26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,175: | Line 2,175: | ||
That day my spirit dies.</poem> | That day my spirit dies.</poem> | ||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>કવિતા અને કલ્પનાના સામ્રાજ્યમાંથી | |||
ચાલો પાછા વાસ્તવિકતામાં. | |||
૧૯૩૦ના અંતમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને નિમંત્રણ મળ્યું હતું | |||
જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો | |||
કારણ કે તેમણે મૂકેલી શરતો મંજૂર થઈ ન હતી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>જેને કોઈ પણ જાતના ભય વિના | |||
બોલતી બંધ કરી દેવામાં આવી હોય | |||
અને જેની ચેતનાને કચડીને નાંખવામાં | |||
કોઈ જ ક્ષોભ અનુભવાયો ન હોય | |||
એવી પ્રજાના પ્રતિનિધિને | |||
ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે | |||
એવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ | |||
અડધી સદી પહેલાં શક્ય ન હતું. | |||
એના દેખીતા હેતુની સફળતા વિશે ગાંધીજીને શંકા હોઈ શકે પણ એમણે સ્વીકારવું જ રહ્યું કે | |||
એમાં રહેલા મૂળભૂત નૈતિક સિદ્ધાંતનું પ્રતિપાદન | |||
તેઓ જ તેમના દેશવાસીઓ વતી | |||
સ્વરાજના પ્રયાસોમાં કરતા આવ્યા છે. | |||
આ પરિષદ દ્વારા | |||
અંગ્રેજ રાજકારણીઓ સાથે સહકાર સાધવાની તક | |||
પ્રાપ્ત થઈ શકે છે તે વાત સાચી હોવા છતાં | |||
તેમાં તેની સાચી મહત્તા નથી. | |||
તેની મહત્તા જગતની આત્મશક્તિમાં છે. | |||
આપણે સમજવું જોઈએ કે | |||
આ પરિષદની બેઠક જગતના ન્યાયપંચ સમક્ષ મળશે | |||
અને તેની સંમતિની આતુરતાપૂર્વક અપેક્ષા રખાશે. | |||
આજે જ્યારે આ કિનારે પોલીસની લાઠીઓ | |||
આપણા પ્રતિકારવિહીન માથાં તોડવામાં વ્યસ્ત છે | |||
અને સત્તાધારીઓ | |||
આ કરૂણ દૃશ્યથી દમામપૂર્વક અળગા રહી શકે છે | |||
ત્યારે બીજા કિનારેથી | |||
કેળવણીથી અનાવૃત્ત અને નિ:શસ્ત્ર ભારતીય પ્રજાને | |||
આ પરિષદના આમંત્રણ દ્વારા એક ઈશારો કરવામાં આવ્યો છે. | |||
હું નથી જાણતો કે | |||
આ ઈશારો નાનો કે બિનઅસરકારક છે કે કેમ | |||
પણ તે એક નૈતિક ઈશારો છે | |||
જેની જરૂરિયાત રાજકીય કારણોસર ઊભી થઈ નથી | |||
પણ આંતરરાષ્ટ્રીય સંમતિની અપેક્ષાથી ઊભી થઈ છે. | |||
હું માનું છું કે તેમને મળેલું આમંત્રણ | |||
તેમણે કોઈ પણ જાતની દ્વિધા અનુભવ્યા વિના | |||
સ્વીકારવું જોઈતું હતું – | |||
ભલે તેમને બધી જ પ્રસ્તુત શરતો મંજૂર ન હોય! | |||
સદીઓથી આત્મવિશ્વાસ અને આત્મશક્તિના અભાવને કારણે જેણે પાશવી અને કપટી જુલમ સહન કર્યો છે | |||
તેવી ભારતની મૂક સમષ્ટિમાં આ હિંમતનો સંચાર | |||
મહાત્મા ગાંધીના મહાન વ્યક્તિત્વને કારણે જ થયો છે. | |||
કેળવણીના દીર્ઘ દુકાળથી સૂકાઈ ગયેલા મગજમાં | |||
અચાનક થયેલા ચેતનાના સંચરની શક્યતા અંગે | |||
હું પણ શંકા સેવતો હતો. | |||
પણ મહાત્માની અંગત અણનમ પ્રાણશક્તિ | |||
અને તેમના માનવીની પ્રકૃતિમાં રાખેલા વિશ્વાસના જાદુઈ સ્પર્શ દ્વારા એક ચમત્કાર થયો છે. | |||
આ અનુભવ પછી | |||
તેમના શાણપણ અંગે શંકા સેવવાનું કારણ નથી. | |||
મારે મારી શંકાઓ બાજુ પર મૂકીને | |||
તેમના અડગ વલણમાં વિશ્વાસ રાખવો જોઈએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સપ્ટેમ્બર ૧૯૩૨માં ગાંધીજી પૂનામાં કારાગારમાં હતા. | |||
અંગ્રેજ સરકારે હરિજનો માટે | |||
અલાયદું મતદારમંડળ કરવાનું વિચાર્યું હતું. | |||
ગાંધીજીને તે અસ્વીકાર્ય હતું | |||
અને તેમણે આમરણાંત ઉપવાસ પર જવાનું નક્કી કર્યું હતું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>(તારથી) ભારતની એકતા અને ઈમાનદારી માટે | |||
મૂલ્યવાન જીવનનું બલિદાન આપવું યોગ્ય તો કહેવાય. પૂર્ણવિરામ. આપણા શાસકો ઉપર તેની શું અસર પડશે | |||
તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેઓ | |||
આપણી પ્રજા માટે તેની અગત્યતા કેટલી છે તે સમજતા નથી પણ આવા આત્મસમર્પણની અપીલ | |||
આપણા દેશવાસીઓના અંતરાત્મા પર જરૂર પડશે. પૂર્ણવિરામ. મારી તીવ્ર આશા છે કે આપણે નિષ્ક્રિયતાથી | |||
આવી રાષ્ટ્રીય કરૂણાંતિકાને | |||
તેના અંત સુધી પહોંચવા નહીં દઈએ. પૂર્ણવિરામ. | |||
અમારાં ખેદપૂર્ણ હૃદયો | |||
તમારી ઉદાત્ત તપસ્યાને સન્માન અને પ્રેમ સહિત અનુસરશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ તાર ગાંધીજીને પહોંચે તે પહેલાં તેમણે લખ્યું હતું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
અત્યારે મંગળવારની સવારના ત્રણ વાગ્યા છે. | |||
હું મધ્યાહ્ને અગ્નિદ્વારમાં પ્રવેશ કરીશ. | |||
તમે જો મારા પ્રયાસને આશીર્વાદ આપતા હો | |||
તો મને તેની જરૂર છે. | |||
તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરો છો | |||
અને તેથી મારા સાચા અને સ્પષ્ટવક્તા મિત્ર છો. | |||
મેં તમારા દૃઢ અભિપ્રાયની અપેક્ષા રાખી હતી, | |||
પછી ભલે તે મારી તરફેણમાં હોય કે નહીં. | |||
પણ તમે ટીકા કરવાનું ઉચિત નથી માન્યું. | |||
હવે તો તે મારા ઉપવાસ દરમિયાન જ થઈ શકે | |||
પણ જો તમારું મન મારા પગલાંને ભૂલભરેલું માનતું હોય તો તમારી ટીકા મારો પુરસ્કાર બની રહેશે. | |||
જો મને મારી ભૂલ લાગશે તો | |||
મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરવા જેટલો | |||
હું અભિમાની નથી, | |||
પછી ભલે તે એકરારની | |||
ગમે તેટલી મોટી કિંમત મારે ચૂકવવી પડે. | |||
જો તમને મારું પગલું વ્યાજબી લાગતું હોય | |||
તો મારે તમારા આશીર્વાદ જોઈએ છેે. | |||
તે મારા વિશ્વાસને ટકાવી રાખવામાં મદદગાર થઈ પડશે. | |||
આશા રાખું છું કે | |||
હું મારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છું. | |||
સપ્રેમ, | |||
સુપરીન્ટેન્ડન્ટને આ પત્ર આપતો જ હતો | |||
ત્યાં મને તમારો પ્રેમપૂર્ણ અને ઉમદા તાર મળ્યો. | |||
જે ઝંઝાવાતમાં હું પ્રવેશ કરવાની તૈયારીમાં છું | |||
તેમાં મને મોટો ટેકો મળશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બીજા જ દિવસે,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગ્રહણગ્રસ્ત સૂર્યથી પડતા પડછાયા જેવો વિશાળ પડછાયો | |||
આજે ભારતના આકાશને ઘેરું બનાવી રહ્યો છે. | |||
નિષ્ઠા અને સેવામય જીવનથી | |||
જેમણે ભારતને પોતાના સત્ય તરીકે સ્વીકાર્યું છે | |||
તેવા મહાત્માજીએ આજે | |||
પોતાના આત્મસમર્પણની પ્રતિજ્ઞાના પાલનનો આરંભ કર્યો છે. | |||
મહાત્માજીની તપસ્યા માત્ર ક્રિયાકાંડનો અંશ નથી, | |||
તેમાં તો ભારત અને જગત માટે એક સંદેશ છે. | |||
તેમના સંદેશના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. | |||
માનવ ઇતિહાસના આરંભથી જ | |||
સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈનું અસ્તિત્વ | |||
દેખાતું આવ્યું છે. | |||
જેઓ સંજોગોના કૃપાપાત્ર છે | |||
તેઓ બીજાની નબળાઈનું શોષણ કરતા આવ્યા છે | |||
અને તેમને હલકા પાડીને | |||
પોતે શ્રેષ્ઠતમ છે એવા અહંકારનું પોષણ કરતા આવ્યા છે. | |||
આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં | |||
તે માનવતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. | |||
ભારતમાં આપણે પોતાના અનેક સહોદરોને | |||
આપણી વચ્ચેથી તડીપાર કરીને | |||
અપમાનના સંકુચિત વાડામાં પૂરી દીધા છે | |||
અને તેમને કાયમી લાંછનના ડામ દીધા છે. | |||
બંદીખાનું માત્ર ઈંટ અને સિમેન્ટનું જ નથી હોતું. | |||
માણસના આત્મસન્માનને સંકુચિત સીમાઓમાં પૂરી દેવાથી | |||
ઊભું થતું નૈતિક કારાગાર | |||
ભોગવનાર માટે ભૌતિક કારાગાર કરતાં પણ વધુ ક્રૂર હોય છે. તેને નિષ્ક્રિયતાપૂર્વક કે પછી કર્તવ્યનિષ્ઠ ઉત્સાહથી | |||
ઉત્તેજન આપનારા માટે ચરિત્રહીનતાનો માર્ગ બની રહે છે. | |||
વ્યક્તિ અને પ્રજાની વચ્ચેની અસમાનતાને | |||
અવગણાય તો નહીં જ | |||
પણ તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને | |||
લોકોને તેમના માનવીય હકોથી અને બિરાદરીથી વંચિત રાખવા એ તો એક ઘૃણાસ્પદ સામાજિક અપરાધ છે. | |||
આપણા દેશમાં થયેલા | |||
માનવતાના અપમાન સમા આ વિભાજન પ્રતિ | |||
મહાત્માજીએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે | |||
પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાની અગત્યતાને | |||
ખાદી જેટલું મહત્વ અપાયું નથી. | |||
હવે આપણા સમાજમાં જડ નાંખી બેઠેલી આ બદી સામે મહાત્માજીએ આખરીનામું જાહેર કર્યું છે. | |||
આ રણભૂમિમાં આપણે તેમને ગુમાવી બેસીએ એવી શક્યતા છે. | |||
તે સંજોગોમાં આ લડત | |||
આપણે સૌએ ઉપાડી લઈને તેના અંત સુધી લઈ જવી પડશે. | |||
આ લડતનો ઉપહાર તે આપણને ધરી રહ્યા છે, | |||
જો આપણે તેને | |||
નમ્રતા અને ગૌરવપૂર્ણ નિર્ધારથી સ્વીકારીએ નહીં | |||
કે પછી રૂઢિગત ક્રિયાકાંડપૂર્વક વિખેરી નાંખીએ | |||
અને આ ઉદાત્ત જીવનના બલિદાનને એળે જવા દઈએ | |||
તો તેમના સંદેશનો અર્થ ન રહે. | |||
પછી આપણી પ્રજા નિષ્ક્રિયતાથી અધોગતિના માર્ગે | |||
નરી વ્યર્થતાના અવકાશ પ્રતિ પ્રયાણ કરશે. | |||
વાણી અને કર્મ દ્વારા વારંવાર વ્યક્ત થયેલા અહિંસાના સંદેશની એક મહાન ભાષામાં આ અંતિમ અભિવ્યક્તિ છે | |||
જેને સમજવી અત્યંત સહેલી છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>થોડા જ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું. | |||
ચિંતાગ્રસ્ત કવિ શાંતિનિકેતનથી પૂના જવા નીકળ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આશાભર્યા અમે નીકળ્યા પૂના તરફ | |||
જો કે વાતાવરણ અપશુકનિયાળ હોવાનાં બધાં જ એંધાણ હતા. | |||
દરેક મોટા સ્ટેશને મારા સાથીદારો છાપું લઈ આવતા – | |||
સમાચાર આનંદના ન હતા. | |||
ડૉક્ટરોના મત મુજબ મહાત્માજી માટે | |||
હવેનો સમય જોખમકારક હતો. | |||
માત્ર દૃઢ સંકલ્પથી શારીરિક વ્યથા અને માનસિક દબાવને કાબૂમાં રાખીને મહાત્માજીનો વિજય થયો હતો. | |||
આશા અને ભય વચ્ચે ઝોલા ખાતાં | |||
અમે ૨૬મી સપ્ટેમ્બરે કલ્યાણ પહોંચ્યા. | |||
જરાય સમય બગાડ્યા વિના અમારા યજમાને મોકલેલી ગાડીમાં અમે પુના પ્રતિ પ્રયાણ કર્યું. | |||
પુનામાં પ્રવેશતાં જ શસ્ત્રસજ્જ ગાડીઓ | |||
અને મશીનગનો મિલિટરીના મેદાનમાં ફરતી દેખાઈ. | |||
શહેરના રસ્તાઓ પર સૈનિકો ફરી રહ્યા હતા. | |||
ઉતારે પહોંચતાં જ વાતાવરણમાં વ્યાકુળતા લાગી. | |||
ઉચાટની છાયા દરેક ચહેરા પર દેખાતી હતી. | |||
પૂછતાં ખબર પડી કે મહાત્માજીની પરિસ્થિતિ જોખમકારક છે. | |||
એ મહાત્માજીના મૌનનો દિવસ હતો. | |||
તેમણે ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ એક વાગ્યે મૌન છોડે | |||
તે સમયે મારે તેમની પાસેે હાજર રહેવું. | |||
યરવડા જેલના રસ્તે, દરવાજાથી થોેડે દૂર | |||
અમારી ગાડીને રોકવામાં આવી. | |||
બીજો હુકમ ન મળે ત્યાં સુધી | |||
કોઈ પણ ગાડીને ન જવા દેવાનો સંત્રીને આદેશ હતો. | |||
હું તો માનતો હતો કે | |||
આજકાલ ભારતમાં જેલમાં જતો રસ્તો ખુલ્લો જ રહેતો હતો! | |||
અમારામાંથી એક ભાઈ | |||
જેલના ઉપરી પાસેથી રજા મેળવવા જઈ રહ્યા હતા | |||
ત્યાં શ્રીયુત દેવદાસ જેલની પરવાનગી લઈને | |||
ગાડીમાં આવી પહોંચ્યા. | |||
મને પછીથી ખબર પડી કે મહાત્માજીને લાગ્યું હતું કે | |||
અમારી ગાડીને રસ્તામાં કોઈએ રોકી રાખી છે | |||
તેથી તેમણે તેમના દીકરાને અમને લેવા મોકલ્યા હતા. | |||
એક પછી એક વિશાળ લોખંડી દરવાજા | |||
ખુલીને અમારી પાછળ બંધ થતા હતા. | |||
અમારી સામે હતી ઊંચી ઉદ્ધત દીવાલો અને કેદ થયેલું આકાશ, | |||
પથરાયો હતો સીધો ડામરનો રસ્તો અને થોડાં વૃક્ષો. | |||
બે મહાન અનુભવો મારા જીવનમાં મોડેથી મને થયા છે. | |||
હમણાં જ મેં યુનિવર્સિટીનો ઊંબરો પાર કર્યો હતો | |||
અને થોડાક અવરોધ પછી | |||
આ હું આવીને ઊભો એક સામાન્ય કારાગારની અંદર!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને | |||
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem> | |||
edits