26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 666: | Line 666: | ||
કયા ઋષિને ત્યાં | કયા ઋષિને ત્યાં | ||
વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું? | વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું? | ||
</poem> | |||
== પ્રતીક્ષા == | |||
<poem> | |||
ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો. | |||
ઊંધ લૂછી લૂછીને સાફ કરી. | |||
પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં. | |||
પંખા પર જામેલી ધૂળ ઉડાડી. | |||
બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી. | |||
ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં. | |||
દાઢી માંજી. | |||
સ્ટવની દીવેટ ખેંચી. | |||
ઘડિયાળમાં જોયું. | |||
સામેની બારીના સળિયા ગણ્યા : | |||
એક...બે...ત્રણ... | |||
ફરી જોયું. | |||
શેરીના પગરવને સૂંઘ્યા કર્યો. | |||
ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો. | |||
ચાવી આપી. | |||
ટક્...ટક્...ટક્... | |||
ટક્... | |||
</poem> | |||
== હજી તો... == | |||
<poem> | |||
સેકન્ડ, મિનિટની વાત જવા દઈએ | |||
તોય પૂરા અગિયાર કલાક... | |||
અગિયાર કલાકમાં | |||
બે-ત્રણ વાર બ્લૅક કૉફી | |||
સાથે મેથીના સક્કરપારાનો | |||
વધ્યોઘટ્યો ભૂકો... | |||
ગમતું પુસ્તક ખોલી મથવાનું... | |||
અસ્તવ્યસ્ત ઘર વ્યવસ્થિત કરવાનું... | |||
ક્યારામાં ગોડ કરવાની... ઘાસ... | |||
અવકાશ ઝંઝેડવાનો. | |||
પછી.... | |||
પછી જો લોહીમાં બોલતાં તમરાં જરી જંપે તો... | |||
સવારે સોનેરી લીંબોળીની પીમળમાં ફરફરવાનું... | |||
હા, યાદ રાખી દાઢી કરવાની. | |||
‘આ આફટર શેવની સુગન્ધ મને બઉ એટલે બઉ જ ગમે...’ | |||
ટેબલ પરથી ધૂળ ઝાપટીએ. | |||
પથારી પર ફૂલોની ચાદર પાથરીએ. | |||
હાથ ધોવા બેઝીન પાસે જઈએ... | |||
આમળાં-અરીઠાંની સુગન્ધ | |||
ને જળશીકરોમાંનું મેઘધનુષ જોઈ | |||
હાથ લંબાવીએ... | |||
હાથ પર બેઠેલી લોખંડી માખી | |||
હાથ અમળાવી નાખે. | |||
આછો ટહુકો લોહીને જગાડે : | |||
‘કૉફી પીએ?’ | |||
‘હા...હોં’ સાથે ઊભા થઈએ. | |||
અરીસામાં ઑગળેલા | |||
ધૂળિયા અન્ધકારને લૂછી | |||
ચહેરો જોવા મથીએ. | |||
વાડામાં જઈએ. | |||
ઘાસ ખેંચી કાઢીએ.... | |||
એલાર્મની બન્ધ ક્ષણોને | |||
ચાવી આપીએ. | |||
કાંડાઘડિયાળ જોઈએ : | |||
હજી તો... | |||
હજી તો દસ કલાક ને પચાસ મિનિટ... | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits