ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2,175: Line 2,175:
That day my spirit dies.</poem>
That day my spirit dies.</poem>
}}
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>કવિતા અને કલ્પનાના સામ્રાજ્યમાંથી
ચાલો પાછા વાસ્તવિકતામાં.
૧૯૩૦ના અંતમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને નિમંત્રણ મળ્યું હતું
જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો
કારણ કે તેમણે મૂકેલી શરતો મંજૂર થઈ ન હતી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>જેને કોઈ પણ જાતના ભય વિના
બોલતી બંધ કરી દેવામાં આવી હોય
અને જેની ચેતનાને કચડીને નાંખવામાં
કોઈ જ ક્ષોભ અનુભવાયો ન હોય
એવી પ્રજાના પ્રતિનિધિને
ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે
એવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ
અડધી સદી પહેલાં શક્ય ન હતું.
એના દેખીતા હેતુની સફળતા વિશે ગાંધીજીને શંકા હોઈ શકે પણ એમણે સ્વીકારવું જ રહ્યું કે
એમાં રહેલા મૂળભૂત નૈતિક સિદ્ધાંતનું પ્રતિપાદન
તેઓ જ તેમના દેશવાસીઓ વતી
સ્વરાજના પ્રયાસોમાં કરતા આવ્યા છે.
આ પરિષદ દ્વારા
અંગ્રેજ રાજકારણીઓ સાથે સહકાર સાધવાની તક
પ્રાપ્ત થઈ શકે છે તે વાત સાચી હોવા છતાં
તેમાં તેની સાચી મહત્તા નથી.
તેની મહત્તા જગતની આત્મશક્તિમાં છે.
આપણે સમજવું જોઈએ કે
આ પરિષદની બેઠક જગતના ન્યાયપંચ સમક્ષ મળશે
અને તેની સંમતિની આતુરતાપૂર્વક અપેક્ષા રખાશે.
આજે જ્યારે આ કિનારે પોલીસની લાઠીઓ
આપણા પ્રતિકારવિહીન માથાં તોડવામાં વ્યસ્ત છે
અને સત્તાધારીઓ
આ કરૂણ દૃશ્યથી દમામપૂર્વક અળગા રહી શકે છે
ત્યારે બીજા કિનારેથી
કેળવણીથી અનાવૃત્ત અને નિ:શસ્ત્ર ભારતીય પ્રજાને
આ પરિષદના આમંત્રણ દ્વારા એક ઈશારો કરવામાં આવ્યો છે.
હું નથી જાણતો કે
આ ઈશારો નાનો કે બિનઅસરકારક છે કે કેમ
પણ તે એક નૈતિક ઈશારો છે
જેની જરૂરિયાત રાજકીય કારણોસર ઊભી થઈ નથી
પણ આંતરરાષ્ટ્રીય સંમતિની અપેક્ષાથી ઊભી થઈ છે.
હું માનું છું કે તેમને મળેલું આમંત્રણ
તેમણે કોઈ પણ જાતની દ્વિધા અનુભવ્યા વિના
સ્વીકારવું જોઈતું હતું –
ભલે તેમને બધી જ પ્રસ્તુત શરતો મંજૂર ન હોય!
સદીઓથી આત્મવિશ્વાસ અને આત્મશક્તિના અભાવને કારણે જેણે પાશવી અને કપટી જુલમ સહન કર્યો છે
તેવી ભારતની મૂક સમષ્ટિમાં આ હિંમતનો સંચાર
મહાત્મા ગાંધીના મહાન વ્યક્તિત્વને કારણે જ થયો છે.
કેળવણીના દીર્ઘ દુકાળથી સૂકાઈ ગયેલા મગજમાં
અચાનક થયેલા ચેતનાના સંચરની શક્યતા અંગે
હું પણ શંકા સેવતો હતો.
પણ મહાત્માની અંગત અણનમ પ્રાણશક્તિ
અને તેમના માનવીની પ્રકૃતિમાં રાખેલા વિશ્વાસના જાદુઈ સ્પર્શ દ્વારા એક ચમત્કાર થયો છે.
આ અનુભવ પછી
તેમના શાણપણ અંગે શંકા સેવવાનું કારણ નથી.
મારે મારી શંકાઓ બાજુ પર મૂકીને
તેમના અડગ વલણમાં વિશ્વાસ રાખવો જોઈએ.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>સપ્ટેમ્બર ૧૯૩૨માં ગાંધીજી પૂનામાં કારાગારમાં હતા.
અંગ્રેજ સરકારે હરિજનો માટે
અલાયદું મતદારમંડળ કરવાનું વિચાર્યું હતું.
ગાંધીજીને તે અસ્વીકાર્ય હતું
અને તેમણે આમરણાંત ઉપવાસ પર જવાનું નક્કી કર્યું હતું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>(તારથી) ભારતની એકતા અને ઈમાનદારી માટે
મૂલ્યવાન જીવનનું બલિદાન આપવું યોગ્ય તો કહેવાય. પૂર્ણવિરામ. આપણા શાસકો ઉપર તેની શું અસર પડશે
તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેઓ
આપણી પ્રજા માટે તેની અગત્યતા કેટલી છે તે સમજતા નથી પણ આવા આત્મસમર્પણની અપીલ
આપણા દેશવાસીઓના અંતરાત્મા પર જરૂર પડશે. પૂર્ણવિરામ. મારી તીવ્ર આશા છે કે આપણે નિષ્ક્રિયતાથી
આવી રાષ્ટ્રીય કરૂણાંતિકાને
તેના અંત સુધી પહોંચવા નહીં દઈએ. પૂર્ણવિરામ.
અમારાં ખેદપૂર્ણ હૃદયો
તમારી ઉદાત્ત તપસ્યાને સન્માન અને પ્રેમ સહિત અનુસરશે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>આ તાર ગાંધીજીને પહોંચે તે પહેલાં તેમણે લખ્યું હતું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
અત્યારે મંગળવારની સવારના ત્રણ વાગ્યા છે.
હું મધ્યાહ્ને અગ્નિદ્વારમાં પ્રવેશ કરીશ.
તમે જો મારા પ્રયાસને આશીર્વાદ આપતા હો
તો મને તેની જરૂર છે.
તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરો છો
અને તેથી મારા સાચા અને સ્પષ્ટવક્તા મિત્ર છો.
મેં તમારા દૃઢ અભિપ્રાયની અપેક્ષા રાખી હતી,
પછી ભલે તે મારી તરફેણમાં હોય કે નહીં.
પણ તમે ટીકા કરવાનું ઉચિત નથી માન્યું.
હવે તો તે મારા ઉપવાસ દરમિયાન જ થઈ શકે
પણ જો તમારું મન મારા પગલાંને ભૂલભરેલું માનતું હોય તો તમારી ટીકા મારો પુરસ્કાર બની રહેશે.
જો મને મારી ભૂલ લાગશે તો
મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરવા જેટલો
હું અભિમાની નથી,
પછી ભલે તે એકરારની
ગમે તેટલી મોટી કિંમત મારે ચૂકવવી પડે.
જો તમને મારું પગલું વ્યાજબી લાગતું હોય
તો મારે તમારા આશીર્વાદ જોઈએ છેે.
તે મારા વિશ્વાસને ટકાવી રાખવામાં મદદગાર થઈ પડશે.
આશા રાખું છું કે
હું મારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છું.
સપ્રેમ,
સુપરીન્ટેન્ડન્ટને આ પત્ર આપતો જ હતો
ત્યાં મને તમારો પ્રેમપૂર્ણ અને ઉમદા તાર મળ્યો.
જે ઝંઝાવાતમાં હું પ્રવેશ કરવાની તૈયારીમાં છું
તેમાં મને મોટો ટેકો મળશે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>બીજા જ દિવસે,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>ગ્રહણગ્રસ્ત સૂર્યથી પડતા પડછાયા જેવો વિશાળ પડછાયો
આજે ભારતના આકાશને ઘેરું બનાવી રહ્યો છે.
નિષ્ઠા અને સેવામય જીવનથી
જેમણે ભારતને પોતાના સત્ય તરીકે સ્વીકાર્યું છે
તેવા મહાત્માજીએ આજે
પોતાના આત્મસમર્પણની પ્રતિજ્ઞાના પાલનનો આરંભ કર્યો છે.
મહાત્માજીની તપસ્યા માત્ર ક્રિયાકાંડનો અંશ નથી,
તેમાં તો ભારત અને જગત માટે એક સંદેશ છે.
તેમના સંદેશના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ.
માનવ ઇતિહાસના આરંભથી જ
સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈનું અસ્તિત્વ
દેખાતું આવ્યું છે.
જેઓ સંજોગોના કૃપાપાત્ર છે
તેઓ બીજાની નબળાઈનું શોષણ કરતા આવ્યા છે
અને તેમને હલકા પાડીને
પોતે શ્રેષ્ઠતમ છે એવા અહંકારનું પોષણ કરતા આવ્યા છે.
આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં
તે માનવતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે.
ભારતમાં આપણે પોતાના અનેક સહોદરોને
આપણી વચ્ચેથી તડીપાર કરીને
અપમાનના સંકુચિત વાડામાં પૂરી દીધા છે
અને તેમને કાયમી લાંછનના ડામ દીધા છે.
બંદીખાનું માત્ર ઈંટ અને સિમેન્ટનું જ નથી હોતું.
માણસના આત્મસન્માનને સંકુચિત સીમાઓમાં પૂરી દેવાથી
ઊભું થતું નૈતિક કારાગાર
ભોગવનાર માટે ભૌતિક કારાગાર કરતાં પણ વધુ ક્રૂર હોય છે. તેને નિષ્ક્રિયતાપૂર્વક કે પછી કર્તવ્યનિષ્ઠ ઉત્સાહથી
ઉત્તેજન આપનારા માટે ચરિત્રહીનતાનો માર્ગ બની રહે છે.
વ્યક્તિ અને પ્રજાની વચ્ચેની અસમાનતાને
અવગણાય તો નહીં જ
પણ તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને
લોકોને તેમના માનવીય હકોથી અને બિરાદરીથી વંચિત રાખવા એ તો એક ઘૃણાસ્પદ સામાજિક અપરાધ છે.
આપણા દેશમાં થયેલા
માનવતાના અપમાન સમા આ વિભાજન પ્રતિ
મહાત્માજીએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે
પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાની અગત્યતાને
ખાદી જેટલું મહત્વ અપાયું નથી.
હવે આપણા સમાજમાં જડ નાંખી બેઠેલી આ બદી સામે મહાત્માજીએ આખરીનામું જાહેર કર્યું છે.
આ રણભૂમિમાં આપણે તેમને ગુમાવી બેસીએ એવી શક્યતા છે.
તે સંજોગોમાં આ લડત
આપણે સૌએ ઉપાડી લઈને તેના અંત સુધી લઈ જવી પડશે.
આ લડતનો ઉપહાર તે આપણને ધરી રહ્યા છે,
જો આપણે તેને
નમ્રતા અને ગૌરવપૂર્ણ નિર્ધારથી સ્વીકારીએ નહીં
કે પછી રૂઢિગત ક્રિયાકાંડપૂર્વક વિખેરી નાંખીએ
અને આ ઉદાત્ત જીવનના બલિદાનને એળે જવા દઈએ
તો તેમના સંદેશનો અર્થ ન રહે.
પછી આપણી પ્રજા નિષ્ક્રિયતાથી અધોગતિના માર્ગે
નરી વ્યર્થતાના અવકાશ પ્રતિ પ્રયાણ કરશે.
વાણી અને કર્મ દ્વારા વારંવાર વ્યક્ત થયેલા અહિંસાના સંદેશની એક મહાન ભાષામાં આ અંતિમ અભિવ્યક્તિ છે
જેને સમજવી અત્યંત સહેલી છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>થોડા જ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું.
ચિંતાગ્રસ્ત કવિ શાંતિનિકેતનથી પૂના જવા નીકળ્યા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>આશાભર્યા અમે નીકળ્યા પૂના તરફ
જો કે વાતાવરણ અપશુકનિયાળ હોવાનાં બધાં જ એંધાણ હતા.
દરેક મોટા સ્ટેશને મારા સાથીદારો છાપું લઈ આવતા –
સમાચાર આનંદના ન હતા.
ડૉક્ટરોના મત મુજબ મહાત્માજી માટે
હવેનો સમય જોખમકારક હતો.
માત્ર દૃઢ સંકલ્પથી શારીરિક વ્યથા અને માનસિક દબાવને કાબૂમાં રાખીને મહાત્માજીનો વિજય થયો હતો.
આશા અને ભય વચ્ચે ઝોલા ખાતાં
અમે ૨૬મી સપ્ટેમ્બરે કલ્યાણ પહોંચ્યા.
જરાય સમય બગાડ્યા વિના અમારા યજમાને મોકલેલી ગાડીમાં અમે પુના પ્રતિ પ્રયાણ કર્યું.
પુનામાં પ્રવેશતાં જ શસ્ત્રસજ્જ ગાડીઓ
અને મશીનગનો મિલિટરીના મેદાનમાં ફરતી દેખાઈ.
શહેરના રસ્તાઓ પર સૈનિકો ફરી રહ્યા હતા.
ઉતારે પહોંચતાં જ વાતાવરણમાં વ્યાકુળતા લાગી.
ઉચાટની છાયા દરેક ચહેરા પર દેખાતી હતી.
પૂછતાં ખબર પડી કે મહાત્માજીની પરિસ્થિતિ જોખમકારક છે.
એ મહાત્માજીના મૌનનો દિવસ હતો.
તેમણે ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ એક વાગ્યે મૌન છોડે
તે સમયે મારે તેમની પાસેે હાજર રહેવું.
યરવડા જેલના રસ્તે, દરવાજાથી થોેડે દૂર
અમારી ગાડીને રોકવામાં આવી.
બીજો હુકમ ન મળે ત્યાં સુધી
કોઈ પણ ગાડીને ન જવા દેવાનો સંત્રીને આદેશ હતો.
હું તો માનતો હતો કે
આજકાલ ભારતમાં જેલમાં જતો રસ્તો ખુલ્લો જ રહેતો હતો!
અમારામાંથી એક ભાઈ
જેલના ઉપરી પાસેથી રજા મેળવવા જઈ રહ્યા હતા
ત્યાં શ્રીયુત દેવદાસ જેલની પરવાનગી લઈને
ગાડીમાં આવી પહોંચ્યા.
મને પછીથી ખબર પડી કે મહાત્માજીને લાગ્યું હતું કે
અમારી ગાડીને રસ્તામાં કોઈએ રોકી રાખી છે
તેથી તેમણે તેમના દીકરાને અમને લેવા મોકલ્યા હતા.
એક પછી એક વિશાળ લોખંડી દરવાજા
ખુલીને અમારી પાછળ બંધ થતા હતા.
અમારી સામે હતી ઊંચી ઉદ્ધત દીવાલો અને કેદ થયેલું આકાશ,
પથરાયો હતો સીધો ડામરનો રસ્તો અને થોડાં વૃક્ષો.
બે મહાન અનુભવો મારા જીવનમાં મોડેથી મને થયા છે.
હમણાં જ મેં યુનિવર્સિટીનો ઊંબરો પાર કર્યો હતો
અને થોડાક અવરોધ પછી
આ હું આવીને ઊભો એક સામાન્ય કારાગારની અંદર!</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem>




26,604

edits