પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:
સાહિત્ય શબ્દપ્રધાન અર્થમાં જેટલું વાઙ્મય છે તેને લાગુ પડે છે; પણ ગૌણ અર્થમાં તે આનંદ સહિત ઉપદેશ આપનાર એવા કાર્યાદિના અર્થમાં વપરાય છે. આપણે એ સંકુચિત અર્થનો ત્યાગ કરી જ્ઞાન માત્ર–તેના વિષયો અને તેનાં સાધનો–એ સર્વનું ગ્રહણ કરવાનો છે. અને એ જ દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને. સાહિત્ય પરિષદોમાં અપેક્ષિત નિબંધોના વિષયોની યાદીઓ વિસ્તારમાં આપી છે. પ્રથમ પરિષદમાં પ્રમુખ સદ્ગત સાક્ષર શ્રી. ગોવર્ધનરામે પોતાનાં ભાષણમાં સાહિત્યને માત્ર ઉપર જણાવેલા દ્વિતીય અર્થમાં લઈને તેના વિભાગો દર્શાવ્યા હતા; અને તેનો આરંભકાળ આશરે ૧૪૦૦નો દર્શાવ્યો હતો. બીજી પરિષદના પ્રમુખ સાક્ષર શ્રી. કેશવલાલે, પોતાના ભાષણમાં પ્રધાન પણ આશરે તે કાળને દોઢ-બે શતક પૂર્વે ઠરાવવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજી પરિષદના પ્રમુખ મારા મિત્ર દી.બા. અંબાલાલભાઈએ એક લિપિ, જોડણી, શબ્દો આદિ સાહિત્યના દેહભૂત વિષયો ઉપર વિચારદૃષ્ટિને પ્રેરી હતી. એ સર્વ ઉપયોગી વિષયો હતા.
સાહિત્ય શબ્દપ્રધાન અર્થમાં જેટલું વાઙ્મય છે તેને લાગુ પડે છે; પણ ગૌણ અર્થમાં તે આનંદ સહિત ઉપદેશ આપનાર એવા કાર્યાદિના અર્થમાં વપરાય છે. આપણે એ સંકુચિત અર્થનો ત્યાગ કરી જ્ઞાન માત્ર–તેના વિષયો અને તેનાં સાધનો–એ સર્વનું ગ્રહણ કરવાનો છે. અને એ જ દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને. સાહિત્ય પરિષદોમાં અપેક્ષિત નિબંધોના વિષયોની યાદીઓ વિસ્તારમાં આપી છે. પ્રથમ પરિષદમાં પ્રમુખ સદ્ગત સાક્ષર શ્રી. ગોવર્ધનરામે પોતાનાં ભાષણમાં સાહિત્યને માત્ર ઉપર જણાવેલા દ્વિતીય અર્થમાં લઈને તેના વિભાગો દર્શાવ્યા હતા; અને તેનો આરંભકાળ આશરે ૧૪૦૦નો દર્શાવ્યો હતો. બીજી પરિષદના પ્રમુખ સાક્ષર શ્રી. કેશવલાલે, પોતાના ભાષણમાં પ્રધાન પણ આશરે તે કાળને દોઢ-બે શતક પૂર્વે ઠરાવવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજી પરિષદના પ્રમુખ મારા મિત્ર દી.બા. અંબાલાલભાઈએ એક લિપિ, જોડણી, શબ્દો આદિ સાહિત્યના દેહભૂત વિષયો ઉપર વિચારદૃષ્ટિને પ્રેરી હતી. એ સર્વ ઉપયોગી વિષયો હતા.
સાહિત્યની સમાજ ઉપર અને સમાજની સાહિત્ય ઉપર અસરો રૂપ જ જે પરસ્પર, ઉપકાર્ય–ઉપકારક ભાવ છે, તે આપ સર્વના લક્ષમાં છે જ. સાહિત્યની ઉન્નતિ એ સમાજની પ્રગતિ છે અને સમાજની પ્રગતિ એ નવા નવા સાહિત્યને પ્રકટ કરાવી તેને વિસ્તારે છે. જેમ જેમ વાચકવર્ગ અધિક જ્ઞાનની ઉપલબ્ધિ સારુ, ઉચ્ચ વિષયો ગ્રહણ કરવા સારુ જિજ્ઞાસુ થાય છે, તેમ તેમ લેખક વર્ગને નવા નવા શબ્દો અને વિચારદર્શન શૈલીની જરૂર પડતી જાય છે; વાક્યો આદિની રચનામાં અધિક સાવધાન થવું પડે છે અને એ પ્રકારે તેઓ ભાષાના શબ્દકોષ, વિચારદર્શન તથા લેખનશૈલીની અભિવૃદ્ધિ કરે છે.
સાહિત્યની સમાજ ઉપર અને સમાજની સાહિત્ય ઉપર અસરો રૂપ જ જે પરસ્પર, ઉપકાર્ય–ઉપકારક ભાવ છે, તે આપ સર્વના લક્ષમાં છે જ. સાહિત્યની ઉન્નતિ એ સમાજની પ્રગતિ છે અને સમાજની પ્રગતિ એ નવા નવા સાહિત્યને પ્રકટ કરાવી તેને વિસ્તારે છે. જેમ જેમ વાચકવર્ગ અધિક જ્ઞાનની ઉપલબ્ધિ સારુ, ઉચ્ચ વિષયો ગ્રહણ કરવા સારુ જિજ્ઞાસુ થાય છે, તેમ તેમ લેખક વર્ગને નવા નવા શબ્દો અને વિચારદર્શન શૈલીની જરૂર પડતી જાય છે; વાક્યો આદિની રચનામાં અધિક સાવધાન થવું પડે છે અને એ પ્રકારે તેઓ ભાષાના શબ્દકોષ, વિચારદર્શન તથા લેખનશૈલીની અભિવૃદ્ધિ કરે છે.

'''સાહિત્યના વિભાગો'''
વિષય પરત્વે સાહિત્યના ત્રણ વિભાગો પડે છે. કાવ્ય (Poetry), દર્શન (Philosophy), અને વિજ્ઞાનશાસ્ત્રો (Science). એમાં વિજ્ઞાન એ ઐહિક – એટલે સૃષ્ટિજન્મ પદાર્થો સાથે સંબંધ ધરાવે છે. દર્શનનો સંબંધ ઈશ્વરાદિ પારલૌકિક પદાર્થો પરાયણ છે. આ બન્ને વિષયો ઘણા ગંભીર હોતાં શ્રમ વિના એકદમ સાધ્ય થઈ શકે તેવા નથી. કાવ્યનો વિષય નૈસર્ગિક હોતાં મનુષ્યપ્રાણીના મનમાં એની મેળે સ્વાભાવિક રીતે ઉદ્ભવેલો રહે છે, અને સમાજ ઉપર તે સત્વર અસર કરી શકે છે, તેથી જ પૂર્વકાળથી આરંભમાં કાવ્યસાહિત્યની યોજના થતી આવી છે, કેમ કે એ, મનને પ્રસન્નતાપૂર્વક કઠિણ વિષયોમાં પણ અભિમુખ કરાવે છે, અને શ્રમિત થયેલાં મનોને વિનોદ પ્રાપ્ત કરાવે છે, તથા મુગ્ધોને અર્થાત્ અનુભવીઓને સંસારની સ્થિતિનું દર્શન અને ભાન કરાવે છે, આવો વિવેક હોવાથી સાહિત્યની ઉત્પત્તિ અને તેનાં અંગોના વિકાસના સંબંધમાં સર્વ ભાષાઓમાં કાવ્યસાહિત્ય વધારે લોકપ્રિય અને વિસ્તાર પામેલું જોવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષામાં તો આત્મજ્ઞાનાદિ વિષયનો પ્રચાર કવિતાના સાધન દ્વારા થયેલો છે. પરંતુ વિજ્ઞાનની તેટલી ઉન્નતિ થતી અટકી પડી છે. તેનાં કારણ એ છે કે, માયાના પ્રપંચમાંથી જ્ઞાનીઓ વિમુક્ત થતા ગયા, આ નાશવંત સંસાર ઉપરથી તેમની વૃત્તિ વિરામી ગઈ, તેઓ જ નાના પ્રકારની વિદ્યા શીખવનારા હતા, અને નાના પ્રકારની હમણાં જે શોધ થતી જોવામાં આવે છે, તેમાંની જે તે સમયે પ્રચલિત હતી તે તેમણે વિસારી દીધી, અને પરિણામે તેમનું શિક્ષણ આપનારાં રહેતાં રહેતાં બંધ થઈ ગયાં. વળી આ દેશમાં અન્નપાનાદિની જોઈએ એટલી અનુકૂળતા હોવાથી સર્વનો નિર્વાહ સારી રીતે ચાલવા લાગ્યો, એટલે તેમને તે માટે વિશેષ કડાકૂટ કરવાની અગત્ય રહી નહિ. પરંતુ સમય વીતતો ગયો તેમ તેમ, દેશની સમૃદ્ધિ જોઈને બહારના લોકોનું આગમન થવા લાગ્યું અને સમયે સમયે તેમના તરફથી દેશ ઉપર આક્રમણો થવા લાગ્યાં. તેમાં વળી, કળિયુગના યોગે કરીને માંહોમાંહે આન્તરકલહો ચાલતા જ રહ્યા.
પરંતુ ગત શતકથી એ કલહો બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે, નષ્ટપ્રાય થઈ ગયા છે. એટલે હવે ઠરીને બેસવાનો વારો આવ્યો છે. તેથી નવીન દિશામાં સાહિત્યે હવે ક્રમે ક્રમે પ્રગતિ કરવા માંડી છે.
બ્રિટિશો સાથે આપણો સંબંધ વ્યાપાર દ્વારા થયો હતો. એ સંબંધ ઈશ્વરેચ્છાથી બહુ દિશામાં વિસ્તૃત થઈ ગયો, અને સંક્ષેપમાં કહીએ તો વર્તમાનકાળમાં પરસ્પર વ્યાપારે એક વિલક્ષણ સ્વરૂપ ધર્યું છે; તે એ છે કે, આવતા સમયમાં પશ્ચિમવાસીઓએ વિજ્ઞાનની જે વૃદ્ધિ કરી છે, તેનો લાભ આપણને આપે છે અને તેના બદલામાં, આપણા પૂર્વજોએ જે અપૂર્વ અને અલૌકિક રહસ્યમય આધ્યાત્મિક આદિ સુપ્રતિષ્ઠિત કર્યું છે, તેનો લાભ તેઓ લે છે.
આપણું ગુજરાતી કાવ્યસાહિત્ય કાલકૃતભેદની બે પ્રકારનું છે. એક પ્રાચીન અને બીજું અર્વાચીન.

'''કાવ્યસાહિત્ય'''
ગુજરાતી ભાષાનું ઉપલબ્ધ પ્રાચીન કાવ્યસાહિત્ય ભારત–સન્માન્ય પરમભક્ત નરસિંહ મહેતાથી આરંભાતું બહુ જનો ગણે છે. એ સમય ભક્તિનો હતો, ધર્મનો હતો. ગુજરાતમાં ગીતગોવિંદ, ભાગવત આદિ કૃષ્ણલીલાનાં વર્ણન કરનારાં કાવ્ય અને પુરાણોએ સારો પ્રવેશ કર્યો હતો. તેના સંસ્કારોથી નરસિંહ મહેતા તથા તેના સમકાલીન કવિઓની કવિતા રચાયેલી છે. જેમ કવિ બાણ તથા ભીમે સંસ્કૃત કાદંબરી, ભાગવત, પ્રબોધચંદ્રોદય આદિનાં વધઘટ કરેલાં અવતરણો ગુજરાતી ભાષામાં કર્યાં, તેમ છૂટક પદો અને રાગબદ્ધ કવિતા પણ બની. મુખ્યત્વે તે કવિતા ધર્મમૂલક છે. તે પછીના શતકમાં નાના પ્રકારનાં પદોને બદલે પુરાણમૂલક અનેક મોટાં જુદાં જુદાં આખ્યાનો ગેય રાગોમાં રચાવા માંડ્યાં, અને તે લોકોમાં બહુ પ્રચલિત થયાં. આવા લેખકોમાં વિષ્ણુદાસ મુખ્ય હતા. ત્યાર પછીના શતકમાં આવાં આખ્યાનો ઉપરાંત લૌકિક વાર્તાઓ કવિતામાં રચાવા માંડી; એમાં શામળભટની વાર્તાઓ મુખ્ય છે. આ સમયમાં છપય આદિ જાતિ અને બીજા છંદોનો ઉપયોગ થવા માંડ્યો. પ્રેમાનંદનો શિષ્ય રત્નેશ્વર સંસ્કૃત સુપઠિત કવિ હતો. તેણે વસંતતલિકા આદિ વૃત્તોમાં કવિતા રચી. એ સમયમાં ગૂર્જર કાવ્યસાહિત્ય બહુ વિસ્તાર પામી ગયું છે; એક તરફ શ્રુંગારાદિ રસમય આખ્યાનો લખાતાં હતાં, તેમ બીજા ભાગમાં શાન્તરસપ્રધાન કવિતાસાહિત્ય પણ સમાન પ્રમાણમાં રચાયું જ જતું હતું. કવિરાજ પ્રેમાનંદસંબંધી ઉપર કથન થયેલું હોવાથી અત્રે તેની પુનરુક્તિ આવશ્યક નથી. અખાએ ઉચ્ચ વેદાંતનો કવિતા દ્વારા પ્રચાર કર્યો અને ધીરો ભોજો આદિ બીજા કવિઓએ સામાન્ય લોકોમાં પ્રિય થઈ પડે એવાં પદોમાં સિદ્ધાંતદર્શનના સાધનભૂત વૈરાગ્ય આદિનો ઉપદેશ કર્યો.
ગૂર્જર ભાષાના સાહિત્યમાં એક વિલક્ષણતા એ જણાય છે કે, કેટલેક ભાગે જુદા જુદા કવિઓએ, કેવળ શ્રુંગાર કે કેવળ વૈરાગ્ય વર્ણવ્યો છે. અને કેટલાક ભાગમાં તો એક જ કવિએ એ બન્ને વિરોધી રસોનો ઉત્કૃષ્ટ રીતે જનસમાજને આસ્વાદ આપ્યો છે. દયારામની શ્રુંગાર અને વૈરાગ્ય ઉભય રસની કવિતા છે. સદ્ગત ગોવર્ધનભાઈના સરસ્વતીચંદ્રમાં આદ્ય બે ભાગમાં તથા અંતિમ બે ભાગમાં એવો રસભેદ છે. એક પાસ નર્મદાશંકર જુસ્સાવાળી તેમ જ શ્રુંગારરસપ્રધાનવાળી કવિતા રચતા જતા હતા. તો બીજી પાસ કવિ દલપતરામ નીતિવર્ધક તેમ જ ઉદ્યોગપ્રેરક કવિતાઓ રચતા હતા. એ પ્રમાણે તેમનામાં પણ આવો ભેદ હતો.
પ્રાચીન કવિઓની શ્રેણીનો સમય ગુજરાતના સુપ્રખ્યાન કવિ, રસમૂર્તિ દયારામભાઈની હયાતી સુધીનો ગણી. તેનો અંત પણ તે જ સમયે સાથે ગણવો ઉચિત છે.

'''ગુજરાતી જૈન સાહિત્ય'''
પ્રાચીન કાવ્યસાહિત્યના ક્ષેત્રમાં જૈન લેખકોએ પણ સંગીન વૃદ્ધિ કરી છે, તે આપણા લક્ષ બહાર રાખવું ઘટતું નથી. ગુજરાતના ઇતિહાસમાં જૈનોએ બહુ અગ્રણી ભાગ લીધો છે, પણ તે વિષયનો વિસ્તાર કરવાને આ યોગ્ય સ્થળ નથી. જૈન મુનિઓએ ઘણા રાસા, સઝાયો, આદિ અનેક રસપૂર્ણ કવિતા નાના પ્રકારના દેશી રાગોમાં, તેમ જ છંદોમાં લખી છે. સંવત4 ૧૪૦૦થી તે સાહિત્યનો પ્રસિદ્ધ આરંભ થયો હોય એમ હમણાં જણાય છે. પ્રારંભ થોડે થોડે થતાં પાછળથી તેમાં બહુ ગ્રંથો રચાયા છે; તેમાં કેટલાક બહુ વખાણવા યોગ્ય કાવ્યગ્રંથો પણ રચાયા છે. જેવા કે, શ્રીપાળરાસ, વસંતવિલાસ, વિમળમંત્રી રાસ, નળાખ્યાન, નંદબત્રીશી, મૃગાવતી રાસો, મદનરેખા આદિ.
બ્રાહ્મણ તથા જૈન વચ્ચે ધર્મમૂલક વિરોધ હોવાથી, જો કે બન્નેની ભાષા એક હતી પણ, પોતપોતાના ધર્માનુયાયીઓને ઉપયોગમાં આવે તેને માટે, બન્નેને ભિન્ન સાહિત્ય રચવાની અગત્ય પડેલી જણાય છે. આવા ધર્મવિરોધનું સારું પરિણામ એ આવ્યું કે, એથી ભાષાસાહિત્યના ગ્રંથોની સંખ્યામાં સારો વધારો થયો. ખેદની વાત તો એ થાય છે કે, એક ધર્મના એક માર્ગના પંથીઓ બીજા માર્ગના પંથીઓનું ગ્રહણ કરતા નથી, અને તેથી ગુજરાતી સાહિત્યની ચર્ચામાં અત્યાર સુધી મોટે ભાગે, જૈન સાધુઓનો જોઈતો ઉલ્લેખ થયો દેખાતો નથી. પણ કાવ્યાદિ જેવા સાહિત્યમાં, ધર્મ જેવા ભિન્ન વિષયને કાંઈ પણ લાગતુંવળગતું નથી, અને જેનું રસ એ જીવન છે, એવું કાવ્યાદિ સાહિત્ય જૈનોએ લખ્યું હોય તો પણ, તે તેના રસવત્તા ધર્મને લીધે સર્વ રસિક વાચકોએ ગ્રહણ કરવા યોગ્ય છે.
અણહિલવાડ પાટણ, જેસલમેર આદિ ભારતનાં અનેક સુપ્રસિદ્ધ સ્થળોએ પુસ્તકના ભંડારો સ્થાપી જૈનોએ, જૈન તેમ જ બ્રાહ્મણધર્મીઓને હાથે રચાયલા અનેક ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એવો જૈનોનો મહાન ઉપકાર આપણે ભૂલી જવો જોઈએ નહિ.

'''શિક્ષણ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસ'''
પ્રાચીન સાહિત્યસંબંધી આટલું દિગ્દર્શક જણાવ્યા પછી, હું હવે અર્વાચીન સાહિત્યસંબંધી જણાવું છું. કૃપાવંત બ્રિટિશ સરકારના આશ્રય હેઠળ નવીન કેળવણી આપવાને અર્થે જે શિક્ષણ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસો આદરવામાં આવ્યા છે, તે અર્વાચીન સાહિત્યનાં ખેડાણમાં મુખ્ય ભાગ ભજવે છે. એ નવીન શિક્ષણપદ્ધતિ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસનાં ઉઘાડેલાં નવીન ક્ષેત્રોમાં તે જમાનાના કેળવાયલાઓએ જે કર્તવ્ય બજાવેલું છે, તે અર્વાચીન સાહિત્યની ઘટનાના પૂર્વરંગ જેવું હોવાથી, તેનું દિગ્દર્શન અત્રે કરવું ઉચિત છે.
ગૂજરાતી પ્રજાને નવીન શિક્ષણ આપવાના હેતુથી સન ૧૮૨૦માં નેટિવ સ્કૂલ બુક અને નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપવામાં આવી. તે સમયે ઍલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર હતા. તેઓનો અભિપ્રાય લોકને દેશી ભાષાઓમાં કેળવણી આપવાનો થવાથી, સન ૧૮૨૨માં ‘હિન્દ નિશાળ’ અને ‘પુસ્તક મંડળ’ એવું નામ ધારણ કરેલી સંસ્થા ચાલતી થઈ. તેમાં અંગ્રેજ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રથમ પુસ્તકો મરાઠી ભાષામાં રચાયાં. તે વેળાએ કેળવણીના આગેવાન મરાઠી હતા, તેથી તેમણે અથવા તો અંગ્રેજોએ મળીને ગુજરાતીમાં કેળવણીનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં.5
પછવાડેથી રણછોડભાઈ ગિરિધરભાઈ આદિ પઠિત ગૃહસ્થો એ હિલચાલમાં દાખલ થયા, ત્યારે ગૂર્જર ગિરાને શોભા મળવા લાગી. તેમના પછી કરસનદાસ મંછારામ6, મોહનલાલ રણછોડદાસ7 અને પ્રાણલાલ મથુરાંદાસ8 એઓએ સારાં ભાષાંતર કર્યાં. આગળ જતાં સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન, મંત્રશાસ્ત્રનાં મૂળતત્ત્વ, ગ્રીનસાહેબની ખગોળવિદ્યા, ઇત્યાદિ ગ્રંથોનો તેમાં ઉમેરો થયો હતો.
પ્રારંભ સમયની ઍલ્ફિન્સ્ટન પાઠશાળાના આ ગૃહસ્થો અભ્યાસી હતા. એમના પછી એ જ પાઠશાળામાં અભ્યાસ કરનારા અને બીજા ગૃહસ્થો, હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ, મયારામ શંભુનાથ, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, નર્મદાશંકર લાલશંકર, દલપતરામ ખખ્ખર, ઝવેરીલાલ ઉમિયાશંકર, ગંગાદાસ કિશોરદાસ આદિ ગૂજરાતી ભાષાના ઉત્કર્ષ માટે સ્થપાયેલ ‘બુદ્ધિવર્ધક’ હિન્દુ સભામાં ભાષણો આપવાનાં અને આ ભૂમિમાં સુધારાનાં બીજ રોપવાના કાર્યમાં અંતઃકરણપૂર્વક મંડ્યા હતા.
આણી તરફ સુરતવાસી દુર્ગાશંકર મહેતાજી, નંદશંકર અને નવલરામ આદિ વિદ્યાવૃત્તિનાં કાર્યોમાં મંડી પડ્યા હતા. અમદાવાદમાં પ્રથમ ભોગીલાલ પ્રાણવલ્લભદાસે વિદ્યાનાં બીજ વાવ્યાં હતાં અને ત્યાંથી ઝવેરીલાલ ઉમિયાશંકર આદિ ઉત્સાહી પુરુષોને મુંબઈની પાઠશાળામાં મોકલવા યોગ્ય કરીને તેમને ત્યાંના વિદ્વાન મંડળમાં દાખલ થવાથી યોગ્યતાએ પહોંચાડી દેવાને સાધનભૂત થયા હતા. મગનલાલ વખતચંદ અને એદલજી ડોસાભાઈ એઓએ ‘ગુજરાતનો ઇતિહાસ’ આદિ પુસ્તકો રચ્યાં હતાં. ગુજરાત વર્નાક્યૂલર સોસાયટીની ફાર્બસસાહેબે સ્થાપના કરી હતી. (૧૮૪૮) વર્તમાનપત્રો અને માસિક પણ પછવાડેથી ચાલતાં થયાં હતાં.
પછી અમારો સમય આવ્યો. રા.બ. ભોળાનાથભાઈ, કવિ દલપતરામ, રા.સા. મહીપતરામ, રા. મનસુખરામ, રા. ભાઈશંકર ન્હાનાભાઈ આદિનું મંડળ રચાયું હતું. પ્રથમ જે વિદ્યાભ્યાસક સભા સ્થપાયલી બંધ પડી ગઈ હતી, તેનો મંત્રી મને નીમ્યો હતો. અને તે સભા પૂરેપૂરી જાગ્રત કરવામાં અમે સર્વેએ પૂરી કાળજી રાખી હતી. મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં કવિ નર્મદ ગર્જના કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદમાં કવિ દલપતરામ પોતાની કવિતાની મધુરતાથી સભાનું મનરંજન કરતા હતા. અમદાવાદમાં ધર્મસભા સ્થાપવામાં આવી હતી અને ‘ધર્મપ્રકાશ’ ચોપાનિયું ચાલતું કર્યુ હતું અને ગૂજરાતી ભાષાની વૃદ્ધિ કરનાર અને તેની સેવામાં તત્પર મંડ્યા રહેનાર શાસ્ત્રી વ્રજલાલ પણ આ વેળાએ અહીં જ વિદ્યાપ્રસારનાં આવાં કાર્યોમાં મહાલતા હતા. તેઓ તેના તંત્રી હતા. પાછળથી તેમણે ગૂજરાત વર્નાક્યૂલર સોસાયટીમાં ગુજરાતી ભાષાનો કોષ રચવાની યોજના પણ કરી હતી.
મારા પરમ મિત્ર સદ્ગત મનઃસુખરામ પ્રથમ મુંબઈ ગયા અને પછીથી હું પણ ત્યાં જવા પ્રેરાયો. તેમ જ બીજા પણ કેટલાક ત્યાં ભેગા થતાં, મુંબઈગરા અને અમદાવાદીનું મિશ્રણ દૂધમાં સાકર ભળ્યા પ્રમાણે વિદ્યાવૃદ્ધિના કાર્યમાં અનુકૂળ થઈ પડ્યું.
સુરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં પ્રથમ ભોગીલાલભાઈ અને સુધારાનો ઝુંડો પકડી રહેલા દુર્ગારામ મહેતાજી તથા પછવાડેથી મોતીલાલ રામપ્રસાદ, નવલરામભાઈ, ગોપાળભાઈ સૂરભાઈ એઓને આ સૂનું અને નવીન ક્ષેત્ર સોંપતાં તેઓએ ત્યાં વિદ્યાવૃદ્ધિ કરવામાં પાછી પાની કરી નથી. વડોદરા રાજ્યમાં પણ આ સમયે આવો વિદ્યાવૃદ્ધિનો પ્રારંભ થવા માંડ્યો હતો.
આ પ્રમાણે મુંબઈ, સુતર, અમદાવાદ, રાજકોટ આદિ મુખ્ય સ્થાનોમાં વિદ્યાવૃદ્ધિનો પ્રારંભ થયા પછી, ભાષાખેડાણનાં કાર્યો પણ ચાલતાં થયાં હતાં અને તે નાના પ્રકારે વિસ્તારાતાં હતાં. વિદ્યાપ્રચારિકા નવી સંસ્થાઓમાં છાપખાનાં પણ સ્થપાતાં જતાં હતાં. આ પ્રમાણે સાહિત્યક્ષેત્રમાં નવી જાતનાં બીજ રોપાતાં હતાં અને તેને ખિલાવનારા નવીન માળીઓ નવીન પ્રકારના બુટ્ટાનો ઉઠાવ કરતા હતા.
ધર્મના જ્ઞાનના પ્રચારને અર્થે મુંબઈમાં ભૂલેશ્વર આગળ શુદ્ધાદ્વૈત જ્ઞાનનો બોધ સદ્ગત ગટુલાલજી અને અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ વેદધર્મસભામાં વે.પા. જયકૃષ્ણ વ્યાસ વ્યાખ્યાનો દ્વારા આપતા અને અપાવતા હતા. તેને માટે પુસ્તકો અને ચોપાનિયાં પ્રકટ થતાં હતાં. વૈદકજ્ઞાન આપવાને વૈદ્ય પ્રભુરામ, ડૉ. ભાલચંદ્ર અને ડૉ. પોપટભાઈના પ્રયાસથી એક સંસ્થા સ્થપાઈ. આ સર્વેનાં પરિણામમાં પછવાડેથી બીજી સારી સંસ્થાઓ સ્થપાઈ છે.
જૈનોએ પણ પોતાના ધર્મવિષયક જ્ઞાનના ભંડાર ખોલીને પુસ્તકો છપાવી તથા સંસ્થાઓ સ્થાપીને પ્રગતિ કરવા માંડી હતી. તેમના પ્રાચીન સાહિત્યના પ્રયાસ વિષે નિરાળું કથન કર્યું છે.

'''સંધિરૂપ સાહિત્ય'''
આ પ્રકારે સર્વત્ર સામટા ઉદ્યોગો ચાલતાં દયારામ પછી સાહિત્યની પ્રગતિ નાનાવિધ થવા માંડી. તેનું દિગ્દર્શન થતાં જણાશે કે પૂર્વ ના કરતાં એક નવીન પ્રકારનું વિલક્ષણ રંગ ધારણ કરતું સાહિત્ય ઉત્પન્ન થયું છે અને તે યુનિવર્સિટી દ્વારા વધારે શિક્ષણ પામેલા યુવકોના હાથથી જે નવીનતર સાહિત્યનો આરંભ થવા માંડ્યો છે. તેની મધ્યેના અવકાશની પૂરતી કરનારું છે. એ ઉભયને જોડનારું છે, સાંકળરૂપ છે, સંધિરૂપ છે. ખરું જોતાં, એ સાહિત્યમાં કેવળ નવીન વિચારોની પ્રધાનપણે સંકલના નથી, તેમ જ, તે કેવળ પ્રાચીનનું અનુકરણ પણ નથી. પરંતુ સાહિત્યનાં વિવિધ બીજોનો તેમાં નિક્ષેપ થયો છે. એ સંબંધમાં આ અવસરે અલ્પમાં ઉપસંહાર કરું તો તે ક્ષન્તવ્ય જ ગણાશે.
સંધિરૂપ સાહિત્યનો જે સમય ઉપર જણાવ્યો, તેને અમારા સમયના સાહિત્યનો સમય કહેવામાં આવે, તો તેમાં કોઈ બાધ નડે એમ નથી. એ સાહિત્યનાં મુખ્ય ભેદકારક ચિહ્ન, ગદ્યલેખો તથા નાટકો, તેમ જ જૈનોને સ્થળે પારસી ભાઈઓએ જે ભાગ લેવા માંડ્યો, તે ગણી શકાય એમ છે. દયારામભાઈના સમય સુધીમાં ગદ્યભાગ, બહુધા કોઈ કોઈ સંસ્કૃત ગ્રંથોનાં શાસ્ત્રીય શૈલીમાં ભાષાન્તરો થતાં, તે હતો. ગદ્ય માત્ર કથન કરવામાં જ વપરાતું, એટલે વિશિષ્ટ સાહિત્યમાં તેનો આશ્રય લેવાતો નહિ એમ લાગે છે. પરંતુ ત્યારે પછી તો, અંગ્રેજી ભાષામાં નિબંધાદિ લેખો ગદ્યમાં હોય છે, તે જોઈને ગુજરાતીમાં તેવો જ આરંભ થવા માંડ્યો. આવા આરંભિક ગદ્યમાં હમણાં વિકાસ પામેલી વિવિધ શૈલીના ચમત્કારો ન હતા પણ તેની ભાષા સરળ અને સાદી હતી. પરંતુ અમારા જ સમયમાં થોડા કાળમાં ક્રમે ક્રમે તેમાં સાહિત્યોચિત લક્ષણો આવવા માંડ્યાં. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામે ઉત્તરોત્તર સંસ્કૃત શબ્દોના અધિક ઉમેરણના પ્રયત્નો પોતાના લેખોમાં કર્યા. તે સમયે ભાષાશુદ્ધિ તથા શબ્દલેખનશૈલીના સંબંધમાં પણ હાલની પેઠે બહુ વાદવિવાદ થતા. તે તે સમયનાં “બુદ્ધિવર્ધક”, “બુદ્ધિપ્રકાશ”, “સૌરાષ્ટ્ર દર્પણ” આદિના વિષયો જોવાથી જણાય એમ છે. એ ગદ્ય ક્રમે કરીને કેટલા બધા વિકાસને પામ્યું છે એ સર્વેને સુવિદિત જ છે.
જ્ઞાનના જે જે વિવિધ વિષયો છે. તે સંબંધમાં કોઈ કોઈ સારા લેખકો તે સમયમાં થયા; તેમાં ગદ્યનિબંધલેખકોમાં કવિ નર્મદાશંકર અને રા. મનઃસુખરામ સારી પ્રતિષ્ઠા પામેલા છે. કવિ નર્મદાશંકરે ગદ્ય તથા પદ્ય બન્નેની રચના કરી તથા અંગ્રેજી કવિતાનું અને મરાઠી કવિતાનું કેટલેક અંશે અનુકરણ કર્યું; દયારામ આદિ પ્રાચીન કવિઓના લેખો અને ચરિત્રોનો ઉદ્ધાર પણ કર્યો; અને સાધન વિષયમાં પિંગળ, રસ અને અલંકારોના પ્રવેશકો રચ્યા. કોષ રચવાનો સ્તુત્ય પ્રયત્ન પણ તેઓએ જ કર્યો. કવિ દલપતરામે પિંગળ રચ્યું, હિંદી કવિતાનું અનુકરણ કર્યું, નીતિવર્ધક કવિતાઓ રચી અને ગુજરાતને ચિરસ્મરણીય અને પરોપકાર ફાર્બસસાહેબના આશ્રય વડે ઐતિહાસિક શોધો કરી. રા.બ. નંદશંકરે કરણઘેલાની સુપ્રસિદ્ધ લોકપ્રિય કથા નવીન શૈલી ઉપર ગદ્યમાં રચી.
કરસનદાસ મૂળજી સુધારાના આગેવાન નાયક હતા. તેમણે નીતિવચન, સંસારસુખ, ઇંગ્લાંડનો પ્રવાસ, આદિ પુસ્તકો રચ્યાં અને “સત્યપ્રકાશ” વર્તમાનપત્ર ચલાવી છેવટે તે “રાસ્તગોફ્તાર” સાથે મેળવી દીધું. તેઓ કેટલીક મુદત સુધી “રાસ્તગોફ્તાર”ના તંત્રી હતા. રાવસાહેબ મહીપતરામે પણ નવલકથાઓ રચી, તેમ જ નાનાવિધના વિષયો અને તેમાં વિશેષ કરીને કેળવણીના વિષયો ચર્ચ્યા. શાળોપયોગી પુસ્તકો રચ્યાં અને મારી જ પ્રેરણાથી ‘ભવાઈસંગ્રહ’ અવ્યવસ્થિત હતો તેનો ઉદ્ધાર કરી પ્રસિદ્ધિમાં આણ્યો. મુંબઈમાં હતા ત્યારે પણ તેઓ “સત્યપ્રકાશ”ના અધિપતિનું કામ કરતા અને પ્રકીર્ણ વિષયો લખતા.
નાટ્યશાસ્ત્રમાં પ્રવેશ કરવાને અર્થે અને ભવાઈ જેવાં ભૂંડાં રૂપકો ભજવી બતાવવાનો અટકાવ થાય એવા હેતુથી મેં પણ નાટકોનો વિષય હાથમાં લીધો. રા.રા. ભાઈશંકર ન્હાનાભાઈએ પણ એ જ માર્ગે નાટકો રચ્યાં. શીઘ્ર કવિ શંકરલાલે સાવિત્રી નાટક સંસ્કૃત અને ગૂજરાતીમાં રચ્યું. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે ભાષાસંબંધી શોધો કરી અને પ્રકીર્ણ ગદ્ય લખ્યું. યુરોપ આદિ દેશોમાં પણ જેની કીર્તિ પહોંચી ગયલી એવા પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ, સુપ્રસિદ્ધ દાક્તર ભાઉ દાજીના આશ્રયથી પ્રાચીન ઐતિહાસિક શોધોમાં શ્રમ લેવા માંડ્યો હતો. એમના જેવી કીર્તિ હજી સુધી નવીન વર્ગમાં કોઈએ પ્રાપ્ત કરી જણાતી નથી. તે પછી રાજકોટ સંગ્રહસ્થાનવાળા ક્યુરેટર આચાર્ય વલ્લભજી હરિદત્તે પણ રા. ભગવાનલાલના પ્રયાસનું ઘણે અંશે અનુકરણ કર્યું છે. રા. રતિરામ દુર્ગારામ કંઈક એ દિશામાં પ્રયત્ન કરતા હતા, અને જો તેઓ વિશેષ જીવ્યા હોત તો, દાખલો નોંધવા જેવાં કૃત્ય કરે એવા હતા. તેમણે ગૂજરાતના ઇતિહાસસંબંધી કેટલાક લેખો લખ્યા છે.
નવલગ્રંથાવલિમાં આવેલી સાહિત્યગૂંથણી કરીને વિવેકી નવલરામે પણ સાહિત્યમાં નવલ પ્રકાર ઉમેર્યો છે. એમણે પ્રધાનપણે કેળવણી વિષેના પ્રશ્નો હસ્તગત કર્યા હતા. ગ્રંથોનું વિવેચન કરનાર ટીકાકાર તરીકે એમની કીર્તિ અચળ રહી છે. સર્વદેશીય લખાણ કરવાની એમનામાં શક્તિ હતી. ઝવેરીલાલ, દલપતરામ ખખ્ખર એઓએ “બુદ્ધિવર્ધક”માં લેખો લખ્યા અને શાકુન્તલનાં ભાષાન્તર કર્યાં. બીજા પણ કેટલાક લેખકો આ સમયમાં થયા છે. વિજ્ઞાનાદિ વિષયસંબંધી કેટલાક લેખકોએ તે સમયનાં વર્તમાનપત્ર અને માસિકોમાં નાનામોટા લેખો લખી દેશમાં પ્રવેશ પામેલી ઘણી નવી શોધો ઉપર અજવાળું નાખવા માંડ્યું હતું. ઉચ્ચ તથા મધ્યમવર્ગના લોકોમાં ઉચ્ચ વિચારો પ્રકટાવવા સારુ (અમદાવાદમાં) “બુદ્ધિપ્રકાશ”, (મુંબઈમાં) “બુદ્ધિવર્ધક”, (કાઠિયાવાડ–જૂનાગઢમાં) “સૌરાષ્ટ્રદર્પણ”, (રાજકોટમાં) “વિજ્ઞાન વિલાસ” એવાં એવાં માસિકો પ્રસિદ્ધ થતાં હતાં. “ધર્મપ્રકાશ” ધાર્મિક વિષયો માટે નીકળતું હતું અને સુપ્રસિદ્ધ કેશવલાલ હરિરામના “આર્યધર્મ પ્રકાશ” ચોપાનિયામાં ધર્મસંબંધી વિષયો આવતા. આ પ્રમાણે માસિકોની સાહિત્યપ્રવૃત્તિ ચાલવા સાથે સામાન્ય ગ્રંથો લખાતા હતા. પણ ઉચ્ચ પ્રકારનાં દર્શનશાસ્ત્રો સંબંધમાં બહુ જાણવાયોગ્ય લેખો કે ગ્રંથો લખાયા ન હતા. શાસ્ત્રી વ્રજલાલે એક ન્યાયનો ગ્રંથ અને મનઃસુખરામે કરેલું વિચારસાગરનું ભાષાન્તર, એ આદિ ચારપાંચ ગ્રંથો ગણાવી શકાય એટલું એ સંબંધી લેખન થયેલું છે.

'''પારસી લેખકો'''
મુંબઈમાં કેળવણીનો પ્રારંભ થયો ત્યારથી જ આગેવાન થઈ, આપણા પારસીભાઈઓએ તેમાં ભાગ લેવા માંડ્યો હતો. છેક સન ૧૮૧૯માં “મુંબઈ સમાચાર” (વર્તમાનપત્ર)ની પ્રથમ સ્થાપના થઈ હતી. આજે એ પત્રને ૯૩ વર્ષ થયાં છે. પારસીભાઈઓએ નાનામોટા ગ્રંથો રચવા પ્રારંભ કર્યા. પ્રથમ શિલા છાપખાનામાં અને પછીથી લીટી વિનાના બોડિયા અક્ષરોનાં બીબાં પણ તેમણે જ પાડીને છાપખાનાં ચાલતાં કર્યાં. બીજું દૈનિક પત્ર “જામે જમશેદ” ૧૮૩૧માં પ્રારંભાયું. હિન્દના દાદાનું યોગ્ય પદ પ્રાપ્ત કરનારા દાદાભાઈ નવરોજજીનું આખું જીવતર સાહિત્યસેવામાં ગયું છે એમ કહીએ તો તે યોગ્ય કહેવાશે. એમની સાથે નવરોજજી ફરદુનજી, અરદેશર મુસ અને બહેરામજી મર્ઝબાન એઓએ અઠવાડિયાનું “રાસ્તગોફ્તાર” આજથી ૬૧ વર્ષ ઉપર પ્રકટ કરવા માંડ્યું. “દફતર આશકારા” નામનું છાપખાનું પણ તે સમયથી ચાલતું આવ્યું છે. “જ્ઞાનપ્રસારક” ચોપાનિયું અને પછવાડેથી “સ્ત્રીબોધ” પણ ત્યાંથી જ પ્રારંભાયાં. “ચાબુક” નામનું અઠવાડિયામાં બે વાર પ્રકટ થતું વર્તમાનપત્ર ઘણી મુદત સુધી ચાલતું હતું. સાહિત્ય, વ્યાપાર અને નાના પ્રકારના ઉદ્યોગોમાં મચેલા રહેતા આપણા એ ભાઈઓએ જ આપણને સાહિત્યક્ષેત્રમાં દોર્યા છે એમ કહીએ તો તે યોગ્ય જ કહેવાશે. પારસી “હિંદી પંચ” જે રમૂજ સાથે જ્ઞાન અને ચાનક આપનારું પત્ર છે, તે પણ એઓની જ ઊલટથી ચાલતું આવ્યું છે. ને “સાંજ વર્તમાન” એ પણ એક દૈનિક છે. આ પ્રમાણે વર્તમાનપત્રો અને “જ્ઞાનવર્ધક”, “નૂરેએલમ્” આદિ માસિકો તેમના જ ઉત્સાહથી ચાલે છે.
અમારા સમયમાં શેઠ બહેરામજી, કેખુશરો, ન્હાનાભાઈ રુસ્તમજી રાણીના, અરદેસર ફરામજી, મુસ માણેકજી બરજોરજી, મીનોચેર હોમજી આદિ ઉત્સાહિત લેખકો અમારા મિત્ર હતા. અને પ્રતિ દિવસ અમે ભેગા થતા હતા, અને અનેક વિષયો ઉપર ચર્ચા ચલાવી આનંદ આપતા અને લેતા હતા. એઓ શુદ્ધ ગૂજરાતી ભાષાના ઉત્તેજક હતા. અને શુદ્ધ બોલવા અને લખવા ઉપર આદર રાખતા હતા. અને હું તથા મારા મિત્ર મનઃસુખરામ તેઓને એ જ ઉદ્દેશ પૂરો કરવાને ઉત્તેજન આપતા હતા તે તેઓ આદરસહિત સ્વીકારતા હતા. પછવાડેથી શેઠ જહાંગીરજી મર્ઝબાન અને બહેરામજી મલબારી આદિ અમારા સ્નેહીઓ પણ અમારા સહવાસમાં આવ્યા હતા. તેઓની પ્રકીર્ણ કવિતા એ તેમની નવીન ભાષાનો નમૂનો છે. આ સદ્ગૃહસ્થોએ જે આરંભ કર્યો. તેને ઓછાવત્તા પ્રમાણમાં બીજા પારસી લોકોએ પણ ઉપાડી લીધો છે. તેના પરિણામમાં પારસીભાઈઓને હાથે ગુજરાતી ભાષામાં મોટું સાહિત્ય ઉમેરાયું છે. કથાવિભાગ અને નાટકરચનામાં મારા મિત્ર મિ. કાવસજી આગળ પડેલા હતા. મિ. જહાંગીરજી મર્ઝબાન જેવા હસમુખા અને આનંદી છે તેવાં જ એમનાં કથાનાં પુસ્તકો રમૂજી બનાવી શક્યા છે. એમના ગ્રંથો હિન્દુકુટુંબોમાં બહુ આદરથી વંચાય છે. પારસીભાઈઓ વિજ્ઞાનશાસ્ત્ર અંગ્રેજી દ્વારા શીખ્યા હોય તો તે ગુજરાતીમાં લખવાને પણ ચૂક્યા નથી.
પારસીધર્મ સંબંધમાં કેટલાક સામાન્ય ગ્રંથો તેઓએ ગુજરાતીમાં લખ્યા છે. તો પણ ઉચ્ચ દાર્શનિક વિષયો તેમની પ્રકૃતિ વિરુદ્ધ હોય એમ સમજાય છે. ઘણા પારસી ભાઈઓ વેદાન્ત મતને પણ સ્વીકારનારા છે. સામાન્ય ભાષામાં ઘણા ગ્રંથો હિન્દુભાઈઓ કરતાં પણ વધારે તેઓએ લખ્યા છે.
પારસી કોમમાં સ્ત્રી તથા પુરુષો ઉભયમાં અંગ્રેજી ભાષાનો પ્રસાર સારો થતો જાય છે. અને તેથી તેઓ બને તેટલો લેખક થવા ઉપર પ્રેમ રાખે છે. તેઓ વસ્તીના પ્રમાણમાં યુનિવર્સિટીની પદવીઓ વધારે પ્રમાણમાં મેળવે છે, એ આપણે અનુકરણીય છે. ‘સ્ત્રીબોધ’ ચોપાનિયું સર્વત્ર માન્ય છે અને તે અમારા મિત્ર કાબરાજીનાં પુત્રી શિરીનબાઈ ચલાવે છે.
નવા લેખકોમાં મિ. અરદેશર ખબરદાર શુદ્ધ અને રસિક કવિતા રચનારા કવિ છે. એવા વધારે પારસી કવિઓ નીપજે અને સર્વત્ર ગ્રંથરચનામાં શુદ્ધ ગુજરાતી લખવાનો અભ્યાસ પાડે, એવી અમારી અંતઃકરણની ઇચ્છા છે. વિશેષ એટલા માટે કે એવા ઉત્સાહી ભાઈઓ અને બહેનો આપણા સાહિત્યમાં ભાગ લેનારાં જેમ વધારે નીકળી આવશે, તેમ તે આપણને વધારે લાભદાયક થઈ પડશે.
ધર્મના કારણને લઈને જૈનોનાં સાહિત્ય ઉપર જેમ ઓછી અભિરુચિ જણાય છે, તેમ ભાષાના કારણને લઈને પારસીભાઈઓ સાહિત્યસેવામાં ઓછા ગણાય, એમ થવા દેવા જેવું નથી. વાચકવર્ગમાં આવી ઉપેક્ષા, તેમના વાર્તાના ગ્રંથો સંબંધમાં થતી નથી એ વાત ખરી છે, પણ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો બાધ નડે નહિ, એમ થવાને ભાષા અને શૈલીમાં તો નવા સાક્ષર પારસી યુવકોએ હિન્દુ ભાઈઓનું અનુકરણ કરવું જ જોઈએ. તેમણે પોતાના પણ ગ્રંથોની ભાષાશુદ્ધિ તથા શબ્દલેખનપદ્ધતિ સંબંધમાં વિશેષ કાળજી રાખવી જોઈએ, કે જેથી તેમના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે.

'''નવીન સાહિત્ય'''
આપણી ભાષામાં જુદાં જુદાં સાહિત્યોની સંપત્તિ આટલે સુધી મારા સમકાલીન સાક્ષરબંધુઓએ વધારી મૂકી હતી, તેવામાં નવીન ગ્રૅજ્યુએટોએ સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં બની શક્યા પ્રમાણે પ્રયાસ કર્યા. પૂર્વના લેખકોએ ગૂર્જર-સાહિત્યસંપત્તિ વધારવાને એકલા સંસ્કૃત-ભંડારનો આશ્રય લીધો હતો, ત્યારે આધુનિક લેખકો સંસ્કૃત તેમ જ અંગ્રેજી આદિ ભાષામાં પ્રસિદ્ધ થયેલા સાહિત્યભંડારમાં પેઠા. તેઓએ ભાષાન્તરો, અનુકરણો અને પ્રાપ્ત કરી લીધેલી વસ્તુ ઉપરથી તથા સ્વકલ્પિત તરંગો ઉપરથી નાના પ્રકારની રચનાઓ કરવા માંડી. પણ ટૂંકામાં કહીએ તો ઇંગ્લિશ લેખોનું વિશેષતાએ તેમણે અનુકરણ કરવા માંડ્યું. એવા નવશિક્ષિતોમાં પણ રા. ભીમરાવે પ્રાચીન રીતિ પ્રમાણે પૃથુરાજ રાસો કાવ્ય લખ્યું. તેમ જ રા.રા. દોલતરામ કૃપારામ પંડ્યાએ જૂની શૈલી ઉપર કાવ્યમાં ઇંદ્રજીતવધ, કથામાં કુસુમાવલિ આદિ રસભરિત કલ્પનાયુક્ત બોધદાયક કૃતિઓ લખી. રા. મણિલાલે થોડી ભાવપૂર્ણ ગઝલો અને કાન્તા નાટક રચ્યાં. રા. ગોવર્ધનરામે કાવ્ય તથા નવલકથા ઉભય લખ્યાં. રા. નરસિંહરાવે પાશ્ચાત્ય નીતિની કવિતાનો દુર્ઘટ થઈ પડેલો પરિચય ઇંગ્લિશ નહિ જાણનારા મોટા વર્ગને કરાવ્યો. ઈ.સ. ૧૮૮૮થી તેઓ શબ્દ લેખનપદ્ધતિ સંબંધી ચર્ચા અદ્યાપિ પર્યંત ચલાવતા રહ્યા છે.
નવા વર્ગના ગદ્યલેખકોમાં રા. મણિલાલ નભુભાઈના ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’માંના લેખો ગુજરાતી લેખનશૈલીના આદર્શરૂપ છે. રા. રમણભાઈએ સાહિત્ય સંબંધમાં બહુ સારાં વિવેચનો લખ્યાં છે. દૃશ્યકાવ્ય વિષયમાં વિસ્તારભય આદિ કેટલાંક કારણોથી તે સંબંધમાં વિશેષ અત્ર કથવું ઉચિત જણાતું નથી.
હાલમાં કાવ્યવર્ગમાં રા. કલાપી (તે લાઠીના સ્વર્ગસ્થ ઠાકોરસાહેબ સૂરસિંહજી)નાં કાવ્યો અને કથાવર્ગમાં રા. ગોવર્ધનરામનું સરસ્વતીચંદ્ર, જે પ્રશંસાને પાત્ર થયાં છે તે બહુ યોગ્ય છે. સ્વ. કવીશ્વર દલપતરામના પુત્ર ન્હાનાલાલે બહુધા ગદ્યશૈલીનાં કાવ્ય લખ્યાં છે. તેમનાં છંદ અને રાગબદ્ધ કાવ્યોનો લોકમાં કાંઈક આદર થતો જાય છે. હાલની મોટે ભાગે ચાલતી સાહિત્યપ્રવૃત્તિ સંબંધી આ એક સૂચના કરવી ઇષ્ટ છે કે, અમુક ભાષાની સાહિત્યની સંપત્તિની ઉચ્ચતાનું માપ અનુકરણો અને ભાષાંતરોથી નથી થતું, પણ તેની અંદર સ્વતંત્ર પ્રતિભાશક્તિથી લખાયલા ગ્રંથોની સંખ્યાથી થાય છે, પરંતુ હાલમાં તેવી પ્રતિના ગ્રંથો બહુધા લખાય છે.
વળી મિશ્ર પદ્ધતિ ઉપર લખાતી કવિતામાં રા. કેશવલાલ હરિરામકૃત કેશવકૃતિ તથા રા. મણિલાલ છબારામની કવિતા ગૂજરાતી ભાષામાં સારું સ્થાન લે તેવી અને લોકપ્રિય જણાય છે.
સ્ત્રીજનોની કૃતિઓમાં ઑન. લલ્લુભાઈ શામળદાસના સુપુત્રી સદ્ગત અ.સૌ. સુમતિના લેખો તથા સમાલોચકમાં એક સ્ત્રીજનની સંજ્ઞાથી લખનાર ગં.સ્વ. સવિતાની કવિતા આદિ સારા; ચિત્તાકર્ષક થયાનું જાણ્યામાં છે. તેઓની મનોહારિણી સરળ વાણીમાં સારો રસ અને ઉપદેશ રહેલા છે. સદ્ગત સુમતિએ “દિવ્યમેષપાલબાલ” એવા નામનું એક કાવ્ય લખ્યું છે. તેમાં એક હરિગીત જાતિ તેમણે રચી છે. તે તેમને જ લાગુ પડતી હોવાથી આ સ્થાને ઉમેરું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>

'''હરિગીત'''
'''તુજ મૃત્યુ પછી તારી પ્રસંશા, અખિલ જગમાં પ્રસરશે,'''
'''તુજ કીર્તિસ્થંભો સર્વ સ્થલમાં, જગતના જન નાખશે;'''
'''તુજ કાર્યના લેખો લખાશે શ્વેત શીલાઓ પરે,'''
'''તુજ ગુણનાં ગાનો ગવાશે કાવ્ય કરશે કવિ ખરે.'''
'''સૌ. સુમતિએ ધાર્યું નહિ હોય કે આ પોતાનો લેખ પોતા ઉપર જ લાગુ પડવાનો છે.'''
</Poem>
{{Poem2Open}}

'''દાર્શનિક ગ્રંથો'''
જ્ઞાનપૂર્વક ભજન કરવા જેવા આ ઉપયોગી વિષયમાં જનસમૂહ સારો કેળવાયેલો નહિ હોવાથી તે વિષયના જાણકાર લખનારાઓ હોવા છતાં પણ આપણા સાહિત્યમાં જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. બંગાળી ભાષામાં માનસશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સંબંધી નવીન વિચારશીલ લેખોની સંખ્યા વધતી જાય છે. તેનું કારણ પણ તે લોકોનો તે વિષય પર પ્રેમ વધવાને લીધે જ છે. તેથી જ મને એવી સબળ આશા રહે છે કે, ધીરે ધીરે તે તરફ વળતી જતી લોકરુચિને સંતોષે એવા આ વિષયના સ્વતંત્ર વિચારના ફળરૂપ ગ્રંથો લખાશે.
દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા, પાતંજલ યોગદર્શન, રા.બ. કમળાશંકરનો બ્રહ્મસૂત્રનો અનુવાદ તથા આચાર્ય નથુરામકૃત બ્રહ્મસૂત્ર એ આદિ ગ્રંથ પ્રગટ થયા છે. ગીતાનાં જુદાં જુદાં ભાષાન્તરો થયાં છે. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામનું ગીતાનું કવિતામાં ભાષાન્તર અને તે ઉપર વિસ્તારપૂર્વક ટીકાનો ઘણો ઉપયોગી ગ્રંથ લગભગ પૂરો થવા આવ્યો છે. એમનો જ વિચારસાગર જિજ્ઞાસુઓને વધારે પ્રિય થઈ પડેલો જણાય છે. યોગવાસિષ્ઠ, યોગકૌસ્તુભ યોગચિંતામણી, સર્વદર્શન આદિ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. સાક્ષર મણિલાલ નભુભાઈનો સિદ્ધાંતસાર, શ્રીમદ્ભગવદ્ગીતાનું સટીક ભાષાન્તર અને સંગીતશાસ્ત્રી ગોપાળ રાવ બર્વેનો યોગનો ગ્રંથ ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.
વળી, આવા ગુજરાતી સાહિત્યમાં, ગદ્યમાં તેમ જ પદ્યમાં એક નવીનતાભર્યો વધારો શ્રીમાન નૃસિંહાચાર્યે સ્થાપેલા ‘શ્રેયસાધક અધિકારી મંડળ’ દ્વારા થયો છે. આ મંડળ ભણીથી મહાકાલ આદિ પાંચ માસિકો નીકળે છે. આ માસિકોમાં જે લેખો આવે છે તે મુખ્યત્વે કરીને મનુષ્યજીવનને વધારે સુખી કરે અને વધારે ઉચ્ચ સ્થિતિએ પહોંચાડે એવા જ્ઞાનના ભરેલા અને ઉચ્ચ ધોરણને અનુસરીને લખાય છે. તે સાથે વળી શારીરિક વિષયો સંબંધી તેમ જ કેટલીક વાર શ્રેષ્ઠ શાસ્ત્રીય પ્રકારના પણ લેખો જોવામાં આવે છે. આ માસિકોની ભાષા શુદ્ધ અને સંસ્કારી જણાય છે અને તેની શૈલીમાં એક અમુક જાતની વિલક્ષણતા પ્રગટ થયેલી જોવામાં આવે છે કે તેને લીધે તેનો જુદો નિર્દેશ કરવો યોગ્ય જણાય છે. આ મંડળનો ઉદ્દેશ શુષ્કધર્મી થઈ જવાનો જણાતો નથી અને તેથી તેના ઉપદેશકો તેવો ઉપદેશ પણ કરતા નથી, પણ જ્ઞાનના વિષયોની સાથે સાથે સનાતન ધર્મને તથા સિદ્ધાંતને અનુકૂળ આવે તેવી સિદ્ધાંતપ્રાપક ક્રિયાઓ વિષે પણ ઉપદેશ કરવામાં આવે છે. પ્રારંભમાં આવા નૂતન મંડળને વધતાં જે અડચણો નડવી જોઈએ તે નડી હતી. પરંતુ ગૂજરાતમાં સ્થપાયલા એવા બીજા કેટલાક સમાજો હજુ સુધી જ્યાંનાં ત્યાં સ્થિર રહેલા જણાય છે; ત્યારે આ મંડળ તો સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ બન્નેમાં લોકપ્રિયતા ધારણ કરતું ચાલ્યું જાય છે. ખેદ એટલો જ થાય છે કે, શ્રીમાન્ નૃસિંહાચાર્ય પછી તેમના શિષ્ય છોટાલાલ માસ્તર કે જેમણે આ સમાજ સારી રીતે જમાવી રાખ્યો હતો, તેઓએ થોડા સમય પૂર્વે વિદેહપદ ધારણ કર્યું છે. આ ભાઈ જૈન હતા છતાં પણ વેદાન્તનો અભ્યાસ થતાં તેઓ બ્રાહ્મણધર્મ પાળતા હતા.{{Poem2Close}}
26,604

edits