વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 536: Line 536:
== કૂવાકાંઠે ==
== કૂવાકાંઠે ==


<poem>
સોળ સીંચણ બાર બેડલાં રે
{{Space}} કૂવાકાંઠે  વહુવારુ  કરે  વાત,
કિયે ઘડૂલે ઊગ્યો ચાંદલો ને
{{Space}} કિયે ભમ્મર કાળી કાળી રાત;
બોલે ગોરાંદે બોલે સૈયરું રે
{{Space}} કાંઈ  બોલે  પાડોશણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
{{Space}} કોણે લીધા ઉજાગરાના ભાર;
કૂણાં કાંડા ને કેડ્ય પાતળી રે
{{Space}} પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નીરખે રે
{{Space}} હેલ્ય  મોતીડે  અભરે ભરાય;
ભારી જોબન ભારે ઝાટકા રે
{{Space}} સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
{{Space}} અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
આઘી શેરી ને આઘી ઓસરી રે
{{Space}} આઘે આઘે બુઝારે બેઠો મો૨,
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
{{Space}} મારી સગી નીંદર કેરો ચોર?
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits