26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 52: | Line 52: | ||
‘ઊલટી સરિતા ચડે ગગન પરે વિના બાદલ બરસાદ’ | ‘ઊલટી સરિતા ચડે ગગન પરે વિના બાદલ બરસાદ’ | ||
જેવી, અવળવાણીનું માધ્યમ બનતી, ધીરાની કાફીઓ લોકભજનિકોના કંઠે સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગઈ છે. | જેવી, અવળવાણીનું માધ્યમ બનતી, ધીરાની કાફીઓ લોકભજનિકોના કંઠે સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગઈ છે. | ||
અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં તળપદ લોકજીવનને પ્રભાવિત કરનારી જે સંતવાણી પ્રવાહિત થઈ હતી એ ધારાના ભક્તકવિઓમાં ભાણદાસ, જીવણદાસ, મોરારદાસ, ખીમદાસ, રવિદાસ, ત્રિકમસાહેબ, હોથી સુમરો, ભીમસાહેબ વગેરે ઉલ્લેખનીય છે. આ સૌનાં નામ સાથે લાગતો ‘સાહેબ’ શબ્દ એ કવિઓ કબીરપંથીભક્તો છે એવું સૂચવે છે. આ સાધુગૃહસ્થ કવિઓની રચનાઓમાં વૈરાગ્યબોધ, ગુણમહિમા, વ્હાલાનો વિજોગ અને પ્રભુમિલનની ચરમપળોનું પ્રેમલક્ષણાભક્તિમૂલક નિરૂપણ થયું છે. તળપદ લોકબોલીનો કાવ્યબાની રૂપે થયેલો નિરાડંબરી ઉપયોગ એ આ ધારાની ભક્તિકવિતાની લાક્ષણિકતા છે. વળી, એમાં કબીરનો રહસ્યવાદ કે ગોરખનાથનો યોગમાર્ગ જ નહીં, સૂફીવાદનો મસ્તીરાગ અને વૈષ્ણવોની ભક્તિપરંપરાનો સહજયોગ રચાયો છે. આ સાહજિક્તાએ જ એ ભક્તિકવિતાને લોકસુભગ બનાવી છે. | |||
સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિઓએ પણ આ જ અરસામાં શ્રમજીવી લોકવરણમાંના કુરિવાજો અને વ્યસનોની બદીથી પ્રજાને મુક્ત કરવાનું તેમજ ધર્મસંસ્કાર રેડવાનું કામ એમનાં સુગેય પદો દ્વારા કર્યું છે. આ સંપ્રદાયના પ્રમુખ સાધુકવિઓમાં ‘ઉદ્ધવગીતા’ના કર્તા મુક્તાનંદ(૧૭૬૧-૧૮૩૦), ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના’–ના કવિ નિષ્કુળાનંદ (૧૭૬૬-૧૮૪૮), રાસવર્ણન ‘રંગભર સુંદર શ્યામ રમે!’ના કર્તા બ્રહ્માનંદ(૧૭૭૨-૧૮૪૯), ‘હો રસિયા મૈં તો શરણ તિહારી’ના કર્તા પ્રેમસખી પ્રેમાનંદ તેમજ દલપતરામના કાવ્યગુરુ દેવાનંદ, મંજુ કેશવાનંદ વગેરેનો સમાવેશ થાય છે. | સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિઓએ પણ આ જ અરસામાં શ્રમજીવી લોકવરણમાંના કુરિવાજો અને વ્યસનોની બદીથી પ્રજાને મુક્ત કરવાનું તેમજ ધર્મસંસ્કાર રેડવાનું કામ એમનાં સુગેય પદો દ્વારા કર્યું છે. આ સંપ્રદાયના પ્રમુખ સાધુકવિઓમાં ‘ઉદ્ધવગીતા’ના કર્તા મુક્તાનંદ(૧૭૬૧-૧૮૩૦), ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના’–ના કવિ નિષ્કુળાનંદ (૧૭૬૬-૧૮૪૮), રાસવર્ણન ‘રંગભર સુંદર શ્યામ રમે!’ના કર્તા બ્રહ્માનંદ(૧૭૭૨-૧૮૪૯), ‘હો રસિયા મૈં તો શરણ તિહારી’ના કર્તા પ્રેમસખી પ્રેમાનંદ તેમજ દલપતરામના કાવ્યગુરુ દેવાનંદ, મંજુ કેશવાનંદ વગેરેનો સમાવેશ થાય છે. | ||
અઢારમા શતકમાં જેમની કવિતાએ ધ્યાન ખેંચ્યું છે એવાં સ્ત્રી-કવિઓમાં નાનબાઈ, ગૌરીબાઈ (૧૭૫૯-૧૮૦૯), ભગવાન શ્રીરામચંદ્રના બાલસ્વરૂપની ભક્તિ કરનાર દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, પુરીબાઈ, વણારસીબાઈ અને મીઠુ શુક્લની શિષ્યા જનીબાઈ મુખ્ય છે. | અઢારમા શતકમાં જેમની કવિતાએ ધ્યાન ખેંચ્યું છે એવાં સ્ત્રી-કવિઓમાં નાનબાઈ, ગૌરીબાઈ (૧૭૫૯-૧૮૦૯), ભગવાન શ્રીરામચંદ્રના બાલસ્વરૂપની ભક્તિ કરનાર દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, પુરીબાઈ, વણારસીબાઈ અને મીઠુ શુક્લની શિષ્યા જનીબાઈ મુખ્ય છે. |
edits