8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 77: | Line 77: | ||
કપિલપુરાણ સુંદરનંદિપુરાણ વસિષ્ઠપુરાણ | કપિલપુરાણ સુંદરનંદિપુરાણ વસિષ્ઠપુરાણ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 108: | Line 107: | ||
સ્વાભાવિક રીતે અહીં વિવિધ તીર્થોનું ફળ ચર્ચાયાં છે. મધ્યકાલીન કવિ અખા ભગતે સ્થૂળ ક્રિયાકાંડની આકરી ટીકા કરી પણ તીર્થયાત્રા હૃદયને વિશાળ બનાવે, આપણી સંવેદનાને ઉત્કટ બનાવે — એટલે જ રાજેન્દ્ર શાહે કહ્યું, ઘર તજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા. | સ્વાભાવિક રીતે અહીં વિવિધ તીર્થોનું ફળ ચર્ચાયાં છે. મધ્યકાલીન કવિ અખા ભગતે સ્થૂળ ક્રિયાકાંડની આકરી ટીકા કરી પણ તીર્થયાત્રા હૃદયને વિશાળ બનાવે, આપણી સંવેદનાને ઉત્કટ બનાવે — એટલે જ રાજેન્દ્ર શાહે કહ્યું, ઘર તજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા. | ||
જેવી રીતે પંગિળશાસ્ત્રમાં બધા ગણને યાદ રાખવા માટે , સમજવા માટે યમાતારાજભાનસલગા સૂત્ર છે તેવી રીતે આ અઢાર પુરાણોને યાદ રાખવા એક સૂત્ર આપવામાં આવ્યું છે. | જેવી રીતે પંગિળશાસ્ત્રમાં બધા ગણને યાદ રાખવા માટે, સમજવા માટે યમાતારાજભાનસલગા સૂત્ર છે તેવી રીતે આ અઢાર પુરાણોને યાદ રાખવા એક સૂત્ર આપવામાં આવ્યું છે. {{Poem2Close}} | ||
<poem> | |||
મદ્વવયં, ભદ્વવ્યં, ચૈવ, બ્રગયં, વ ચતુષ્ટયં, | મદ્વવયં, ભદ્વવ્યં, ચૈવ, બ્રગયં, વ ચતુષ્ટયં, | ||
અ, ના, પ, લંગિ, ગ, કૂ, સ્કાનિ પુરાણાનિ પૃથક્પૃથક્ | અ, ના, પ, લંગિ, ગ, કૂ, સ્કાનિ પુરાણાનિ પૃથક્પૃથક્ | ||
</poem><br> | |||
{{Poem2Open}} | |||
મ વાળાં બે પુરાણ : મત્સ્યપુરાણ અને માર્કણ્ડેયપુરાણ; ભવાળાં બે પુરાણ : ભવિષ્યપુરાણ અને ભાગવત્; બ્રવાળાં ત્રણ પુરાણ : બ્રહ્મ, બ્રહ્મવૈવર્તપુરાણ અને બ્રહ્માંડપુરાણ; વકારાદિવાળાં ચાર પુરાણ: વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, વામનપુરાણ અને વરાહપુરાણ. | મ વાળાં બે પુરાણ : મત્સ્યપુરાણ અને માર્કણ્ડેયપુરાણ; ભવાળાં બે પુરાણ : ભવિષ્યપુરાણ અને ભાગવત્; બ્રવાળાં ત્રણ પુરાણ : બ્રહ્મ, બ્રહ્મવૈવર્તપુરાણ અને બ્રહ્માંડપુરાણ; વકારાદિવાળાં ચાર પુરાણ: વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, વામનપુરાણ અને વરાહપુરાણ. | ||
આ પછી અગ્નિપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ, લંગિપુરાણ, ગરુડપુરાણ, કૂર્મપુરાણ અને સ્કંદપુરાણ. | આ પછી અગ્નિપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ, લંગિપુરાણ, ગરુડપુરાણ, કૂર્મપુરાણ અને સ્કંદપુરાણ. | ||
Line 234: | Line 238: | ||
જેવી રીતે મહાભારતમાં યુધિષ્ઠિરને એક પછી એક કથાઓ કહેવામાં આવે છે, રામને વિશ્વામિત્ર અનેક કથાઓ કહી સંભળાવે છે તેવી રીતે અહીં જનમેજયને પણ અનેક કથાઓ કહેવામાં આવે છે અને એ રીતે આપણને નહુષ, યયાતિ, કાર્તવીર્ય જેવી વ્યક્તિઓની વંશપરંપરાઓની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો વિશેની જાણકારી આપવામાં આવે છે, પછી તો શ્રીકૃષ્ણના જન્મથી માંડીને તેમના જીવનમાં બનેલા એકેએક પ્રસંગની કથા અહીં છે. આમ જોવા જઈએ તો હરિવંશનો પ્રભાવ શ્રીમદ્ભાગવત પર પડ્યો હોવાની શક્યતા નકારી ન શકાય. જો કે કૃષ્ણકથા છેક ઈ.સ.ના આરંભથી જાણીતી હોવી જોઈએ- ગોવર્ધનપર્વતના વિષયને આલેખતાં કેટલાંક શિલ્પો જોવા મળે છે. (જુઓ શિરીષ પંચાલની ‘ગોવર્ધનમહોત્સવ’ની પુસ્તિકાની શિલ્પછબિઓ) | જેવી રીતે મહાભારતમાં યુધિષ્ઠિરને એક પછી એક કથાઓ કહેવામાં આવે છે, રામને વિશ્વામિત્ર અનેક કથાઓ કહી સંભળાવે છે તેવી રીતે અહીં જનમેજયને પણ અનેક કથાઓ કહેવામાં આવે છે અને એ રીતે આપણને નહુષ, યયાતિ, કાર્તવીર્ય જેવી વ્યક્તિઓની વંશપરંપરાઓની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો વિશેની જાણકારી આપવામાં આવે છે, પછી તો શ્રીકૃષ્ણના જન્મથી માંડીને તેમના જીવનમાં બનેલા એકેએક પ્રસંગની કથા અહીં છે. આમ જોવા જઈએ તો હરિવંશનો પ્રભાવ શ્રીમદ્ભાગવત પર પડ્યો હોવાની શક્યતા નકારી ન શકાય. જો કે કૃષ્ણકથા છેક ઈ.સ.ના આરંભથી જાણીતી હોવી જોઈએ- ગોવર્ધનપર્વતના વિષયને આલેખતાં કેટલાંક શિલ્પો જોવા મળે છે. (જુઓ શિરીષ પંચાલની ‘ગોવર્ધનમહોત્સવ’ની પુસ્તિકાની શિલ્પછબિઓ) | ||
પણ અહીં સત્યભામાને શોક્ય રુક્મિની પ્રત્યેની ઈર્ષ્યા અને એને મનાવવા માટે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાત લાવવા માટે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે તેની કથા પણ વિગતે આલેખાઈ છે. અસુર વજ્રનાભ અને તેની પુત્રી પ્રભાવતીની એક અદ્ભુત કથા છે. જેવી રીતે મહાભારતમાં દમયંતી અને નળ વચ્ચે અનુરાગ પ્રગટાવવામાં હંસ નિમિત્ત બને છે તેવી રીતે અહીં પણ પ્રભાવતીના મનમાં પ્રદ્યુમ્ન પ્રત્યે હંસ પ્રણયભાવના પ્રગટાવે છે. પ્રદ્યુમ્ન કેવી રીતે વજ્રનાભ અસુરને પરાજિત કરવા મથે છે તેની આખી કથા આજે આપણને આપણી અર્વાચીન પ્રેમકથાઓ વર્ણવતી સાહિત્યિક કૃતિઓ અને ફિલ્મોની યાદ અપાવી જાય. | પણ અહીં સત્યભામાને શોક્ય રુક્મિની પ્રત્યેની ઈર્ષ્યા અને એને મનાવવા માટે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાત લાવવા માટે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે તેની કથા પણ વિગતે આલેખાઈ છે. અસુર વજ્રનાભ અને તેની પુત્રી પ્રભાવતીની એક અદ્ભુત કથા છે. જેવી રીતે મહાભારતમાં દમયંતી અને નળ વચ્ચે અનુરાગ પ્રગટાવવામાં હંસ નિમિત્ત બને છે તેવી રીતે અહીં પણ પ્રભાવતીના મનમાં પ્રદ્યુમ્ન પ્રત્યે હંસ પ્રણયભાવના પ્રગટાવે છે. પ્રદ્યુમ્ન કેવી રીતે વજ્રનાભ અસુરને પરાજિત કરવા મથે છે તેની આખી કથા આજે આપણને આપણી અર્વાચીન પ્રેમકથાઓ વર્ણવતી સાહિત્યિક કૃતિઓ અને ફિલ્મોની યાદ અપાવી જાય. | ||
આ ઉપરાંત અહીં હંસ-ડિંભક તથા પોતાની જાતને વાસુદેવ માનતા-મનાવતા પૌણ્ડ્રકની કથાઓ અર્વાચીન સાહસકથાઓને ઝાંખી પાડે એ રીતે વર્ણવાઈ છે. અહીં સ્ત્રીપુરુષોના દોષોનું વર્ણન અને તેમાંથી હરિવંશશ્રવણ દ્વારા કેવી રીતે મુક્તિ મળે તેની પણ સંક્ષિપ્ત ચર્ચા છે. કેટલીક સ્ત્રીઓના પાંચ દોષ અહીં વર્ણવ્યા છે. અપુષ્પા (રજોદર્શનવિહીન), મૃતવત્સા (મરેલાં બાળકોને જન્મ આપનાર), કન્યાપ્રજા (માત્ર કન્યાઓને જન્મ આપનારી), કાકવંધ્યા (એક જ સંતાનને જન્મ આપનાર), | આ ઉપરાંત અહીં હંસ-ડિંભક તથા પોતાની જાતને વાસુદેવ માનતા-મનાવતા પૌણ્ડ્રકની કથાઓ અર્વાચીન સાહસકથાઓને ઝાંખી પાડે એ રીતે વર્ણવાઈ છે. અહીં સ્ત્રીપુરુષોના દોષોનું વર્ણન અને તેમાંથી હરિવંશશ્રવણ દ્વારા કેવી રીતે મુક્તિ મળે તેની પણ સંક્ષિપ્ત ચર્ચા છે. કેટલીક સ્ત્રીઓના પાંચ દોષ અહીં વર્ણવ્યા છે. અપુષ્પા (રજોદર્શનવિહીન), મૃતવત્સા (મરેલાં બાળકોને જન્મ આપનાર), કન્યાપ્રજા (માત્ર કન્યાઓને જન્મ આપનારી), કાકવંધ્યા (એક જ સંતાનને જન્મ આપનાર), વયુક્ત (ગર્ભપાત થઈ જાય તેવી) સ્ત્રીઓના આ બધા દોષ પણ હરિવંશશ્રવણ દૂર કરે છે. | ||
સ્કન્દપુરાણ નામ સૂચવે છે તે પ્રમાણે આ પુરાણના કેન્દ્રમાં શિવ-પાર્વતી-સ્કન્દ (કાતિર્કેય) છે, દક્ષ પ્રજાપતિની એક કન્યા સતીએ શિવની પસંદગી કરી ત્યારે દક્ષે શિવને પોતાના યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. એક રીતે જોવા જઈએ તો દક્ષ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે બ્રહ્મસત્તા આદિમ સત્તાને સ્વીકૃતિ આપતી નથી, પરિણામે આદિમ સત્તા બ્રહ્મસત્તાનો ભારે વિરોધ કરે છે, નારાજ થઈને સતી અગ્નિમાં ઝંપલાવે છે. ત્યાં શિવ પોતાના ગણ વીરભદ્રને દક્ષયજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા આપે છે. યજ્ઞ, યાગાદિ સામે આ ખુલ્લો વિદ્રોહ હતો. અહીં બીજાં પુરાણોમાં જોવા મળતી ઘણી બધી કથાઓ છે, એટલે માત્ર શિવ કે કાતિર્કેય સાથે સંકળાયેલી કથાઓ જોવા નહીં મળે.એ રીતે અહીં સ્વર્ગમાં નહુષનો અભિષેક અને પછી થયેલું પતન, વામન અવતાર કથા, તારકાસુર કથા, ઘટોત્કચ અને તેના પુત્રની કથા, વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન, રામનામ જપથી કવિ બનેલા વાલ્મીકિની કથા, ભારતભરમાં ખૂબ જ જાણીતી થયેલી સત્યનારાયણકથા (જો કે આ કથાનો પૂજનવિધિ જ દૃષ્ટાંતો સહિત આપવામાં આવ્યો છે, મૂળ કથા તો છે જ નહીં), બ્રહ્મષિર્ બનેલા વિશ્વામિત્રની કથા, બ્રાહ્મણકન્યા-રાજકન્યા વચ્ચેની પ્રગાઢ મૈત્રીની કથા છે(આ કથામાં રાજકન્યા શૂદ્ર જાતિની છે, આ બે વચ્ચેના અદ્ભુત પ્રેમની વાત કરીને એ સમયે જાતિદ્વેષનું પ્રમાણ ક્યાંક ઓછું હતું એ સૂચવાયું છે). | સ્કન્દપુરાણ નામ સૂચવે છે તે પ્રમાણે આ પુરાણના કેન્દ્રમાં શિવ-પાર્વતી-સ્કન્દ (કાતિર્કેય) છે, દક્ષ પ્રજાપતિની એક કન્યા સતીએ શિવની પસંદગી કરી ત્યારે દક્ષે શિવને પોતાના યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. એક રીતે જોવા જઈએ તો દક્ષ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે બ્રહ્મસત્તા આદિમ સત્તાને સ્વીકૃતિ આપતી નથી, પરિણામે આદિમ સત્તા બ્રહ્મસત્તાનો ભારે વિરોધ કરે છે, નારાજ થઈને સતી અગ્નિમાં ઝંપલાવે છે. ત્યાં શિવ પોતાના ગણ વીરભદ્રને દક્ષયજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા આપે છે. યજ્ઞ, યાગાદિ સામે આ ખુલ્લો વિદ્રોહ હતો. અહીં બીજાં પુરાણોમાં જોવા મળતી ઘણી બધી કથાઓ છે, એટલે માત્ર શિવ કે કાતિર્કેય સાથે સંકળાયેલી કથાઓ જોવા નહીં મળે.એ રીતે અહીં સ્વર્ગમાં નહુષનો અભિષેક અને પછી થયેલું પતન, વામન અવતાર કથા, તારકાસુર કથા, ઘટોત્કચ અને તેના પુત્રની કથા, વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન, રામનામ જપથી કવિ બનેલા વાલ્મીકિની કથા, ભારતભરમાં ખૂબ જ જાણીતી થયેલી સત્યનારાયણકથા (જો કે આ કથાનો પૂજનવિધિ જ દૃષ્ટાંતો સહિત આપવામાં આવ્યો છે, મૂળ કથા તો છે જ નહીં), બ્રહ્મષિર્ બનેલા વિશ્વામિત્રની કથા, બ્રાહ્મણકન્યા-રાજકન્યા વચ્ચેની પ્રગાઢ મૈત્રીની કથા છે(આ કથામાં રાજકન્યા શૂદ્ર જાતિની છે, આ બે વચ્ચેના અદ્ભુત પ્રેમની વાત કરીને એ સમયે જાતિદ્વેષનું પ્રમાણ ક્યાંક ઓછું હતું એ સૂચવાયું છે). | ||
આ ઉપરાંત સાત પાતાલ, એકવીસ નરક, વિવિધ તીર્થોનો મહિમા અને એ તીર્થો સાથે સંકળાયેલી કથાઓ, કારતકથી માંડીને બધા મહિનાઓની મહત્તા, ગંગા જેવી નદીઓમાં કરાતા સ્નાનનો મહિમા, કાશી જેવી નગરીઓનું મહત્ત્વ, વિવિધ શિવલિંગોનો મહિમા જેવા વિષયો અહીં આલેખાયા છે. | આ ઉપરાંત સાત પાતાલ, એકવીસ નરક, વિવિધ તીર્થોનો મહિમા અને એ તીર્થો સાથે સંકળાયેલી કથાઓ, કારતકથી માંડીને બધા મહિનાઓની મહત્તા, ગંગા જેવી નદીઓમાં કરાતા સ્નાનનો મહિમા, કાશી જેવી નગરીઓનું મહત્ત્વ, વિવિધ શિવલિંગોનો મહિમા જેવા વિષયો અહીં આલેખાયા છે. |