8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Right|રમણ સોની, સંપાદક : પ્રત્યક્ષ}} | {{Right|રમણ સોની, સંપાદક : પ્રત્યક્ષ}} | ||
<poem> | |||
'''૦ ૧૯૯૧ : પહેલો અંક(જાન્યુ-માર્ચ) :''' ‘પ્રત્યક્ષીય'માંથી — | '''૦ ૧૯૯૧ : પહેલો અંક(જાન્યુ-માર્ચ) :''' ‘પ્રત્યક્ષીય'માંથી — | ||
ગુજરાતીમાં દર વર્ષે અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, એમાં સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી છે. પણ, એની નોંધ લેતું ને એનાં અવલોકનો આપતું, કેવળ સમીક્ષાનું કોઈ સામયિક અત્યારે [‘ગ્રંથ' બંધ પડયા પછી] ગુજરાતીમાં નથી. ગુજરાતીનાં કેટલાંક ઉત્તમ સામયિકોમાં પણ ગ્રંથસમીક્ષાને બહુ ઓછી જગા મળે છે. તારવી-પસંદ કરીને, યોગ્ય સમીક્ષકને નિમંત્રીને, વ્યવસ્થિત સંપાદિત કરીને સમીક્ષા પ્રકાશિત થતી નથી, એ કારણે ઘણીવાર ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકો ઉપેક્ષા પામે છે [...] આ પરિસ્થિતિમાં, સમીક્ષાપ્રવૃત્તિ જરૂરી બલકે અનિવાર્ય બની રહે છે. પણ એનું ફલક બને એટલું મોટું રહે એ આવશ્યક છે. સમીક્ષા એક છેડે એ પુસ્તકનાં ઘટકોનો ને એના સ્વરૂપ-સંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને તથા બીજે છેડે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને – તો બંને વાનાં સિદ્ધ થાય, પુસ્તક પરિચયનું અને પુસ્તક પરીક્ષણનું. [...] આ સર્વ સંદર્ભે અમારું આ સાહસ એક અર્થમાં તો સહિયારું સાહસ છે. વાચક/ગ્રાહક-પ્રકાશક-લેખક-સંપાદકનો આવો સંવાદ રચાશે તો અમારી મથામણો ફળશે ને મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દિશામાં વધુ આગળ જવાનું બળ મળશે. – રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ. | ગુજરાતીમાં દર વર્ષે અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, એમાં સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી છે. પણ, એની નોંધ લેતું ને એનાં અવલોકનો આપતું, કેવળ સમીક્ષાનું કોઈ સામયિક અત્યારે [‘ગ્રંથ' બંધ પડયા પછી] ગુજરાતીમાં નથી. ગુજરાતીનાં કેટલાંક ઉત્તમ સામયિકોમાં પણ ગ્રંથસમીક્ષાને બહુ ઓછી જગા મળે છે. તારવી-પસંદ કરીને, યોગ્ય સમીક્ષકને નિમંત્રીને, વ્યવસ્થિત સંપાદિત કરીને સમીક્ષા પ્રકાશિત થતી નથી, એ કારણે ઘણીવાર ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકો ઉપેક્ષા પામે છે [...] આ પરિસ્થિતિમાં, સમીક્ષાપ્રવૃત્તિ જરૂરી બલકે અનિવાર્ય બની રહે છે. પણ એનું ફલક બને એટલું મોટું રહે એ આવશ્યક છે. સમીક્ષા એક છેડે એ પુસ્તકનાં ઘટકોનો ને એના સ્વરૂપ-સંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને તથા બીજે છેડે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને – તો બંને વાનાં સિદ્ધ થાય, પુસ્તક પરિચયનું અને પુસ્તક પરીક્ષણનું. [...] આ સર્વ સંદર્ભે અમારું આ સાહસ એક અર્થમાં તો સહિયારું સાહસ છે. વાચક/ગ્રાહક-પ્રકાશક-લેખક-સંપાદકનો આવો સંવાદ રચાશે તો અમારી મથામણો ફળશે ને મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દિશામાં વધુ આગળ જવાનું બળ મળશે. – રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ. | ||
Line 51: | Line 51: | ||
બસ, તો હવે પૂરી તૈયારી સાથે બંધ કરું છું. [...] | બસ, તો હવે પૂરી તૈયારી સાથે બંધ કરું છું. [...] | ||
સામયિકનો અંત પણ એક રીતે તો ઉત્સવનો પ્રસંગ ગણાય. એ પ્રસંગે, જરા ભારે હૈયે, છતાં ભાવપૂર્વક સૌના અભિવાદન સાથે વિદાય માગું છું – કો'ક ત્રિભેટે તો આપણે મળવાના જ છીએ, એવા આનંદ સાથે. | સામયિકનો અંત પણ એક રીતે તો ઉત્સવનો પ્રસંગ ગણાય. એ પ્રસંગે, જરા ભારે હૈયે, છતાં ભાવપૂર્વક સૌના અભિવાદન સાથે વિદાય માગું છું – કો'ક ત્રિભેટે તો આપણે મળવાના જ છીએ, એવા આનંદ સાથે. | ||
</poem> |