રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
રવીન્દ્રનાથ ટાગોરમાં હું સહેલાઈથી એક અસાધારણ કવિ અને લેખકના દર્શન કરી શકું છું. લખાયેલા શબ્દમાં એમના જેવી ઊર્જાની(energy) અભિવ્યક્તિ ક્યારેય થઈ નથી. એેમના ગદ્ય અને પદ્ય પરના પ્રભુત્વ, સાહિત્યના વિવિધ રૂપ અને દરેક રૂપમાંના વિષય-વૈવિધ્યના સચોટ અને અદ્‌ભુત નિરૂપણને કારણે એેમની તુલનામાં આવે તેવી કોઈ વ્યક્તિ ધ્યાનમાં નથી આવતી. સંજોગવશાત્‌ આમ કહેવું મારે માટે સહેલું છે પણ હું નથી માનતો કે તે બધાંને માટે શક્ય છે અને મારા બંગાળ બહારના મિત્રો આની સાથે સંમત નથી. આ સદીના બીજા અને ત્રીજા દસકામાં રવીન્દ્રનાથને આખા જગતમાં મળેલી ખ્યાતિમાં પાછળથી જે ઓટ આવી હતી તેમાં એેમના મૃત્યુથી કે હાલમાં ઉજવાયેલી શતાબ્દીથી કાંઈ જ ફેર પડ્યો નથી. એમની શતાબ્દી ઔપચારિક રીતે બધે જ ઉજવાઈ હતી અને એ જાણીને આનંદ થયો હતો કે રવીન્દ્રનાથના પ્રશંસકો દૂર દૂરના દેશોમાં ફેલાયેલા છે. પણ સખેદ નોંધવું જોઈએ કે એમની મોટા ભાગની પ્રશંસા એક રાષ્ટ્રીય, આંતરરષ્ટ્રીય પ્રતિભા, શાંતિના મસીહા, ભારતીય સંસ્કૃતિની મૂર્તિ, પૂર્વ અને પશ્ચિમના મિલન-બિંદુ ઈત્યાદિના સ્વરૂપમાં થઈ. એમ કહેવા નથી માંગતો તે આ બધું ન હતા. પણ એ યાદ રાખવું ઘટે કે તે એક કવિ હતા અને જો તે કવિ ન હોત તો તેમના બીજા બધા સ્વરૂપો અર્થવિહીન હોત. અને હજીય આપણી નજર ક્ષિતિજ પર છે - આપણે પ્રતીક્ષા કરીએ છીએ, જગતના બીજા કોઈ ભાગમાંથી કોઈના આવવાની, જે આપણને કહી શકે કે તે રવીન્દ્રનાથની કવિતાને માત્ર કવિતા તરીકે માણે છે અને મનોગમ્ય કલ્પના કે વિભાવનાની અભિવ્યક્તિ તરીકે નહીં.
રવીન્દ્રનાથ ટાગોરમાં હું સહેલાઈથી એક અસાધારણ કવિ અને લેખકના દર્શન કરી શકું છું. લખાયેલા શબ્દમાં એમના જેવી ઊર્જાની(energy) અભિવ્યક્તિ ક્યારેય થઈ નથી. એેમના ગદ્ય અને પદ્ય પરના પ્રભુત્વ, સાહિત્યના વિવિધ રૂપ અને દરેક રૂપમાંના વિષય-વૈવિધ્યના સચોટ અને અદ્‌ભુત નિરૂપણને કારણે એેમની તુલનામાં આવે તેવી કોઈ વ્યક્તિ ધ્યાનમાં નથી આવતી. સંજોગવશાત્‌ આમ કહેવું મારે માટે સહેલું છે પણ હું નથી માનતો કે તે બધાંને માટે શક્ય છે અને મારા બંગાળ બહારના મિત્રો આની સાથે સંમત નથી. આ સદીના બીજા અને ત્રીજા દસકામાં રવીન્દ્રનાથને આખા જગતમાં મળેલી ખ્યાતિમાં પાછળથી જે ઓટ આવી હતી તેમાં એેમના મૃત્યુથી કે હાલમાં ઉજવાયેલી શતાબ્દીથી કાંઈ જ ફેર પડ્યો નથી. એમની શતાબ્દી ઔપચારિક રીતે બધે જ ઉજવાઈ હતી અને એ જાણીને આનંદ થયો હતો કે રવીન્દ્રનાથના પ્રશંસકો દૂર દૂરના દેશોમાં ફેલાયેલા છે. પણ સખેદ નોંધવું જોઈએ કે એમની મોટા ભાગની પ્રશંસા એક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પ્રતિભા, શાંતિના મસીહા, ભારતીય સંસ્કૃતિની મૂર્તિ, પૂર્વ અને પશ્ચિમના મિલન-બિંદુ ઈત્યાદિના સ્વરૂપમાં થઈ. એમ કહેવા નથી માંગતો કે તે આ બધું ન હતા. પણ એ યાદ રાખવું ઘટે કે તે એક કવિ હતા અને જો તે કવિ ન હોત તો તેમના બીજા બધા સ્વરૂપો અર્થવિહીન હોત. અને હજીય આપણી નજર ક્ષિતિજ પર છે - આપણે પ્રતીક્ષા કરીએ છીએ, જગતના બીજા કોઈ ભાગમાંથી કોઈના આવવાની, જે આપણને કહી શકે કે તે રવીન્દ્રનાથની કવિતાને માત્ર કવિતા તરીકે માણે છે અને મનોગમ્ય કલ્પના કે વિભાવનાની અભિવ્યક્તિ તરીકે નહીં.

હું ભૂલી નથી શકતો કે આજથી અડધી સદી પહેલાં એક આઇરિશ, એક ફ્રેન્ચ અને એક અમેરિકને રવીન્દ્રનાથની અંગ્રેજી ગીતાંજલિ વાંચીને ત્રણ અત્યંત સમજપૂર્ણ નિબંધો લખ્યા હતા. આજે એ નિબંધો વાંચવામાં આવે તો માત્ર યેટ્‌સ, જિદે અને પાઊન્ડની સૂક્ષ્મદૃષ્ટિ અંગે જ નહીં પણ તેમના જેવા ભિન્ન સાંસ્કૃતિક ભૂમિકાવાળા અને રવીન્દ્રનાથથી જુદા સાહિત્યિક લક્ષ્યાંક ધરાવતા માણસોએ પણ એેમને એક આદર્શ ઉદાહરણ તરીકે સ્વીકાર્યા હતા તે અંગે પણ આપણે નોંધ લેવી ઘટે. તો પછી થોડા જ સમય પછી તેમનો રસ કેમ ઓછો થઈ ગયો? તેમના વિજયોત્સવના માત્ર વીસ વર્ષ બાદ પશ્ચિમમાં રવીન્દ્રનાથનું નામ કેમ શિષ્ટ ઉદાસીનતાથી વધુ કાંઈ જ સંવેદના ઉપજાવતું ન હતું? એક દેખીતું કારણ તેમના અનુવાદોની નિમ્ન કક્ષા જરૂર કહી શકાય અને તેની ચર્ચા અહીં અસ્થાને કહેવાશે.<ref>અહીં ચોક્કસ નોંધવું જોઈએ કે રવીન્દ્રનાથના ગીતાંજલિ પછીના અનુવાદોએ - જે વિરોધી-પરાકાષ્ટા સમાન હતા – તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. નીચે દર્શાવેલ યેટ્સના ઉદ્ગારો ઉદાહરણીય છે: ‘સ્ટર્જ મૂર અને મેં ત્રણ સરસ પુસ્તકો બહાર પાડવામાં મદદ કરી અને પછી તેમને [રવીન્દ્રનાથને] મહાન કવિ થવા કરતાં અંગ્રેજ થવામાં વધારે રસ પડ્યો અને તેમણે વ્યર્થ ભાવનાત્મક સાહહિત્ય બહાર પાડ્યું અને પોતાની પ્રતિષ્ઠાને ખરાબે ચડાવી.’ (મોટે ભાગે મે ૧૯૩૫માં રોધેન્સ્ટાઈનને લખેલાં પત્રમાંથી – પા. ૮૩૪, લેટર્સ ઓફ ડબ્લ્યુ. બી. યેટ્સ, હાર્ટ ડેવિસ, લંડન, ૧૯૫૪). યેટ્સ આગળ લખે છે, ‘રવીન્દ્રનાથ અંગ્રેજી નથી જાણતા, કોઈ પણ ભરતીય અંગ્રેજી નથી જાણતો. જે ભાષા બાળપણમાં ન શીખ્યા હોય કે બાળપણથી જે ભાષામાં વિચારતાં ન શીખ્યા હોય તે ભાષામાં સંગીતમય શૈલીમાં લખવું અશક્ય છે.’ આંગ્લ-ભારતીયો માટે આ શબ્દો પચાવવા અઘરા છે પણ રવીન્દ્રનાથ આ વિધાનના બીજા ભાગ સાથે સંપૂર્ણપણે સંમત થયા હોત.</ref> બીજું કારણ હતું એેમને પાશ્ચાત્ય વાચકો તરફથી મળેલું ધાર્મિક કવિનું જીવલેણ ઉપનામ. આને કારણે એેમનું નામ બનાવટી રહસ્યવાદીઓ, તાંત્રિકો અને ખલિલ જીબ્રાન જેવા તમને સારું લગાડતા કવિઓ સાથે મૂકાતું થઈ ગયું. તદુપરાંત ૧૯૧૫માં એેમણે પ્રગટ કરેલા કબીરના અનુવાદ પ્રગટ થતાં એક ગેરસમજુતી ઊભી થઈ. એેમના લંડનના મિત્રો એકબીજાને પૂછતા: એેમણે શા માટે આનું પ્રકાશન કર્યું? હવે એેમને કોણ વાંચશે? એેમને આ મધ્યયુગના રહસ્યવાદીમાં રવીન્દ્રનાથ જેવું જ કોઈ દેખાયું - માત્ર વધારે યથાર્થ. રવીન્દ્રનાથના ચરિત્રકાર, એડવર્ડ થોમ્પ્સનના શબ્દોમાં: ‘એેમને માટે કબીરમાં ખાનદાની પૌરૂષ હતું. રવીન્દ્રનાથની આગવી શૈલીના અલંકારો તે વધુ નિષ્ઠાથી વાપરતા હતા.’ એેમને લાગ્યું કે રવીન્દ્રનાથનું વક્તવ્ય સાહિત્યિક હતું, સાચું નહીં. આ ગંભીર ભૂલ માટે તેઓ પોતે જ જવાબદાર હતા. તેઓ રવીન્દ્રનાથને એક હિન્દુ સિવાય ઓળખવા તૈયાર ન હતા. તેઓ એક તદ્દન સાદી વાત સમજી શકતા ન હતા: કબીર એક સાચા રહસ્યવાદી હતા અને રવીન્દ્રનાથ એક સાચા કવિ; રહસ્યવાદીઓ ક્યારેક કવિ હોય છે પણ તેમના પોતાના ઈરાદાથી નહીં અને જ્યારે કવિને રહસ્યવાદનો ભાવાવેશ હોય છે ત્યારે તે બીજા કોઈની પણ માફક ઉચિત શબ્દરચનામાં પોતાને સભાનપણે વ્યક્ત કરે છે પણ તે અભિવ્યક્તિ એક દૃષ્ટાની નથી હોતી.