ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
‘ઊલટી સરિતા ચડે ગગન પરે વિના બાદલ બરસાદ’  

જેવી, અવળવાણીનું માધ્યમ બનતી, ધીરાની કાફીઓ લોકભજનિકોના કંઠે સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગઈ છે.  

અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં તળપદ લોકજીવનને પ્રભાવિત કરનારી જે સંતવાણી પ્રવાહિત થઈ હતી એ ધારાના ભક્તકવિઓમાં ભાણદાસ, જીવણદાસ, મોરારદાસ, ખીમદાસ, રવિદાસ, ત્રિકમસાહેબ, હોથી સુમરો, ભીમસાહેબ વગેરે ઉલ્લેખનીય છે. આ સૌનાં નામ સાથે લાગતો ‘સાહેબ’ શબ્દ એ કવિઓ કબીરપંથીભક્તો છે એવું સૂચવે છે. આ સાધુગૃહસ્થ કવિઓની રચનાઓમાં વૈરાગ્યબોધ, ગુણમહિમા, વ્હાલાનો વિજોગ અને પ્રભુમિલનની ચરમપળોનું પ્રેમલક્ષણાભક્તિમૂલક નિરૂપણ થયું છે. તળપદ લોકબોલીનો કાવ્યબાની રૂપે થયેલો નિરાડંબરી ઉપયોગ એ આ ધારાની ભક્તિકવિતાની લાક્ષણિકતા છે. વળી, એમાં કબીરનો રહસ્યવાદ કે ગોરખનાથનો યોગમાર્ગ જ નહીં, સૂફીવાદનો મસ્તીરાગ અને વૈષ્ણવોની ભક્તિપરંપરાનો સહજયોગ રચાયો છે. આ સાહજિક્તાએ જ એ ભક્તિકવિતાને લોકસુભગ બનાવી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુકવિઓએ પણ આ જ અરસામાં શ્રમજીવી લોકવરણમાંના કુરિવાજો અને વ્યસનોની બદીથી પ્રજાને મુક્ત કરવાનું તેમજ ધર્મસંસ્કાર રેડવાનું કામ એમનાં સુગેય પદો દ્વારા કર્યું છે. આ સંપ્રદાયના પ્રમુખ સાધુકવિઓમાં ‘ઉદ્ધવગીતા’ના કર્તા મુક્તાનંદ(૧૭૬૧-૧૮૩૦), ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના’–ના કવિ નિષ્કુળાનંદ (૧૭૬૬-૧૮૪૮), રાસવર્ણન ‘રંગભર સુંદર શ્યામ રમે!’ના કર્તા બ્રહ્માનંદ(૧૭૭૨-૧૮૪૯), ‘હો રસિયા મૈં તો શરણ તિહારી’ના કર્તા પ્રેમસખી પ્રેમાનંદ તેમજ દલપતરામના કાવ્યગુરુ દેવાનંદ, મંજુ કેશવાનંદ વગેરેનો સમાવેશ થાય છે.

અઢારમા શતકમાં જેમની કવિતાએ ધ્યાન ખેંચ્યું છે એવાં સ્ત્રી-કવિઓમાં નાનબાઈ, ગૌરીબાઈ (૧૭૫૯-૧૮૦૯), ભગવાન શ્રીરામચંદ્રના બાલસ્વરૂપની ભક્તિ કરનાર દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, પુરીબાઈ, વણારસીબાઈ અને મીઠુ શુક્લની શિષ્યા જનીબાઈ મુખ્ય છે.

26,604

edits

Navigation menu