26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૫|}} {{Poem2Open}} {{Color|Blue|") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue| | {{Color|Blue|[ચોથે કોઠે પાંડવો સામેના સંગ્રામનું બીડું દુર્યોધનપુત્ર લક્ષ્મણ ઝડપે છે. અભિમન્યુ ખડગ્ વડે એનું મસ્તક છેદી નાખતાં દુર્યોધન કરુણ વિલાપ કરે છે.]}}{{Poem2Close}} | ||
<Poem> | |||
::::::'''રાગ સારંગ''' | |||
વૈશંપાયન વાણી ઓચરે, રાય જનમેજય શ્રવણે ધરે | |||
નાઠા કૌરવ વાળી મૂઠે, પાંડવ આવ્યા ચોથે કોઠે.{{Space}} ૧ | |||
ઊભો રહી બોલે દુર્યોધન, ‘છે કોઈ ક્ષત્રાણીનો તન; | |||
ગયું રાજ મારું પાછું વાળે, પાંડવને આવતા ખાળે?’ :::::: ૨ | |||
તાત તણાં વાયક સાંભળી, લક્ષ્મણ કુંવર બોલ્યો વળી, | |||
આવી તાતને કરી પ્રણામ : ‘હવે હું કરું સંગ્રામ.:::::: ૩ | |||
અભિમન્યુનાં પ્રાક્રમ શું ય? એક પલકમાં મારું હુંય; | |||
કોપ્યો તમારો દીકરો, ત્યારે પાંડવનો શો આશરો?’:::::: ૪ | |||
દુર્યોધન કહે : ‘સુત શાર્દૂલ, તેં દીપાવ્યું કૌરવકુળ;’ | |||
સરખેસરખા ક્ષત્રીકુમાર, સાથે લીધા સોળ હજાર.:::::: ૫ | |||
સમાન વસ્ર ને સમાન કાય, સરખા રૂપે નવ બદલાય; | |||
એવી શોભા લક્ષ્મણ તણી, ચઢી ચાલ્યો અભિમન્યુ ભણી.:::::: ૬ | |||
સુભટ સાથ સર્વે પ્રેરિયો, સૌભદ્ર આવતો ઘેરિયો; | |||
જેમ શશીને ઢાંકે ઘન, ત્યમ ઢાંકી દીધો અભિમન.:::::: ૭ | |||
સોળ સહસ્ર સાથે તૂટિયા, ધનુષથી શર શીઘ્રે છૂટિયાં; | |||
શક્તિ મુશલ ગદા અતુલ, તોમર ભોગળ પડે ત્રિશૂલ.:::::: ૮ | |||
કુંજર બહુ કિકિયારા કરે, ખડ્ગ સાંકળ લઈ સૂંઢે ફરે, | |||
કુંભસ્થળ મદધારા ઝરે, આગળ આવે તે મસળાઈ મરે.:::::: ૯ | |||
કૌરવ પાંડવનો થયો રોળ, રણમાં ઊડે રુધિરની છોળ; | |||
લક્ષ્મણ વીરને વકારતો, હાથે સુભટને સંઘારતો.:::::: ૧૦ | |||
એમ વિરથ કૌરવને કર્યા, પાંડવના યોદ્ધા ઓસર્યા; | |||
ભીમ-શલ્ય, દુર્યોધન-ધર્મ, એમ વઢે જુગ્મ કરીને શર્મ.:::::: ૧૧ | |||
કર્ણ આવ્યો કરતો માર, ત્યારે કુંતીસુતે ખાધી હાર; | |||
પારધીની પેરે ટોળે મળ્યા, ભીમસેનને વીંટી વળ્યા.:::::: ૧૨ | |||
ધર્મ કહે : ‘અભિમન્યુ, પાછા વળો, ઓ ભીમને કીધો આકળો;’ | |||
કાકાનાં વાયક મસ્તક ધરી, અભિમન આવ્યો પાછો ફરી.:::::: ૧૩ | |||
કૌરવ મુખે કરે મરકલાં, નાઠા જેમ નાસે ચરકલાં; | |||
શરધારા અભિમન્યુ તણી, માર્યા કૌરવ વીણી વીણી.:::::: ૧૪ | |||
ત્રણ બાણે વેધ્યો કર્ણ, થયો અચેત જાણે પામ્યો મર્ણ; | |||
નાઠો અશ્વત્થામા ઋષિરાય, જેમ વાઘ-ભોએ નાસે ગાય.:::::: ૧૫ | |||
દુઃશાસન વીંધ્યો શર તીણે, નાઠો દુર્યોધન વેવલાં વીણે; | |||
દેખી લક્ષ્મણને રીસ ચડી, અભિમન ઉપર કીધી હડી.:::::: ૧૬ | |||
સોળ સહસ્ર યોદ્ધા સહિત, લક્ષ્મણે યુદ્ધ કીધું અનીત; | |||
સૌભદ્રે કીધો પાળો પાય, બીજો રથ મોકલ્યો ધર્મરાય.:::::: ૧૭ | |||
તે રથ ઉપર થયો આરૂઢ, પછે પ્રાક્રમ કીધું પ્રૌઢ; | |||
એકે વારે સોળ હજાર, બાણ મૂક્યાં કિરીટી-કુમાર.:::::: ૧૮ | |||
લક્ષ્મણના સંગી જે ધીશ, સોળ સહસ્રનાં છેદ્યાં શીશ; | |||
વિરથ કીધો લક્ષ્મણ વીર, તેનું બાણે પ્રોયું શરીર.:::::: ૧૯ | |||
લક્ષ્મણ પડવાને લડથડ્યો, અભિમન ઊતરીને દડબડ્યો; | |||
જોતા ક્ષત્રી સર્વ નરેશ, પાડી મુકુટ ને સાહ્યા કેશ.:::::: ૨૦ | |||
વીજળી સરખો ખડ્ગ કાઢિયો, ઊંચો હાથ કરી ત્રાડિયો; | |||
જેને જોબનનો ઉન્માદ, દુર્યોધનને કીધો સાદ.:::::: ૨૧ | |||
‘અરે અહંકારી! તું ઓરો આવ, તારા કુંવરને મુકાવ;’ | |||
ત્યારે લક્ષ્મણની આંખ ભરાઈ, ‘મેલ મેલ પડ, પિતરાઈ.’:::::: ૨૨ | |||
વદનકળા રહી છે હસી, જાણે પ્રગટ્યો પૂનમનો શશી; | |||
અદ્ભુત શોભા રહી છે વસી, એહવું મસ્તક કાપ્યું ધસી.:::::: ૨૩ | |||
જ્યાં ઊભો દુર્યોધન રાય, મસ્તક માર્યું હૃદયામાંય; | |||
કૌરવનાં ભાંગ્યાં ઓસાણ, પાંડવનાં વાગ્યાં નિસાણ.:::::: ૨૪ | |||
કૌરવપતિ કરે વિલાપ : ‘કોણ પ્રગટ્યું મારું પાપ? | |||
લક્ષણવંતા હો લક્ષ્મણ, કાં વિસરી ગયો સગપણ?:::::: ૨૫ | |||
કુંવર નહિ દીજે દુખડાં, હું કોનાં જોઉં મુખડાં? | |||
ઊઠો લાડકવાયા કુંવર, કાં બેસાડ્યું મારું ઘર?’:::::: ૨૬ | |||
એમ આંખે આંસુ ભરે, દ્રોણાદિક આશ્વાસન કરે; | |||
રોવે નહિ આવે કુમાર, ઊઠો રાજા, થાઓ હોશિયાર.’:::::: ૨૭ | |||
દુર્યોધન કહે : ‘ઊઠું શું? જીવ્યા માંહે નથી જીવતો હું; | |||
પુત્ર ગયો મૂકીને ભોગ, મને ઘટે લેવો જોગ.:::::: ૨૮ | |||
અભિમન્યુએ વાળી રુધિરની નીક, એ રાજ્યને પડો ધિક!’ | |||
પછે શકુનિએ ઝાલ્યો હાથ, દુર્યોધન બેસાડ્યો રથ.:::::: ૨૯ | |||
:::::: '''વલણ''' | |||
રથ ઉપર ખપ કરી બેસાડ્યો, દુર્યોધન રોતો વળી; | |||
સંજયનાં વાયક સાંભળી ધૃતરાષ્ટ્ર પડ્યા ધરણે ઢળી.:::::: ૩૦ | |||
</Poem> |
edits