18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘કચ’ — એક વિશ્લેષણ| અનિલા દલાલ}} {{Poem2Open}} [અસુરોના ગુરુ શુક્ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
[અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.] | [અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
કચ: મળી સંજીવની વિદ્યા, નિવેદિત કરું જઈ | |||
દેવોને સદ્ય, રે કિંતુ સંજીવની કઈ? — કઈ? | |||
વને હત્યા મારી કુટિલ અસુરોએ કરી, તહીં | |||
વિદારી આક્રોશે પટલ નભનું રાત્રિની મહીં | |||
રહી ઢૂંઢી, પામી શવ મુજનું સંજીવન તણી | |||
સુધા સીંચાવીને જનક-કરથી, પ્રાણ-ઝરણી | |||
વહાવેલી કોણે ફરીથી મુજ? કો સાન્ધ્ય સમયે | |||
ગયેલો લેવાને સમિધ, વન જોતો હું અભયે; | |||
ધસી આવી ત્યાં તે અસુરગણ દુષ્ટે હણી મને, | |||
ચિતાએ પોઢાડી, મુજ કરી હતી ભસ્મ વિપિને, | |||
રહી શોધી ત્યારે, નીરખી અવશેષો વિષમ તે, | |||
પિતાની વિદ્યાના ત્રિદિવ મહીં અપ્રાપ્ય અમૃતે | |||
અપાવ્યું હા કોણે પુનરપિ મને આયુ? દનુજે | |||
પછી કાલે સાંજે ગુરુઉદરમાં રુદ્ધ તનુ જે | |||
કર્યું મારું (તંદ્રાસભર મદિરાપાત્રની મહીં | |||
પિવાડી દૈ ભસ્મ જ્વલિત મુજ), તે જીવિત તહીં | |||
કર્યું કોણે, ચીંધી પ્રિય જનકને માર્ગ કપરો: | |||
‘પઢાવીને મંત્ર સ્વઉદર થકી મુક્ત જ કરો | |||
તમારો તે શિષ્ય પ્રણત, પ્રતિપક્ષીસુત; પુન: | |||
તમોનેયે વિદ્યાબળથી કરશે જીવિત, પિત:!' | |||
પ્રયોગે સિદ્ધા આ અલભ મળી વિદ્યા, તહીં બની | |||
ખરી આયુર્દાત્રી મુજની — વળી સંજીવની તણી — | |||
અરે એ તો પ્રીતિ સરલ ઋષિકન્યાહૃદયની. | |||
ન ક્યારે બંનેયે નિજ મુખથી ઝાઝું કહ્યું. — નથી | |||
વૃથા ફેંક્યો શબ્દ પ્રથમથી જ જાણી? — વિનયથી | |||
શકે બોલીયે તે ક્યમ કદીય એકેની રસના? | |||
ન'તો આવ્યો સ્વર્ગે ઝપટ મહીં હું અપ્સરસના | |||
સુગંધે બ્હેકેલા ફરફર થતા અંચલ તણી; | |||
વયે નાનો, ને ના પ્રણયપથની મારી કથની. | |||
અને એ દીએ તે અતિથિ ન હતો પ્રીતિપથનો. | |||
ધર્યો વિદ્યાકાજે પગ ઉટજદ્વારે, તરસનો | |||
ન રે! ન્હોતા ઘેરે કુલપતિ. વૃથા આગમન શું | |||
જશે મારું? ફેરો સફળ બનશે? — શોચું મન-શું. | |||
કહી ‘બેસો!’ નેત્રસ્મિતથી મલકી સ્વાગત મીઠું, | |||
વળી તું વાતે; હા, વદન સહસા ત્યાં શું જ દીઠું? | |||
કહીંથી આછી શી નમણી લમણે લ્હેકી લહરી, | |||
ઢળેલાં નેત્રેયે ઊતરી કહીંથી છાંય ગહરી, | |||
વિષાદે જન્મોના વદન છવરાયું ક્ષણભર; | |||
ઊડી એ આભા, ને વળી સહજ વાતે તું મુખર. | |||
સ્વરૂપ પ્રીતિનું પ્રિય તવ કપોલે સ્ફુટ લહ્યું, | |||
ન હોઉં જન્મોનો સહચર, — કહી એ સહુ રહ્યું. | |||
પછી આવ્યા જ્યારે કુલપતિ, વિપક્ષીસુત લહી | |||
મને ના સ્વીકારે, અનુનય ગિરા ત્યાં તુજ વહી. | |||
અને સ્થાપ્યો વિદ્યારત કુલ મહીં; કિંતુ વસમી | |||
કસોટી ત્યાં જાગી અસુર સહુ જ્યારે સમસમી | |||
રહ્યા, આવ્યો જોઈ સુર-યુવક હું તસ્કર સમો | |||
મહાવિદ્યા કેરો. | |||
:::: સ્મરણ તુજને છે? સહુ અમે | |||
ગયા શિષ્યો નાવા હ્ય્દ મહીં નદીના, જળ મહીં | |||
જરી ડૂબું ઝીલું ચહુ દિશ ઉડાડું જળ તહીં | |||
અચિંત્યો પાણીમાં પગ પકડી ખેંચે દનુજ કો, | |||
અને તીરેથી ત્યાં ઊચરી રહતું નામ મુજ કો. | |||
હતી તું: ‘બોલાવે ગુરુ કચ, તને!’ શું વરસતાં | |||
નભેથી પીયૂષો અણઅનુભવ્યાં — નામ સુણતાં | |||
મુખે તારા, મારા રુધિર મહીં રેલ્યું બળ અશું, | |||
ધસ્યો તીરે, હસ્તી ગ્રસિતપદ કો ગ્રાહ સહ શું. | |||
કદી શું ભૂંસાશે સ્મૃતિ થકી સ્મિતોત્ફુલ્લ અધર, | |||
સ્ફુર્યો જે સોલ્લાસે તહીં તવ સુહાસે દ્યુતિભર? | |||
પછી શબ્દે દર્શે ચિત ટટળી ર્હેતું શું તરસે! | |||
દૃગોનાં નૃત્યોથી ખબર નહિ શું શું બની જશે. | |||
ઘણું વારું મારું મન, પણ તને એ ન તજતું, | |||
સમાધિમાં જાણે ઊતરી તુજને માત્ર ભજતું. | |||
તનેયે શું સૂઝ્યું નવનવલ વેશે વિલસતી, | |||
શિરીષો કર્ણે, કે કુરબક ધરી કેશ હસતી. | |||
અહો હૈયાં કેવાં સહજ સહચારે મળી ગયાં, | |||
જરી નેત્રોષ્માએ કંઈ વિધિ વિનાયે હળી ગયાં. | |||
હતાં રોકાયાં કે જગત ઉપચારેય દિલ ન. | |||
હતું એ તો કેવું અકિતવ ઉરોનું સુમિલન! | |||
— અરે શું આ મારા અનુભવ સમું તારુંય હશે? | |||
કહે પામી તેથી જીવતર બધું હૈયું નભશે? | |||
મળ્યાં ન્હોતે કેવું? નવ મળી શકે કૈંક અહીંયાં. | |||
મળ્યાં ન્હોતે તું-હું; જીવતર થતે ઝેર નહિ આ. | |||
હતું એકાકી તે મધુસ્વપનમૂર્છામય અહો | |||
સમુત્સાહે જીવ્યું! ફરીથી મુજનો એ સમય હો! — | |||
પરીચિત્રો ચિત્તક્ષિતિજ પર ત્યારે તરી રહ્યાં, | |||
અને કેવાં આશાસ્ફુરણ ઉરવ્હેણે સરી રહ્યાં! | |||
કદી તન્દ્રાઘેને નયનરસમાં વિશ્વ વહતું, | |||
તટસ્થાવસ્થામાં જગ પણ અકારું નહિ હતું. | |||
હવે ના તેનું તે હૃદય, બદલાયું અનુભવે | |||
કંઈ તો તારા ને કંઈક જગના; સંશય-દવે | |||
સિઝાયું ભૂંજાયું: અમૃત નવ પી પાઈય શક્યું. | |||
મર્યા વાંકે જીવે: નિરવધિ વિયોગે અવ ટક્યું. | |||
રહેશે શે? સુજ્ઞે, બહુ બહુ કહ્યું ઇંગિત થકી | |||
‘વળો પાછાં!’ ના તે પણ સમજી ક્યારેય તું શકી. | |||
‘જરા ધીરે ધીરે!’ — પણ સમજતું કોઈય હશે, | |||
તણાવાનું આવ્યે પ્રબળ ઉર ઉન્માદક રસે? | |||
ન તેં હૈયે આવું કશુંય ગણકાર્યું; ગુરુ ગયા | |||
પ્રવાસે એ રાતે હૃદયથી વિસારી સહુ દયા, | |||
લઈ અંકે વીણા સ્વર કંઈ સજ્યા તેં, રહી રણી | |||
અચિંતી તંત્રી ને વિધુવિધુર તે શાંત રજની | |||
વલોવીને જાગ્યું તવ હૃદયસંગીત સભર. | |||
સમાશે શે — ક્યાં? — આ વિરહ જનમોનો રસભર? | |||
— રહ્યો છાત્રાવાસે અવશ હું વિમાસી જડ બની; | |||
અને રોઈ રોઈ હતી બધી ગુજારી જ રજની. | |||
પ્રભાતે ત્યાં વ્હેલા જળસરિતઘાટે મલપતા | |||
મળી સદ્ય:સ્નાતા; અલક જલબિંદુ ટપકતાં; | |||
રહી ઊભી રોપી નયન નયને: પ્રશ્ન કરતાં | |||
ન શું જાણે તાજાં લઘુક ચખબિંદુ ઊપસતાં! | |||
‘સુખે સૂતા?’ બોલી, પગ જરી ઉપાડી તું સરલા | |||
જતી; કંઠે તારે વિરલ હતી તે કોકિલકલા. | |||
વદી થોડું, તોયે સ્મિતમુખર કેવું હતું મુખ, | |||
કપોલશ્રીમાં શું તરી તરવરી ર્હે ઉરસુખ! | |||
સ્મરું દિવ્યા મૂર્તિ તપ વળી રસે સ્પંદિત થતી, | |||
અને ક્યારે ક્યારે ખટક ખટકી અંતર જતી. | |||
પિછાણ્યો ના પૂર્ણ પ્રણયતણખો, જે પ્રગટવા | |||
ક્ષણે કૈં ઉલ્લાસ-સ્મિતભર ઝગ્યો, પ્રોજ્જ્વલ થવા | |||
મહત્ત્વાકાંક્ષીયે બહુ બહુ હતો જે, હૃદયની | |||
ધ્રુવજ્યોતિ થૈને મુજ રસની ચર્યાની તરણી | |||
ચહે પ્રેરી ર્હેવા તિમિરવમળે જીવન તણા. | |||
કદી ક્યારે આડાં પડળ તણી ફેલાઈ ભ્રમણા, | |||
કદી ક્યારે ચૂક્યાં નયન નયનો, ના સૂધ રહી, | |||
અવાજે સખ્તાઈ પ્રગટી અણજાણ્યે કદી; તહીં | |||
ગણ્યો'તો હોલાયો, પણ ન કજળ્યો છેક જ; તવ | |||
ફરી દૃષ્ટિસ્પર્શે જરીક, ભભૂક્યો એ અભિનવ: | |||
હવે વાવાઝોડાં ભુવનભરનાં છો સૂસવતાં, | |||
અને ઘોડાપૂર પ્રલયજળનાં છો ઘૂઘવતાં, | |||
ત્રુટે આખો પેલો જ્વલત ઉડુનો મંડપ ભલે, | |||
ન આ પ્રીતિજ્યોતિ રજ કજળશે અંતરતલે; — | |||
પ્રતીતિ એ જામી. તહીં કહીંથી આ આવી ક્ષણ શે? | |||
સ્ફુલિંગ પ્રીતિનો અરરર થપાટે સૂઈ જશે? | |||
પરીક્ષાવેળાએ યશ ગુરુપ્રસાદે કંઈ મને | |||
મળ્યો, ખીજ્યા દૈત્યો, તવ ઉર હસ્યું, ખિન્ન વદને | |||
વદી તોયે: ‘વિદ્યા વળી હું, — પ્રિય કો બે મહીં વધુ?' | |||
‘ન સોંપ્યો વિદ્યાએ તુજ કર મહીં હું?’ ‘મુખ-મધુ | |||
અહો તારું કર્ણે વિષ સમ…’ કહી થંભી જતી તું. | |||
ન'તું એ શું તારું હૃદયમધુ? — સૌ છોડ, સ્મૃતિ, તું. | |||
ગમ્યું લાગ્યું ના તે વચન જરીયે મારું તુજને, | |||
વદી એથી ઝાઝું પણ શકુંય હું શું, સુવદને? | |||
સર્યું ધીરે ધીરે પછીથી ન શું હો અંતરપટ, | |||
સર્યાં ધીરે ધીરે ઉભય જ્યમ બે ભિન્ન જ તટ! | |||
ભલે માર્ગે ભેટે નયન, શકતું ના મુખ વદી. | |||
પછી વર્ષાપૂરે હતી જ વીફરી એક દી નદી. | |||
લઈને નૌકાઓ મદદ કરી સામે તટ, વળ્યાં | |||
જહીં પાછાં, મૌન ત્યજ્યું જ લહી તેં ભાવિ અવળાં: | |||
‘મળે વિદ્યા તો તું તરત મુજને શું તજી જશે?' | |||
‘જશે ક્યાં?’ ‘હા, ક્યાં?' | |||
:::: ‘ના ઉભય ઉર આ ભિન્ન જ થશે. | |||
હશું ત્યારે જુદાં: હૃદયરસ જ્યારે ન હસશે, | |||
દૃગો સ્પર્શે તોયે પ્રણયચિનગારી નવ લસે, | |||
સરે ચિત્તે ક્યારે સ્મૃતિ, તદપિ ડોલે ન હૃદય, | |||
વિયોગે ક્યારેયે અમૃત ન ઝમે આત્મ સદય. | |||
હશું ત્યારે જુદાં: ઉભય ઉર જ્યારે બસ રહે | |||
અજાણ્યાં શાં તાકી અવરનિજને, ના કંઈ કહે, | |||
સમસ્યા ઉકેલી નવ શકતું એકેય વિકટ, | |||
ભલેને બેઠેલાં અભિમુખ રહ્યાં છેક નિકટ. | |||
યુગો વીતે છોને દૃગથી દૃગ આ પાવન થતાં, | |||
હશું જુદાં બંને હૃદય થકી ના, ખંડિત છતાં.’ | |||
તટે આવ્યાં, ચાલ્યાં ઉટજ ભણી કેડી પર તહીં | |||
— સ્મરે આછી પૂંઠે અસુર ગુજગોષ્ઠિ સ્ફુરી રહી? | |||
‘ભલે લૈ જાયે એ ગુરુની દુહિતા, કિંતુ અહીંની | |||
ન વિદ્યા કેમેયે…’ ‘ગુરુ ન દુહિતા દૂર નિજની | |||
શકે વેઠી, સ્વર્ગે નહિ જ નહિ!’ ‘તો છો કચ રહે | |||
અહીં ભૂલી સ્વર્ગ પ્રણયરસમાં…’ ચિત્ત જ દહે | |||
વિષે સીંચ્યા શબ્દો. પ્રિય, તું પરિપન્થી શું મુજની, | |||
મને સોંપાયેલા કઠિન સુરકર્તવ્ય-પથની? | |||
પછી બોલ્યાં ક્યારે પણ ન, કરી રક્ષા મુજની તું | |||
રહી; છોડી વિદ્યા-સ્થલ જઉં સદાનો જ, બની તું | |||
નિમિત્તે ત્યાં જાતે! ફરી ફરી મને જીવન દઈ, | |||
વધારી કે છેદી તુજનું, પ્રિય, તું જીવન રહી? | |||
ઉશીકું કાંટાનું સ્મૃતિ તુજની મારે થઈ પડી; | |||
નિશાના લંબાતા પ્રહર મહીં આંધી ઉર ચઢી. | |||
થતાં પ્રાતર્વેળા, નિયત સુરકર્તવ્ય મુજને | |||
ગયું મૂકી માર્ગે નિરવધિ મહા આ વિરહને. | |||
સરી પાસે બંને નિશતિમિરમાં ભિન્ન જ વહ્યાં, | |||
અજાણ્યાં શાં આજે ઉભય ઉર પાછાં થઈ ગયાં! | |||
ન જાણે તેને કૈં કથવું, અવ શું ક્હેવું તુજને? | |||
મળી વિદ્યા તે તો પ્રણય તુજ પામ્યેથી મુજને; | |||
તહીં આવ્યેથી તે પ્રણય, પણ, પામ્યો હું સરલે! | |||
અને આવ્યો તે તો વિરલ ગુરુવિદ્યા ક્યમ મળે | |||
મને, એ આશાએ. બહુ જ બહુ જાણું, સુનયને, | |||
ન તે વિદ્યા મારે કંઈ જ ખપની, જો પ્રણયને | |||
ન હું સ્વીકારું; ને પ્રણય ખપનો લેશ પણ ના, | |||
વિસારું ત્યાં આવ્યા તણું જ યદિ કર્તવ્ય ક્ષણ હા! | |||
ઘડ્યું હૈયું તેણે વળી મહીં મૂક્યો શીદ રસ તો? | |||
ખરે આ હૈયાની ઉપર અહ શો શાપ વસતો! | |||
તિરસ્કારીને તે તવ હૃદયસંજીવનસુધા | |||
સુરાર્થે વિદ્યા લૈ જવી જ મુજને!… દીર્ઘ વસુધા | |||
તણે ખોળે ખોળી મનુજ, તુજ તું શ્રેય વરજે; | |||
નહીં દેવો કાજે પ્રણય, વિચરે ધર્મવશ જે. | |||
પ્રેમથી જિંદગી કેરું સાર્થક્ય; જિંદગી મહીં | |||
પ્રેમસાર્થક્યની કિંતુ રહી નિશ્ચિતતા કહીં? | |||
લો આ સંજીવની, દેવો, તમો સૌને જિવાડતી, | |||
મને જિવાડનારી ને મહાવિદ્યા અપાવતી | |||
ખરી સંજીવની તો હું આવ્યો શું ખોઈ શાશ્વતી, | |||
અથવા પ્રીતિના પાત્રે વિદ્યા લાવ્યો છું ભાસ્વતી? | |||
દેવો: મહાસંજીવની વિદ્યા અર્પી, દેવત્વ દે નવું | |||
અમોને, તું કયા લાવ્યો પાત્રમાં તે ન જાણવું. | |||
{{Right|આકાશવાણી: મહાસંજીવની, વત્સ, તારું આ આવું આવવું.}} | |||
{{Right|અમદાવાદ, ૧૯૫૦}} | |||
</poem> |
edits