મેટમૉર્ફોસીસ/૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} ગ્રેગોર જ્યારે ગાઢ નિદ્રામાંથી જાગ્યો ત્યારે...")
 
No edit summary
 
Line 9: Line 9:
બેઠકખંડમાં ગેસ ચાલુ થયો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને ત્યાં સુધી તેનાં માબાપ અને બહેન જાગતાં હતાં એ વાત બહુ સહેલાઈથી ગ્રેગોર કળી શક્યો, કારણ કે ત્રણેને બિલ્લી પગે ચાલતાં સ્પષ્ટ રીતે તે સાંભળી શકતો હતો. કોઈ તેને મળવા આવવાનું ન હતું, સવાર સુધી તો નહીં જ એ નક્કી હતું. એટલે હવે નવેસરથી જીવન કેવી રીતે ગોઠવવું એનો વિચાર કરવા માટે તેની પાસે પૂરતો સમય હતો. જે ભવ્ય અને ખાલી ઓરડામાં તેને ફરસ પર ચત્તાપાટ પડી રહેવાનું હતું તેનાથી તેને કશોક અજાણ્યો ડર લાગવા માંડ્યો; કારણ કે આ ઓરડો તે પાંચ વરસથી વાપરતો હતો, અને સહેજ ભોંઠપ અનુભવતો અને થોડી અસંપ્રજ્ઞાત ઇચ્છાથી દોરાઈને, એક જમાનામાં આરામદાયક લાગતા સોફા નીચે ભરાઈ ગયો. જોકે તેની પીઠ થોડી ચગદાઈ, તે પોતાનું માથું ઊંચું કરી શકતો ન હતો; તેને માત્ર એટલું દુઃખ હતું કે શરીર વધારે પડતું પહોળું હોવાને કારણે સોફા નીચે આખું જઈ શકતું ન હતું.

આખી રાત તે ત્યાં જ રહૃાો, થોડો સમય આછી ઊંઘમાં વીત્યો, ભૂખને કારણે અવારનવાર તે ચોંકીને જાગી ઊઠતો હતો અને થોડો સમય ચિંતાઓમાં તથા ધંૂધળી આશાઓમાં વીત્યો; આ બધું તેને એક જ તારણ પર પહોંચાડતું હતું કે હમણાં તો તેણે ચુપચાપ પડી રહેવાનું છે અને પોતાની આ હાલતમાં કુટુંબીજનોને જે અગવડરૂપ બનવાનો છે તેમાં તેમને કેવી રીતે મદદ કરવી તે ધીરજથી અને વિચારી વિચારીને શોધી કાઢવાનું છે.

વહેલી સવારે, આમ તો હજુ રાત જ હતી, ગ્રેગોરને પોતાના નવા નિર્ધારની કસોટી કરવા માટેની તક મળી; તેની બહેને વ્યવસ્થિત રીતે વસ્ત્રો પહેરીને હોલમાંથી બારણું ખોલ્યું અને ડોકિયું કર્યું, તરત તો તેને જોયો જ નહીં પરંતુ જ્યારે સોફા નીચે જોયો – એ ક્યાંક તો હોવો જોઈએ, એ ઊડીને તો કશે જઈ શકવાનો ન હતો, નહિ? – ત્યારે તેને એવો આંચકો લાગ્યો કે આપોઆપ તેનાથી બારણું વસાઈ ગયું. પરંતુ પોતાની વર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કરતી ન હોય એ રીતે તેણે બારણું ખોલ્યું અને દબાયેલા પગે અંદર આવી, જાણે તે કોઈ બિમાર કે અજાણ્યા પાસે જતી ન હોય. ગ્રેગોરે પોતાનું માથું સોફાની ધાર સુધી ધકેલ્યું અને તેને જોતો રહૃાો. શું એમ ને એમ રહેવા દીધેલું દૂધ તેની નજરે પડશે? અને ભૂખ મરી ગઈ હતી એટલા માટે એ રાખી નથી મૂક્યું એવો ખ્યાલ આવશે? પોતાને ગમતું બીજું કશું ખાવાનું લઈ આવશે ખરી? જો તે પોતાની જાતે એમ નહીં કરે તો હું ભૂખે મરી જઈશ પણ એનું ધ્યાન આ હકીકત પ્રત્યે દોરવાનો નથી, જોકે તેને સોફા નીચે એકદમ ધસી જઈ તેના પગે પડવાનો અને કશુંક ખાવાનું માગવાનો વિચાર આવી ગયો ખરો, પણ તેની બહેને તરત જ જોયું કે વાસણ દૂધથી હજુ છલોછલ હતું, માત્ર થોડું દૂધ આસપાસ ઢોળાયું હતું એટલે તેણે એ વાસણ તરત જ ઊંચકી લીધું; હા, પોતાના હાથ વડે નહીં પણ રૂમાલ વડે ઊંચક્યું અને ઉપાડી ગઈ. એને બદલે તે શું લાવે છે તે જાણવા ગ્રેગોર ખૂબ અધીરો થયો અને એ વિશે ઘણાં અનુમાનો કર્યાં. પરંતુ વાસ્તવમાં તેણે ખૂબ જ સારા આશયથી પ્રે્રરાઈને જે કર્યંુ તેની કલ્પના પણ તે કરી શક્યો ન હતો. તેને શું ભાવે છે તે જાણવા માટે તે જાતજાતની વાનગીઓ લઈ આવી, જૂના છાપા ઉપર બધી વાનગીઓ પાથરી દીધી. થોડાં વાસી, અડધાં સડેલાં શાક હતાં; આગલી રાતના ભોજનમાંથી બચેલાં હાડકાં હતાં, તેના ઉપર ભરપટ્ટે સોસ પણ લગાડેલો હતો; બદામ અને દ્રાક્ષ પણ; બે દિવસ ઉપર તો જેને જોઈને નાકનું ટેરવું ચઢી જાત એવા ચીઝનો ટુકડો, એક સૂકી બ્રેડ અને મીઠું તથા માખણ લગાડેલો રોલ હતાં. આ ઉપરાંત તેણે ફરી પેલું જ વાસણ પાછું મૂક્યું, હવે એમાં પાણી રેડ્યું હતું અને માત્ર તેના જ ઉપયોગ માટે હતું. ગ્રેગોર તેની હાજરીમાં નહીં ખાય એમ માનીને બહુ સિફતથી તે તરત જ પાછી જતી રહી, તાળું પણ વાસી દીધું અને એ રીતે તેને ઇશારો કર્યો કે હવે તારે જે ખાવું હશે તે નિરાંતે ખાઈ શકીશ. ગ્રેગોરના બધા પગ ખોરાકની દિશામાં ધસી ગયા. તેના બધા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા હોવા જોઈએ કારણ કે તેને કશી નબળાઈ લાગતી ન હતી. વળી તેને એનું અચરજ પણ થયું, તેને યાદ આવ્યું કે મહિના પર છરી વડે તેની આંગળી પર થોડો ચીરો પડ્યો હતો, ‘હું શું ઓછો સંવેદનશીલ બની ગયો છું?’ તેણે ખાઉધરા બનીને ચીઝ ચાખવા માંડ્યું. બીજી બધી વાનગીઓ કરતાં સૌથી વધારે ઉત્કટતાથી તે એના પ્રત્યે લોભાયો હતો. આંખોમાં સંતોષનાં આંસુ સાથે તેણે વારાફરતી ચીઝ, શાક અને સોસ ઝાપટ્યાં; બીજી બાજુએ તાજી વાનગીઓ માટે તેને ઇચ્છા થતી ન હતી, એમની વાસ પણ જિરવી શકાતી ન હતી; અને વાસ્તવમાં તો જે વસ્તુઓ તે ખાઈ શકતો હતો તે બધી થોડે દૂર ઘસડી ગયો. તેની બહેને જ્યારે પાછા જતા રહેવાના સંકેત રૂપ ચાવી ફેરવી ત્યારે તો ભોજન ક્યારનું પૂરું થઈ ગયું હતું અને ત્યાં જ સુસ્ત થઈને પડી રહૃાો હતો. તે ઊંઘી ગયો હતો અને છતાં એકાએક જાગી ગયો, ફરી તે ઉતાવળે સોફા નીચે ભરાઈ ગયો. તેની બહેન ઓરડામાં જે થોડો સમય માટે ઊભી હતી તે પૂરતો પણ સોફાની નીચે ભરાઈ રહેવામાં ખૂબ જ સંયમ રાખવો પડ્યો કારણ કે તેણે લીધેલા ખોરાકથી શરીર થોડું ફૂલી ગયું હતું, તે એટલો બધો સંકોચાઈને પડ્યો હતો કે માંડ માંડ તેનાથી શ્વાસ લઈ શકાતો હતો. વચ્ચે વચ્ચે થતી ગૂંગળામણ તેને પીડા આપતી હતી, તેની બહેન સહેજ પણ શંકાકુશંકા વિના સાવરણી વડે વધ્યુંઘટ્યું વાળી રહી હતી તે જોતી વખતે તેની આંખો માથામાંથી થોડી બહાર ઊપસી આવી. તેના ખાતાં વધેલો ખોરાક જ તેની બહેન ઉઝરડી રહી ન હતી પણ જે વાનગીઓને તે અડ્યો સુધ્ધાં ન હતો અને જાણે એ વાનગીઓ હવે કોઈને કામ લાગવાની ન હતી એ રીતે તેમને પણ સૂપડી વડે એક બાલદીમાં નાખી અને એના પર લાકડાનું ઢાંકણું મૂકીને બહાર લઈ ગઈ. તેની પીઠ થતાંવેંત તે સોફા તળેથી બહાર આવ્યો, શરીર લંબાવ્યું.
વહેલી સવારે, આમ તો હજુ રાત જ હતી, ગ્રેગોરને પોતાના નવા નિર્ધારની કસોટી કરવા માટેની તક મળી; તેની બહેને વ્યવસ્થિત રીતે વસ્ત્રો પહેરીને હોલમાંથી બારણું ખોલ્યું અને ડોકિયું કર્યું, તરત તો તેને જોયો જ નહીં પરંતુ જ્યારે સોફા નીચે જોયો – એ ક્યાંક તો હોવો જોઈએ, એ ઊડીને તો કશે જઈ શકવાનો ન હતો, નહિ? – ત્યારે તેને એવો આંચકો લાગ્યો કે આપોઆપ તેનાથી બારણું વસાઈ ગયું. પરંતુ પોતાની વર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કરતી ન હોય એ રીતે તેણે બારણું ખોલ્યું અને દબાયેલા પગે અંદર આવી, જાણે તે કોઈ બિમાર કે અજાણ્યા પાસે જતી ન હોય. ગ્રેગોરે પોતાનું માથું સોફાની ધાર સુધી ધકેલ્યું અને તેને જોતો રહૃાો. શું એમ ને એમ રહેવા દીધેલું દૂધ તેની નજરે પડશે? અને ભૂખ મરી ગઈ હતી એટલા માટે એ રાખી નથી મૂક્યું એવો ખ્યાલ આવશે? પોતાને ગમતું બીજું કશું ખાવાનું લઈ આવશે ખરી? જો તે પોતાની જાતે એમ નહીં કરે તો હું ભૂખે મરી જઈશ પણ એનું ધ્યાન આ હકીકત પ્રત્યે દોરવાનો નથી, જોકે તેને સોફા નીચે એકદમ ધસી જઈ તેના પગે પડવાનો અને કશુંક ખાવાનું માગવાનો વિચાર આવી ગયો ખરો, પણ તેની બહેને તરત જ જોયું કે વાસણ દૂધથી હજુ છલોછલ હતું, માત્ર થોડું દૂધ આસપાસ ઢોળાયું હતું એટલે તેણે એ વાસણ તરત જ ઊંચકી લીધું; હા, પોતાના હાથ વડે નહીં પણ રૂમાલ વડે ઊંચક્યું અને ઉપાડી ગઈ. એને બદલે તે શું લાવે છે તે જાણવા ગ્રેગોર ખૂબ અધીરો થયો અને એ વિશે ઘણાં અનુમાનો કર્યાં. પરંતુ વાસ્તવમાં તેણે ખૂબ જ સારા આશયથી પ્રે્રરાઈને જે કર્યું તેની કલ્પના પણ તે કરી શક્યો ન હતો. તેને શું ભાવે છે તે જાણવા માટે તે જાતજાતની વાનગીઓ લઈ આવી, જૂના છાપા ઉપર બધી વાનગીઓ પાથરી દીધી. થોડાં વાસી, અડધાં સડેલાં શાક હતાં; આગલી રાતના ભોજનમાંથી બચેલાં હાડકાં હતાં, તેના ઉપર ભરપટ્ટે સોસ પણ લગાડેલો હતો; બદામ અને દ્રાક્ષ પણ; બે દિવસ ઉપર તો જેને જોઈને નાકનું ટેરવું ચઢી જાત એવા ચીઝનો ટુકડો, એક સૂકી બ્રેડ અને મીઠું તથા માખણ લગાડેલો રોલ હતાં. આ ઉપરાંત તેણે ફરી પેલું જ વાસણ પાછું મૂક્યું, હવે એમાં પાણી રેડ્યું હતું અને માત્ર તેના જ ઉપયોગ માટે હતું. ગ્રેગોર તેની હાજરીમાં નહીં ખાય એમ માનીને બહુ સિફતથી તે તરત જ પાછી જતી રહી, તાળું પણ વાસી દીધું અને એ રીતે તેને ઇશારો કર્યો કે હવે તારે જે ખાવું હશે તે નિરાંતે ખાઈ શકીશ. ગ્રેગોરના બધા પગ ખોરાકની દિશામાં ધસી ગયા. તેના બધા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા હોવા જોઈએ કારણ કે તેને કશી નબળાઈ લાગતી ન હતી. વળી તેને એનું અચરજ પણ થયું, તેને યાદ આવ્યું કે મહિના પર છરી વડે તેની આંગળી પર થોડો ચીરો પડ્યો હતો, ‘હું શું ઓછો સંવેદનશીલ બની ગયો છું?’ તેણે ખાઉધરા બનીને ચીઝ ચાખવા માંડ્યું. બીજી બધી વાનગીઓ કરતાં સૌથી વધારે ઉત્કટતાથી તે એના પ્રત્યે લોભાયો હતો. આંખોમાં સંતોષનાં આંસુ સાથે તેણે વારાફરતી ચીઝ, શાક અને સોસ ઝાપટ્યાં; બીજી બાજુએ તાજી વાનગીઓ માટે તેને ઇચ્છા થતી ન હતી, એમની વાસ પણ જિરવી શકાતી ન હતી; અને વાસ્તવમાં તો જે વસ્તુઓ તે ખાઈ શકતો હતો તે બધી થોડે દૂર ઘસડી ગયો. તેની બહેને જ્યારે પાછા જતા રહેવાના સંકેત રૂપ ચાવી ફેરવી ત્યારે તો ભોજન ક્યારનું પૂરું થઈ ગયું હતું અને ત્યાં જ સુસ્ત થઈને પડી રહૃાો હતો. તે ઊંઘી ગયો હતો અને છતાં એકાએક જાગી ગયો, ફરી તે ઉતાવળે સોફા નીચે ભરાઈ ગયો. તેની બહેન ઓરડામાં જે થોડો સમય માટે ઊભી હતી તે પૂરતો પણ સોફાની નીચે ભરાઈ રહેવામાં ખૂબ જ સંયમ રાખવો પડ્યો કારણ કે તેણે લીધેલા ખોરાકથી શરીર થોડું ફૂલી ગયું હતું, તે એટલો બધો સંકોચાઈને પડ્યો હતો કે માંડ માંડ તેનાથી શ્વાસ લઈ શકાતો હતો. વચ્ચે વચ્ચે થતી ગૂંગળામણ તેને પીડા આપતી હતી, તેની બહેન સહેજ પણ શંકાકુશંકા વિના સાવરણી વડે વધ્યુંઘટ્યું વાળી રહી હતી તે જોતી વખતે તેની આંખો માથામાંથી થોડી બહાર ઊપસી આવી. તેના ખાતાં વધેલો ખોરાક જ તેની બહેન ઉઝરડી રહી ન હતી પણ જે વાનગીઓને તે અડ્યો સુધ્ધાં ન હતો અને જાણે એ વાનગીઓ હવે કોઈને કામ લાગવાની ન હતી એ રીતે તેમને પણ સૂપડી વડે એક બાલદીમાં નાખી અને એના પર લાકડાનું ઢાંકણું મૂકીને બહાર લઈ ગઈ. તેની પીઠ થતાંવેંત તે સોફા તળેથી બહાર આવ્યો, શરીર લંબાવ્યું.
આ રીતે ગ્રેગોરને દરરોજ ભોજન અપાતું રહૃાું, તેના માબાપ અને નોકરાણી ઊંઘતા હોય ત્યારે સવારે એક વખત અને બીજી વખત તેઓ બપોરનું ભોજન લઈ લે ત્યારે; કારણ કે એ ભોજન પછી તેનાં માબાપ એકાદ ઝોકું ખાઈ લેતાં હતાં અને તેની બહેન નોકરાણીને એક અથવા બીજા બહાને ક્યાંક મોકલી દેતી હતી. હા, એનો અર્થ એવો નહીં કે તેઓ એને ભૂખે મારવા માગતા હતા. પરંતુ ગ્રેગોરની ખાવાપીવાની રીતભાત વિશે તેઓ જાતે જાણી લે એના કરતાં બીજાઓ પાસેથી જાણી લે તે કદાચ વધારે સારું અને કદાચ તેની બહેન શક્ય હોય તેટલે અંશે આવી નાની નાની ચંતાિઓમાંથી તેમને ઉગારી લેવા પણ માગતી હોય કારણ કે તેઓ જે વેઠી રહૃાા હતા એ જ પૂરતું હતું.  
આ રીતે ગ્રેગોરને દરરોજ ભોજન અપાતું રહ્યું, તેના માબાપ અને નોકરાણી ઊંઘતા હોય ત્યારે સવારે એક વખત અને બીજી વખત તેઓ બપોરનું ભોજન લઈ લે ત્યારે; કારણ કે એ ભોજન પછી તેનાં માબાપ એકાદ ઝોકું ખાઈ લેતાં હતાં અને તેની બહેન નોકરાણીને એક અથવા બીજા બહાને ક્યાંક મોકલી દેતી હતી. હા, એનો અર્થ એવો નહીં કે તેઓ એને ભૂખે મારવા માગતા હતા. પરંતુ ગ્રેગોરની ખાવાપીવાની રીતભાત વિશે તેઓ જાતે જાણી લે એના કરતાં બીજાઓ પાસેથી જાણી લે તે કદાચ વધારે સારું અને કદાચ તેની બહેન શક્ય હોય તેટલે અંશે આવી નાની નાની ચિંતાઓમાંથી તેમને ઉગારી લેવા પણ માગતી હોય કારણ કે તેઓ જે વેઠી રહૃાા હતા એ જ પૂરતું હતું.  
ડોક્ટરને અને તાળાકૂંચીવાળા માણસને પહેલે દિવસે કેવી રીતે પાછા મોકલી દેવામાં આવ્યા હતા એ વાત ગ્રેગોર જાણી શક્યો નહીં કારણ કે તે જે બોલતો હતો એ બીજાઓ કોઈ સમજી શકતા ન હતા પરંતુ તેમને, તેની બહેનને પણ, એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે બીજાઓ જે બોલે એ વાત તો તે સમજી શકતો હતો. તેની બહેન જ્યારે જ્યારે તેના ઓરડામાં આવતી હતી ત્યારે ત્યારે તેના નિ:શ્વાસ સાંભળીને કે કદી કદી સંતપુરુષોને થતી વિનંતિઓ સાંભળીને જ તેને સંતોષ માની લેવો પડતો હતો. પાછળથી તે જ્યારે આ પરિસ્થિતિથી થોડી ઘણી ટેવાઈ ગઈ, પૂરેપૂરી તો ક્યારેય ટેવાઈ જ ન હતી, ત્યારે તે કદી કદી દયાથી પે્રરાઈને કશી ટીકાટિપ્પણ કરી લેતી અથવા એવું માની શકાય. ગ્રેગોર જ્યારે ખાસ્સું ભોજન કરતો ત્યારે ‘ચાલો, આજે એને ખાવાનું ભાવ્યું.’ બોલતી અને જ્યારે તે કશાને અડકે જ નહીં ત્યારે લગભગ દુઃખી થઈને બોલતી : ‘ફરી આજે કશાને નથી અડક્યો.’ ભોજન એમ ને એમ પડી રહૃાું હોય એવી ઘટનાઓનું પ્રમાણ ધીમેધીમે વધવા માંડ્યું.
ડોક્ટરને અને તાળાકૂંચીવાળા માણસને પહેલે દિવસે કેવી રીતે પાછા મોકલી દેવામાં આવ્યા હતા એ વાત ગ્રેગોર જાણી શક્યો નહીં કારણ કે તે જે બોલતો હતો એ બીજાઓ કોઈ સમજી શકતા ન હતા પરંતુ તેમને, તેની બહેનને પણ, એ ખ્યાલ ક્યારેય ન આવ્યો કે બીજાઓ જે બોલે એ વાત તો તે સમજી શકતો હતો. તેની બહેન જ્યારે જ્યારે તેના ઓરડામાં આવતી હતી ત્યારે ત્યારે તેના નિ:શ્વાસ સાંભળીને કે કદી કદી સંતપુરુષોને થતી વિનંતિઓ સાંભળીને જ તેને સંતોષ માની લેવો પડતો હતો. પાછળથી તે જ્યારે આ પરિસ્થિતિથી થોડી ઘણી ટેવાઈ ગઈ, પૂરેપૂરી તો ક્યારેય ટેવાઈ જ ન હતી, ત્યારે તે કદી કદી દયાથી પે્રરાઈને કશી ટીકાટિપ્પણ કરી લેતી અથવા એવું માની શકાય. ગ્રેગોર જ્યારે ખાસ્સું ભોજન કરતો ત્યારે ‘ચાલો, આજે એને ખાવાનું ભાવ્યું.’ બોલતી અને જ્યારે તે કશાને અડકે જ નહીં ત્યારે લગભગ દુઃખી થઈને બોલતી : ‘ફરી આજે કશાને નથી અડક્યો.’ ભોજન એમ ને એમ પડી રહ્યું હોય એવી ઘટનાઓનું પ્રમાણ ધીમેધીમે વધવા માંડ્યું.
ગ્રેગોરને કોઈ સમાચાર પ્રત્યક્ષ રીતે તો મળતા જ ન હતા પરંતુ આજુબાજુના ઓરડાઓમાંથી ઘણી બધી વાતો તેના કાને પડતી; જ્યારે કોઈ અવાજ સંભળાતો ત્યારે તે બાજુના ઓરડાના બારણા આગળ પહોંચી જતો અને આખું શરીર બારણાને અઢેલીને રાખતો. શરૂઆતના દિવસોમાં તો તેના ઉલ્લેખ વિનાની કોઈ વાતચીત સંભળાતી જ ન હતી, પરોક્ષ રીતે પણ તેનો ઉલ્લેખ છેવટે તો આવે જ. બે દિવસ સુધી બંને ભોજન વખતે હવે શું કરવું જોઈએ તેની મસલતો થતી રહી. ભોજન સિવાય એ જ વાતો ચાલુ રહેતી કારણ કે કુટુંબના બે સભ્યો હાજર હોય જ; ફલેટમાં કોઈ એકલા રહેવા માગતું જ ન હતું; અને ફલેટને સાવ સૂનો મૂકવાનો વિચાર સ્વપ્ને પણ ન થઈ શકે. રસોયણ આ આખી ઘટના વિશે કેટલું જાણતી હતી એની તો ખબર ન હતી પણ પહેલે જ દિવસે ગ્રેગોરની માને બે હાથ જોેડી ‘મને છૂટી કરી દો’ કહેતી હતી અને જ્યારે પાએક કલાક પછી ગઈ ત્યારે તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, જાણે તેના ઉપર કોઈ મોટો ઉપકાર ચઢાવ્યો ન હોય અને જે કંઈ બની ગયું તેના વિશે કોઈ કરતાં કોઈને પણ એક હરફ નહીં કહે એવું વચન સામે ચાલીને, કોઈ કહે તે પહેલાં પોતાની જાતે જ, તેણે આપ્યું હતું.

હવે તેની માને મદદરૂપ થવા ગ્રેગોરની બહેનને રસોઈ કરવી પડતી હતી; એ વાત સાચી કે રસોઈમાં બહુ સમય જતો ન હતો કારણ કે તેઓ ભાગ્યે જ કશું ખાતા હતા. ગ્રેગોર હંમેશાં એક જણ બીજાને ખાવા માટે જે વિનંતીઓ કર્યા કરે તે સાંભળ્યા કરતો : ‘ના, બસ... મારે જેટલું ખાવું હતું એટલું ખાઈ લીધું.’ કે એના જેવો ઉત્તર સાંભળતો. કદાચ તેઓ કશંુ પીતા ન હતા. અવારનવાર તેની બહેન બાપાને પૂછતી : ‘તમારે બીયર નથી પીવો? ચાલો, હું જ તમને લાવી આપું.’ જ્યારે તે કશો ઉત્તર ન આપે ત્યારે ‘બીજા કોઈ પાસે મંગાવી આપું?’ એમ પણ પૂછતી જેથી કરીને બીજી કોઈ ચંતાિ ન થાય પણ તેના બાપાના મોઢામાંથી સ્પષ્ટ ‘ના’ નીકળતી અને વાત ત્યાં પૂરી થઈ જતી.

Line 24: Line 24:
માને જોવાની ગે્રગોરની ઇચ્છા બહુ જલદી પાર પડી. દિવસે તો તેના માબાપનો વિચાર કરીને તે બારી આગળ ઊભો રહેતો ન હતો; પરંતુ ફરસ પર હરવાફરવાની જગ્યા બહુ ઓછી હતી એટલે તે ઝાઝે દૂર સરકી શકતો ન હતો અને આખી રાત તે એક જગ્યાએ સ્થિર રહી પણ શકતો ન હતો. અત્યાર સુધી ભોજનમાં તેને જે રસ પડતો હતો તે પણ હવે લેતો બંધ થયો હતો એટલે માત્ર મન બહેલાવવા માટે ઓરડાની ભીંતો અને છત ઉપર સરકવાની તેણે આદત પાડી, છત પર લટકી રહેવાની તેને મજા આવતી હતી. જમીન પર પડી રહેવા કરતાં એ વધારે સારું લાગતું હતું; એને કારણે સહેલાઈથી શ્વાસ લઈ શકાય, શરીર ખૂબ જ હળવું બનીને ઝૂલી શકે; આમ લટકવામાં એટલો બધો આનંદ થતો હતો કે તેના આશ્ચર્ય વચ્ચે તે જમીન ઉપર પડી પણ જતો હતો. છતાં હવે પહેલાં કરતાં શરીર ઉપર વધારે અંકુશ રાખી શકતો હતો અને આટલા મોટા પછડાટથી પણ તેને ઇજા થતી ન હતી. ગ્રેગોરે પોેતે શોધી કાઢેલા આ નવા કાર્ય વિશે તેની બહેને એક વખત ટીકા કરી હતી. એ જ્યાં સરકતો હતો ત્યાં તેના પગના તળિયે રહેલા ચીકણા પ્રવાહીના ડાઘ પડી જતા હતા એટલે આમતેમ ચાલવાની જેટલી વધુ જગ્યા આપી શકાય તેટલું સારું એવો વિચાર તેની બહેનને આવ્યો; તેની વચ્ચે આવતા રાચરચીલાને અને તેમાંય ખાસ કરીને ખાનાંઓવાળું કબાટ અને લખવાનું ટેબલ ખસેડી લીધાં હોય તો! પણ તેનાથી એેકલે હાથે તો આ કામ થઈ એમ ન હતું; તેના બાપાને કહેવાની તેનામાં હિંમત ન હતી; રસોયણના જતા રહૃાા પછી ત્યાં ટકી રહેનારી સોળ વરસની કામવાળીની પણ મદદ માંગી ન શકાય કારણ કે રસોડાનું બારણું હંમેશાં બંધ રાખવાની અને ખાસ કામ હોય તો જ ખોલવાની વાત તેણે વિનંતી કરીને કબૂલાવી હતી; એટલે પછી તેના બાપા ન હોય ત્યારે તેની માની મદદ લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ રહૃાો ન હતો. હરખભરી અધીરાઈથી એ પ્રૌઢ સ્ત્રી આવી તો ખરી પણ બારણા આગળ જ તેનો બધો ઉત્સાહ ઓસરી ગયો. જોકે માને અંદર દાખલ કરતાં પહેલાં ગ્રેગોરની બહેને અંદર આવીને બધું વ્યવસ્થિત છે કે નહીં તેની ખાતરી કરી, ખૂબ જ ઉતાવળે ગ્રેગોરે ચાદર હટાવી અને સોફા ઉપર કોઈએ સહજ રીતે જ ફેંકી છે એવી લાગે એ રીતે જેમ તેમ વાળેલી મૂકી દીધી અને આ વખતે તેણે માથું બહાર કાઢ્યું નહીં; આ પ્રસંગે માને નિહાળ્યાનો આનંદ તેણે જતો કર્યો, તે આવી તો ખરી એમ માનીને આનંદ વ્યક્ત કર્યો. તેની બહેન બોલી : ‘આવ ને અંદર, તે નજરે નહીં પડે.’ સ્વાભાવિક રીતે જ તેની બહેન માનો હાથ પકડીને દોરી રહી હતી. વજનદાર જૂનું કબાટ એની જગ્યાએથી ખસેડવા માટે એ બંને સ્ત્રીઓેે ઝઝૂમી રહી હતી એ ગ્રેગોર સાંભળી શકતો હતો; મોટા ભાગની મહેનત તો તેની બહેન જ કરતી હતી અને આ રીતે ખૂબ થાકી જવાશે એમ માનીને તેની મા જે ઠપકો આપી રહી હતી એની પરવા પણ કરતી ન હતી. એમાં ખાસ્સો સમય વીતી ગયો. પાએક કલાક આમ તેમ હચમચાવ્યા પછી તેની માએ કહૃાું. ‘એના કરતાં જ્યાં છે ત્યાં જ રહેવા દીધું હોય તો...એક તો એ વધારે પડતું ભારે છે અને તારા બાપા આવે એ પહેલાં એને ખસેડી જ શકાવાનું નથી. અને આમ ઓરડાની વચ્ચે જો પડી રહેશે તો ગે્રગોરની હિલચાલને અડચણરૂપ થશે; વળી ફનિર્ચર હટાવવાથી ગ્રેગોરને સવલત જ મળશે એમ ચોક્કસ કહી શકાય નહીં.’ તે તો એનાથી અવળું જ માનતી હતી; આખો ઓરડો સાવ ખાલીખમ હોય તો તો હું જ ગભરાઈ જઉ અને ગ્રેગોર પોતાના ફનિર્ચરથી એટલો બધો ટેવાઈ ગયો છે કે એના વિના તો સોરાઈ મરશે. પછી ધીમા અવાજે તે બોલી; રખેને ગ્રેગોરના કાને તેના લહેકા પણ પડી જશે એ બીકે તે આ બધો સમય સાવ ધીમા અવાજે ગણગણતી જ રહી હતી. ગ્રેગોર ક્યાં છે તેની તો ખબર જ ન હતી. તેને ખાત્રી હતી કે ગ્રેગોર તેની ભાષા સમજી જ ન શકે. ‘એનું ફનિર્ચર લઈ લઈશું તો એવું નહીં લાગે કે તેના સાજા થવાની આશા છોડી દીધી છે અને ઠંડે કલેજે આપણે એને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ? એનો ઓરડો જેવો છે તેવો જ રાખી મૂકવો જોઈએે એમ લાગે છે. એ જ્યારે સાજો થઈ જાય ત્યારે આ બધું એવું ને એવું જુએ અને વચગાળામાં જે બન્યું એ સહેલાઈથી ભૂલી શકે; તેની માના શબ્દો સાંભળીને ગ્રેગોરને લાગ્યું કે બે મહિનાથી કોઈની સાથે વાતચીત કરી નથી તેને લીધે અને કુટુંબજીવન સાવ યંત્રવત્ થઈ ગયું છે તેને કારણે તેના મનમાં ઘણું બધું અસ્પષ્ટ રહી જતું હતું, નહીંતર તો એનો ઓરડો ખાલીખમ થઈ જાય એવું તે આતુરતાથી ઇચ્છતો ન હતો? જૂના રાચરચીલાથી ભર્યો ભર્યો, સગવડભર્યો અને હૂંફાળો ઓરડો પછી સાવ ખાલી ગુફા જેવો જ બની જાય; એમાં એ નિરાંતે, કોઈ પણ જાતની અડચણ વિના સરકી શકે ખરો પરંતુ પોતાના બધા જ માનવીય સંદર્ભોની સ્મૃતિ પણ સાથે સાથે જતી કરવાની ને! તે વિસ્મૃતિની એટલી બધી હદે પહોંચી ગયો હતો કે ઘણા લાંબા સમયે સાંભળવા મળેલા તેની માના અવાજે તેને પાછો આણ્યો. આ ઓેરડામાંથી કશું ખસેડવાનું નથી, જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રાખવાની, આ રાચરચીલાને કારણે એને થોડું સારું લાગે છે એ લાભ તે ગુમાવવા માંગતો ન હતો; તે આમતેમ સરકવા કરતો હતો તેમાં આ બધી વસ્તુઓને કારણે મુશ્કેલી ઊભી થતી હતી તે છતાં એ ગેરલાભ નહીં પણ મોટો લાભ હતો.

દુર્ભાગ્યે તેની બહેન એથી અવળો અભિપ્રાય ધરાવતી હતી; ગ્રેગોરને લગતી બાબતોમાં તેના માબાપ કરતાં તેને વધુ સમજ પડે છે એમ માનવાને તે ટેવાઈ ગઈ હતી અને તેની પોતાની આ લાગણી ખોટી ન હતી. એટલે તેની માની સલાહને અવગણીને બધું રાચરચીલું ખસેડી લેવા માંગતી હતી. શરૂઆતમાં તો તે માત્ર કબાટ અને લખવાનું ટેબલ જ ખસેડવાની વાત કરતી હતી પણ હવે તો ખૂબ જરૂરી સોફા સિવાય બીજું બધું લઈ લેવા માંગતી હતી. તેનો આ નિર્ધાર માત્ર બાળહઠનું કે તાજેતરમાં અણધારી રીતે વિકસાવેલા તથા જેની કંમિત આપવી પડેલા તેવા આત્મવિશ્વાસનું પરિણામ ન હતો. ખરેખર તેને ખ્યાલ તો આવી ગયો હતો કે ગ્રેગોરને હરવાફરવા માટે ખાસ્સી જગ્યા જોઈશે. વળી આમ જોવા જઈએ તો તેને ફનિર્ચરની એવી કશી જરૂર ન હતી. આમાં એક કિશોરીના ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વનુંં પરિબળ પણ ઉમેરાયું હોય, ગે્રટા પોતાના ભાઈના સંજોગોની ભયાનકતાને અતિશયોક્તિપૂર્ણ બનાવીને એને માટે જે કંઈ કરવું પડે તે કરવાની એકેએક તક ઝડપી લેવા આતુર રહેતી. જે ઓરડાની ખાલીખમ દીવાલોનો ગ્રેગોર સાવ એકલો ભોગવટો કરી રહૃાો હતો તે ઓરડામાં તેની બહેન સિવાય બીજું કોઈ ભાગ્યે જ પગ મૂકવાનું હતું અને એટલે જ તેને આ નિર્ણયમાંથી તેની મા ડગાવી ન શકી, તે તો ગ્રેગોરના ઓરડામાં ખૂબ અસ્વસ્થ થઈ ગઈ અને અવઢવમાં પડી ગઈ, બહુ જલદી તેને મૂંગા થઈ જવું પડ્યું, અને તે કબાટ બહાર ખસેડી લેવા માટે શક્ય તેટલી મદદ દીકરીને કરવા તૈયાર થઈ. આ તરફ જો એવું થાય તો કબાટ વિના ચલાવી લેવા ગે્રગોર તૈયાર હતો પણ લખવાનું ટેબલ તો તેને જોઈએ જ, જ્યાં એ બે સ્ત્રીઓએ કણસતાં કણસતાં તેના ઓરડામાંથી કબાટ બહાર કાઢ્યું ત્યાં શક્ય તેટલી સાવચેતીથી અને સહાનુભૂતિથી તે કેવી રીતે અટકાવી શકે તે જોવા માટે ગ્રેગોરે સોફા નીચેથી પોતાનું માથું બહાર કાઢ્યું પણ તેના દુર્ભાગ્યે ઓરડામાં તેની મા વહેલી આવી અને બીજા ઓરડામાં એકલે હાથે કબાટ સાથે માથાકૂટ કરતી ગ્રેટાને એકલી મૂકી; પણ તે જરાય ચસકતું ન હતું. આમ છતાં તેની મા ગ્રેગોરને જોવાને ટેવાયેલી ન હતી એટલે પોતાને જોઈને ચિતરી ન ચઢે માટે તે સાવચેતીના પગલા રૂપે સોફાને બીજે છેડે ભરાઈ ગયો, પણ સામે ચાદરને જરા જરા ઝૂલતી અટકાવી ન શક્યો. તેને સાવધાન કરી દેવા માટે આટલું પૂરતું હતું. તે ઘડીભર સ્થિર ઊભી રહી ગઈ અને પછી ગ્રેટા પાસે જઈ પહોંચી.

ગ્રેગોર પોતાની જાતને કશું અસામાન્ય બની નથી રહૃાું, માત્ર થોડું રાચરચીલું જ આમ તેમ થઈ રહૃાું છે એવું મનાવતો રહૃાો હોવા છતાં તેને છેવટે સ્વીકારવું પડ્યું કે આ બે સ્ત્રી જે રીતે આવજા કરી રહી હતી, તેમના ઝીણા ઝીણા ઊંહકારા, ફરસ પરથી ઘસડાયા કરતું રાચરચીલું – આ બધું જાણે ચારે બાજુથી આવી પડેલા મોટા વિક્ષેપ જેવું લાગતું હતું. પગ અને માથાને ગમે તેટલા સંકોચી દે અને પોતાની જાતને ફરસ સાથે ચિપકાવી દે તો પણ તે આ બધું વેઠી શકે એમ ન હતો. તેઓ એનો ઓરડો સાવ ખાલી કરી રહૃાાં હતાં; એને પ્રિય એવી બધી વસ્તુઓ તેઓ ખસેડી રહૃાાં હતાં; જેમાં તે કરવત અને બીજાં સાધનો મૂકી રાખતો હતો તે કબાટ જતું રહૃાું; હવે તેઓ લખવાનું ટેબલ છૂટું કરી રહૃાાં હતાં અને તેના બધા ભાગ ફરસ પર પડ્યા હતા; કોમર્સ સ્કૂલમાં અને ગ્રામર સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેણે બધું ગૃહકાર્ય આ જ ટેબલ પર કર્યું હતું. આ બે સ્ત્રીઓના સારા આશયો વિશે વિચાર કરવા માટેનો સમય તેની પાસે ન હતો; તે બંનેના અસ્તિત્વને ક્યારનો ભૂલી ગયો હતો કારણ કે હવે બંને એટલાં બધાં થાકી ગયાં હતાં કે તેમનાં પગલાં ઘસાવાના ભારે અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું, તેઓ ચુપચાપ બધી મહેનત કરી રહૃાાં હતાં.
ગ્રેગોર પોતાની જાતને કશું અસામાન્ય બની નથી રહ્યું, માત્ર થોડું રાચરચીલું જ આમ તેમ થઈ રહ્યું છે એવું મનાવતો રહૃાો હોવા છતાં તેને છેવટે સ્વીકારવું પડ્યું કે આ બે સ્ત્રી જે રીતે આવજા કરી રહી હતી, તેમના ઝીણા ઝીણા ઊંહકારા, ફરસ પરથી ઘસડાયા કરતું રાચરચીલું – આ બધું જાણે ચારે બાજુથી આવી પડેલા મોટા વિક્ષેપ જેવું લાગતું હતું. પગ અને માથાને ગમે તેટલા સંકોચી દે અને પોતાની જાતને ફરસ સાથે ચિપકાવી દે તો પણ તે આ બધું વેઠી શકે એમ ન હતો. તેઓ એનો ઓરડો સાવ ખાલી કરી રહૃાાં હતાં; એને પ્રિય એવી બધી વસ્તુઓ તેઓ ખસેડી રહૃાાં હતાં; જેમાં તે કરવત અને બીજાં સાધનો મૂકી રાખતો હતો તે કબાટ જતું રહ્યું; હવે તેઓ લખવાનું ટેબલ છૂટું કરી રહૃાાં હતાં અને તેના બધા ભાગ ફરસ પર પડ્યા હતા; કોમર્સ સ્કૂલમાં અને ગ્રામર સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેણે બધું ગૃહકાર્ય આ જ ટેબલ પર કર્યું હતું. આ બે સ્ત્રીઓના સારા આશયો વિશે વિચાર કરવા માટેનો સમય તેની પાસે ન હતો; તે બંનેના અસ્તિત્વને ક્યારનો ભૂલી ગયો હતો કારણ કે હવે બંને એટલાં બધાં થાકી ગયાં હતાં કે તેમનાં પગલાં ઘસાવાના ભારે અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું, તેઓ ચુપચાપ બધી મહેનત કરી રહૃાાં હતાં.
અને એટલે તે બહાર ધસી ગયો – બંને સ્ત્રીઓ બાજુના ઓરડામાં શ્વાસ ખાવા માટે ટેબલને અઢેલીને હજુ તો માંડ ઊભી રહી હતી અને ચાર વખત તેણે દિશાઓ બદલી કારણ કે સૌથી પહેલાં શાનો બચાવ કરવો એની સૂઝ તેને પડતી ન હતી. પછી સામી ભીંતે રૂંવામાં ખાસ્સી એવી લપેટાયેલી સ્ત્રીના એક ચિત્રથી તે અંજાઈ ગયો; એ ભીંત બીજી રીતે સાફ થઈ ગઈ હતી, એ તરત જ સરક્યો અને વળગી રહેવા માટે સારી સપાટી ગણાય એવા કાચને ચોંટી ગયો અને પોતાના ગરમ પેટને રાહત આપી. પોતાના તળિયે પૂરેપૂરું ઢંકાઈ ગયેલું આ ચિત્ર કોઈએ હટાવવાનું નથી. એ સ્ત્રીઓ પાછી આવે ત્યારે એમનું નિરીક્ષણ કરી શકાય એટલા માટે તેણે પોતાનું માથું બેઠકખંડના બારણાની દિશામાં રાખ્યું.

તેઓએ બહુ આરામ ન કર્યો અને આ તરફ આવવા માંડ્યું. ગ્રેટાએ પોેતાનો હાથ માની આસપાસ વીંટાળ્યો હતો અને જાણે એને ટેકો આપી રહી હતી. ‘હંઅ.. ચાલો, હવે આપણે શું લઈ જઈશું?’ આમતેમ જોઈને ગ્રેટાએ પૂછ્યું. ભીંત ઉપર ચીપકેલા ગ્રેગોરની અને તેની આંખો સામસામે મળી. તેણે આમ તો પોતાની માને ખાતર જ સ્વસ્થતા જાળવી રાખી. તે જાણે હળવા અને સહજ અવાજે બોલી: ‘ચાલ, હમણાં તો આપણે બેઠકખંડમાં પાછા જઈએ.’ ગ્રેગોર તેની બહેનનો આશય સ્પષ્ટ રીતે સમજી ગયો. તે માને સુરક્ષિત જગ્યાએ બેસાડીને ગ્રેગોરને ભીંતેથી ભગાડી મૂકવા માગતી હતી. એમ, જરા કરી તો જુએ... તે ચિત્રને વળગી રહેશે અને પોતાની હાર નહીં માને. જો જરૂર જણાશે તો ગ્રેટાના ચહેરા પર ઊડીને પડશે.