૃ. ૭૨) કવિ ઘુવડને કરાલ-સૌન્દર્યના દ્રષ્ટા કવિના પ્રતીક રૂપે સબળ રીતે યોજે છે. આ પ્રકારનું પ્રતીક(‘સિમ્બૉલ’)-આયોજન જ અપૂર્વ છે. કવિની કલ્પનાશક્તિ તો ઘુવડ પક્ષીથી આદિઘુવડ સુધી પહોંચવામાં વરતાય છે. ‘બીડમાં સાંજવેળા’માં પણ કલ્પનાની ટચલી આંગળીની ગિરિરાજધારણશક્તિની તાકાત જ જાણે વર્ણવાઈ છે ‘વડ’ જેવું પરંપરાગત પ્રતીક કવિએ સાંસ્કૃતિક સંદર્ભમાં વાપરવામાં ઠીક કલ્પનોન્મેષ દાખવ્યો છે. ‘તપેલ ગિરિમસ્તકે ઝૂલતી ટોપી વૃક્ષો તણી’માં કવિનું મનોગત ચિત્ર સમજી શકાય એવું સુંદર છતાં ‘ઝૂલતી’ ક્રિયાપદને કારણે ચેરાઈ જતું લાગે છે. આમ છતાં કવિની કલ્પનાને તેમની તર્કશક્તિનો ઠીક ઠીક સધિયારો મળે છે. ‘મુખર કંદરા’માં ‘સફેદ ફરકંત સ્વચ્છ મૃદુ ચાંદની’નું ચિત્ર જ એક રમણીય વાતાવરણ સર્જે છે. કવિની સૌન્દર્ય-નિષ્ઠ દૃષ્ટિનો આ કાવ્ય પૂરો અંદાજ આપી શકે એમ છે. ‘નવો નાટકકાર’માં આકાશથી હેમ કિનારવાળી સૌમ્ય સફેદ વાદળી ડિલે ઓઢાડી ચંદ્રીને પુસ્તકાલયે ઉતારવામાં ‘શરદપૂનમ’ની કલ્પનારીતિએ મદદ કદાચ ને કરી હોય એમ જણાય છે. આ કાવ્યમાં જે રીતે પેલા નવા નાટકકારને મહાજનો વચ્ચે મૂકી દીધો છે તેમાં કવિનો કલ્પનોન્મેષ વરતાયા વિના રહેતો નથી. ‘સમયની ભવ્ય આરામગાહે’માં કલ્પના પણ ભવ્યતા ધારે છે ને તેથી સમયની ભવ્ય આરામગાહની નિર્મિતિ શક્ય બને છે. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં ‘નિશીથ’ જેવા અમૂર્ત તત્ત્વને મૂર્ત રૂપ આપવામાં કવિએ કલ્પનાશક્તિનો સારો એવો વિનિયોગ કર્યો છે. અગર જોકે કલ્પનામાં ભવ્યતા લાવવા કેટલીક રૂઢ યુક્તિપ્રયુક્તિઓ અહીં કામ આવી હોવા છતાં, સંવેદનની સચ્ચાઈ ભાવાવેગની સબળતા તેમ જ ભાષા-લયે વેગવાન ને ઉન્નત કલ્પનાગતિને લઈને એકંદરે ભવ્યતાનો અનુભવ કરવો સહૃદય માટે મુશ્કેલ નથી. ‘નિશીથ’ના સંન્યાસીપણામાં ભવ્યતાનો સમૃદ્ધ અનુભવ પડેલો છે, એની નૃત્યલીલામાંથી સ્થળકાળનાં પાંસળાં ભેદતી ગતિનો મર્મ પામી શકાય એમ છે. ‘વનફૂલ’ પણ કોઈ વિનમ્ર પરોપકારી મૂક જીવનસાધકનું પ્રતીક બની રહે છે. સોનાપગલીની કલ્પના હૃદ્ય છે, તો ઉછીનું ગીત લેવા સૂતા ઝરણાને જગાડવાની વાત જ અત્યંત કલ્પનોત્તેજક છે. ‘બે પૂર્ણિમાઓ’ કાવ્યમાં ઘનકૌમુદીરસથી ઘડાયેલા મોગરાની વાત પણ – કલ્પનોન્મેષને કારણે હૃદ્ય છે. એ કાવ્યમાં અરવલ્લીનાં શૃંગની સૂતાં હોવાની વાત પણ કેટલી મનોહર છે ‘ગ્રીષ્મપૂર્ણિમા’માં કવિ માઘશશીમુખ પર પાનખરદ્રુમે જે તીણા નહોર ભર્યા છે તેનું ચિત્ર આપે છે. ‘વિરાટ પ્રણય’માં તો કવિકલ્પના અનેક બૃહદ લઘુ ચિત્રોના નિર્માણમાં રમમાણ જણાય છે. પ્રકૃતિનાં કલ્પનાસંવેદને આલેખિત ચિત્રો પ્રકૃતિ એમની કલ્પનાશક્તિના સ્ફુરણ–સંચારમાં કેવી સક્રિય છે તે પણ બતાવે છે. બીજને ભાલામાં પરોવીને ઊંટની બે ખૂંધ વચ્ચે વિરાજમાન પ્રેયસીનું ચિત્ર કેવું વીગતપૂર્ણ, તાજગીભર્યું ને તેથી પ્રભાવક છે <ref>નિશીથ, પૃ. ૫૭.</ref> ‘બૅન્ક પાસેનું ઝાડ’ કાવ્યમાં કવિ કલ્પનાના કીમિયાથી પરાણે કાવ્ય બાંધતા હોય એવી લાગણી થાય છે, એમાં કલ્પનાની ગતિ માંત્રિક કરતાં તાંત્રિક વિશેષ છે. ‘તિજોરીઓ, બાળથી દૂધ ચોરતી | છાતી સમી, થૈ રહી ફાટફાટ’ અહીં ઉપમા અલંકાર આયાસસિદ્ધ છે તે સ્પષ્ટ છે. વિચારનું કવિતામાં રસાયણ સિદ્ધ થયું જણાતું નથી. ‘સાબરનો ગોઠિયો’માં સંવેદનની કુમાશને કલ્પનાનો સહકાર મળ્યો છે. ‘કેડ પરે કંઈ ગામ ઝુલાવતી’ સાબરનું દર્શન એ પ્રકારનાં ચિત્રો પૂરતું રમ્ય છે. ‘ગઢ શિવનેરી’માં કાળની મુક્કી સાથેની ગઢની તુલના અત્યંત ઔચિત્યવાળી છે. ‘વણજાર’માં એક ગતિશીલ ચિત્રપટ જાણે ભાવકનાં કલ્પનાચક્ષુ સમક્ષ રજૂ થતું જણાય છે. કવિ સ્થળ-કાળના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં માનવ્યરસે ને કલ્પનારસે આકર્ષક એવું સંવેદનચિત્ર આપે છે. કવિની કલ્પના ક્યારેક પેંગડામાં સ્થળકાલને લઈને બ્રહ્માંડ કેરાં તળિયાં તપાસવાની મનીષાય વ્યક્ત કરે છે.<ref>એજન, પૃ. ૧૨૨.</ref> ‘અન્નબ્રહ્મ’માંય કવિનો કલ્પનાસંચાર ‘અન્નઢીંગલાં’ જેવા શબ્દપ્રયોગથી માંડીને અન્નોપજીવી સંસાર-સંસ્કૃતિચિત્રના બૃહદ આલેખનમાં અનુભવાય છે. અંધપ્રતિભાના નિરૂપણમાં હથેળીમાં હમદર્દી ઝળકતી હોવાનો અનુભવ કેટલો માર્મિક છે તે રસજ્ઞો વરતી શકશે. ‘મ્હોર્યા માંડવા’માં ‘સખી, પર્વતથી નદીએ ઢળ્યાં | કમ્મર લે નદી વળાંક રે’<ref>નિશીથ, પૃ. ૧૬૮.</ref> જેવામાં સુંદર રૂપચિત્ર ઊપસી આવ્યું છે. ‘દિગંતરેખથી ભીના દ્રવંત રંગને સમુદ્રની જીભો પીએ તરંગટેરવે.’<ref>નિશીથ, પૃ. ૧૪૩.</ref> | ||
– અહીં પણ કલ્પનાનાં તાજગી ને વ્યાપ અનુભવાય છે. ‘આત્માનાં ખંડેર’માં ઊર્મિ, વિચાર ને કલ્પનાનું અનોખું સાયુજ્ય ને ઉન્નયન સિદ્ધ થયેલું અનુભવાય છે. કલ્પના સપાટી-ચિત્રણ કરતાં ગંભીર-સંવેદનમાં પ્રવૃત્ત જણાય છે. સમયની સુરા પીવાની કે દાંત ગણવા માટે મૃત્યુને મોં ખોલવાની વાત કેટલી કલ્પનોર્મિયુક્ત – પ્રજ્ઞાપ્રેરિત છે તે ભાગ્યે જ સમજાવવાનું હોય, જન્મથી મૃત્યુનો પંથ શોધનાર કરતાં ‘મૃત્યુથી જનમનો નવપંથ’ શોધનાર કવિ પૃથ્વી પરે દેશવટે ગયા સમો અનુભવ કરે તેમાંય ‘ત્રીજા નેત્રની પ્રસાદી’નો લાભ જ ગણવો પડે. આ પ્રકારના કલ્પનોન્મેષો ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’, ‘અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’માં પણ ભરપટે અનુભવવા મળે તેમ છે. ‘આતિથ્ય’માં ‘નિવેદન’માં વર્ષા-નીતરેલા કોઈ બપોર પછીના ટાણે લીલાં પર્ણોમાં ગળાતા મૃદુહાસ તડકાને જોયા પછી કવિનું સંવદન એને હૃદયમાં ભરી લેવાની વૃત્તિમાં પ્રગટ થયું છે. આ ભાવસંવેદને એમની કલ્પકતાને સતત પ્રોત્સાહિત કરી છે ને તડકા વિશેનાં કેટલાંક સુંદર કાવ્યો ગુજરાતને અપાવ્યાં છે. ‘પ્રણય’નાં વિવિધ રૂપેની કલ્પના જુઓ;<ref>આતિથ્ય, પૃ. ૧૩.</ref> ‘શિશુબોલ’ની સંદર્ભરચનામાં પ્રગટતી કલ્પના જુઓ; કોઈ શિલ્પમૂર્તિમાં સ્ત્રીના સૌન્દર્યરસનું સ્વચ્છ આરસમાં ઊભરાતું દર્શન જુઓ; ‘નેપથ્યે નર્તિકા’માં નર્તિકાના તરલ માંસતરંગના શૃંગે ચઢીને પોકારતા નૃત્યાંગનાના સૌમ્ય આત્માનો ‘હું છું’નો અસ્તિત્વધ્વનિ સાંભળો;<ref>એજન, પૃ. ૭૮.</ref> સ્થલપાંસળામાં તીણા નહોર ભરતા કાળનો અનુભવ કરો;<ref>એજન, પૃ. ૮૧.</ref> તાજમહાલમાં ઝમેલા અમર મૃત્યુગીતને કવિની રીતે નયનથી સાંભળો (‘નયનો થકી શ્રાવ્ય આ’); ‘અતીત’માં ઇતિહાસ–ચિંતન–મનન–કલ્પને પુષ્ટ અતીતનું સામર્થ્યચિત્ર જુઓ; ‘ગ્રીષ્મગીતા’માંની લીમડાપ્રશસ્તિ સાંભળો; – કવિનો કલ્પનાદ્રવ પ્રબળ છે તેની પ્રતીતિ થઈને રહેશે. ‘સરવડાં’માં કલ્પનાના વીજઝબકાર – ચમત્કાર અવારનવાર અનુભવાય છે. ‘સ્વપ્નાં’માં પણ કલ્પનાની અરૂઢ ગતિનું કામણ છે. ‘સાબરની દીકરી’ના રૂપદર્શનમાં પણ કલ્પનાનું અમી જોવા મળે છે. ‘ગામને કૂવે’માં ‘કળાયેલ મોર’ પરંપરાગત રીતે સાંવરિયાનું પ્રતીક બનીને આવે છે ને છતાં ઊંડા સંવેદનને કારણે એક પ્રકારની તાજગી એના સમગ્ર નિરૂપણમાં અનુભવાય છે. ‘અભિસાર અને મિલન’માં પણ કલ્પનાનો ચમત્કાર પ્રણયના ચમત્કારને ઉપકારક થયેલો વરતાય છે. ભાવિની કેડીને ‘દૂરેથી લલચાવતી કર-શી ગૌર’ કહેવાની કળા પણ કવિ મુખ્યત્વે કલ્પનાબળે દાખવે છે. ‘વસંત-વર્ષા’માં પણ કલ્પનાના અનેક ચારુ ઉન્મેષો જોવા મળે છે. ‘પરાગરેણુ’માં શિરીષપુષ્પરેણુએ પ્રાણમાં જાણે વેણુ વાગતી કરી છે અને એ અપૂર્વ અનુભૂતિના પ્રકાશમાં કવિ ‘તેજલીંપ્યાં મોકળાં દિશાઓનાં દ્વારથી જાણે ઊછળતી પૂંછડીએ ધેનુ’ને દૃગ્ગોચર કરે છે.<ref>વસંતવર્ષા, પૃ. ૧૨.</ref> ઉનાળાની તો ઓળખાણ જ કવિ ‘મોગરો મ્હેકાવનાર’ તરીકે આપે છે,<ref>એજન, પૃ. ૧૫.</ref> તે આપણે જોયું છે. ‘ચૈત્રની રાત્રિઓમાં’ પણ કલ્પનાનો પૂરો કેફ ઊતર્યો છે. ‘શેરી ખૂણે અરણિ પમરે’નો વાસ્તવિક અનુભવ પણ કેવો કલ્પનોત્તેજક રીતે પ્રગટ થાય છે તે અહીં જોવા જેવું છે. ‘મીઠપથી લળી જતા લીંબડા’ ને ‘ચાંદની પીધેલા મહેકતા મોગરા’થી ‘વૈશાખી પૂર્ણિમા’ કેટલી આસ્વાદ્ય બને છે ગ્રીષ્મની રાત્રિનું ચિત્ર પણ મધુર-નાજુક છે, કલ્પના દ્વારા થયેલ કોમળ ચિત્રણા એમાં ધ્યાનપાત્ર છે. (પૃ. ૨૧) ‘મેઘદર્શન’માં સ્મૃતિકલ્પનાની ઝાકમઝોળ છે. ‘સરવડાં’માં ભાવસંવેદનના ચમત્કાર સાથે કલ્પનાનું કામ અનુભવાય છે. આકાશમાં સારસ ઊડતાં હોય, રવિ પીળો ચમકતો હોય ને ત્યારે ‘દૂધસમો નરવો મૃદુહાસ તેજલર્યો | ઓપે અવકાશ’ – આવી પરિસ્થિતિમાં કવિને ‘પવન ઉપર પણ શું આ ટાણે | ફરી રંગની પીંછી જાણે ’ એવો તર્ક થાય છે.<ref>‘વસંતવર્ષા’, પૃ. ૩૨.</ref> કેવી કલ્પના-શીલતાએ કવિને ડાળીભરેલા શ્રાવણના તડકાને સંઘરવા-સંભરવા પ્રેર્યા હશે ‘આછાં સરવડે તડકો જશે ગળી’ – એની તો પાછી કવિને ચિંતા છે (વસંતવર્ષા, પૃ. ૩૪) કવિ ‘ધરતી ધોતો દૂધથી ખીલ્યો મનભર કાશ’<ref>એજન, પૃ. ૩૮.</ref> એમ કાશના વિકાસનું કલ્પનાલોકિત ચિત્ર આપે છે. ‘પાનખર’માં ‘નીકળ્યાં તરુને દેહ હાડકાં’ એમ પાનખરે શુષ્કરુક્ષ વૃક્ષનું હૂબહૂ ચિત્ર આપવામાં હાડકાંની કલ્પના ઉપયોગી છે. ‘પરોડે ટહુકો’માં આમ્રમંજરીએ કવિચિત્તમાં ગંધ-આકૃતિ કોરી દીધા વિશેનો પ્રશ્ન પણ કલ્પનાગર્ભ છે. ‘કવિનું મૃત્યુ’માંની કવિના હૃદયની પંખીભર્યા આકાશ, શિશુના હાસ ને શરદના કાશપુષ્પના ઉલ્લાસ સાથેની ઉત્પ્રેક્ષા પણ કલ્પનારસે અસ્વાદ્ય બની છે. બ્રહ્મા કને સામસમાધિમાં બેઠેલ સરસ્વતીની કાનની ટીશીઓ વિદ્યામદે ટપકતી હોવાની અતિશયોક્તિયે કવિઆલેખિત યજ્ઞસંસ્કૃતિમય વાતાવરણમાં સ્વાભાવોક્તિરૂપ લાગે છે.<ref>‘ભટ્ટ બાણ’, વસંતવર્ષા, પૃ. ૬૬.</ref> ‘પતંગિયું’માં કવિની કલ્પના એક તરંગ-બુટ્ટા રૂપે પ્રગટતી જણાય છે. વર્ષાદેવીને ‘હેલી’માં વળગાડનું ઉપમાન દેવામાં કવિની કલ્પનાશક્તિનો ઉન્મેષ જોઈ શકાય એમ છે. ‘સપ્તપર્ણી’માં ‘વિકલ્પ સમ ના તરે વિહગ કોઈ’માંનું ઉપમાન અપૂર્વ છે. ‘અઘરા શબ્દો’ બુકાની બાંધેલા બતાવવામાં કવિનો ઊંડો શબ્દચાહ જ કારણભૂત જણાય છે. ‘ભલે શૃંગો ઊંચાં’, ‘ગયાં વર્ષો –’ ને ‘રહ્યાં વર્ષો તેમાં –’ – એ કાવ્યોમાં કલ્પના કવિસંવેદનના ઉત્તમાંશ રૂપે કેટલી સક્રિય છે તે રસજ્ઞો સહેજેય જોઈ શકે એમ છે. ‘અભિજ્ઞા’માં તો આ કલ્પનાકળા અરૂઢ માર્ગોએ પણ વિહરે છે ને અભિવ્યક્તિનાં નવાં નવાં રૂપોમાં એ દેખા દે છે. ‘શોધ’ કે ‘શિશુ’ જેવાં કાવ્યોમાં એ કલ્પનાને તર્કના ચીપિયાથી પકડીને અલગ બતાવવાની ચેષ્ટા કરવામાં જોખમ છે. કવિ છિન્નભિન્નતાના સંદર્ભને વશ વર્તતાં નવાં ઉપમાન, રૂપક, ભાવપ્રતીકોને, કલ્પનોને કાવ્યમાં ખેંચી લાવે છે. ‘નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમી’ વિચ્છિન્નતાને કવિ એક નહિ પણ ત્રણ ઉપમાવાચક શબ્દગુચ્છો – પંક્તિઓથી ઉપસાવે છે.<ref>અભિજ્ઞા, પૃ. ૨૧.</ref> એમ કરતાં જે ઉપમાનો પસંદ કર્યાં હોય છે તે પણ કેવળ અલંકારગત અંશોથી સવિશેષ વક્તવ્યના પણ પ્રસ્તુત અંશો બની રહે છે. કવિની ત્રિમૂર્તિની કલ્પના પણ અભિનવ છે ને અર્થપૂર્ણ છે. ‘કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્’ અવાજ પણ એક પ્રતીકરૂપ ભૂમિકા પ્રાપ્ત કરતો અહીં જણાય છે. ‘શોધ’માં સંધ્યાના તડકાથી વૃક્ષને રંગતા ઈશ્વરની શોધ વસ્તુત: કલ્પનાએ કરેલી કવિતાની જ ખોજ છે; કવિદૃષ્ટિએ કરેલી સૌન્દર્યના અંતરતમ રહસ્યની ઝાંખી છે. વૃક્ષરચનામયતાની આખી સંવેદન-પ્રક્રિયામાં કલ્પનાની સ્ફૂર્તિ અનુભવાય છે. ને ‘કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર’ એ સમીકરણપદ મંડાતાં કવિતાની સૂક્ષ્મને – અમૂર્તને શબ્દમાં બાંધવાની શક્તિની ચરમસીમા અનુભવાય છે. ‘શિશુ’નું શિશુપણું કલ્પનાની સૂક્ષ્મ પકડમાં બરોબર આવી શક્યું છે ને ‘જિંદગીની દુશ્મની | ક્ષણભર અહીં ઝાંકી રહી ચ્હેરો બની.’ – આ પંક્તિઓમાં ઊતરેલી વાસ્તવિકતા ઉપસાવનાર – ચીતરનાર કલ્પનાની સત્તા પણ ભાવકે અનુભવવી રહી. (અભિજ્ઞા, પૃ. ૨૧) ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ પણ કવિને કલ્પનાએ સારો સાથ આપ્યો જણાશે. ‘ગગનની મુક્ત ઉષ્માના ચુંબક’નું આકર્ષણ આ કવિએ જ પહેલી વાર ગુજરાતી ભાવકને બતાવ્યું છે.<ref>એજન, પૃ. ૨૯.</ref> ‘ઑક્સફર્ડ’માં વિદ્યાનું તેજવ્હેળિયું તો કવિનું કલ્પનાનેત્ર જ જુએ ને ‘હોટેલની સુખની પથારી’માં કલ્પનાસંવેદને જ ઇન્દ્રધનુના રંગો સાથે ડૂસકાંના ડાઘનો મર્મદારક સંબંધ શક્ય બને છે. ને ‘પ્રકભુવિ’ પણ કવિ વિના કેમ અવતરત કવિ વિના કવિતાના ચોખૂણિયા ખેતરને કોણ અક્ષયપાત્ર કહેત શૅલીની ઘડિયાળના ‘૫⋅૧૬’ પર કવિચિત્ત જ ઠરે ને આ કવિનું દિમાગ જાણે સ્મૃતિ-કલ્પનાએ સતત ક્રિયાન્વિત છે ને તેથી શબ્દ સાથે અવારનવાર તેના સુભગ-સ્પૃહણીય ચમત્કારપૂર્ણ અકસ્માતો સર્જાય છે. ‘વૃષભાવતાર’ની કલ્પનાનો પ્રસાદ પણ સતત માણવા જેવો લાગે છે. હેમન્તના તડકાને ‘શેડકઢો’ કહેવામાં કે ‘પુષ્પો’ને ‘સ્વર્ગજાસૂસ’ કહેવામાં કવિની કલ્પના શબ્દસંરચના કે સમાસસંઘટનામાં કેવી ક્રિયાન્વિત થતી હોય છે તેનું દર્શન થાય છે. આ કલ્પના રામાયણનાં છ પાત્રો ચીતરવામાં પણ ઠીક ઠીક કામ આવી છે. રાવણના હું-કારને ઘૂંટીને રાવણને સર્જવામાં તો કલ્પનાનો વ્યાપાર ઠીક સફળ થયેલો જણાય છે. આ કલ્પનાએ કવિ પોતાની ‘તેજ-વારસ’તાને સમજી શક્યા છે. આ કલ્પનાબળે વિશ્વના કેન્દ્રથી વિમળ સૌન્દર્યનો ફુવારો ઊડતો કવિ પ્રમાણી શક્યા છે. કવિ જે જમાનામાં ઊછર્યા–ઘડાયા એ જમાનામાં કવિતાને માટે જેમ અનેક વિષયો તેમ કવિતાને માથે અનેક જોખમો પણ હતાં. કવિએ વિવેકપુર:સર એ જોખમો સામે પોતાની કવિતાને સર્જનાત્મક બળે જ ખડી કરી. કલાસૌન્દર્યના સનાતન મૂલ્યને જ પોતે શિરસાવંદ્ય ગણ્યું છે. કવિ પોતે ગાંધીજી કે કાકાસાહેબના શિષ્ય હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તેઓ તો પોતાને રવીન્દ્રનાથના પ્રેમીથી વિશેષ નહિ હોવાનું માનતા જણાય છે. તેઓ પોતે પોતાને કવિ તરીકે જ ઓળખાવે છે. ઉમાશંકર પોતાને જ માર્ગે ચાલનાર કવિ છે. તેમણે કાન્ત, ન્હાનાલાલ, ને બ. ક. ઠા. જેવા કવિઓની કાવ્યરીતિનો અભ્યાસ કર્યો, ક્વચિત્ કાવ્યારંભે એમની રીતે થોડું કામ પણ કર્યું, પરંતુ કવિની તીવ્ર સ્વમાનવૃત્તિએ, ઉત્કટ સ્વ-સ્થતાએ એમને ક્યાંય બંધાવા દીધા નથી. કવિએ પોતાની કેડીએ જ ચાલવું મુનાસિબ માન્યું ને એમાં એક અત્યંત સંવેદનશીલ કવિના નાતે સમય સાથેના પોતાના નિગૂઢ આંતરસંબંધે તેમને અનિવાર્યતયા નવા નવા કાવ્ય-વળાંકો તરફ પ્રેર્યા. | |||
ગુજરાતી કવિતામાં ઉમાશંકરનું કવિતાર્પણ ગુણવત્તા તેમ વિપુલતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમનામાં શું નથી એ બતાવતાં ઉન્નતભ્રૂતાએ એ મહાકવિ નથી એ કહી દેવું સહેલું છે, પરંતુ એમનામાં જે કંઈ છે તે બતાવતાં એક સત્ત્વશીલ, સતત વિકાસોન્મુખ પ્રાજ્ઞકવિ તરીકે તેમનો તેમનાં કાવ્યોનાં સૂક્ષ્મ સ્પંદનો ઝીલતાં પરિચય મેળવવો એ જુદી વાત છે. કદાચ એમ કરતાં એ કવિની કેટલીક મર્યાદાઓ દેખાતી હોય તેથીયે વસ્તુત: ઓછી જણાય, અને એમની સિદ્ધિઓનો ખરેખરો મર્મ પણ પમાય. એમ થાય તો ભાવક થયાની સાર્થકતા – ધન્યતા ઓછી ન રહે. | ગુજરાતી કવિતામાં ઉમાશંકરનું કવિતાર્પણ ગુણવત્તા તેમ વિપુલતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમનામાં શું નથી એ બતાવતાં ઉન્નતભ્રૂતાએ એ મહાકવિ નથી એ કહી દેવું સહેલું છે, પરંતુ એમનામાં જે કંઈ છે તે બતાવતાં એક સત્ત્વશીલ, સતત વિકાસોન્મુખ પ્રાજ્ઞકવિ તરીકે તેમનો તેમનાં કાવ્યોનાં સૂક્ષ્મ સ્પંદનો ઝીલતાં પરિચય મેળવવો એ જુદી વાત છે. કદાચ એમ કરતાં એ કવિની કેટલીક મર્યાદાઓ દેખાતી હોય તેથીયે વસ્તુત: ઓછી જણાય, અને એમની સિદ્ધિઓનો ખરેખરો મર્મ પણ પમાય. એમ થાય તો ભાવક થયાની સાર્થકતા – ધન્યતા ઓછી ન રહે. |