8,009
edits
(→) |
(→) |
||
Line 2,148: | Line 2,148: | ||
દીવાનજીએ સંભળાવેલી શરત સાંભળીને આખી કચેરી તો જાણે ચિતરમાં આલેખી હોય તેવી સ્તબ્ધ થઈ ગઈ છે! શેરખાં અને સવાઈખાં, રાયમલ્લ અને જયમલ્લ, તોગાજી ને તેજાજી એવા સૌ દાઢીવાળા, થોભિયાળા, મૂંછાળા અને ટેકાળા સૌ નીચું જોઈ ગયા છે. કોઈ કરતાં કોઈ શરતનું બીડું ઝડપવા તૈયાર નથી, કોઈ કાંઈ ન બોલે કે ચાલે, કચેરી આખી ચૂપ! | દીવાનજીએ સંભળાવેલી શરત સાંભળીને આખી કચેરી તો જાણે ચિતરમાં આલેખી હોય તેવી સ્તબ્ધ થઈ ગઈ છે! શેરખાં અને સવાઈખાં, રાયમલ્લ અને જયમલ્લ, તોગાજી ને તેજાજી એવા સૌ દાઢીવાળા, થોભિયાળા, મૂંછાળા અને ટેકાળા સૌ નીચું જોઈ ગયા છે. કોઈ કરતાં કોઈ શરતનું બીડું ઝડપવા તૈયાર નથી, કોઈ કાંઈ ન બોલે કે ચાલે, કચેરી આખી ચૂપ! | ||
ખાનખાનાનની કચેરીમાં બેસનારા લડવૈયા, શૂરવીરો, અને વારેવારે મલ્લકુસ્તી ખેલનારા કોઈએ બીડું ન ઝડપ્યું, સૌ નીચું જોઈને બેસી રહ્યા, તેથી આ શરતનું બીડું લઈને રાજનો દસોંદી દેશદેશાવર ફરવા ઊપડી ગયો છે. | ખાનખાનાનની કચેરીમાં બેસનારા લડવૈયા, શૂરવીરો, અને વારેવારે મલ્લકુસ્તી ખેલનારા કોઈએ બીડું ન ઝડપ્યું, સૌ નીચું જોઈને બેસી રહ્યા, તેથી આ શરતનું બીડું લઈને રાજનો દસોંદી દેશદેશાવર ફરવા ઊપડી ગયો છે. | ||
રાજનો દસોંદી તો ફરતો ફરતો અજમેર શહેરમાં આવી પૂગ્યો છે. અજમેરની તો કાંઈ વાત જ અનેરી છે, શહેરની ફરતે ફરતે એવો અડીખમ ગઢકિલ્લો ઊભો છે. બાવનબારી અને ચાર તોતંગિ દરવાજા ઊભાં છે. દરવાજે દરવાજે હથિયારબંધ સપઈ-સપરાનો કોઈ પાર નથી. ‘ખડે રોપ, ખડે રોપ.’ કરતાં આવતાં જતાંને અટકાવે છે. આ અજમેરની ભાગોળે એક દાડમ બાગ છે. બાગમાં અવળસવળ એવા સોળ સોળ ચોક છે, ચોકે ચોકે ગુલાબજળના ફુવારા ઊડી રહ્યા છે. આ ફુવારાના મધચોકની વચાળે એક મલ્લશાળા છે. આ મલ્લશાળાના મેદાનમાં તેવતેવડા જુવાનિયા કુસ્તી દાવની સુગત શીખવા માટે મર્દાનગીભરી કુસ્તી ખેલી રહ્યા છે. આ સૌની સાથે કનોજ શહેરનો અમરસિંહ રાઠોડ પણ તેના મામાને ઘેર મોસાળમાં માણવા પધાર્યો છે. તે આજે અખાડે ઊતર્યો છે. બળમાં બલરામ જેવો અને કળમાં કૃષ્ણ જેવો છે! હિંમતમાં હડમાન જેવો અને રૂપે રંગે નાણ્યો વખણાય નહીં અને માણ્યો પમાય નહીં એવો નરપલ્લે નમણો અને સવળોટો છે. બાવીશ ચોવીસ વરસની જામતી જુવાની અંગને માથે તસતસીને ફ્ેર ફેરગંટી લઈ ગઈ છે, તે અત્યારે પરમાર જુવાનો સામે મલ્લદાવ ખેડી રહ્યો છે, ત્યાં દલ્લીના બાદશાહ ખાનખાનાનનું બીડું લઈને દસોંદી અને ઉમરાવોનું રાવણું આવી પહોંચ્યું છે. | |||
પરમાર કુંવરો અને અમરસિંહ રાઠોડે સૌને માનપાન દઈને ઊંચા આસને બેસાડ્યા છે, ત્યાં તો બંદીજનોએ વખાણ શરૂ કર્યાં. | પરમાર કુંવરો અને અમરસિંહ રાઠોડે સૌને માનપાન દઈને ઊંચા આસને બેસાડ્યા છે, ત્યાં તો બંદીજનોએ વખાણ શરૂ કર્યાં. | ||
વખાણ પૂરાં થતાં દલ્લીના દસોંદીએ સૌ જુવાનડાં વચ્ચે દલ્લીના બાદશાહે રજૂ કરેલી મરદાનગીની ખેલકૂદની વાત કહી સંભળાવી અને સોનાની તાસકનું રૂપેરી પાન બીડું સૌ જુવાનની સામે ધર્યું અને પછી સૌને લલકાર્યા છે કે ‘અહીં તો રાજપૂતોની જવાની જોર કરે છે. રજપૂતી અહીં જ વસે છે, બાદશાહી બીડું અહીં જ ઝડપાવું જોઈએ, બીડું અહીંથી પાછું ન ફરવું જોવે, તેવું થશે તો હું માનીશ કે રાજપૂતી રંડાઈ ગઈ છે.’ | વખાણ પૂરાં થતાં દલ્લીના દસોંદીએ સૌ જુવાનડાં વચ્ચે દલ્લીના બાદશાહે રજૂ કરેલી મરદાનગીની ખેલકૂદની વાત કહી સંભળાવી અને સોનાની તાસકનું રૂપેરી પાન બીડું સૌ જુવાનની સામે ધર્યું અને પછી સૌને લલકાર્યા છે કે ‘અહીં તો રાજપૂતોની જવાની જોર કરે છે. રજપૂતી અહીં જ વસે છે, બાદશાહી બીડું અહીં જ ઝડપાવું જોઈએ, બીડું અહીંથી પાછું ન ફરવું જોવે, તેવું થશે તો હું માનીશ કે રાજપૂતી રંડાઈ ગઈ છે.’ | ||
Line 2,245: | Line 2,245: | ||
પછી તો દગાબાજ બાદશાહના શાહજાદાને હરાવીને અમરસિંહ દલ્લીની ગાદી માથે બેઠો, પદમણીને મહારાણી બનાવી અને ખાધું પીધું અને રાજ કર્યું. | પછી તો દગાબાજ બાદશાહના શાહજાદાને હરાવીને અમરસિંહ દલ્લીની ગાદી માથે બેઠો, પદમણીને મહારાણી બનાવી અને ખાધું પીધું અને રાજ કર્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== હિરણપરી અને કુંવરાણી === | === હિરણપરી અને કુંવરાણી === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |