ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારશાસ્ત્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અલંકારશાસ્ત્ર'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રન...")
 
No edit summary
Line 7: Line 7:
વામને સૌન્દર્યપરક વિભાવનાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, काव्यं ग्राह्यमलङ्कारात्। सौन्दर्यमलङ्कारः। (કા. સૂ. વૃ. ૧/૧-૨) આમ, સહૃદય જ્યારે अलम्નો ભાવ અનુભવે, સંતૃપ્તિ પામે ત્યારે જ ‘અલંકાર’ સાકાર થાય છે તથા કાવ્ય અને તેની શોભા, તેનો અલંકાર એમ ઉભય કોટિઓની વિચારણા કરતો ગ્રન્થ કાવ્યાલંકાર કહેવાયો. આ શાસ્ત્રમાં કાવ્ય કહેતાં સાહિત્યની સમગ્ર રૂપે પરીક્ષા અને સમીક્ષા કરવામાં આવી છે. ટૂંકમાં, અલંકારશાસ્ત્ર એટલે કાવ્યસૌન્દર્યનું પરીક્ષણ કરીને આચારભૂત અને આધારભૂત સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતું શાસ્ત્ર.

કાવ્યશાસ્ત્રની પરંપરા અત્યંત પ્રાચીન છે. કાવ્યશાસ્ત્રનો રીતસરનો આરંભ તો નહીં પરંતુ ઋગ્વેદનાં સૂક્તોમાં રસ, અલંકાર, રીતિ વગેરે શબ્દોના ઉલ્લેખો જોવા મળે છે. ઉપમાદિ અલંકારનાં ઉદાહરણો પણ પ્રાપ્ત થાય છે. આમ છતાં ઉપલબ્ધ સામગ્રી પ્રમાણે કાવ્યશાસ્ત્રીય તત્ત્વોનું શાસ્ત્રીય વિવેચન સર્વ પ્રથમ ભરતના નાટ્યશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. તેમાં ચાર અલંકારો, ગુણો, લક્ષણો, રસ વગેરેનું નિરૂપણ છે. અલબત્ત, આ સઘળું નાટકના અનુષંગે જ છે. ખાસ કરીને એમનો વિનિયોગ રસલક્ષી વિચારાયો છે. નાટ્યના સંદર્ભમાં વિચારાયેલી રસ, પંચસંધિ વગેરે વિગતો કાવ્યશાસ્ત્રમાં પણ પ્રયોજાતી જોવા મળે છે. હેમચંદ્ર અને વિશ્વનાથના ગ્રન્થોમાં નાટ્યવિદ્યાનું એક અલગ પ્રકરણ ફાળવવામાં આવ્યું છે, જ્યારે તદ્દન સ્વતંત્ર રીતે માત્ર નાટ્યશાસ્ત્રીય વિગતોની ચર્ચા કરતા અનેક ગ્રન્થો છે.  

ઉપલબ્ધ સામગ્રીના સંદર્ભમાં ભામહનો ‘કાવ્યાલંકાર’ (સાતમી સદી) તે કાવ્યશાસ્ત્રનો સહુપ્રથમ ગ્રન્થ છે. ‘કાવ્યાલંકાર’માં કાવ્યનાં લક્ષણ, વર્ગીકરણ તથા ગુણ, અલંકાર, દોષ વગેરેની સૂક્ષ્મ વિચારણા પ્રાપ્ત થાય છે. ભરત અને ભામહ વચ્ચે સમયનો ગાળો બહુ લાંબો રહ્યો છે. આ સમય દરમ્યાન પણ ગ્રન્થો તો લખાયા હશે કેમકે ભામહ તેમના પૂર્વાચાર્ય મેધાવિન્નો નિર્દેશ કરે છે. ભરતમાં જણાતો લક્ષણવિચાર, ભામહ સુધી આવતાં અલંકારતત્ત્વમાં અંતર્હિત થતો જણાય છે. આ જ સમય દરમ્યાન કાવ્યના અંતરંગ તત્ત્વની ગવેષણાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. ભલે શાસ્ત્રીય સિદ્ધાંત રૂપે નહીં તો પણ કાવ્યની અંદર કોઈ લોકાતિશાયી તત્ત્વ રહેલું છે તેવું આ સર્વ પૂર્વાચાર્યો સ્વીકારતા હતા. આમ આ બે હજાર વર્ષના ઇતિહાસમાં અને વિકાસક્રમમાં ભામહાદિ પૂર્વાચાર્યોનો ફાળો સાદર ઉલ્લેખનીય રહ્યો છે. આનંદવર્ધનથી માંડીને જગન્નાથ સુધીના આચાર્યો ભામહ, દંડી વગેરેનો નિર્દેશ ચિરન્તનો, જરત્તરો તરીકે સન્માનપૂર્વક કરતા રહ્યા છે.  

કાવ્યશાસ્ત્રના વિકાસક્રમની રૂપરેખા જોતાં પહેલાં આપણે તેને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી દઈએ ૧, પૂર્વધ્વનિયુગ ૨, ધ્વનિયુગ ૩, ઉત્તરધ્વનિયુગ.  

ભામહથી માંડીને રુદ્રટ સુધી (આશરે સાતમી શતાબ્દીથી નવમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી) અલંકારશાસ્ત્રનાં મૂળતત્ત્વો અંગેનો વિચાર ઉત્તરોત્તર વિકસતો ચાલ્યો. આનંદવર્ધનના આ પૂર્વાચાર્યોએ સર્જનાત્મક સાહિત્યનાં અનેક પાસાં સ્પષ્ટ કર્યાં. કાવ્યના અંતરંગની ગવેષણા કરતાં, ભામહને સઘળું ‘वाचामलङ्कृति :’માં અંતનિર્હિત જણાયું. કાવ્યના શરીર કે આત્મા અંગે રૂપકાત્મક શૈલીનું નિરૂપણ તેમનામાં સ્પષ્ટ નથી થતું. વળી, ગુણાલંકાર અને તેના સંદર્ભમાં માર્ગભેદ પણ તેઓ ચુસ્તપણે સ્વીકારતા નથી. આ સંદર્ભે વૈદર્ભ અને ગૌડ એ બંને માર્ગો તેમણે પુરસ્કાર્યા છે. બંનેમાં તેમણે વક્રોક્તિની અનુપમ વિભાવના આપી છે. જેનો આનંદવર્ધન, મમ્મટ અને કુન્તક સૌએ આદર કર્યો છે. (જુઓ : એમની પ્રસિદ્ધ કારિકા – ‘सैषासर्वैव वक्रोक्तिः :...’ વગેરે. ૨/૮૫). ટૂંકમાં, ભામહના કાવ્યલક્ષણમાં શબ્દ અને અર્થનો જે સહભાવ વિચારાયો છે તેમાં લોકાતિશયનું સૌન્દર્ય અનિવાર્ય મનાયું છે. દંડીમાં કાવ્યનું લક્ષણ ઇષ્ટાર્થથી યુક્ત પદાવલિ તે કાવ્ય એમ અપાયું છે. ગુણોનું વિવેચન માર્ગવિભાજક તરીકે છે છતાં તેઓ પણ અલંકારને વ્યાપક અર્થમાં સ્વીકારે છે અને અંતે તો સન્ધ્યંગ, વૃત્ત્યંગ વગેરે સઘળું તેમને અલંકાર રૂપે કાવ્યસૌન્દર્ય રૂપે ઇષ્ટ જણાય છે. અગ્રામ્યતાની ચર્ચા હૃદયંગમ અને મહત્ત્વની છે. અલંકારોના આનન્ત્યને સ્વીકારતા હોવા છતાં તેમણે પણ ભામહની જેમ અલંકારોની સંખ્યા આશરે ૩૫ની મર્યાદિત કરી છે. વામનમાં વિશેષ પ્રકારની પદરચનારૂપ રીતિને કાવ્યાત્મા કહેવાઈ છે અને આ વિશેષતા એ જ ગુણ એવું વામન વિચારે છે. તેમણે અલંકારના વ્યાપક અને સીમિત અર્થો નિર્ધારિત કરી આપ્યા. પ્રતિવસ્તૂપમા વગેરે પ્રમુખ અલંકારોનો તેમણે ઉપમાપ્રપંચ રૂપે જ સ્વીકાર કર્યો છે. ઉદ્ભટ ભામહને પગલે ચાલ્યા છે છતાં અલંકારનિરૂપણમાં તેમણે ઝીણું કાંત્યું છે. રુદ્રટમાં કાવ્યના લક્ષણથી માંડીને શબ્દ, અર્થ, ગુણ, ભાષા, વૃત્તિ, શબ્દાર્થાલંકાર વગેરે અનેક તત્ત્વોની સુદીર્ઘ શાસ્ત્રીયચર્ચા પ્રાપ્ત થાય છે. અલંકારોનું વાસ્તવાદિ વર્ગોમાં વર્ગીકરણ કરવાનો પ્રથમ પ્રયાસ આપણી માહિતી પ્રમાણે તો તેમણે જ કર્યો છે.  

26,604

edits