26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિભાસમીમાંસા(Phenomenology)'''</span> અને સાહિત્ય : પ્રતિભાસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
<span style="color:#0000ff">'''પ્રતિભાસમીમાંસા(Phenomenology)'''</span> અને સાહિત્ય : પ્રતિભાસમીમાંસા આત્મલક્ષિતાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો તત્ત્વવિચારના ભાગ રૂપે માનવચેતના અને સંપ્રજ્ઞતાના વિકાસનો તેમજ વસ્તુલક્ષી વાસ્તવિકતાને સ્થાને સંવેદિત પદાર્થોનો અભ્યાસ છે. વૈયક્તિક મનુષ્યનું ચિત્ત એ સર્વ અર્થઘટનના ઉદ્ગમ અને કેન્દ્રમાં છે એવું આ મીમાંસાનું દૃઢ પ્રતિપાદન છે અને તેથી અર્થનિર્ણય માટે અનુભાવક કે સંવેદકની કેન્દ્રસ્થ કામગીરી પર ભાર મૂકવાનું એનું વલણ સ્પષ્ટ છે. | <span style="color:#0000ff">'''પ્રતિભાસમીમાંસા(Phenomenology)'''</span> અને સાહિત્ય : પ્રતિભાસમીમાંસા આત્મલક્ષિતાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો તત્ત્વવિચારના ભાગ રૂપે માનવચેતના અને સંપ્રજ્ઞતાના વિકાસનો તેમજ વસ્તુલક્ષી વાસ્તવિકતાને સ્થાને સંવેદિત પદાર્થોનો અભ્યાસ છે. વૈયક્તિક મનુષ્યનું ચિત્ત એ સર્વ અર્થઘટનના ઉદ્ગમ અને કેન્દ્રમાં છે એવું આ મીમાંસાનું દૃઢ પ્રતિપાદન છે અને તેથી અર્થનિર્ણય માટે અનુભાવક કે સંવેદકની કેન્દ્રસ્થ કામગીરી પર ભાર મૂકવાનું એનું વલણ સ્પષ્ટ છે. | ||
પ્રતિભાસમીમાંસાની સ્થાપના ૧૯૦૦ની આસપાસ જર્મન ફિલસૂફ એડમન્ટ હૂસેર્લે કરી છે. એણે મૂર્ત ‘અનુભૂત વિશ્વ’ (Lebenswelt)ને એટલેકે માનવચેતનાને વર્ણવવાનું તત્ત્વકાર્ય હાથ ધરેલું; અને ચેતનાસામગ્રીની તપાસ માટેના તટસ્થ ઉપકરણ તરીકે મીમાંસાને પ્રયોજેલી. હૂસેર્લ એને ‘અનુભવ પરત્વે, પુનર્ગમન’ તરીકે ઓળખાવે છે. કારણ કે અનુભવજગતના પ્રત્યેક તંતુવિન્યાસને નિરૂપિત કરવાનો એ પ્રયત્ન કરે છે. ફ્રાન્ઝ બ્રેંતાનોની ઉપપત્તિને સ્વીકારીને એ દર્શાવે છે કે સમસ્ત મનોચેતના આશયપૂર્ણ છે. સંપ્રજ્ઞતા કેવળ વસ્તુ અને ચેતના વચ્ચેના સંબંધોના સંદર્ભે જ અસ્તિત્વ ધરાવે છે. મન :સ્થિતિઓ હંમેશા સામગ્રી સાથે સંકળાયેલી હોય છે. વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પણ એનો સ્વતંત્ર અવબોધ ન હોઈ શકે. વસ્તુને ખરેખર વાસ્તવિક્તા પ્રદાન કરવા ચેતના જરૂરી છે. | પ્રતિભાસમીમાંસાની સ્થાપના ૧૯૦૦ની આસપાસ જર્મન ફિલસૂફ એડમન્ટ હૂસેર્લે કરી છે. એણે મૂર્ત ‘અનુભૂત વિશ્વ’ (Lebenswelt)ને એટલેકે માનવચેતનાને વર્ણવવાનું તત્ત્વકાર્ય હાથ ધરેલું; અને ચેતનાસામગ્રીની તપાસ માટેના તટસ્થ ઉપકરણ તરીકે મીમાંસાને પ્રયોજેલી. હૂસેર્લ એને ‘અનુભવ પરત્વે, પુનર્ગમન’ તરીકે ઓળખાવે છે. કારણ કે અનુભવજગતના પ્રત્યેક તંતુવિન્યાસને નિરૂપિત કરવાનો એ પ્રયત્ન કરે છે. ફ્રાન્ઝ બ્રેંતાનોની ઉપપત્તિને સ્વીકારીને એ દર્શાવે છે કે સમસ્ત મનોચેતના આશયપૂર્ણ છે. સંપ્રજ્ઞતા કેવળ વસ્તુ અને ચેતના વચ્ચેના સંબંધોના સંદર્ભે જ અસ્તિત્વ ધરાવે છે. મન :સ્થિતિઓ હંમેશા સામગ્રી સાથે સંકળાયેલી હોય છે. વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પણ એનો સ્વતંત્ર અવબોધ ન હોઈ શકે. વસ્તુને ખરેખર વાસ્તવિક્તા પ્રદાન કરવા ચેતના જરૂરી છે. |
edits