26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 115: | Line 115: | ||
અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય. | અર્થાત્ સૌરાષ્ટ્રી, ચારણી, વગેરે મળીને જે જૂની કાઠિયાવાડી ચાલે છે, તેને ગુજરાતીની શાખા તરીકે ગણી શકાય. | ||
કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે.3 કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય. | કચ્છી ભાષાનું લેખી સાહિત્ય જવલ્લે જોવામાં આવે છે, પણ તે ભાષા તરીકે અદ્યાપિ બોલાય છે, ને તેમાં કેટલીક કવિતા પણ રચાયેલી છે. કચ્છ દેશ પૂર્વે ગુજરાતનો ભાગ હતો એમ માનવાને કેટલાંક કારણો છે. ગ્રીક લોકોએ સૌરાષ્ટ્રની હદ ખંભાતના અખાતથી સિંધુ નદીના મુખ સુધી બતાવી છે, એટલે તેમાં કચ્છ આવી જાય છે. નરહરિકૃત ‘ચૂડામણિ’ નામક વૈદ્યક ગ્રંથમાં જેમ ઓખામંડળમાં થતા ગોપીચંદનને “સુરાષ્ટ્રજા” નામ આપ્યું છે, તેમ કચ્છમાં પેદા થતા કાળા મગ અને ફટકડીને પણ “સુરાષ્ટ્રજા” નામથી ઓળખાવ્યાં છે, એટલે કચ્છ સૌરાષ્ટ્રનો ભાગ હતો એમ સમજાય છે.3 કચ્છી ભાષાની ઉત્પત્તિ સંબંધે અંગ્રેજ ભાષાશાસ્ત્રીઓ કંઈ જણાવતા નથી, પણ ઉપરનાં કારણોથી તથા ગુજરાતી સાથેનો તેનો સંબંધ જોતાં તેને ગુજરાતીની શાખા ગણી શકાય. | ||
<br> | |||
<br> | |||
<center>'''ગુજરાતીનું શબ્દ-ભંડોળ'''</center> | |||
ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી4 નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું. | |||
દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી | |||
ઉંડ ઊંડું દેવરાણી દેરાણી | |||
ઓજ્જરી હોજરી પડુઆ પાટુ | |||
ઉંબી ઊંબી પુપ્ફા ફાઈ-ફોઈ | |||
ઉત્થલ્લા ઊથલો રંડુઅ રાંઢવું | |||
કિવિડી કમાડ રોજ્જ રોજ | |||
ખડ્ડા ખાડો વંઠ વાંઢો | |||
ખોલ ખોલકું(ગધેડું) આમોડ અંબોડો | |||
ખલ્લા ખાલ હુડ્ડા હોડ | |||
ચાસ ચાસ મુબ્ભ મોભ | |||
છાણ છાણ ઉત્તરવિડિ ઉત્તરેવડ | |||
ઝાખર ઝાંખરું બબ્બરી બાબરી | |||
ટક્કર ટેકરો | |||
ઠલ્લા ઠાલો | |||
ડબ્બ ડાબો | |||
સંસ્કૃત સંસ્કૃતભવ પ્રાકૃત ગુજરાતી | |||
નીતિશાલા નીઇસાલા નિશાળ | |||
ગ્રહિલ ગહિલ ઘેલો | |||
વૈવાહિક વૈવાહિઅ વેવાઈ | |||
ભગિનીપતિ બહિણીવઇ બનેવી | |||
દૌષ્યિક દોસિઅ દોસી | |||
અધિકરણી અહિઅરણી એરણ | |||
વળી જે શબ્દો હજી ગામડામાં અસલ કે સહજ ફેરફાર સાથે વપરાય છે, તેના મૂળ શબ્દો હૃષિકેશ વ્યાકરણમાંથી આપું છુંઃ | |||
સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત પ્રાકૃત | |||
આર્ય અજ્જો, અજો ઉત્કર ઉકેરો | |||
(કાઠિયાવાડમાં) (છાણનો સડેલ પોદળો) | |||
ઋષિ રસી ઔષઘ ઓષઢ-ઓસડ | |||
કાલાયસ કાલાસ-કાળાશ ક્ષમા ખમા | |||
ચતુદર્શ ચઉદહ-ચઉદ પુરુષ પુરિસ | |||
મૂલ્યં મોલ્લં-મોલ રાજકૂળ રાઉલ-રાવળ | |||
સ્કંધ ખંદ, કંદ સ્નેહ સણેહ | |||
તથા તિમ કુત્ર કેત્થુ-કેથે (સુરત તરફ) | |||
થોડાક અપભ્રંશમાંથી આવેલા શબ્દોઃ | |||
સંસ્કૃત અપભ્રંશ ગુજરાતી | |||
અન્યથા અનુ,અણઇ અને | |||
આપત્આ આવઇ આવે | |||
ઇદશઃ અઇસો એવું | |||
કથમ્ કેમ, કિહ, કિધ કેમ, કિમ, ક્યમ | |||
તત્ર તત્થુ, તત્તુ તહીં, ત્યાં | |||
સહ સહૂ સહુ, સૌ | |||
દિવા દિવે દીએ (દિવસે) | |||
નહિ નાંહિ નહિ, નહીં | |||
પૃથક્ જુઅં જૂઉ (જૂદું) | |||
શીઘ્રં વહિલ્લું વહેલું | |||
વિના વિણુ વીણ, વણ | |||
યથા જેમ, જિહ, જિઘ જેમ, જિમ, જ્યમ | |||
પીલુ (બચ્ચું): છોકરાં અડકોદડકો વગેરે બોલતાં ‘પીલુ પાકે, શરવણ ગાજે’ બોલે છે. આ શબ્દ બીજી પણ આર્ય ભાષાઓમાં ગયેલ છે. | |||
વકટ – વકટી, વઘટી (કાનડી), (અર્થ) એક. | |||
લેન – રેટ રે’ડું – રોંડુ (તેલુગુ), (અર્થ) બે. | |||
મૂઠ – મૂડુ (તેલુગુ), (અર્થ) ત્રણ. | |||
નાર – નાળ (નાલુગુ) (તેલુગુ), નાલકુ (તાલિમ ને કાનડી) (અર્થ) ચાર. | |||
બાંગો વૈદ, - એમાં વૈદ=આરૂ (તેલુગુ ને કાનડી ઉપરથી) (અર્થ) પાંચ. | |||
આંખ આર – એમાં આર=આરૂ (તેલુગુ ને તામિલ ઉપરથી), (અર્થ) છ. | |||
ઉપલી સંખ્યા મોઇ (ગિલ્લી) દંડાની રમતમાં વપરાય છે, તે ઉપરથી એ રમત દ્રાવિડમાંથી આવી હશે, એમ લાગે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits