26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 173: | Line 173: | ||
જ્ઞાનપૂર્વક ભજન કરવા જેવા આ ઉપયોગી વિષયમાં જનસમૂહ સારો કેળવાયેલો નહિ હોવાથી તે વિષયના જાણકાર લખનારાઓ હોવા છતાં પણ આપણા સાહિત્યમાં જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. બંગાળી ભાષામાં માનસશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સંબંધી નવીન વિચારશીલ લેખોની સંખ્યા વધતી જાય છે. તેનું કારણ પણ તે લોકોનો તે વિષય પર પ્રેમ વધવાને લીધે જ છે. તેથી જ મને એવી સબળ આશા રહે છે કે, ધીરે ધીરે તે તરફ વળતી જતી લોકરુચિને સંતોષે એવા આ વિષયના સ્વતંત્ર વિચારના ફળરૂપ ગ્રંથો લખાશે. | જ્ઞાનપૂર્વક ભજન કરવા જેવા આ ઉપયોગી વિષયમાં જનસમૂહ સારો કેળવાયેલો નહિ હોવાથી તે વિષયના જાણકાર લખનારાઓ હોવા છતાં પણ આપણા સાહિત્યમાં જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. બંગાળી ભાષામાં માનસશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સંબંધી નવીન વિચારશીલ લેખોની સંખ્યા વધતી જાય છે. તેનું કારણ પણ તે લોકોનો તે વિષય પર પ્રેમ વધવાને લીધે જ છે. તેથી જ મને એવી સબળ આશા રહે છે કે, ધીરે ધીરે તે તરફ વળતી જતી લોકરુચિને સંતોષે એવા આ વિષયના સ્વતંત્ર વિચારના ફળરૂપ ગ્રંથો લખાશે. | ||
દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા, પાતંજલ યોગદર્શન, રા.બ. કમળાશંકરનો બ્રહ્મસૂત્રનો અનુવાદ તથા આચાર્ય નથુરામકૃત બ્રહ્મસૂત્ર એ આદિ ગ્રંથ પ્રગટ થયા છે. ગીતાનાં જુદાં જુદાં ભાષાન્તરો થયાં છે. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામનું ગીતાનું કવિતામાં ભાષાન્તર અને તે ઉપર વિસ્તારપૂર્વક ટીકાનો ઘણો ઉપયોગી ગ્રંથ લગભગ પૂરો થવા આવ્યો છે. એમનો જ વિચારસાગર જિજ્ઞાસુઓને વધારે પ્રિય થઈ પડેલો જણાય છે. યોગવાસિષ્ઠ, યોગકૌસ્તુભ યોગચિંતામણી, સર્વદર્શન આદિ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. સાક્ષર મણિલાલ નભુભાઈનો સિદ્ધાંતસાર, શ્રીમદ્ભગવદ્ગીતાનું સટીક ભાષાન્તર અને સંગીતશાસ્ત્રી ગોપાળ રાવ બર્વેનો યોગનો ગ્રંથ ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે. | દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા, પાતંજલ યોગદર્શન, રા.બ. કમળાશંકરનો બ્રહ્મસૂત્રનો અનુવાદ તથા આચાર્ય નથુરામકૃત બ્રહ્મસૂત્ર એ આદિ ગ્રંથ પ્રગટ થયા છે. ગીતાનાં જુદાં જુદાં ભાષાન્તરો થયાં છે. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામનું ગીતાનું કવિતામાં ભાષાન્તર અને તે ઉપર વિસ્તારપૂર્વક ટીકાનો ઘણો ઉપયોગી ગ્રંથ લગભગ પૂરો થવા આવ્યો છે. એમનો જ વિચારસાગર જિજ્ઞાસુઓને વધારે પ્રિય થઈ પડેલો જણાય છે. યોગવાસિષ્ઠ, યોગકૌસ્તુભ યોગચિંતામણી, સર્વદર્શન આદિ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. સાક્ષર મણિલાલ નભુભાઈનો સિદ્ધાંતસાર, શ્રીમદ્ભગવદ્ગીતાનું સટીક ભાષાન્તર અને સંગીતશાસ્ત્રી ગોપાળ રાવ બર્વેનો યોગનો ગ્રંથ ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે. | ||
વળી, આવા ગુજરાતી સાહિત્યમાં, ગદ્યમાં તેમ જ પદ્યમાં એક નવીનતાભર્યો વધારો શ્રીમાન નૃસિંહાચાર્યે સ્થાપેલા ‘શ્રેયસાધક અધિકારી મંડળ’ દ્વારા થયો છે. આ મંડળ ભણીથી મહાકાલ આદિ પાંચ માસિકો નીકળે છે. આ માસિકોમાં જે લેખો આવે છે તે મુખ્યત્વે કરીને મનુષ્યજીવનને વધારે સુખી કરે અને વધારે ઉચ્ચ સ્થિતિએ પહોંચાડે એવા જ્ઞાનના ભરેલા અને ઉચ્ચ ધોરણને અનુસરીને લખાય છે. તે સાથે વળી શારીરિક વિષયો સંબંધી તેમ જ કેટલીક વાર શ્રેષ્ઠ શાસ્ત્રીય પ્રકારના પણ લેખો જોવામાં આવે છે. આ માસિકોની ભાષા શુદ્ધ અને સંસ્કારી જણાય છે અને તેની શૈલીમાં એક અમુક જાતની વિલક્ષણતા પ્રગટ થયેલી જોવામાં આવે છે કે તેને લીધે તેનો જુદો નિર્દેશ કરવો યોગ્ય જણાય છે. આ મંડળનો ઉદ્દેશ શુષ્કધર્મી થઈ જવાનો જણાતો નથી અને તેથી તેના ઉપદેશકો તેવો ઉપદેશ પણ કરતા નથી, પણ જ્ઞાનના વિષયોની સાથે સાથે સનાતન ધર્મને તથા સિદ્ધાંતને અનુકૂળ આવે તેવી સિદ્ધાંતપ્રાપક ક્રિયાઓ વિષે પણ ઉપદેશ કરવામાં આવે છે. પ્રારંભમાં આવા નૂતન મંડળને વધતાં જે અડચણો નડવી જોઈએ તે નડી હતી. પરંતુ ગૂજરાતમાં સ્થપાયલા એવા બીજા કેટલાક સમાજો હજુ સુધી જ્યાંનાં ત્યાં સ્થિર રહેલા જણાય છે; ત્યારે આ મંડળ તો સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ બન્નેમાં લોકપ્રિયતા ધારણ કરતું ચાલ્યું જાય છે. ખેદ એટલો જ થાય છે કે, શ્રીમાન્ નૃસિંહાચાર્ય પછી તેમના શિષ્ય છોટાલાલ માસ્તર કે જેમણે આ સમાજ સારી રીતે જમાવી રાખ્યો હતો, તેઓએ થોડા સમય પૂર્વે વિદેહપદ ધારણ કર્યું છે. આ ભાઈ જૈન હતા છતાં પણ વેદાન્તનો અભ્યાસ થતાં તેઓ બ્રાહ્મણધર્મ પાળતા હતા.{{Poem2Close}} | વળી, આવા ગુજરાતી સાહિત્યમાં, ગદ્યમાં તેમ જ પદ્યમાં એક નવીનતાભર્યો વધારો શ્રીમાન નૃસિંહાચાર્યે સ્થાપેલા ‘શ્રેયસાધક અધિકારી મંડળ’ દ્વારા થયો છે. આ મંડળ ભણીથી મહાકાલ આદિ પાંચ માસિકો નીકળે છે. આ માસિકોમાં જે લેખો આવે છે તે મુખ્યત્વે કરીને મનુષ્યજીવનને વધારે સુખી કરે અને વધારે ઉચ્ચ સ્થિતિએ પહોંચાડે એવા જ્ઞાનના ભરેલા અને ઉચ્ચ ધોરણને અનુસરીને લખાય છે. તે સાથે વળી શારીરિક વિષયો સંબંધી તેમ જ કેટલીક વાર શ્રેષ્ઠ શાસ્ત્રીય પ્રકારના પણ લેખો જોવામાં આવે છે. આ માસિકોની ભાષા શુદ્ધ અને સંસ્કારી જણાય છે અને તેની શૈલીમાં એક અમુક જાતની વિલક્ષણતા પ્રગટ થયેલી જોવામાં આવે છે કે તેને લીધે તેનો જુદો નિર્દેશ કરવો યોગ્ય જણાય છે. આ મંડળનો ઉદ્દેશ શુષ્કધર્મી થઈ જવાનો જણાતો નથી અને તેથી તેના ઉપદેશકો તેવો ઉપદેશ પણ કરતા નથી, પણ જ્ઞાનના વિષયોની સાથે સાથે સનાતન ધર્મને તથા સિદ્ધાંતને અનુકૂળ આવે તેવી સિદ્ધાંતપ્રાપક ક્રિયાઓ વિષે પણ ઉપદેશ કરવામાં આવે છે. પ્રારંભમાં આવા નૂતન મંડળને વધતાં જે અડચણો નડવી જોઈએ તે નડી હતી. પરંતુ ગૂજરાતમાં સ્થપાયલા એવા બીજા કેટલાક સમાજો હજુ સુધી જ્યાંનાં ત્યાં સ્થિર રહેલા જણાય છે; ત્યારે આ મંડળ તો સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ બન્નેમાં લોકપ્રિયતા ધારણ કરતું ચાલ્યું જાય છે. ખેદ એટલો જ થાય છે કે, શ્રીમાન્ નૃસિંહાચાર્ય પછી તેમના શિષ્ય છોટાલાલ માસ્તર કે જેમણે આ સમાજ સારી રીતે જમાવી રાખ્યો હતો, તેઓએ થોડા સમય પૂર્વે વિદેહપદ ધારણ કર્યું છે. આ ભાઈ જૈન હતા છતાં પણ વેદાન્તનો અભ્યાસ થતાં તેઓ બ્રાહ્મણધર્મ પાળતા હતા. | ||

'''વિજ્ઞાનવિષયક સાહિત્ય''' | |||
જનસમૂહને અને તેથી આખા દેશને વિજ્ઞાન સાહિત્ય અતિ ઉપયોગી છે. વિજ્ઞાનશાસ્ત્રના જ્ઞાનની ડગલે ડગલે અગત્ય પડે છે. વિજ્ઞાન વિષયની વૃદ્ધિ ઉપર સાહિત્યની ઉન્નતિ અને દેશની ઉન્નતિનો આધાર રહ્યો છે. વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસ વિના નાના પ્રકારના ઉદ્યોગોનો અને નવીન કારીગરીનો વિસ્તાર થવાનો નથી. અને તેમ થયા વિના દેશનું દારિદ્ર્ય જાય એમ નથી. આ વિષે મારા મિત્ર રા.બ. હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘દેશી કારીગરીને ઉત્તેજન’ એવા નામનો બહુ ઉપયોગી અને સારો ગ્રંથ રચીને, તેમાં જે દેશદાઝ બતાવી છે અને એ સાક્ષર કાંટાવાળાએ તે દ્વારા દેશબાંધવોમાં જે હૃદયભેદક કાંટો ખોસ્યો છે. તે વિજ્ઞાનશાસ્ત્રનો બહોળો અભ્યાસ થવાથી જ નીકળી શકે એમ છે. | |||
વિજ્ઞાન સાહિત્યનું મથાળું ઘણું વિસ્તારવાળું છે. એમાં ઘણાં શાસ્ત્રોનો સમાવેશ થાય છે. ભૌક્તિક વિદ્યા, પ્રકૃતિવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ભૂતળવિદ્યા, રસાયનશાસ્ત્ર પ્રાણીવિદ્યા, વનસ્પતિશાસ્ત્ર ઇત્યાદિનો સમાવેશ થાય છે. રા.સા. મહીપતરામે ભૂસ્તરવિદ્યાનાં મૂળતત્ત્વો, પદાર્થવિજ્ઞાન આદિ પુસ્તકો અંગ્રેજી ઉપરથી રચ્યાં છે. રા. ડાહ્યાભાઈ દેરાસરીએ “સરળ પદાર્થ વિજ્ઞાન” નામનો ગ્રંથ રચ્યો છે. રા.બ. લાલશંકરે ‘ભૂતળવિદ્યા’ની રચના કરી છે. રસાયનશાસ્ત્ર સંબંધી પ્રો. ત્રિભવનદાસ ગજ્જરે બહુ સારી યોજના કરી છે. હું ઇચ્છું છું કે, ટૂંક મુદતમાં એમનું કારખાનું બર્ગોઆઈનના કારખાનાને ટક્કર મારે એવું થાય. મારા મિત્ર સદ્ગત ડૉ. ધીરજરામ દલપતરામે નાનું કેમિસ્ટ્રીનું જે પુસ્તક બહાર પાડ્યું હતું તે પ્રથમ જ હતું. દાક્તર કેખુશરો વિકાજીએ પણ આ વિષય ઉપર લખાણ કર્યું છે. હાલમાં પોરબંદરના રા. જયકૃષ્ણ ઇંદ્રજીએ વનસ્પતિશાસ્ત્ર નામે એક મોટો ગ્રંથ બહુ શ્રમ લઈ પ્રકટ કર્યો છે. ગુજરાતી વાચનમાળામાં ઉપરના વિષયોના પાઠોની યોજના કરવામાં આવે છે એ પણ ઠીક કર્યું છે. | |||
આપણી ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી તરફથી એ વિષયના કેટલાક ગ્રંથો હાલમાં પ્રકટ કરવાનું સ્તુત્ય કાર્ય શરૂ થયું છે. તેમ જ ના.શ્રી ગાયકવાડ સરકાર તરફથી પણ જ્ઞાનમંજુષાદિ ગ્રંથાવલિ દ્વારા એવા લોકોપયોગી વિષયો લોકોમાં અધિક પ્રચાર પામે એવા પ્રશસ્ત પ્રયાસો થયા છે, તો પણ એવાં સાધનોનો લાભ લોકો વધારે ને વધારે લઈ શકે તેમ થવાની ઘણી અગત્ય છે. | |||

'''નવીન લેખકોને સૂચના''' | |||
મારા માનવા પ્રમાણે સાહિત્યનો એવો ક્રમ છે કે, પ્રથમ સામાન્ય સાહિત્ય પાકે પાયે રચાય છે, ત્યાર પછી વિશેષ સાહિત્યનો વારો આવે છે. ગૂર્જર સાહિત્યમાં સામાન્ય સાહિત્ય અગાઉ કરતાં ઉચ્ચ પ્રકારનું થયું છે અને હવે વિશેષ સાહિત્યનો આરંભ થવાની જરૂર જણાય છે. આજથી પચાસ વર્ષ પહેલાં તે પ્રકારનો વાચકવર્ગ અને લેખકવર્ગ હતો તેથી બહુ ઉચ્ચ પ્રકારનો હાલનો ઉભય વર્ગ અનેક કારણોથી થયો છે, એ નિર્વિવાદ પ્રત્યક્ષ જણાઈ આવે છે. તેનાં, સામાન્ય કેળવણીનો અધિક પ્રચાર, યુનિવર્સિટીમાં અપાતું શિક્ષણ, મુદ્રણાલયોની સહાયતા, વાચકોની વધતી જતી અભિરુચિ અને અનુકૂળતા અને તે કારણોથી વધતો જતો લેખકોનો ઉત્સાહ તેમ જ સ્ત્રીકેળવણીનો વિસ્તાર એ આદિ કારણો છે. | |||
ગુજરાતી સાહિત્ય ખરી અને દૃઢ ઉન્નતિએ પહોંચે એમ કરવા તેની વૃદ્ધિ ચાહનારાઓએ પૂર્વાપરનો વિચાર કરી, પોતાનાં પગલાં ભરવા માંડવાનો હવે સમય આવી પહોંચ્યો છે. આ કાર્ય આપણા નવીન યુવકવર્ગને હાથે થવાનું છે, અને તેથી તેઓને થોડી યથામતિ નમ્ર સૂચનાઓ કરવી યોગ્ય જણાય છે. | |||
હમણાંના યુવકવર્ગનો એ દિશામાં ઉત્સાહ બહુ પ્રશંસનીય છે. અમુક વિશેષ કાર્યોમાં તત્કાલ અર્થલાભ કે ધન્યવાદ ન મળે, તો પણ મંદ ન થતાં તે પાછળ તેમણે સતત મંડ્યા રહેવું જોઈએ. કાવ્યવાદિકોમાં અંધ અનુકરણો થવાને બદલે રસાદિક કાવ્યતત્ત્વોની જે મીમાંસા હજી લગણ થઈ છે તેથી પણ વધારે થવાની અગત્ય છે. તેમાં માત્ર થોડી જ વ્યક્તિઓ ભાગ લેતી જણાય છે, તેથી વધારે લેતી થશે ત્યારે તેનાં ઇષ્ટ અને સારાં પરિણામો આવશે. પ્રગટ થતાં કાવ્ય અને કથાઓ આદિ ઉપર પણ વધારે નિષ્પક્ષપાત, વધારે વિસ્તૃત અને રસાદિક વિશેષ આવશ્યક કાવ્યતત્ત્વોની વધારે પરીક્ષા કરતાં એવાં સમાલોચનો થવાની વિશેષ અપેક્ષા રહે છે. ભાષા, વ્યુત્પત્તિ આદિને અંગે થતા વાદવિવાદો આડેતેડે અને વાંકેચૂકે માર્ગે ચડી જવાને બદલે સત્યપ્રાપ્તિ જેમ શીઘ્ર થાય તેમ થવું જોઈએ. બાદ એ “वादे वादे जायते तत्त्वबोधः” એવા ઉચ્ચ આશયથી કે ફલબુદ્ધિથી થવો જોઈએ. આવું થવાથી આપણું સાહિત્ય અવશ્ય સુંદરતર થશે. | |||
અમુક જાતિની ગ્રંથવૃદ્ધિનું માપ માસિકોમાં આવતા તે તે વિષય સંબંધી લેખોનાં માપ ઉપરથી અનુમાની શકાય તેમ છે. એમ જોતાં હાલનાં માસિકોમાં તેવા શાસ્ત્રીય કે વિજ્ઞાન સંબંધી લેખો ઓછા જોવામાં આવે છે. અને તેના વાચકો તેથી પણ ઓછા હશે જ. આ સ્થિતિમાં સુધારો થવો ઘટે છે. પાઠશાળામાં શિક્ષણ દ્વારા આ કામો અધિક થઈ શકે; તેવા પ્રબંધો જ્યાં સુધી થયા હોય નહિ ત્યાં સુધી ક્રમબોધની શૈલી દ્વારા કરતાં ભાષણોથી થોડુંઘણું થઈ શકે ખરું. સાહિત્ય પરિષદમાં આવી વ્યાખ્યાનમાળાની યોજના થઈ હતી. પરંતુ તે સંબંધમાં હજી કાંઈ પણ થયું હોય એમ જણાતું નથી. આ વાત જે મને સાક્ષરરૂપે સિદ્ધ થયેલા સજ્જનોને બે બોલ કહેવાને લલચાવે છે. | |||
રા.બ. કમળાશંકર, રા.રા. કેશવલાલ, રા.રા. નરસિંહરાવ, રા.બ. રમણભાઈ આદિ કેટલાક સજ્જનો તો અનેક નાના પ્રકારના વ્યવસાયમાં નિમગ્ન હોવા છતાં અનેક પ્રકારે ગૂજરાતી ભાષાસાહિત્યની વૃદ્ધિમાં પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. એને માટે એઓ બહુ ધન્યવાદને પાત્ર છે અને એમના ઉદ્યોગ અને ઉત્સાહનાં દૃષ્ટાંતો આપણા યુવકવર્ગને ખરેખર અનુકરણીય છે. વળી, પ્રતિષ્ઠિત સાક્ષરોમાં કેટલાક સારા વિદ્વાનો તરીકે પંકાયેલા છે અને સારી શક્તિવાળા છે; પરંતુ તેઓ તરફથી લેખો કે ગ્રંથો દ્વારા ઉત્સુક વાચકોને જે લાભ મળવો જોઈએ તે જોઈતા પ્રમાણમાં મળતો નથી અથવા મળે છે તો તે નહિવત્ જ મળે છે. આ વાત પણ આવે પ્રસંગે સ્મરણમાં આવતાં ખેદ થાય છે. | |||
અંતમાં મારે લેખકબંધુઓને એવી વિજ્ઞપ્તિ કરવાની છે કે, લેખોની સંખ્યા કરતાં લેખોના ખરા ગુણોની સંપત્તિ ભણી લક્ષ રાખવું યોગ્ય છે. અને તેમ થવામાં વધારે વિશાળ વાચન અને વધારે ઊંડા અભ્યાસ તથા વિચારની અગત્ય છે. એ લક્ષ બહાર રહેવું જોઈએ નહિ. | |||
વળી વર્તમાન સાહિત્યનું અવલોકન કરતાં જ એક બીજી સૂચના કરવાનું મન થાય છે તે એ કે, જેઓ ઉચ્ચ પંક્તિના લેખકો છે અને જેઓ પ્રાસાદિક કવિતા કરી શકે છે, તે સિવાયના લેખકોએ માત્ર સામાન્ય કવિતા કે વાતો રૂપ સાહિત્ય રચી તેમાં સરસાઈ મેળવવાના પ્રયત્નોમાં પોતાની શક્તિ રોકવાને બદલે આપણા સાહિત્યના અંગમાં જે ન્યૂનતાઓ છે તે પૂર્ણ કરવા તરફ પોતાનાં ચિત્ત લગાડવાં. એ દિશામાં પણ તેમણે કરેલા પ્રયાસોની સાહિત્યસેવામાં સારી રીતે ગણના થઈ શકશે. એવા હાથ ધરવા જેવા ઉપયોગી વિષયોમાં ચિત્ર, સંગીત, શિલ્પાદિ લલિત કળાઓ તથા તેઓના ગુણદોષોની પરીક્ષા કરવાની શક્તિ ઉત્પન્ન કરે એવા ઉપદેશક ગ્રંથો, ઐતિહાસિક શોધો આદિ યાદીમાં આપેલા ઘણા ઘણા વિષયો ગણાવી શકાય એમ છે. અને આપણા ગૂર્જર સાહિત્યના હજી વિશેષ યોગ્ય વિકાસને અર્થે એ અચુમ્બિત વિષયો સંબંધી લેખો લખાવાની અગત્ય છે. | |||

'''અપ્રસિદ્ધ પુસ્તકો''' | |||
આપણી જૂની ગુજરાતી કવિતાથી ગૂર્જર પ્રજાને વધારે પરિચિત કરવાનું પ્રથમ માન કવીશ્વર દલપતરામને ઘટે છે. તેઓએ કાવ્યદોહનના અનુક્રમે ૧૮૫૮ અને ૧૮૬૪માં બે ભાગ પ્રગટ કર્યા; ત્યારથી જે લોકો ગૂજરાતી પાંચસાત કવિઓને જાણતા હતા, તેઓ તેથી વધારે કવિઓની કૃતિઓ જાણવા લાગ્યા. તે નમૂનાઓ ઉપરથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો સંબંધી વધારે શોધખોળ આદિ થવા માંડ્યાં અને શિલાછાપખાનામાં પ્રથમ જૂના કવિઓનાં ઘણાં પુસ્તકો અશુદ્ધ અને અસ્તવ્યસ્ત છપાયાં હતાં તે સંસ્કારાયાં. સન ૧૮૬૦માં કવિ નર્મદાશંકરે રસિક કવિ દયારામની કવિતાના સંગ્રહ દ્વારા તથા સન ૧૮૭૨માં કવિ પ્રેમાનન્દકૃત દશમસ્કંધ દ્વારા પ્રાચીન કાવ્યગ્રંથોનો રસાસ્વાદ ગૂર્જર પ્રજાને ચખાડ્યો. સન ૧૮૮૪માં રા.બ. હરગોવિંદદાસે ત્રૈમાસિક દ્વારા પ્રાચીન કાવ્યો પ્રગટ કરવા માંડ્યાં. પરંતુ થોડાં વર્ષ પછી તેમના એ કાર્યની નવીન સંગીન યોજના થવાથી તે પડતું મુકાયું. પરંતુ, પ્રાચીન કવિઓના કાવ્યગ્રંથોને સારા આકારમાં તથા સારા કાગળ ઉપર છાપવાનો પ્રથમ આરંભ ‘ગુજરાતી’ના સુપ્રસિદ્ધ સાહિત્યરસિક તંત્રી રા.રા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ સન ૧૮૮૬માં ‘બૃહત્કાવ્યદોહન’ દ્વારા કર્યો. તેના પ્રગટ થયેલા છ ભાગો ઘણા પ્રાચીન કવિઓનો આપણને સારો પરિચય કરાવે છે. ત્યાર પછી થોડા અંતરમાં જ નડિયાદના રા. ચતુરાઈ શંકરભાઈએ અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તકો માસિક દ્વારા પ્રસિદ્ધ કરવા માંડ્યાં. પરંતુ, યોગ્ય આશ્રયના અભાવે એકાદ વર્ષ પછી તે કાર્ય બંધ થયું. એમ.એ.ની પરીક્ષામાં એ પ્રાચીન સાહિત્યનો અભ્યાસ હાલમાં દાખલ થયા પછી ગ્રેજ્યુએટ વર્ગમાં એ પ્રાચીન કૃતિઓનો અભ્યાસ કરવા અધિક પ્રવૃત્તિ થઈ છે અને એ યોગ્ય જ છે. એ પ્રાચીન કૃતિઓ કેવળ ગુજરાતી જાણનારા વર્ગમાં તો બહુ પ્રિય છે. પરંતુ નવા શિક્ષિત વર્ગમાં અધિક પ્રિય થવા સારુ એ પુસ્તકોની નવીન પદ્ધતિ પ્રમાણે સંશોધિત આવૃત્તિઓ રસાદિક ટીકાઓ સાથે પ્રગટ થવાની અગત્ય છે. | |||

'''ઐતિહાસિક શોધો''' | |||
શ્રીમાન ફાબર્સસાહેબે રચેલી ‘રાસમાળા’નું ભાષાંતર થયા પછી ઘણાં વર્ષો વ્યતીત થયાં, છતાં પણ ખરા ગૂજરાતને લગતા ઇતિહાસ સંબંધમાં કાંઈ નવીન જાણવા યોગ્ય શોધખોળો ગૂજરાતવાસીઓ દ્વારા થઈ જણાતી નથી. આચાર્ય વલ્લભજી તથા રતિલાલ દુર્ગારામે પ્રાચીન વિષયો પર સારું લક્ષ આપ્યું હતું, પરંતુ ખાસ નોંધવાયોગ્ય નવીનતાઓ પ્રકાશમાં આવી નથી. આ વિષયમાં ગૂજરાત દેશ બહુ સામગ્રી આપે તેવો છે અને નિરર્થક વાર્તાલાપોમાં વેળાનો વ્યય કરવા કરતાં ઐતિહાસિક શોધોમાં શક્તિનો વ્યય કરવા જેવું છે. જૂનું શિલ્પ, જૂના ધર્મો, જૂના સિક્કા, જૂના લેખો, જૂની વાર્તા, જૂનું ગીત એ સર્વે નાના પ્રકારની રસવૃત્તિઓને સંતોષ તથા ઉત્તેજન આપે એવાં છે. આ બાબતમાં બ્રિટિશો પરદેશી છતાં જે રસવૃત્તિ અને ઉત્સાહપૂર્વક ઘણાં વર્ષોથી શ્રમ લીધા કરે છે, અને તેઓ દ્વારા જે જે વાતો પ્રકાશમાં આવી છે. તે સર્વે સારુ તેઓ બહુ ધન્યવાદને પાત્ર છે. | |||

'''વર્તમાનપત્રોનું સાહિત્ય''' | |||
આ પ્રસંગે જણાવવું જોઈએ કે, માસિકપત્રો સાથે આપણાં સાપ્તાહિક તથા દૈનિક વર્તમાનપત્રો અનેક પ્રકારે જે લોકસેવા કર્યે જાય છે, તેની અવગણના કરી શકાય એમ નથી. માસિકો કરતાં વર્તમાનપત્રો અધિક સંખ્યાના લોકોને હસ્તગત થાય છે. અને તેઓ પોતાની એ શક્તિથી જાણીતા છે, એ વાત તેઓમાં જે રૂપાન્તર થયું છે તેથી સિદ્ધ છે. કેવળ વર્તમાન જ પ્રગટ કરીને તેઓ સંતોષ પામતા નથી; પરંતુ કોઈ કોઈ વાર ચાલુ સામાજિક, ધાર્મિક, રાજ્યદ્વારી આદિ વિષયો ઉપર ધ્યાન આપનારા સારા લેખો પ્રગટ કરે છે. એવાં પત્રોમાં મુખ્યત્વે ‘મુંબઈ સમાચાર’ અને ‘ગુજરાતી’ આદિ પ્રસિદ્ધ છે. તેમાં ‘ગુજરાતી’ આદિ કેટલાંક તો અમુક અમુક પ્રસંગે ચર્ચાપત્રોને અવકાશ આપી તેમ જ સારા લેખો લખાવી, અમુક વિષયો ઉપર લોકમત કેવો છે તે જાણવાની સરળતા કરી આપે છે. વળી તે તથા અન્ય પત્રો સારા લેખકો પાસેથી નાનાવિધ વિષયો મંગાવી પોતાના મોટી સંખ્યાના વાચકવર્ગને શુભ પ્રસંગે ભેટ આપવા માટે ખાસ અંકો પ્રગટ કરે છે. આવા મનોરંજક ઉપાયો યોજી તેઓએ સામાન્ય વાચકવર્ગમાં કેટલેક અંશે ગ્રંથાદિ દ્વારા કરતાં બીજે પ્રકારે પણ જ્ઞાનનો સારો ફેલાવો કર્યો છે. અમદાવાદમાં પણ ‘પ્રજાબંધુ’, ‘ગુજરાતી પંચ’ આદિ સાપ્તાહિક પત્રો લોકમત કેળવવામાં પણ ઠીક સાધનભૂત થાય છે. | |||
પાશ્ચાત્ય દેશોમાં તો માસિકો અને વર્તમાનપત્રો લોકમત ઉપર કેવી પ્રબળ અસર કરે છે તે આપથી અજાણ્યું નથી. હાલનાં આપણાં વર્તમાનપત્રો પણ કાંઈક અંશે તેવું બળ ગ્રહણ કરતાં થયાં જણાય છે. વળી એ વર્તમાનપત્રોની ભાષા પણ પૂર્વ કરતાં બદલાઈ ગઈ છે. અને તે લોકકેળવણી કેટલે અંશે વધી છે, તેનું માપ બતાવનાર એક સાધન છે. | |||

'''ભાષાશુદ્ધિ અને પ્રગતિ''' | |||
પારસી પત્રોની ભાષા પણ અગાઉ કરતાં વધારે શુદ્ધ થઈ છે. વર્તમાનપત્રો પણ આમ સાહિત્યવિષયક લોકસેવામાં સાધનભૂત થવાની સાથે ભાષાને ઊંચી અને શુદ્ધ બનાવવા પ્રયત્નો આદરે છે. તો હિંદુ ભાઈઓને હાથે ચાલતાં વર્તમાનપત્રોની તો થાય જ એમાં નવાઈ શી? હાલમાં વર્તમાનપત્રોના લેખોમાં અગાઉ કરતાં સંસ્કૃત શબ્દોની અધિકતા જોવામાં આવે છે, ભાષા પણ સામાન્યતઃ સંસ્કારી જણાય છે. વાક્યોમાં પણ ગૌરવ લાવવા પ્રયત્ન થયેલો દેખાઈ આવે છે, અને લેખનશુદ્ધિ ઉપર પણ અધિક લક્ષ અપાય છે. | |||
મારા સદ્ગત મિત્ર મનઃસુખરામનો શબ્દશુદ્ધિ એટલે કે અન્ય ભાષાના શબ્દોને બદલે તે સ્થાને સંસ્કૃત ભાષાના શબ્દો વાપરવાનો બહુ આગ્રહ હતો અને બીજાઓને પણ તેઓ તેવો જ ઉપદેશ કરતા હતા. તેઓના મતનો તેના આરંભના સમયમાં બહુ ઉપહાસ થતો હતો. પરંતુ તે ઉપહાસને હમણાંની વસ્તુસ્થિતિએ ખોટો પાડ્યો જણાય છે. ‘હાઈ કોર્ટ’ને બદલે ન્યાયમંદિર, ‘ગવર્નમેન્ટ ગૅઝેટ’ને બદલે આજ્ઞાપત્રિકા, ‘હૅન્ડબિલ’ને બદલે હસ્તપત્ર, ‘હોટેલ’ને બદલે ઉપાહારગૃહ, ‘યુનિવર્સિટી’ને બદલે શારદાપીઠ, વિશ્વદ્યાલય; ‘વૉલંટિયર’ને બદલે સ્વયંસેવક, ‘પૂઅરહાઉસ’ને બદલે અનાથાશ્રમ, ‘સિસ્ટર્સહોમ’ને બદલે સેવાસદન – ‘નર્સીસ’ને બદલે સેવિકાઓ, આવા આવા અનેક શબ્દોની યોજના કરનારા નવા લેખકો તો ‘ટિકિટ’ને બદલે મૂલ્યપત્રિકા, ‘સ્ટેશન’ને બદલે અગ્નિરથ-સ્થાપન-સ્થલ, અને ‘ટેબલ’ને બદલે લેખિનીનૃત્યાલય આદિ ઉપહાસિક શબ્દો યોજી ઉપહાસ કરનારાઓનો જાણે કે પ્રતિઉપહાસ કરી રહ્યા છે. આ સર્વે ધીમે ધીમે પણ અજ્ઞાત રીતે ભાષાની પ્રગતિ કઈ દિશામાં થતી જાય છે તેનું નિઃસંદિગ્ધ સૂચન કરે છે. | |||

'''સાહિત્ય પરિષદ આગળ ચર્ચાના બે વિષયો''' | |||
હમણાં આપણી આગળ જોડણીનો તથા સાહિત્ય પરિષદના બંધારણનો એવા પ્રશ્નો નિરાકરણ સારુ ઉપસ્થિત થયેલા છે. આમાંનો પ્રથમ પ્રશ્ન કેટલીક મુદતથી ચર્ચાપાત્ર થયો છે. આ સંબંધી પાછળ કથન થયેલું છે. વિશેષ એમાં એટલું જ કહેવું જોઈએ કે વિવાદી વિષયમાં મતભેદ થવા જ જોઈએ અને તે આ વિષયમાં થાય એ યોગ્ય જ છે. પણ જ્યારે ત્યારે એક નિર્ણય પર આવ્યા વિના સિદ્ધિ નથી. તો બાંધછોડની રીતિએ વ્યાવહારિક દૃષ્ટિ ઉપર લક્ષ રાખીને તેનો નિકાલ લાવવા માટે વિશેષ મતને માન આપીને છેવટનો નિકાલ આણવા ઉપર સર્વે સાક્ષરોનો અભિપ્રાય થાય, તો આપણી પરિષદે મહાન કાર્યનો છેડો આણ્યો ગણાશે. અને એ પ્રમાણે થાય એમ સર્વેની પણ અભિલાષા હશે એમ હું ધારું છું. | |||
બીજો પ્રશ્ન સાહિત્ય પરિષદના બંધારણનો છે. એમાં પણ ખેંચાખેંચી કરવા સરખું નથી. આપણી પરિષદનું મહાન કાર્ય એકસરખી સરળ રીતે કેમ ચાલ્યું જાય તેવી યોજના વિચારપૂર્વક કરવાની છે. વિદ્યાદિનાં કાર્યો વિદ્વાનો સમાધાનીથી કરે છે એવો દાખલો લેવા અને મેળવવાનો છે. ઐક્ય શું છે એ આપણે બતાવી આપવાનું છે. વિદ્વાનોનો એકમત કેવી રીતે થઈ જાય છે તે શીખી, આપણે લોકને એ શીખવવાનું છે. માટે જો સરળતાથી ચોખ્ખા હૃદયે એક નિર્ણય પર હમણાં આવી શકાય એમ હોય તો આ ચર્ચાપાત્ર વિષયનો નિર્ણય હમણાં લાવવો, નહિ તો દીર્ઘસૂત્રણાને વળગતું આપણે ચાલતું રાખવું હોય તો તેમ કરવું ઉચિત છે. હજી બે દિવસ છે તેટલામાં આ વિષયોનો પાકો વિચાર વ્યવસ્થાપક સભામાં કરીને જે નિર્ણય આપી શકે તે અગાઉથી જ નક્કી કરી રાખવો, અને એટલા જ માટે સૂચનાર્થ હું આ કથન અહીં કહું છું. | |||
આપણા આ પાયારૂપ કાર્યના સંબંધમાં જલદી નિર્ણય લાવવામાં યુરોપખંડની પ્રખ્યાત ફ્રૅન્ચ એકેડેમી, ઇંગ્લૅંડની એકેડેમી, ઑરિયેન્ટલ કૉન્ગ્રેસો તથા આપણા દેશના બંગીય સાહિત્ય પરિષદ, હિંદી સાહિત્ય સંમેલન, મરાઠી સાહિત્ય પરિષદ, તેલુગુ પરિષદ આદિનાં બંધારણોના નિયમો આપણને બહુ માર્ગદર્શક અને સહાયકારક થઈ પડે તેમ છે. | |||

'''ફ્રાન્સની વિદ્વત્-પરિષદ (એકેડેમી)''' | |||
યુરોપખંડની એકેડેમીઓ (વિદ્વત્પરિષદો) આ હેતુથી સ્થાપાયેલી છે; અને તેમાંય ફ્રૅન્ચ એકેડેમી કેમ આટલી બધી જગતપ્રસિદ્ધ થયેલી તે અત્રે હું જણાવું છું; આશા છે કે તે પ્રાસંગિક ગણાશે. સ્વાર્થના અંશ વિના સાહિત્ય, વિજ્ઞાન, કલા આદિની ખિલવણી–પ્રગતિને લક્ષબિન્દુ રાખીને તદર્થે શ્રમ લેનારા મંડળને વિદ્વત્પરિષદ – ‘એકેડેમી’ – કહેવામાં આવે છે. યુરોપખંડના સર્વ દેશોની લગભગ સઘળી એકેડેમીઓનો જાહેર પ્રજામાં સ્વીકાર થયેલો છે. તેની સ્થાપનામાં તેમ જ તેના નિભાવમાં તે તે રાજ્યોએ સારો આશ્રય આપેલો છે અને અદ્યાપિપર્યંત તે આશ્રમ ચાલુ જ છે. યુરોપમાં એવી એકેડેમીઓ (વિદ્વત્-પરિષદો) બહુધા પાંચ પ્રકારની છેઃ (૧) વિજ્ઞાનવિષયક (૨) સાહિત્યવિષયક (૩) પુરાણવસ્તુશોધ-વિષયક અને ઇતિહાસવિષયક (૪) વૈદકીય અને શસ્ત્રપ્રયોગવિષયક અને (૫) લલિતકલાવિષયક. | |||
આ સર્વ વિદ્વત્-પરિષદોના હેતુઓ અને કાર્યોનું અવલોકન કરવાનો અહીં અવકાશ નથી. પરંતુ આદર્શરૂપ એની સત્તરમા સૈકાની બીજી પચ્ચીસીમાં સ્થપાયેલી ફ્રૅન્ચ વિદ્વત્-પરિષદ સંબંધી હું ટૂંકમાં માર્ગદર્શક થઈ પડે એટલું જ અહીં જણાવું છું. આ પરિષદ સન ૧૬૩૫માં રાજાની આજ્ઞાથી સ્થપાઈ હતી. શરૂઆતમાં કેટલાક સાહિત્યરસિક મિત્રો મળતા અને મોટે ભાગે સાહિત્યના જ વિષયો ચર્ચતા. વળી એકાદ લેખકના પૂરા થયેલા ગ્રંથ ઉપર પણ તેના ગુણદોષની ટીકા કરતા અને અભિપ્રાયો દર્શાવતા. આ ખાનગી મંડળની કીર્તિ ચોમેર ધીરે ધીરે પ્રસરી અને રાજ્યના રક્ષણ હેઠળ તેને પરવાનો મળ્યો. તેની સ્થાપનાનો હેતુ નીચે પ્રમાણે નક્કી થયો હતોઃ | |||
(૨૪મી કલમ): આ વિદ્વત્-પરિષદનું મુખ્ય કાર્ય આપણી ભાષાને માટે પૂરતી સંભાળ અને ખંતથી ચોક્કસ નિયમો ઘડવાનું અને તેને શુદ્ધ સુભાષિત, અને એ કલાઓ તથા વિજ્ઞાનોનું નિરૂપણ કરવાને સમર્થ બનાવવાનું રહેશે.9 સામાન્ય જનસમાજના મુખથી, ધારાશાસ્ત્રીઓની ગરબડસરબડ કે વાક્છટાથી, અજ્ઞાન ખુશામતિયાઓના ગેરઉપયોગથી તથા સભામંડપોમાં વક્તાઓના દુરુપયોગથી જે અશુદ્ધતાઓ તેમાં પેઠેલી છે – તેમનાથી ભાષાને નિર્મળ10 કરવાનું એ વિદ્વાનોએ ધાર્યું. | |||
આ કાર્ય માટે પ્રથમ ચાળીસ વિદ્વાનોની યોજના થઈ. તેઓ આરંભમાં વારાફરતી પોતાનામાંના દરેક વિદ્વાને લખેલા નિબંધ ઉપર વિવેચન કરતા. તેની આરંભની પ્રવૃત્તિથી જણાઈ આવે છે કે, તે સમયે એ નિબંધો, કંઈ ખાસ પ્રતિભાશક્તિવાળા કે લક્ષણવાળા ન હતા. પછી તેમણે સુપ્રસિદ્ધ વિદ્વાનના ગ્રંથની સમાલોચના કરવા માંડી. પણ તે સમયે એવો નિયમ હતો કે, એ લેખકની વિનતિ વિના ગ્રંથની સમાલોચના કરવી નહિ. ધીરે ધીરે આ વિદ્વત્પરિષદે પસંદ કરેલા લેખકોના ગદ્યપદ્ય ગ્રંથોની સૂચિ પ્રગટ કરી. તેમાંના પસંદ કરેલા સઘળા શબ્દો અને પદોના સંગ્રહમાંથી તેમણે એક કોષ તૈયાર કર્યો. આ વિદ્વત્-પરિષદનો ઇતિહાસ વાંચવાથી બીજી ઘણી ઉપયોગી બાબતો સંબંધી માહિતી મળી શકે એમ છે. | |||
અહીં યુરોપિન વિદ્વત્-પરિષદના હેતુ અને કાર્ય સંબંધી ઉપર કરેલા સૂચન ઉપરથી આપ સર્વ મહાશયો આપણી ગૂજરાતી સાહિત્ય પરિષદના ઉદ્દેશ અને કર્તવ્ય સંબંધી વિચાર કરશો. તેમ જ હિંદની ઉપર જણાવેલી સાહિત્ય પરિષદોના ઉદ્દેશોની પણ નિરીક્ષા કરીને આપણી પરિષદ માટે એક યોગ્ય, અનુકૂળ, સાધ્ય કર્તવ્યમાર્ગ શોધી કાઢશો. હવે આ પરિષદ ચોથી હોવાથી ભવિષ્યમાં આપણી પરિષદે વિશેષ સંગીન અને નિર્ણાયક કાર્ય હાથમાં લેવાની આવશ્યકતા છે. | |||
મારા અભિપ્રાય પ્રમાણે સાહિત્ય પરિષદોનો હેતુ એવો હોવો જોઈએ કે, અભિપ્રાયોની ભિન્નતાનો વિચાર કરી, તેનું મથન કરી, તેમાંથી સારરૂપ એકતા તારવી કાઢવી, ને પ્રત્યેક ગુજરાતી ભાષાના અભિમાની વાચકો, લેખકો, આદિએ ભિન્ન ભિન્ન માર્ગે ન જતાં, તથા પોતાની શક્તિઓ જુદે રસ્તે વિખરાવી ન દેતાં સર્વ સંઘની તુલ્ય એક સાહિત્યસેવાની સિદ્ધિરૂપ જે મંદિર – અથવા ઉદ્દેશ તેના પ્રતિ સાથે મળી સહગમન કરવું. કોઈ પણ પ્રકારના તાલભંગને અવકાશ ન આપતાં તાલબંધની સર્વત્ર યોજના કરવી એ જ સુશિક્ષિત સાક્ષરોની પદવીના અભિલાષીઓનું ખરું કર્તવ્ય છે. આવા સર્વ ઉદ્દેશોની સિદ્ધિ અર્થે આપણી પ્રથમ પરિષદના આરંભમાં જ સદ્ગત ગોવર્ધનરામભાઈએ જે સૂચન કર્યું હતું, તેનું હું માત્ર અહીં તમને સ્મરણ કરાવું છું. | |||
સાંપ્રત સમયે હિંદમાં એકપ્રજાત્વની ભાવના જાગ્રત થયેલી છે. તેને અંગે, દેશની જુદી જુદી ભાષામાં સાહિત્યોના અનેકવિધ વિકાસો થવા માંડ્યા છે. ગૂજરાતી ભાષાના સાહિત્યને આવે સમયે સમૃદ્ધ કરવું એ આપણું કર્તવ્ય છે. તે સારુ ઉપર જણાવ્યું તેમ હિંદની આગેવાન સાહિત્ય પરિષદોના સમાગમમાં આવવાની અને તે તે ભાષાના સાહિત્યનો વિશેષ પરિચય કરવાની જરૂર છે. તેથી મને આ નીચેની યોજના માર્ગદર્શક જણાવાથી તે સંબંધી હું અત્રે કંઈક રેખાદર્શન કરાવું છું. | |||

'''હિંદની સાહિત્ય પરિષદોની એકતા''' | |||
હિંદની વિશાળ વસ્તીની મુખ્ય ભાષાઓના આગેવાનોએ પોતપોતાની સાહિત્ય પરિષદો સ્થાપી છે; તો આ પરિષદોએ એકબીજી વચ્ચે વ્યવહાર ચલાવીને પ્રત્યેક ભાષાની ખામીઓ પૂરી કરવી અને આગળ સાહિત્યનો વિસ્તાર વધારતા જવું. | |||
અંગ્રેજી ભાષામાં અનેક શાસ્ત્રોના ગ્રંથ રચાયેલા હોવાથી તેના કોષમાં શબ્દોનું સારું ભંડોળ થયું છે. એ ભાષામાંથી જે શાસ્ત્રીય વિષયોના ગ્રંથોના અનુવાદ કરવા હોય અથવા અનુકરણ કરવાં હોય, તો તે માટે હિન્દની સર્વ ભાષામાં જે જે નવા શબ્દોનો ઉપયોગ કરવો પડે, તે સર્વની યોજના કોષ ભંડારમાંથી કરીને સર્વે ભાષાના ગ્રંથોમાં તેવા જ નિયમે ઘડેલા શબ્દો યોજવા. જેમ કે, ‘ટાઉનહૉલ’ને બદલે પૂરાલય, ‘યુનિવર્સિટી’ને માટે વિશ્વવાદ્યાલય, શારદાપીઠ, શાળામંડળ આદિ શબ્દોમાંથી કોઈ પણ હિંદની સર્વે ભાષામાં દાખલ થાય. એ જ પ્રમાણે વિજ્ઞાન આદિ વિષયો સંબંધી પારિભાષિક શબ્દો સર્વે ભાષામાં એક જ પ્રકારના દાખલ કરવા. | |||
અંગ્રેજી અને હિંદની મુખ્ય ભાષાના કોષને એવું કોઈ નામ આપીને સર્વેની સંમતિથી જે એવો એક કોષ થાય, તેમાં પ્રથમ શબ્દ અંગ્રેજી, તેના અર્થ સંસ્કૃત, ગુજરાતી, બંગાળી, હિંદી, મરાઠી અને તામિલ સાથે સાથે આપવામાં આવે. હિન્દની ઘણીખરી ભાષાઓ સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી એકબીજાનો સંબંધ એવો છે કે તે સમજવાને અઘરું પડતું નથી. તેમાં વળી કોષનો આશ્રય મળે તો કાંઈ મુશ્કેલી નડે નહિ. શાસ્ત્રીય ગ્રંથોની રચના કરવી હોય તો તેની પસંદગી માટે સર્વે પરિષદોનો એક મત થાય એવી એક સ્મરણી તૈયાર કરવી અને અનુકૂળતા પ્રમાણે પ્રત્યેક પરિષદે તેવા ગ્રંથ રચાવવાને વહેંચણી કરવી. બંગાળીમાં આવા પાંચ ગ્રંથ થાય તે ઉપરથી આપણી ભાષામાં આપણે તેનું અનુકરણ કરી લેવું. આપણી ભાષામાં જેટલા ગ્રંથ તૈયાર કરવાનું કરે તેટલા તૈયાર થતાં તે ઉપરથી બંગાળી કે મરાઠી ભાષાવાળા ભાષાંતર કરી લે. આવો પરિચય પડવાથી, ગ્રંથ રચનારા પુરુષોની એકબીજાની ભાષાનો અભ્યાસ વધવાથી હિંદની ચાલતી ભાષાઓ ઉપર પણ કાબૂ આવી જશે. જે ભાષા, જે યુવક સારી રીતે સમજતો હોય તેવા યુવક પાસે તે પ્રયાસોનાં પુસ્તકોનો ઉપયોગ કરાવવો. આ પણ સહેલી રીત છે. | |||
ભાષાનો આવો ઉપયોગ લીધા પછી શાસ્ત્રીય વિષયો શીખવવાની તેવી જ વિભાગીય યોજના થઈ શકે તેમ છે. ખગોળવિદ્યા શીખવવા માટે એક સ્થળે વેધશાળા સ્થાપી હોય, તેમાં જે દેશી ભાષામાં જ્ઞાન આપવામાં આવતું હોય તે ભાષા જાણનારા ત્યાં જઈને જ્યોતિષી થઈ આવે. યાંત્રિક વિદ્યાનું જ્ઞાન આપવાને માટે બીજા યોગ્ય સ્થાને શાળા સ્થાપી હોય, તો ત્યાં જઈને જેઓને તે શાસ્ત્ર શીખવું હોય તો તે શીખી આવે. આમ થવાથી પ્રત્યેક પ્રાંતમાં સર્વે વિદ્યા શીખવવા માટે જુદી જુદી યોજના કરવા મોટું ખર્ચ કરવું પડશે નહિ. વહેંચણી થવાથી ફાળે પડતું ખર્ચ થઈ શકવાને અડચણ આવશે નહિ. સરકારને પણ ઘણી સરળતા થશે. હિંદ બહારથી કળાઓ શીખી લાવવાને અથવા શાસ્ત્રીય વિષય શીખી લાવવાને પણ તેવી જ વહેંચણી થઈ શકશે. | |||
આ પ્રમાણે પ્રાન્તવાર વહેંચણીથી જે કામ સિદ્ધ કરી શકાય એમ હોય તે કાર્ય સિદ્ધ કરવાની યોજના કરવી. | |||
અહીં હિંદની સર્વ પરિષદોની એકતા સંબંધી જે કહેલું છે, તેને સમર્થન આપનારા પ્રયાસ વિદ્વાનોએ આ કારણે કરવાની અગત્ય છે. હાલમાં ગૂજરાતમાં કેટલાક વિદ્વાનો મરાઠી અને બંગાળીથી પરિચિત છે. તેમને આ એકતા સંધાય એવી સરળતા કરી આપવી જોઈએ. એ ભાષાની પરિષદોમાં તેમણે ભાગ લેવો જોઈએ અને તેના વિદ્વાનોને આપણી ભાષા તરફ આકર્ષી લાવવા જોઈએ. આથી હિન્દની મુખ્ય ભાષાઓની અભ્યાસ કરવાની વૃત્તિ સતેજ થશે અને તે આયંદે ફળદાયી નીવડશે એમ મારી આશા છે. | |||

'''બાળબોધ લિપિ''' | |||
આમ સમગ્ર દેશમાં વિવિધ વિષયોના શિક્ષણ અને વિશેષ કેળવણીના પ્રચારને માટે સાહિત્ય પરિષદોની એકતા સંબંધી જે ઉપર કહેલું છે, તેમાં બાળબોધ લિપિ દાખલ થવાથી વિશેષ સરળતા થાય એમ છે. મરાઠી બંગાળી આદિ ભાષાઓના જે ઉત્તમ અને ઉપયોગી ગ્રંથો પ્રગટ થાય છે, તે ભાષાના કોષ આદિ આધાર લેવા યોગ્ય જે સૂચિગ્રંથો પ્રસિદ્ધ થાય છે, તે ગ્રંથો એ બાળબોધ લિપિમાં પ્રગટ થયેલા હોય તો તે ગ્રંથોનો પરિચય સુશિક્ષિત અભ્યાસી સરળતાથી કરી શકે. તેને અભાવે તેમ જ બંગાળી, મોડી આદિ લિપિઓ શીખવવાની સરળતા નહિ હોવાને લીધે એ ભાષાના ઉત્તમ અને ઉપયોગી ગ્રંથોનો લાભ લઈ શકાતો નથી. આથી બાળબોધ લિપિમાં ગ્રંથો પ્રગટ કરવાની આવશ્યકતા છે. | |||
“બાળબોધ લિપિ દાખલ કરવા હાલ એકદમ પગઉપાડો થઈ શકે એમ દીસતું નથી, તેથી સાહિત્ય વિષે કર્તવ્યની ટીપમાં તેને દાખલ કરવી.” એવું ત્રીજા પરિષદ-પ્રમુખ તરફથી કથન કરવામાં આવ્યું હતું. | |||
ગુજરાતી અક્ષરની તરફેણમાં છાપવાની સરળતાનો એમાં ગુણ છે એમ કહેવામાં આવે છે. તે કદાપિ એ લિપિના ઓછા પ્રચારથી તેનું કામ કરનારાઓની જાણ આદિ કારણને લીધે હશે; પરંતુ એ તકરાર વધારે વજન આપવા સરખી નથી. બાર કરોડની હિંદની ભાષાના અક્ષર બાળબોધ છે. મરાઠી પુસ્તકોની લિપિ દેવનાગરી છે. સંસ્કૃત પુસ્તકો સર્વે દેવનાગરીમાં જ છપાય છે. નવીન ગુજરાતી ભાષાના પ્રારંભ ગ્રંથ દેવનાગરીમાં છપાતા હતા. વળી ખાસ હસ્તલિખિત પુસ્તકો ઘણેભાગે એ લિપિમાં લખાયેલા છે. બીજા પણ ઘણાક ગ્રંથો એ જ લિપિમાં છપાય છે. એ પ્રમાણે દેવનાગરી લિપિનો વહેતો પ્રવાહ છે. તેમાં કોઈને કચવાવું પડ્યું નથી. ગૂજરાતી અક્ષરો તો માથા બાંધ્યા વિનાના બોડિયા છે. એકેએકે માથા બાંધવા તેની કડાકૂટ ટાળવાને તેને બદલે પ્રથમ લીટી દાખલ થઈ અને હવે તો લીટીને પણ રુખસદ આપી છે. આવા અક્ષરના સહવાસમાં આવી પડવાથી તેનાથી વિખૂટા પડવા કદાપિ જો વૃત્તિ ઓછી થતી હોય, તો હવે એવો આગ્રહ પકડી રાખવાની અગત્ય નથી. ગ્રંથ ગુજરાતી લિપિમાં છપાય તો ખર્ચ ઓછું થાય છે, એ વાત ટકી શકે એમ નથી. છપાવનારાને બન્ને લિપિ સરખે ભાવે પડે છે. તેમ છતાં તેમ હોય તો પણ જનસમૂહની એકતાના સવાલ આગળ તે નભી શકે એમ નથી. મદ્રાસના એક પુસ્તકસંગ્રહમાં સંસ્કૃત પુસ્તકો છે, તે બધાં રોમન અક્ષરમાં (Transliteration) છાપી નાખવાની સૂચના થઈ હતી, તે ખેદકારક હતી; પણ હજી લગણ તે કામ પડી ભાંગ્યું છે, તે ઘણું જ સારું થયું છે. કેટલાક તામ્રપત્ર ઉપરના પ્રાચીન લેખ રોમન અક્ષરથી પ્રગટ કરવામાં આવે છે. તે સંસ્કૃત લિપિના અક્ષરો વાંચવાનો જેઓને અભ્યાસ પડેલો હોય નહિ, તેની સરળતાને ખાતર આમ કરવામાં આવે છે. આ પ્રમાણે વળી કોઈ રોમન અક્ષરમાં ગુજરાતી ગ્રંથ છપાવવાની ભલામણ કરવા ઊઠતાં જણાવે છે કે, છપામણી ઘણી સસ્તી થાય એમ છે, અને એ અક્ષર આખી પૃથ્વીમાં વંચાય છે; માટે તે લિપિ દાખલ કરવી, તો તેમ કદી પણ આપણે કરી શકવાના નથી. માટે બીજી ઓછી અગત્યની દલીલો વેગળી મૂકીને ગૂજરાતી ભાષાના ગ્રંથો દેવનાગરી લિપિમાં જ પ્રગટ કરવા એ જ ઉત્તમ માર્ગ છે. | |||
આ પ્રયાસમાં ના. મહારાજશ્રી ગાયકવાડ સરકારે શુભ પગલું ભરેલું છે. આ રાજ્યની ‘આજ્ઞાપત્રિકા’ બાળબોધ લિપિમાં જ પ્રકટ થાય છે. તેમ અન્ય ઉપયોગી ગ્રંથો પણ એ લિપિમાં પ્રકટ કરવાના પ્રબંધો ઉપાડાયેલા છે અને ભવિષ્યમાં આ પ્રબંધ વિશેષ પગભર થશે. | |||
આથી આ દિશામાં જો સત્તાધારીઓની સહાયતા મળે અને તેમના તરફથી તેને આદર આપવાના પ્રયાસો ઉઠાવવામાં આવે, તો આ કાર્ય વિશેષ અંશે સધાશે. ખાનગી પત્રવ્યવહાર આદિમાં બાળબોધ દેખા દે છે. તેમ એ ચાલુ રહે એ વાંધાભર્યું નથી. પરંતુ ઉપયોગી ગ્રંથોનો સરળતાથી દેશમાં વિશેષ સારો પ્રસાર થાય અને વિચારની આપલે કરવાની સરળતા વધે તેથી બાલબોધ લિપિ દાખલ કરવાની આવશ્યકતા છે. | |||

'''ઉપસંહાર''' | |||
સદ્ગ્રહસ્થો! આપણી સર્વની ઇચ્છા, ગૂર્જર ભાષાની તથા સાહિત્યની ઉન્નતિ કરવી એ જ છે. તેને સારુ આપણો કર્તવ્યપ્રદેશ કેટલો બધો વિસ્તીર્ણ છે તે ઉપર અલ્પમાં સૂચવ્યો છે. એની સિદ્ધિ કરનાર લેખકવર્ગ ત્રણ પ્રકારનો છે; એક કેવળ ગૂજરાતી ભાષા દ્વારા કેળવાયલો, બીજો ગૂજરાતી સહ અન્ય હિંદી, બંગાળી, મરાઠી આદિ ભારતીય ભાષાઓના અભ્યાસીઓનો અને ત્રીજો ગૂજરાતી સાથે સંસ્કૃત અને અંગ્રેજી, ફારસી, ફ્રૅન્ચ આદિ વિદેશીય ભાષાઓના ગ્રંથોથી સંસ્કૃત થયેલી બુદ્ધિ ધારનારાઓનો. આ સર્વે જો પ્રથમ પોતાનો અભ્યાસ દૃઢપણે વધારી તેનાં ફળ આપવામાં યથાધિકાર ઉત્સાહપૂર્વક વર્તન કરશે, તો આપણી શુભ વાંછના ઈશ્વરકૃપાથી સત્વરે સિદ્ધ થશે. | |||
સજ્જનો! સાહિત્ય પરિષદને ચિરકાળ ઉત્તરોત્તર સફળ જીવન ઇચ્છી, અને संघे शक्तिः कलौ युगे એ વ્યાસવચનનું સ્મરણ કરાવી, મારા જીવનના અંતિમ ભાગમાં મારા વિચારો, આ ચોથી સાહિત્ય પરિષદરૂપ એક સન્માન્ય મંડળ સમક્ષ નિવેદન કરવાનો જે પ્રસંગ કાર્યવાહક મંડળ દ્વારા મને આપવામાં આવ્યો છે, તેને માટે હું આપ સર્વનો અંતઃકરણપૂર્વક આભાર માની બેસવાની આજ્ઞા લઉં છું. | |||

{{Poem2Close}} |
edits