26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 409: | Line 409: | ||
વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું. | વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું. | ||
મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી. | મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી. | ||
* | |||
<center>'''*'''</center> | |||
બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું. | બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું. | ||
માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.” | માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.” | ||
કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા. | કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા. | ||
[૧૬] | |||
<center>'''[૧૬]''' </center> | |||
એના લોહીલોહાણ ચહેરા ઉપર ઈવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઈવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !” | એના લોહીલોહાણ ચહેરા ઉપર ઈવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઈવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !” | ||
“ગામને બહુ વપત પડી, માલા !” | “ગામને બહુ વપત પડી, માલા !” | ||
Line 431: | Line 437: | ||
સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં ગયાં. | સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં ગયાં. | ||
સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો. | સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો. | ||
[૧૭] | |||
<center>'''[૧૭]''' </center> | |||
સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે. | સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે. | ||
એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા. | એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા. |
edits