26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હિમસાગરના બાળ|}} {{Poem2Open}} “ડાઉ...ઉ ! ડા...ઉ..ઉ !” એવા લાંબા લાંબા અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 225: | Line 225: | ||
એટલું કહીને એણે પોતાની નવી-જૂની બન્ને ઓરતોને લલાટે લલાટ અડકાવી છેલ્લો પ્યાર દીધો: છેલ્લા બોલ કીધા કે – | એટલું કહીને એણે પોતાની નવી-જૂની બન્ને ઓરતોને લલાટે લલાટ અડકાવી છેલ્લો પ્યાર દીધો: છેલ્લા બોલ કીધા કે – | ||
“બેઉ જણીઓ માલાને સુખી કરજો : માલાનાં બચ્ચાં ઉછેરજો, ને માલાનાં પગરખાં સાંધજો. હું રજા લઉં છું.” | “બેઉ જણીઓ માલાને સુખી કરજો : માલાનાં બચ્ચાં ઉછેરજો, ને માલાનાં પગરખાં સાંધજો. હું રજા લઉં છું.” | ||
[૮] | |||
<center>'''[૮]'''</center> | |||
બરફનાં ઝાપટાં ઝીંકાઈ ઝીંકાઈને દટ્ટણપટ્ટણ કરે છે. માલો અને એનો નાનેરો ભાઈ ચામડાંની કુંચલીઓ ઓઢીને કુત્તા-ગાડી હાંકતાં હાંકતાં વગડામાં જાનવરોને ઝાલવાના જાળ-ફાંસલા ગોઠવેલા છે તેની તપાસે નીકળેલ છે. | બરફનાં ઝાપટાં ઝીંકાઈ ઝીંકાઈને દટ્ટણપટ્ટણ કરે છે. માલો અને એનો નાનેરો ભાઈ ચામડાંની કુંચલીઓ ઓઢીને કુત્તા-ગાડી હાંકતાં હાંકતાં વગડામાં જાનવરોને ઝાલવાના જાળ-ફાંસલા ગોઠવેલા છે તેની તપાસે નીકળેલ છે. | ||
“આ કોણ દફનાયું વળી ? કહેતો માલો થંભ્યો. નજીકમાં એક કુત્તાગાડી બરફનાં દાટણમાં ઊંચી દટાયેલી પડી હતી. કુત્તા-ગાડી ઊભી રાખીને બેઉ ભાઈઓ ત્યાં ગયા; બરફનાં ઢેફાં ઉખેડી ઉખેડીને દટાયેલાં માણસોનાં મુરદાં ખુલ્લાં કર્યા. | “આ કોણ દફનાયું વળી ? કહેતો માલો થંભ્યો. નજીકમાં એક કુત્તાગાડી બરફનાં દાટણમાં ઊંચી દટાયેલી પડી હતી. કુત્તા-ગાડી ઊભી રાખીને બેઉ ભાઈઓ ત્યાં ગયા; બરફનાં ઢેફાં ઉખેડી ઉખેડીને દટાયેલાં માણસોનાં મુરદાં ખુલ્લાં કર્યા. | ||
Line 235: | Line 239: | ||
બેઉ જણાએ મહેનત કરીને અને મૂર્છિત શરીરોને કુત્તા-ગાડીમાં ચડાવ્યાં; ગાડી પાછી ગામ ભણી લીધી. | બેઉ જણાએ મહેનત કરીને અને મૂર્છિત શરીરોને કુત્તા-ગાડીમાં ચડાવ્યાં; ગાડી પાછી ગામ ભણી લીધી. | ||
ગામલોકોએ દોટાદોટ આવી પહોંચી બેઉ શરીરોને માલાના કૂબામાં લીધાં. માલાની બન્ને ઓરતો એ બેહોશ મહેમાનોની શરીરોને મર્દન,શેક વગેરે ગરમી આપનારા ઉપચારોમાં લાગી ગઈ. | ગામલોકોએ દોટાદોટ આવી પહોંચી બેઉ શરીરોને માલાના કૂબામાં લીધાં. માલાની બન્ને ઓરતો એ બેહોશ મહેમાનોની શરીરોને મર્દન,શેક વગેરે ગરમી આપનારા ઉપચારોમાં લાગી ગઈ. | ||
[૯] | |||
<center>'''[૯]'''</center> | |||
બીજે દિવસે પરોણા શુદ્ધિમાં આવીને બેઠા હતા. માલાની બરઉ ઓરતો ગરમાગરમ શેકેલ માંસના ટુકડાને જીભ વડે ચાટી ચાટી ઠંડા કરતી મહેમાનોને ખવરાવી રહી હતી. | બીજે દિવસે પરોણા શુદ્ધિમાં આવીને બેઠા હતા. માલાની બરઉ ઓરતો ગરમાગરમ શેકેલ માંસના ટુકડાને જીભ વડે ચાટી ચાટી ઠંડા કરતી મહેમાનોને ખવરાવી રહી હતી. | ||
માલો કરડી મુખમુદ્રા ધારણ કરી બાજુમાં બેઠો બેઠો છુરી ઘસતો હતો. | માલો કરડી મુખમુદ્રા ધારણ કરી બાજુમાં બેઠો બેઠો છુરી ઘસતો હતો. | ||
Line 250: | Line 258: | ||
ગોરાની આ ભાંગીતૂટી દેશી બોલીને સમજેલ માલો થોડી વાર તાકી રહ્યો. વાણી માત્ર હંમેશાં દિલમાંથી જ વહે છે એવું એનું કુદરતી શિક્ષણ હતું. મહાસાગરે, પહાડોએ આસમાને અને પશુપક્ષીઓએ એને આ એક જ વસ્તુ કહ્યા કરી હતી : કે વાચા લાગણીમાંથી જ ઊઠે છે : વાચા સત્યની જ પુત્રી છે : માનવીને જબાન એક જ છે. | ગોરાની આ ભાંગીતૂટી દેશી બોલીને સમજેલ માલો થોડી વાર તાકી રહ્યો. વાણી માત્ર હંમેશાં દિલમાંથી જ વહે છે એવું એનું કુદરતી શિક્ષણ હતું. મહાસાગરે, પહાડોએ આસમાને અને પશુપક્ષીઓએ એને આ એક જ વસ્તુ કહ્યા કરી હતી : કે વાચા લાગણીમાંથી જ ઊઠે છે : વાચા સત્યની જ પુત્રી છે : માનવીને જબાન એક જ છે. | ||
‘માત્ર ખરાબ ગોરા જ એવું કરે છે' એ શબ્દોએ માલાના ધિક્કારમય અંધારિયા હૃદયમાં દીવો ચેતાવ્યો. એ હતો ઈતબારનો અને માનવપ્રેમનો દીવો. ઘેર આવેલા પરોણી પ્રત્યેની જે ધિક્કારવૃત્તિ આજે જીવનમાં પહેલી જ વાર માલાને કોઈ લાય બળતી રોમવેદના જેવી થઈ પડી હતી. તેમાંથી જાણે એને ઓચિંતો કરાર વળ્યો. થીજી ગયેલા જળપ્રવાહ જેવું એનું હાસ્ય મોકળું થયું. ઊભરાતા બંધુભાવે એણે બેઉ ગોરાઓના હાથ પોતાના પંજામાં ચાંપી ચાંપી લગભગ હાડકાં ચગદી નાખ્યાં. અનોખું હાસ્ય ઢોળીને એણે આ ‘સારા ગોરાઓ'ની સરભરા કરી. | ‘માત્ર ખરાબ ગોરા જ એવું કરે છે' એ શબ્દોએ માલાના ધિક્કારમય અંધારિયા હૃદયમાં દીવો ચેતાવ્યો. એ હતો ઈતબારનો અને માનવપ્રેમનો દીવો. ઘેર આવેલા પરોણી પ્રત્યેની જે ધિક્કારવૃત્તિ આજે જીવનમાં પહેલી જ વાર માલાને કોઈ લાય બળતી રોમવેદના જેવી થઈ પડી હતી. તેમાંથી જાણે એને ઓચિંતો કરાર વળ્યો. થીજી ગયેલા જળપ્રવાહ જેવું એનું હાસ્ય મોકળું થયું. ઊભરાતા બંધુભાવે એણે બેઉ ગોરાઓના હાથ પોતાના પંજામાં ચાંપી ચાંપી લગભગ હાડકાં ચગદી નાખ્યાં. અનોખું હાસ્ય ઢોળીને એણે આ ‘સારા ગોરાઓ'ની સરભરા કરી. | ||
[૧૦] | |||
<center>[૧૦]</center> | |||
ગોરાએ કહ્યું: “જો ભાઈ ! મારું નામ હનઃ આનું નામ ટોમ. તારું નામ શું ?” | ગોરાએ કહ્યું: “જો ભાઈ ! મારું નામ હનઃ આનું નામ ટોમ. તારું નામ શું ?” | ||
“કીરપીક !” માલાએ હસીને નામ કહ્યું. | “કીરપીક !” માલાએ હસીને નામ કહ્યું. | ||
Line 267: | Line 279: | ||
“માલો | આપણો જેને હાથ કરવા આવેલ છીએ એ જ આ માલો ?” | “માલો | આપણો જેને હાથ કરવા આવેલ છીએ એ જ આ માલો ?” | ||
કાણિયાએ ભયાનક રીતે ડોકું ધુણાવ્યું, | કાણિયાએ ભયાનક રીતે ડોકું ધુણાવ્યું, | ||
[૧૧] | |||
<center>[૧૧]</center> | |||
કાણિયા દુભાષિયાની મારફત ગોરાની તથા માલાની વછ્છે આ પ્રમાણે વાતચીત ચાલી : | કાણિયા દુભાષિયાની મારફત ગોરાની તથા માલાની વછ્છે આ પ્રમાણે વાતચીત ચાલી : | ||
“તેં છ મહિના ઉપર એક જહાજના સોદાગરને જાનથી મારેલો ખરો ?” | “તેં છ મહિના ઉપર એક જહાજના સોદાગરને જાનથી મારેલો ખરો ?” | ||
Line 290: | Line 306: | ||
"ઈવા ! માલો ગિયો છે ત્યાંથી પાછો આવ્યા વિના કે'દી રિયો છે? એટલો ઈતબાર શું રહેતો નથી, ગાંડી ? | "ઈવા ! માલો ગિયો છે ત્યાંથી પાછો આવ્યા વિના કે'દી રિયો છે? એટલો ઈતબાર શું રહેતો નથી, ગાંડી ? | ||
તૈયાર ઊભેલી કુત્તા-ગાડીમાં બાપુ સાથે જવા માટે ચડી બેસતાં નાનાં બચ્ચાંને ત્રણ વાર ઉતારી નાખી માલાએ રાશ હાથમાં લીધી; કુત્તાને ડચકાર્યા. | તૈયાર ઊભેલી કુત્તા-ગાડીમાં બાપુ સાથે જવા માટે ચડી બેસતાં નાનાં બચ્ચાંને ત્રણ વાર ઉતારી નાખી માલાએ રાશ હાથમાં લીધી; કુત્તાને ડચકાર્યા. | ||
[૧૨] | |||
<center>'''[૧૨]'''</center> | |||
છ મહિના ઉપર જ્યાં ગોરાનું જહાજ નાંગરીને એના કાળા ઓછાયા પાડી ગયું હતું, તે જ જગ્યાએ લાકડાની લાઈનબંધ કોટડીઓ ઊભી થઈ હતી; ઉપર વાવટો ઊડતો હતો. રાઈફલો, કારતૂસના પટ્ટાઓ, ચકચકિત ચાંદ-ચગદાં, ખાખી લેબાસ, પરેડ, પહેરેગીર, ઘોડેસવારી ઈત્યાદિ ચિહ્નો કોઈક નવા સ્થપાયેલા લશ્કરી મામલાનો ખ્યાલ કરાવી રહ્યાં હતાં. બ્યૂગલ બજતું, ઘોડા ડાબલા પછડાતા. ગોરા સોલ્જરો લશ્કરી સલામો ભરતા ને સલામો ઝીલતા. સ્થળે સ્થળે ત્રણ અક્ષરો અંકિત હતા : ‘સી. એમ. પી.’ અર્થાત 'કેનેડિયન માઉન્ટેડ પોલીસ'. બરફ-પ્રદેશની છેલ્લી સરહદ ઉપર માલાના નવા દોસ્તોએ નવેસર ઊભું કરેલું આ લશ્કરી થાણું હતું. | છ મહિના ઉપર જ્યાં ગોરાનું જહાજ નાંગરીને એના કાળા ઓછાયા પાડી ગયું હતું, તે જ જગ્યાએ લાકડાની લાઈનબંધ કોટડીઓ ઊભી થઈ હતી; ઉપર વાવટો ઊડતો હતો. રાઈફલો, કારતૂસના પટ્ટાઓ, ચકચકિત ચાંદ-ચગદાં, ખાખી લેબાસ, પરેડ, પહેરેગીર, ઘોડેસવારી ઈત્યાદિ ચિહ્નો કોઈક નવા સ્થપાયેલા લશ્કરી મામલાનો ખ્યાલ કરાવી રહ્યાં હતાં. બ્યૂગલ બજતું, ઘોડા ડાબલા પછડાતા. ગોરા સોલ્જરો લશ્કરી સલામો ભરતા ને સલામો ઝીલતા. સ્થળે સ્થળે ત્રણ અક્ષરો અંકિત હતા : ‘સી. એમ. પી.’ અર્થાત 'કેનેડિયન માઉન્ટેડ પોલીસ'. બરફ-પ્રદેશની છેલ્લી સરહદ ઉપર માલાના નવા દોસ્તોએ નવેસર ઊભું કરેલું આ લશ્કરી થાણું હતું. | ||
અહીં માલો અમનચમન ઉડાવી રહ્યો છે. પાંઉ, રોટી, ઈંડાં, મુરબ્બા અને પુડિંગ--તરકારીની વાનીઓ જમે છે. દિવસ બધો શિકારે નીકળી પડે છે. ગોરાઓની બંદૂકો વડે નિશાન લેતાં એને આવડી ગયું છે. | અહીં માલો અમનચમન ઉડાવી રહ્યો છે. પાંઉ, રોટી, ઈંડાં, મુરબ્બા અને પુડિંગ--તરકારીની વાનીઓ જમે છે. દિવસ બધો શિકારે નીકળી પડે છે. ગોરાઓની બંદૂકો વડે નિશાન લેતાં એને આવડી ગયું છે. | ||
Line 338: | Line 358: | ||
“ફાંસી !!! ફાંસી શું ?” | “ફાંસી !!! ફાંસી શું ?” | ||
“તારા ગળાને ફરતું દોરડું વીંટાળશે, તને ઊંચે લટકાવશે; તારા માથામાં નીંદર ભરી દેશે.” | “તારા ગળાને ફરતું દોરડું વીંટાળશે, તને ઊંચે લટકાવશે; તારા માથામાં નીંદર ભરી દેશે.” | ||
[૧૪] | |||
<center>'''[૧૪]''' </center> | |||
દુભાષિયો ગયો ને ગોરા ભાઈબંધો દાખલ થયા. ભાઈબંધ હન માલાની પાસે ગયો; લટકતી હાથકડી માલાના એક કાંડામાં પહેરાવવા લાગ્યો. | દુભાષિયો ગયો ને ગોરા ભાઈબંધો દાખલ થયા. ભાઈબંધ હન માલાની પાસે ગયો; લટકતી હાથકડી માલાના એક કાંડામાં પહેરાવવા લાગ્યો. | ||
માલો જાગતો હતો; શાંતિથી હાથકડી પહેરી રહ્યો હતો. એ ફક્ત એટલું જ બોલ્યો : “માનવીએ જબાન દીધી હતી તે ભૂલી ગયાં, માનવી ?” | માલો જાગતો હતો; શાંતિથી હાથકડી પહેરી રહ્યો હતો. એ ફક્ત એટલું જ બોલ્યો : “માનવીએ જબાન દીધી હતી તે ભૂલી ગયાં, માનવી ?” | ||
Line 365: | Line 389: | ||
લાય બળતો એ ઊઠ્યો. બહાર નીકળ્યો. કપડાં પહેર્યાં. પાંચેક બંદૂકો પડી હતી તેમાંથી પહેલી જે હાથમાં આવી તે ઉઠાવી. કારતૂસોનો પટો ઉપાડ્યો. | લાય બળતો એ ઊઠ્યો. બહાર નીકળ્યો. કપડાં પહેર્યાં. પાંચેક બંદૂકો પડી હતી તેમાંથી પહેલી જે હાથમાં આવી તે ઉઠાવી. કારતૂસોનો પટો ઉપાડ્યો. | ||
પોતાની કુત્તા-ગાડી જોડીને એ પલાયન થયો. | પોતાની કુત્તા-ગાડી જોડીને એ પલાયન થયો. | ||
[૧૫] | |||
<center>'''[૧૫]''' </center> | |||
મોત ભયાનક છે. દગલબાજી અને મોત બેઉ ભેળાં થાય છે ત્યારે એની ભયાનકતા વર્ણવી નથી શકાતી : દિલની અંદર અનુભવવાની જ એ વાત છે. | મોત ભયાનક છે. દગલબાજી અને મોત બેઉ ભેળાં થાય છે ત્યારે એની ભયાનકતા વર્ણવી નથી શકાતી : દિલની અંદર અનુભવવાની જ એ વાત છે. | ||
માલાની તૂટું તૂટું થઈ રહેલી નસોએ રાતભર બરફના ડુંગરા ખૂંદ્યા. પલવાર પણ અટકવાનું નહોતું. મૃત્યુ એનું પગેરું લઈને પાછળ પાછળ ચાલ્યું આવતું હતું. | માલાની તૂટું તૂટું થઈ રહેલી નસોએ રાતભર બરફના ડુંગરા ખૂંદ્યા. પલવાર પણ અટકવાનું નહોતું. મૃત્યુ એનું પગેરું લઈને પાછળ પાછળ ચાલ્યું આવતું હતું. |
edits