26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 408: | Line 408: | ||
આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું. | આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું. | ||
વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું. | વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું. | ||
મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ | મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી. | ||
* | |||
બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું. | |||
માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.” | |||
કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા. | |||
[૧૬] | |||
એના લોહીલોહાણ ચહેરા ઉપર ઈવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઈવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !” | |||
“ગામને બહુ વપત પડી, માલા !” | |||
“શું કરું ! જરા વધુ રોકી પાડ્યો ભાઈબંધોએ. એ તો નીકળવા જ ક્યાં દેતા હતા ? ખેર ! આખરે તમારી બાથમાં પહોંચી ગયો ને ! હવે તો — હવે તો આજની રાત વિસામો મળી જશે. એટલે સવારે માલો દોટ કાઢશે શિકાર ગોતવા. આજની એક જ રાતનો આરામ મળી જાય ને, ઈવા, એટલે બસ !” | |||
નાનાં બચ્ચાં બાપની છાતી પર બેસીને ગેલ કરવા લાગ્યાં. | |||
સંધ્યા નમતી આવે છે, તેમ તેમ વગડાના બરફ ઉપર કુત્તા ગાડીના પછડાટ સંભળાય છે. | |||
આખરે કત્તાઓના ‘ડાઉ, ડાઉ’ – સ્વરો પણ કાને પડ્યા. | |||
“ઈવા ! જૂની !” માલાએ ઝીણી નજરે નિહાળીને જણાવ્યું : “ગોરા ભાઈબંધો પાછા પોગી ગયા.” | |||
“માલાને પાછો લઈ જાવા ?” | |||
“હા, ને નહિ તો બંદૂકે માલાના માથામાં નીંદર ભરી દેવા : આવી પોગ્યા !” | |||
માલો હસ્યો. | |||
“સબૂર, મૈયા !” પોતાના ભાઈને એ ચાલ્યા આવતા બંદૂકદાર શત્રુઓ સામે તીર ચડાવતો રોકીને માલાએ શાંતિથી કહ્યું, “તારા તીરને સાબરના ધણ સારુ સાચવી રાખ, ભાઈ ! ગામલોકોને ભૂખ્યાં સુવાડતો નહિ કદી. માલો તો શિકારીને શોભે તેવા જ મોતની ભેટ કરવા ચાલી નીકળે છે. કેમ કે હું જીવતો રહીશ ત્યાં સુધી ગોરાઓ આપણા આખા ગામનો દાટ વાળી દેશે. એની કને બંદૂકો-કારતૂસોનો પાર નથી.” | |||
એમ કહીને એણે નાનાં બાળને હૈયા પર ઊંચકી લઈ બચીઓ ભરી, દુવા દીધી : “જલદી જુવાન બની જઈ તીર-ભાલાં નાખતાં થઈ જાઓ, મારાં બચ્ચાંઓ !” | |||
પછી એ જૂની તરફ ફર્યો; ચુંબન લીધું : “જૂની ! બાળકોને સાચવીને મોટાં કરજે, હો! તેં ઘણી ચાકરી કરી છે. માનવીની.” | |||
દડ દડ આંસુ ખેરતી જૂની હસી : ખી-ખી-ખી-ખી ! | |||
છેલ્લો વારો ઈવાને ભેટવાનો હતો. ઈવાના સુડોળ મુખને હડપચીથી ઊંચી કરી, એની આંખોની ભીનાશમાં માલો પોતાના આત્માને ઝબકોળી રહ્યો. એ આટલું જ બોલ્યો : “માનવી માનવીને વીસરી શકશે નહિ.” | |||
સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં ગયાં. | |||
સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો. | |||
[૧૭] | |||
સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે. | |||
એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા. | |||
પછવાડે ચીસ પડી : “મા…લા ! મા…લા ! ઘડી વાર ! ઘડી વાર !” | |||
ઈવા દોટ દેતી આવી પહોંચી. | |||
માલો ઊભો રહ્યો : “કેમ ?” | |||
“માલા ! મોટી નીંદરમાંય માનવીનાં કલેવરની સોડ ઈવાને મીઠી લાગશે. ઈવાને એકલી ન મેલીશ.” | |||
“ચાલો ત્યારે, ઈવા !” | |||
બેઉ ચાલ્યાં. દરિયો તૂટે ત્યારે પશુપંખી પણ ભાગે છે. આ બે માનવીઓ એ વિરાટનાં જડબાંમાં હોમાવા સામે હૈયે ચાલ્યાં જાય છે. | |||
ખડકો પછી ખડકો કુદાવતાં જાય છે. થોડાંક ડગલાં – અને દરિયાના ઘમસાણમાં : જ્યાંથી પાછા ફરવાનું રહેશે નહિ. | |||
પછવાડે ફરી વાર કોઈકના હાકલા થયા : “માલા ! ડોન્ટ ગો ! માલા ! સ્ટોપ ! સ્ટોપ !” (માલા ! જાઈશ મા ! માલા ! થોભ ! થોભી જા !) | |||
યુગલ ઊભું રહ્યું : પાછળ દૃષ્ટિ કરી. | |||
બેઉ જૂના ગોરા ભાઈબંધો દોડ્યા આવે છે. હાથમાં બંદૂકો છે. સાદ પાડે છે : “માલા ! પાછો વળ ! પાછો વળ !” | |||
હસીને યુગલ આગળ ચાલે છે. સમુદ્રની શ્વેત ભીષણ આરામગાહ યુગલને સાદ દઈ રહી છે. | |||
તરતી બરફ-શિલાઓ ઉપર પગ દેતાં દેતાં બેઉ આગળ ચાલ્યાં : આગળ ને આગળ. કદમ ઉપાડે છે ત્યાં જ એ પછવાડેનો બરફ ફાટીને પાતાળનાં દ્વાર ઉઘાડે છે : હ…ડુ…ડ…ડુ ! બરફના મોટા પહાડો ગરક થાય છે. | |||
ગોરાઓની બૂમ પડી: “માલા ! ખડો રહે, ખડો રહો, નહિ તો હમણાં ઠાર થયો જાણજે !” | |||
એવા હાકલા સાંભળીને યુગલ ફરી પાછું ઊભું રહે છે : માલો પછવાડે જુવે છે : ગોરા ભાઈબંધની બંદૂક એના ઉપર નિશાન લેતી દેખાય છે. | |||
ઈવાને ખભે હાથ ઠેરવી માલો છાતી ધરી બંદૂકોની તાક સામે ઊભો રહે છે : હસે છે. | |||
ગોરાના હાથમાં બંદૂક થંભી રહી; થોડો ન ચાંપી શકાયો. એણે પોતાના જોડીદારને કહ્યું : “નહિ ફોડી શકાય. મારા હાથ નથી ચાલતા. માલો હસે છે.” | |||
યુગલ ઠેક્યું; પાણીમાં ઘસડાતા જતા એક બરફ-ડુંગર ઉપર ચડી ગયું. | |||
તરતો પહાડ ચાલ્યો જાય છે. થોડે દૂર જ અતલ નીરની ઘૂમરીઓ ફરી રહી છે. હમણાં જ આ તરતો તરતો તણાયે જતો પહાડ ત્યાં પહોંચીને રસાતલમાં સમાઈ જવાનો છે. | |||
“ગુડ બાય ! ગુડ લક, માલા ! (સલામ, માલા !)” કિનારેથી બંદૂકવાળાઓની બૂમ પડી. | |||
કાળના શિખર પરથી માલાએ સામી શાંતિભરી સલામ કરી. | |||
ઈવાનાં નેત્રો માલાના મોં સામે જ સ્થિર થઈ રહ્યાં. | |||
જગતમાં એવું નેત્રનિર્વાણ બીજે ક્યાં હશે ? | |||
બરફનો પહાડ હિમસાગરનાં બે બાળને લઈ એક પ્રચંડ ધોધના વહેણમાં લેવાયો. | |||
થોડીક જ વાર પછી — | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits