26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 230: | Line 230: | ||
“ઓઢા જામ; સાથે ચડીએ, પણ મારો કરાર જાણો છો? મહેનત અને કમાણી, બેયમાં સરખો ભાગ : અરધમાં તમે બધા અને અરધમાં હું એકલો : છે કબૂલ?” | “ઓઢા જામ; સાથે ચડીએ, પણ મારો કરાર જાણો છો? મહેનત અને કમાણી, બેયમાં સરખો ભાગ : અરધમાં તમે બધા અને અરધમાં હું એકલો : છે કબૂલ?” | ||
ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઈતું મેળવવા મંડ્યા. | ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઈતું મેળવવા મંડ્યા. | ||
<Center>ભાઈબંધી</Center> | |||
પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઈ લઈ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા, નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે. | |||
બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઈને ગઢે પહોંચ્યા. એ કોટમાં સાતવીસ સાંઢ્યો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી, રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી — એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા-લખાં મોતી જેવી છે. રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યો બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ઘાણીને1 બારણે ચડવાનીયે કોની મગદૂર? રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથાનાં કાછલાં થઈને ઊડી પડે. પણ આજ ઘાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી ગઈ છે. | |||
એકલમલ્લ બોલ્યો : “ભાઈ ઠાકોરો, બોલો, કાં તો હું ઘાણીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો તો હું સાંઢ્યો લઈ જાઉં.” | |||
“એકલમલ્લ, તમે ઝાંપો તોડો, અમે સાંઢ્યો બહાર કાઢશું.” | |||
રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો. | |||
એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો. | |||
રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢ્યો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે. | |||
ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ‘ચોર! સાંઢ્યુંના ચોર!’ નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઈને કરગરવા માંડ્યું : “એકલમલ્લભાઈ, હવે અમારી આબરૂ તારા હાથમાં....’ | |||
“બસ, દરબારો! શૂરાતન વાપરી લીધું? સાંઢ્યો લેવા આવતાં પહેલાં ઈલમ તો જાણવો’તો!” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાણ્યું. એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈને ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો. | |||
લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી. મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે એક સો ને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે. | |||
“વાહ એકલમલ્લ! વાહ એકલમલ્લ! વાહ બેલીડા!” એમ ઓઢો ભલકારા દેતો આવે છે. | |||
ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં ડમરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે. એકલમલ્લ બોલ્યો : “રજપૂતો! કાં તો તમે સાંઢ્યોને લઈ ભાગી છૂટો, ને કાં આ વારને રોકો.” | |||
રજપૂતો કહે : “ભાઈ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઈ જઈને સરખા ભાગ પાડી રાખશું!” | |||
એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઈ રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢ્યો વાંસે દોડી આવે છે. પોતાના લોહીની ઘ્રાણ એને એવી મીઠી લાગે છે. | |||
“ઓઢા જામ! તમેય ભાગો. શીદ ઊભા છો? મારી પાછળ મોટું કટક આવે છે, તમે બચી છૂટો.” એકલમલ્લ બોલ્યો. | |||
“બેલી, કોના સારુ બચી છૂટું? કોઈનો ચૂડો ભાંગવાનો નથી.” | |||
“અરે, કોઈક બિચારી રાહ જોતી હશે.” | |||
“કોઈ ન મળે, બેલી! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી.” | |||
એમ મૉતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડોઅવળો નાખી, ઘોડાને ખરેરો કરવા માંડ્યો. | |||
“અરે, એકલમલ્લભાઈ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો!” | |||
“આંબવા દ્યો, ઓઢા જામ! તમે આ ઘાસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો મોજ કરતાં કરતાં કાં ન મરવું?” | |||
બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઈ રહ્યો છે : “વાહ અલ્લા! વાહ તારી કરામત! બેય દુશમન ધરપત કરીને બેઠા છે — કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઈએ!” | |||
“એઈ બાદશાહ!” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો : “પાછો વળી જા. એઈ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.” | |||
ખડ! ખડ! ખડ! ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઈને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા,''' | |||
'''કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો, ડંકો ધૂળમાં રોળાણો.] | |||
તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું, કાન સુધી પણછ ખેંચી પડકાર્યું : “બાદશાહ, તારી થાળીમાં લાખોના કોળિયા કહેવાય. તને મારું તો પાપી ઠરું; પણ તારું છત્તર સંભાળજે.” | |||
એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું. બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''બીજે ઘાયે બાણ, પૂવે છત્તર પાડિયો,''' | |||
'''કુદાયા કેકાણ, હોથી હલ્લી નીકળ્યો.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઈને બાંભણિયો થંભી ગયો.] | |||
“વાહ, રજપૂત, વાહ વાહ!” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits