માણસાઈના દીવા/૧. ‘કોણ ચોર! કોણ શાહુકાર!’ની લીલાભૂમિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. ‘કોણ ચોર! કોણ શાહુકાર!’ની લીલાભૂમિ|}} {{Poem2Open}} સામું ગામ આવત...")
 
No edit summary
 
Line 7: Line 7:
સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે ‘કૂક! કૂક! કૂક!' અવાજ કરતાં એન્જિનો ચાલે, પાણીના પંપો દિવસરાત કૂવાઓને ઉલેચ્યા કરે : અધ-અધ વીઘેય ખેડુ નિહાલ થાય. કોંઠી, રાયણ અને સીતાફળી જેવાં ઝાડે તો જેનાં ખેતરોની વાડ બંધાય, એવી એ ચારુતરા વસુંધરા : અને પછી એને સાંપડે ધોધમાર ‘ક્રૂડ ઑઈલ'નું સાધન : શા માટે સોનું ન પાકે? એમ તો સૌરાષ્ટ્રમાંયે પાકે. પણ ઉદ્યમી ખેડૂતોને ‘ક્રૂડ' કોણ આપે? વધુ અનાજ વાવો, મારા બાપો! નહીં વાવો તો બરાડા ફાડશું — પણ વાવો! બળદો નામનાં બે હાડપિંજરોને પાછલા પગે પૈયામાં ઢસરડતા ઢસરડતા વધુ અનાજ વાવો!  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અંદર પડેલું તત્ત્વ
|next = ૨. દાજી મુસલમાન
}}
26,604

edits