26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 520: | Line 520: | ||
‘ભાઈ, કેટલા વાઈગા?’ | ‘ભાઈ, કેટલા વાઈગા?’ | ||
હું શું જવાબ આપું? | હું શું જવાબ આપું? | ||
</poem> | |||
== વ્રેહસૂત્ર == | |||
<poem> | |||
મૂળને સૂંઘતો | |||
વૃક્ષને સંવેદતો | |||
વનરાજિમાં પ્રસરતો | |||
આનન્દથી વરસતો | |||
પ્રતિપળ તરસતો | |||
ટળવળતો | |||
ગાતો, વાતો | |||
ખડખડ હસતો, | |||
ભાગતો, વાગતો, ખાળતો | |||
ચાલી રહ્યો છું... | |||
વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી | |||
અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો | |||
ને ગૂઢ-ઘેરા વનમાં | |||
વલવલતો | |||
પસાર થતાં | |||
ઊભો રહી જાઉં છું | |||
ડધાઈને. | |||
તાકી રહું છું. | |||
આરપાર પ્રાણશંકર બની. | |||
અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે | |||
મને ને મારી સાત પેઢીના પ્રાણને. | |||
વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી | |||
વેરાઈ જાઉં. | |||
રાઈ રાઈ થઈ... | |||
ત્યાં | |||
સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું | |||
આકાશમાં કંઈ ઊગે... | |||
મોદકની ઝંખા જાગે | |||
ટેરવાંમાં હણહણાટ | |||
પલનો, વલવલનો, તલનો | |||
અન્ધાર-જલનો... | |||
ભૂલો પડી | |||
શોધ્યા કરું છું | |||
ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો | |||
આ બૃહદારણ્યમાં | |||
દમયંતીને. | |||
૦ | |||
પૂર્વ | |||
માથે દીર્ઘ શિખા રાખી | |||
તાપીમાં સ્નાન કરી | |||
ચાર છેડે પીતામ્બર ધારણ કરી | |||
સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી | |||
યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો | |||
પાઈ પાઈ માટે | |||
જોજન જોજન ચાલતો | |||
હું કોને શોધી રહ્યો હતો? | |||
કોણ છે એ કશ્યપ? | |||
શા માટે છે એ કશ્યપ? | |||
એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ | |||
કયા અન્ધાર-જલમાં | |||
ભૂલી પડી ગઈ છે... | |||
ભૂલો પડેલો | |||
બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે | |||
શોધું છું. | |||
૦ | |||
એ ઉન્નત અભિરામ ગ્રીવા | |||
એ ચમ્પકવરણો દેહ | |||
પ્રવાલસમ ઓષ્ઠદ્વય | |||
કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો... | |||
અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે. | |||
હું કયા ભોંયરામાં થઈ | |||
ક્યાં નીકળું તો | |||
ભેદી શકું છેદી શકું | |||
આ તળ-અતળ... | |||
ભોંયરાનાં છમછમતાં અન્ધારાં | |||
એવાં તો કર્બુર | |||
કે ઓળખી શકાતી નથી | |||
કૃષ્ણા કે તૃષ્ણા... | |||
૦ | |||
મારી પ્રમાતાનાં | |||
સ્વપ્નોની ઉપત્યકાઓમાં | |||
કોણ ગબડી રહ્યું છે? | |||
ગર્ભ સમયે | |||
જાંબુવન જોવાના દોહદ | |||
કોણ જગાડે છે | |||
આમ, રાતોની રાતો | |||
સદીઓની સદીઓમાં...? | |||
૦ | |||
યાજ્ઞવલ્ક્ય | |||
પાણિનિ | |||
ને | |||
દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો | |||
ખોલાતો | |||
અટકી જાઉં છું | |||
વિ-સર્ગ આગળ. | |||
અન્ધારાં જલ ઠલવાતાં જાય છે | |||
ચારેકોર | |||
લય પ્ર-લય | |||
કયો? | |||
કયા મન્વન્તરમાં જોયા હતો? | |||
સાંભળ્યો હતો? | |||
સૂંઘ્યો હતો? | |||
ચાખ્યો હતો? | |||
સ્પર્શ્યો હતો? | |||
તે... તો... | |||
૦ | |||
કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા? | |||
કોણ વનલતા સેન? | |||
કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે | |||
એવા અન્ધારાની પેશીએ પેશી | |||
ચશ્યશીને | |||
કર્ણિકારની દીપશિખાએ લઈ | |||
ઊંડે ને ઊંડે | |||
ઊતરી પડવા મથું છું.... | |||
ત્યાં | |||
આ કોના, | |||
કોના શ્વાસની આંચથી | |||
અટકી જાઉં છું? | |||
કોણ છે એ? | |||
કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી? | |||
કોણ હરી ગયું છે આકાશને મારામાંથી? | |||
કોણ ચૂસી ગયું છે વાયુને... | |||
કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને | |||
ને હું.... | |||
મૂળને સૂંઘતો | |||
વૃક્ષને સંવેદતો | |||
વનરાજિમાં પ્રસરતો | |||
તરસતો | |||
ટળવળતો | |||
પંચકેશ ને વલ્કલ ધારણ કરી | |||
યજ્ઞવેદીઓમાં | |||
આજ્યની આહુતિઓ અર્પતાં | |||
મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો | |||
इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च) | |||
બોલતો | |||
હાથમાં સ્રૂચિ ધારણ કરતો | |||
ઊભો છું. | |||
યુગોથી. | |||
અગ્નિ. | |||
કયો અગ્નિ? | |||
કોણ અગ્નિ? | |||
કોણ જમદગ્નિ? | |||
કોણ કોને આહુતિ આપે? | |||
૦ | |||
મૂળને સૂંઘતો | |||
પ્રસરતો, તરસતો | |||
વરસતો | |||
ટળવળતો, | |||
કયા મનવન્તરમાં | |||
કયા ઋષિને ત્યાં | |||
વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું? | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits