સ્વાધ્યાયલોક—૧/કવિનો શબ્દ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કવિનો શબ્દ | }} {{Poem2Open}} આ ક્ષણે અહીં ઉપસ્થિત થવામાં હું આનંદ...")
 
No edit summary
Line 10: Line 10:
‘Trying to learn to use words, and every attempt /Is a wholly new start, and a different kind of failure.’ વળી તેઓ એનો ‘a raid on the inarticulate’ તથા ‘the fight to recover what has been lost and found and lost again and again.’ તરીકે પણ ઉલ્લેખ કરે છે. આ સૌ કવિઓ આ સાહસમાં સુશ્લિષ્ટ અને સુગ્રથિત સર્જનની સૃષ્ટિની ખોજમાં, કવિશબ્દ — વિશિષ્ટ શબ્દ, પૂર્ણ શબ્દ — ની શોધમાં સહભાગી છે. વળી પૂર્વોક્ત એલિયટકથિત ભવ્ય નિષ્ફળતાઓમાં પણ સહભાગી છે.

આ પૃથ્વી પર દિનપ્રતિદિન અબજો શબ્દો ઉચ્ચારાય છે. પણ એ શબ્દો વાયુમંડલમાં વિલીન થાય છે. જન્મે ન જન્મે ત્યાં જ કોઈ સૂક્ષ્મ એવા અવકાશમાં અલોપ થાય છે. કવિનો શબ્દ ચિરંજીવ હોય છે, એ અજર-અમર હોય છે, એ અ-ક્ષર હોય છે. માલાર્મેના પ્રસિદ્ધ શબ્દોમાં ‘જનજાતિના શબ્દોને વિશુદ્ધ અર્થ અર્પવો’ એ તો કવિનો વિશેષ ધર્મ છે. ‘પ્રાકૃતજનોની બોલીને વિશુદ્ધ કરવી’ એ તો કવિની વિશિષ્ટ સાધના છે. શબ્દ એક રહસ્ય છે. કવિ એ રહસ્યનો પાર પામવાનો સતત પુરુષાર્થ કરે છે. એથી મનુષ્યમાત્ર જેનો અનુભવ કરે છે એને માટે યોગ્ય શબ્દ યોજવો એ તો કવિનું વિરલ વરદાન છે. એની આ નામ પાડવાની અલૌકિક શક્તિને કારણે તો યુગોથી કવિને ઋષિ, સ્રષ્ટા, સર્જક એવાં એવાં નામે નવાજવામાં આવ્યો છે. કવિ જે વસ્તુનું નામ પાડે છે એ વસ્તુને અસ્તિત્વ ધારણ કરવું પડે છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં કવિની આ શક્તિ જાદુ અને ચમત્કાર મનાતી હતી. અર્વાચીન યુગમાં એને સર્જનાત્મક કલા ગણાય છે. કવિ આ શબ્દ દ્વારા જીવનને અર્થ અર્પણ કરે છે અને આ શબ્દ દ્વારા જ એ અર્થને સંમાર્જિત અને આલોકિત કરે છે. આ શબ્દ દ્વારા જ એ રહસ્યની ધાર પર જે વાસ્તવ વસ્યું હોય છે અને વાસ્તવના કેન્દ્રમાં જે રહસ્ય વસ્યું હોય છે એને પ્રગટ કરે છે. આ શબ્દ દ્વારા જ એ જીવનનું સત્ય પામે છે અને એનો સાહસપૂર્વક સ્વીકાર કરે છે. આ શબ્દ વિના આપણું જીવન મૂલ્ય વિનાનું અને આપણું જગત વિસ્મય વિનાનું બની જાય. તો આપણે પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક શ્રવણ કરીએ આ શબ્દ, કવિનો શબ્દ.

(નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનનું ૩૩મું અધિવેશન અમદાવાદમાં યોજાયું તે પ્રસંગે કવિસંમેલનના ઉદ્ઘાટક તરીકે અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૨૮ ડિસેમ્બર ૧૯૫૭.)
''(નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનનું ૩૩મું અધિવેશન અમદાવાદમાં યોજાયું તે પ્રસંગે કવિસંમેલનના ઉદ્ઘાટક તરીકે અંગ્રેજી વક્તવ્યનો અનુવાદ. ૨૮ ડિસેમ્બર ૧૯૫૭.)''
<center> '''*''' </center>
<center> '''*''' </center>
{{Poem2Close}}
{{Poem2Close}}