26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 467: | Line 467: | ||
</poem> | </poem> | ||
</Center> | </Center> | ||
{{Poem2Open}} | |||
[તું ઊડી જા, નીકર તને તીર ચડાવીને વીંધી નાખીશ; હે ચિતડાના ચોર, આજ તેં મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો.] | |||
કેહૂક! કેહૂક! કેહૂક! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે : હે હોથલ! — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''અસીં ગિરવરજા મોરલા, કાંકર પેટભરાં,''' | |||
'''(મારી) રત આવે ન બોલિયાં, (તો તો) હૈડો ફાટ મરાં.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડાં કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે. પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ, તો તો અમારાં હૈયાં ફાટી જાય. અમારું મૉત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય?] | |||
એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ(ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને કેહૂક! કેહૂક! ટૌકવા લાગ્યો. | |||
હોથલે ખભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી. ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. “હાં! હાં! હાં! હોથલ!” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ્ય દોર,''' | |||
'''ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર?''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે ઘેલી, ધનુષ્યની પણછ ન બાંધ. ગરની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ?] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''કરાયલકે ન મારીએં, જેંજાં રત્તા નેણ,''' | |||
'''તડ વીઠાં ટૌકા કરે, નીત સંભારે સે’ણ.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[અરે હોથલ, બિચારા મોરને તે મરાય? એનાં રાતુડાં નેત્ર જો, કેવાં પ્યારાં લાગે છે? અને એ બિચારાં પંખી તો ટૌકતાં ટૌકતાં એનાં વહાલેશરીને સંભારે છે.] | |||
અરે હોથલ! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''રેલમછેલા ડુંગરા, ચાવો લગે ચકોર,''' | |||
'''વીસર્યાં સંભારી ડીએ, સે ન મારીજે મોર.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય.] | |||
કહેતાં કહેતાં ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે. | |||
“અરે ઓઢા જામ! એવડું તે શું દુ:ખ પડ્યું? આજે શું સાંભર્યું છે?” એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી. એમ કરતાં કરતાં તો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''છીપર ભીંજાણી છક હુવો, ત્રંબક હુઈ વ્યાં નેણ,''' | |||
'''અમથી ઉત્તમ ગોરિયાં, ચડી તોજે ચિત સેણ.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ. ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી : “ઓઢા, શું મારાથી અધિક ગુણવતી કોઈ સુંદરી તારા ચિત્તમાં ચડી? નીકર, તું મને આજે આમ તરછોડત નહિ.”] | |||
એટલું બોલતાં તો હોથલનું ગળું રૂંધાઈ ગયું. એની આંખો છલકાઈ ગઈ. હોથલની હડપચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું : હોથલ! — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
કનડે મોતી નીપજે, કચ્છમેં થિયેતા મઠ, | |||
હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ. | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હોથલ, એવા અંદેશા આણ્ય મા, ઓઢા ઉપર આવડાં બધાં આળ શોભે? ઓ મારી હોથલ, તારા સરખાં મોતી તો કનડામાં જ નીપજે છે. કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. હોથલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી ભાળી.] | |||
અને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ખેરી બૂરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,''' | |||
'''(પણ) હોથલ હલો કછડે, જિતેં માડુ સવાયા લખ.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[કચ્છમાં તો ખેર, બાવળ અને બોરનાં ભૂંડાં કાંટાળાં ઝાડ ઊગે છે. ત્યાં કોઈ ફૂલ-મેવાની વનસ્પતિ નથી. તોય, એ હોથલ, મને આજ મારો કચ્છ સાંભરે છે, કેમ કે, ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલો, હોથલ, એ ઉજ્જડ રણવગડા જેવી તોય મરદોની ભોમકામાં હાલો.] | |||
મારો કચ્છ! વાહ, મારું વતન! હોથલ, મને કચ્છ વિના હવે જંપ નથી. ઓહોહો! જ્યાં — | |||
{{Poem2Close}} |
edits