હિમાંશી શેલતની વાર્તાઓ/ગોમતીસ્તોત્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ગોમતીસ્તોત્ર | }} {{Poem2Open}} આનંદીની કલ્પનામાં હુસેન સાહેબે આલ...")
 
No edit summary
 
Line 11: Line 11:
*
*
હુસેન સાહેબે વર્ણવેલી જમનાનો પુનર્જન્મ થયો હશે? સ્થળ તો એમની આત્મકથામાં ઉલ્લેખેલું એ જ. ગુલેરશાહ બાબાની દરગાહ એક કાંઠે અને બીજે કાંઠે શિવાલય. વચ્ચે નદી વહે ખળખળ. સાતેક વર્ષની આનંદી એની મા જોડે આવે અને એવી એક સવારે એણે નદી કાંઠે એક પરી દીઠી. પોતાને પરી જોવા મળી એ ઘટનાથી રોમાંચિત આનંદી દાદીને આ ખબર આપવા દોડી.  

પણ એને પાંખ નહોતી. હશે તો મને દેખાઈ નહીં.

એ તો પાણીમાં પલળી જાય એટલે સંભાળીને મૂકી હશે ક્યાંક!

પરીનું નામ ગોમતી અને આ જાણકારી આનંદીને ઘણી મોડી મળી. ગોમતીને કારણે નદીકિનારો આનંદીનું સ્વર્ગ બની ગયો.

લાલખાં તો દરેક જમાનામાં હોય. નામરૂપ નોખાં, બાકી મૂળ ધાતુમાં ફરક નહીં. ગરીબ અને ગરજાળ માબાપની પાંચમા નંબરની ગોમતી, સામે લાલસાનો અવતાર ત્રિલોક. એણે પોતાની પહોંચ અને વગના ઘટાટોપમાં અભાવગ્રસ્ત પરિવારને આવરી લઈ બધાના પગ તળે મખમલનાં પાથરણાં કર્યાં. ઓશિયાળાં ન હોય એવાંયે ખરીદાઈ જાય છે તો વળી ગરજાળને ખરીદી લેવામાં શી વાર? ગોમતીનાં મૂલ ચૂકવી દીધાં અને ત્રિલોક એને લઈ આવ્યો.

આ બન્યું ત્યારે આનંદી ઇન્દોર બહાર અને ભણતરમાં ગળાડૂબ. પાછી આવી કે પહેલી યાદ કરી પોતાની પરીને.

ગોમતી છે કે અહીં? કોઈ રજવાડામાં પરણી તો નથી ગઈને? રાજરાણીનું રૂપ બીજે તો શોભે નહીં!

રજવાડું? સાંજે અહીં આપણા ઘર કનેથી જ જશે, જાતે જોઈ લેજે તું...

ગોમતીએ ગલીનો વળાંક લીધો ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. આનંદી ધા ખાઈ ગઈ, આ ગોમતી? અડખેપડખે બે છોકરા, ત્રીજું પેટમાં, કષ્ટાતી ચાલ. ચહેરાની સુરખી ગાયબ. જોડકું હશે આ વેળા? લમણે જોરદાર પ્રહાર થયો હોય તેમ આનંદી નીચું જોઈ બેસી રહી. ફરી વાર ગોમતી તરફ જોવાની હિંમત ન ચાલી. ત્રિલોકના ઘરની દીવાલ પર શીંગડાવાળો રાક્ષસ ચીતરવાની એની પાસે આવડત નહોતી અને નિંદાની કવિતા લખી કાઢીને જીવને ટાઢો પાડવાની એની દાનત નહોતી.

જોઈ ગોમતીને? મળી કે નહીં?
જોઈ ગોમતીને? મળી કે નહીં?
ના.
ના.
અજંપો સંતાડવાનો આ સહેલો ને સટ ઉપાય.
અજંપો સંતાડવાનો આ સહેલો ને સટ ઉપાય.
*
*
ત્રિલોકની જીભ લપટી, બોલવું બેલગામ. આમેય આ તરફ પુરુષોની ગાળો કુખ્યાત. સ્ત્રીઓ પણ ક્યારેક બોલી પડે પણ એનો ખુદનો દેહ ગાળોમાં ખરડાય એનો થોડો સંકોચ નડે. ત્રિલોક જો બોલવા બેસે તો રુંવે રુંવે આગ લાગે સાંભળનારને. એ ગાળોનો અર્થવિસ્તાર કરવા બેસીએ તો દેહ પર વેરાગ આવે. એ તો સારું કે ગાળનો અર્થવિસ્તાર કોઈ કરવા ન બેસે. સાવ સહજ ભાવે સાંભળી લે, શરીરના એ અંગો પોતાની પાસે હોય જ નહીં એ રીતે, કે પછી ઉધરસના ઠસકાની જેમ, અથવા છીંકની જેમ. રોકી ન શકાતી હોય એવી કુદરતી ક્રિયા માનીને. સ્ત્રીઓ તો ગાળો એ રીતે જ સાંભળે છે ને?

જો કે એક વખત આનંદીને એની નાની બહેને બરાબર આંતરેલી. પૂછે કે આજે નાનકીને લેવા એના બાપા આવેલા નિશાળે તે ‘આવી આવી’ ગાળ બોલેલા. એનો શો અર્થ?

ગાળ કોને દીધી?
ગાળ કોને દીધી?
શી ખબર! કદાચ નાનકીને, કદાચ એની માને, કદાચ ટીચરનેય હોય.

આનંદીએ ગલ્લાંતલ્લાં કર્યાં. ગાળને શી રીતે સમજાવાય? પણ પેલી ડાહી તો વિસ્તાર કરવા બેઠી. સમજદાર મહિલાની જેમ.

જનમ આપનારી મૂળ જગા પવિત્ર ગણાય. ગામની નદી જે પહાડમાંથી નીકળે ત્યાં મેળો ભરાય, ભજનકીર્તન થાય, લોકો માનતા માને અને માથાં ટેકવે. નદીના મૂળનો આવો મહિમા તો માણસજાત કેમ અમુક શબ્દો ગાળમાં ખાસ વાપરે જ વાપરે?  

આનંદી મૂંગીમંતર. કોયડો વણઉકલ્યો. શી રીતે ટકી જાય છે સ્ત્રીઓ?

બેજીવી ગોમતીનું ચિત્ર આનંદીના મનમાં ઝૂલતું રહ્યું. કામમાં, નિરાંતમાં, ઊંઘ આવવાની તૈયારી હોય ત્યારે, અને જાગવાનો સમય હોય ત્યારે ગોમતી દેખાયા કરતી. થોડાં વર્ષો પછી ફરી ઇન્દોર આવવાનું થયું ત્યારે ગોમતીને શોધી કાઢવાનો નિશ્ચય આનંદીની પાછળ પડ્યો. નદી તરફ જતા રસ્તામાં આવતી દુકાનોમાં પૂછપરછ આદરી.  

એક ગોમતી હતી અહીં, આખા દેશની સુંદરમાં સુંદર દસ સ્ત્રીઓમાં એની જગ્યા અચૂક હોય એટલી રૂપાળી, ત્રિલોક નામના આદમીને પરણેલી...  

કોઈને કશી ખબર નહોતી. કમાલ કહેવાયને! ગોમતી જેવી અનુપમ સ્ત્રી વિશે કોઈ જાણતું નહોતું. આ તો કેવું લાપરવાહ, સૂકુંભઠ્ઠ શહેર!

ફોટુ હૈ હીરોઈન કા?
ફોટુ હૈ હીરોઈન કા?
એક ગલ્લાવાળાએ ઝીણી આંખ કરી સવાલ ધર્યો. તમારી હીરોઈનો તો કંઈ નથી ગોમતી સામે, આનંદી છંછેડાઈ પડી. રઝળપાટનો અર્થ નહીં. ત્રિલોકને કોઈ જાણતું નથી. એવા ત્રિલોક તો કેટલાયે હોય. એક દુકાને જરા આશા દેખાઈ.

અરે, અપના વો ઠાકુરદ્વારવાલા તિરલોક તો નહીં?

કૌન? જો ગંદી ગંદી ગાલિયાં દેતા ફીરતા હૈ વો લફંગા?

વહી નિકમ્મા. મગર ઉસકી ઔરત તો આપ બતાવે વેસી ખૂબસૂરત નહીં... આપ જાઈએ ઠાકુરદ્વાર, પતા કર લીજિયે, શાયદ...

દિશા જાણી લીધા પછી પણ ઠાકુરદ્વાર એમ ઢૂંકડું ક્યાં? આનંદીનાં ઝડપી પગલાંને અનેક અવરોધ નડ્યા. રસ્તાની બેહદ ગંદકી, રઘવાટભેર દોડતા અસંખ્ય પગ, વાહનોના કર્કશ અવાજો, છાણના પોદળાઓ અને પ્રાણીઓનાં યથેચ્છ ભ્રમણ, છલકાતી નીકોની દુર્ગંધ. આ બેહાલી ઠાકુરદ્વાર તરફ પહોંચાડી શકે ખરી?  

છેવટે આવ્યું તો ખરુંં ઠાકુરદ્વાર. ગલીમાંથી ફૂટતી ગલી અને એનાયે પાછા ફાંટા, ગલીઓની ધારે ધારે ઓરડીઓની હારના બખિયા કોલાહલથી તડતડ તૂટતા હતા. રડવાનો અને ગાળોનો ઘોંઘાટ, વચ્ચે વચ્ચે ટીવી સિરિયલની ચીસાચીસ. આવા સ્થળે ગોમતીનું હોવું એ જ એનું મોટામાં મોટું અપમાન, ભીતરનો ઘૂંઘવાટ આનંદીને દઝાડતો હતો. ગોમતી! ગોમતી! આ દોજખમાં ક્યાં ફસાઈ પડી!