ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 557: Line 557:
પોતાની અશક્તિ દર્શાવી હતી  
પોતાની અશક્તિ દર્શાવી હતી  
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem>
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા.
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું.
રવીન્દ્રનાથે આ બધાંનો
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને
વિરોધ કર્યો હતો.
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા.
ચર્ચા નો વિષય હતો રાજકારણ
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!</Poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <Poem>ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ –
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ.
એમ કહી શકાય કે બંને જુદા નામથી
એક જ વિભાવનાની વાત કરે છે.
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે.
મુક્તિ હકારાત્મક છે
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <Poem>મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે.
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ
આપણા ઉપર પડતો હોય છે
અને માણસનો પ્રયાસ
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે.
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર,
બંને આપણી ફરજ છે.
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે.
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ,
બંને આનંદ પ્રતિ દોરી જાય છે.
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા.
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ.
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે,
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે.
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે.
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન.
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે.
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે.
પણ અસહકારના કોલાહલમાં
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી.
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે.
હું નમ્રતાપૂર્વક
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ.
તેમની વાક્‌પટુતાથી અંજાયેલા વાચકને
હું કદાચ સમજાવી ન શકું
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી
અને અસહકારને અપનાવવા માટે
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની
કાંઈ પણ જરૂર નથી. …
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી.
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય
ત્રીજો કોઈ પર્યાય જ નથી.
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર.
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી.
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <Poem>પશ્ચિમના હૃદયને સ્પર્શતા
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું.
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા
દૃષ્ટિગોચર થાય છે.
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ.
જગતની જાગૃતિના આ પ્રભાતે
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે.
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ.
પણ પંખી જ્યારે સવારે જાગે છે
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે,
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે.
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે.
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem>


{{Playend}}
{{Playend}}
26,604

edits