આત્માની માતૃભાષા/30: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
{{Right|અમદાવાદ, ૧૧-૬-૧૯૪૫}}
{{Right|અમદાવાદ, ૧૧-૬-૧૯૪૫}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જોશીની કાવ્યયાત્રાનું સ્થિત્યંતર તેમના પાંચમા કાવ્યસંગ્રહ ‘આતિથ્ય'માં જોવા મળે છે. આમાંનું એક મુખ્ય ગુચ્છ વિવિધ લલિતકલાઓ અંગેનું છે. જેમાં ‘કવિ', ‘નેપથ્યે નર્તિકાને', ‘ચિત્રવિધાતાને', ‘મુમતાઝ', ‘શિલ્પલાલસા', ‘આવ્યો છું મંદિરો જોવા—’ વગેરેનો સમાવેશ થાય છે. તેમાંય દક્ષિણ ભારતનાં મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યને અવલંબતી ‘આવ્યો છું મંદિરો જોવા—’ રચના વિશિષ્ટ બની આવે છે.

Line 157: Line 157:
વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અહીં ઉત્તમ રીતે પ્રયોજાયા છે. મંદિરો — કંદરો, મંદિરો — ગોપુરો, અને — પ્રદેશને, રચાવિયાં — સુહાવિયાં, થકી — ટકી, અમર્ષમાં — વર્ષમાં, હળે — પળે, લટકેલ છે — મૂકેલ છે, ઉપહાસમાં — ફણા સમા, નમી — જમીં, તણી — રણી, વડા — કેવડા, પથ — રથ, ભવ્યતા — રમ્યતા, નહો — અહો, અલ્પના — કલ્પના વગેરે અંત્યાનુપ્રાસો કે ‘વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં', ‘મેદાનો માપતો', ‘ખેડેલા ખેતરે', ‘તાલઝુંડોની પૂંઠે તોતિંગ', ‘મંદિરો — કૈંક ખંડેરો', ‘દેવો — ભૂદેવો’ જેવા વર્ણાનુપ્રાસો કાવ્યના ભાવને પુષ્ટ કરવામાં મહત્ત્વનું કાર્ય કરે છે. એ જ રીતે કવિએ અહીં વિશાળતાસૂચક પર્યાયવાચી શબ્દો પણ અઢળક પ્રયોજ્યા છે. ત્રણ વાર ‘ભૂમા’ શબ્દ આવે છે. ત્રણેય વાર એ અલગ-અલગ સ્તરે પ્રયોજાય છે. ઉમાશંકરના આ કાવ્યની નોંધ બહુ લેવાઈ નથી પણ મંદિરોને નિમિત્તે કવિની જે આંતરયાત્રા ચાલે છે અને એમાંથી જે દર્શન પ્રગટે છે તેને કારણે આ કાવ્ય મહત્ત્વનું બને છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 29
|next = 31
}}
18,450

edits