26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 332: | Line 332: | ||
ત્રાટકે છે કાળો વાઘ. | ત્રાટકે છે કાળો વાઘ. | ||
</poem> | |||
== અંધારું ધસી પડે છે == | |||
<poem> | |||
બારી પાસેના એકલિયામાં | |||
મારી જોડે આવી સૂતાં | |||
ધૂળવાળાં, બચુકડાં પગલાં. | |||
પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં | |||
રાક્ષસ, પરી, રાજકુમાર, | |||
વાંદરો ને મગર, | |||
‘એક હતી બીકણ સસલી...’ | |||
‘પછી... પછી શું થયું પપ્પા?’ | |||
‘જૂઈ જેવી પાંખોવાળી પરી | |||
જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ... | |||
ત્યાં એની રૂપેરી પાંખો...’ | |||
‘મને ઊંઘમાં પણ સંભળાય | |||
એમ મોટ્ટેથી કહેજો હં... | |||
હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’ | |||
‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો... | |||
કહે ‘ખાઉં...ખાઉં...’ | |||
‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં | |||
રડતો રડતો | |||
તું મને વળગી પડે છે... | |||
આંસુ લૂછવા | |||
ઊંચકાયેલા હાથ પર | |||
અંધારું ધસી પડે છે... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits