26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 387: | Line 387: | ||
અને સિંહનું રાજ આવવું | અને સિંહનું રાજ આવવું | ||
હજુ બાકી છે | હજુ બાકી છે | ||
</poem> | |||
== એક હતું ધંગલ == | |||
<poem> | |||
એક હતું ધંગલ | |||
ધંગલનો રાજા એક ત્સિંહ હતો | |||
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય... | |||
એટલું બોલતાં બોલતામાં તો | |||
વૃદ્ધ હાંફી જાય છે | |||
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે | |||
ધંગલના બધ્ધા પ્લાનીઓએ | |||
એક સભા કલી | |||
ત્સિંહનો હુકમ, રોજ એક પ્લાની દોઈએ | |||
એક સત્સલું કેય કે | |||
હું રાજાને છેતલું | |||
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો | |||
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે | |||
અહીં | |||
વારતા અટકી ગઈ કારણ | |||
વૃદ્ધ ભૂલી જાય છે કે | |||
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું | |||
એ ખૂબ યાદ કરવા મથે છે | |||
આંખો ચકળવકળ ઘુમાવે છે | |||
અકળાય છે | |||
પણ એને | |||
આગળનું કંઈ જ યાદ નથી આવતું | |||
અધૂરી રહી ગયલી વારતામાં | |||
જંગલનું સિંહનું | |||
અને સસલાનું | |||
અને વૃદ્ધનું હવે શું થશે... | |||
એની તોઈને થબલ નથી | |||
</poem> | |||
== એક વૃદ્ધને == | |||
<poem> | |||
એક વૃદ્ધને | |||
આજે ચિત્ર કરવાનું મન થયું છે | |||
પીંછી ઉપાડતાં પહેલાં જ | |||
ટેરવાં રાતાઘૂમ થઈ ગયાં હોય | |||
એવી આછી રતાશ | |||
આંગળીઓની કરચલીઓ વચ્ચે ઊભરી આવી છે | |||
પાણીની ભીતર સળવળતો સંચાર | |||
ખળભળી ઊઠતો | |||
સપાટી પર તરલ આકૃતિઓ રચે એવું વિહ્વળ | |||
એનું આખું અંગ થઈ ગયું છે | |||
રેખાઓનો આ સરસરાટ અને | |||
રંગોનો ઉછાળ | |||
વૃદ્ધને જંપવા નહીં દે | |||
પ્રગટ થવા મથતું એક ચિત્ર | |||
શરીરમાં ઊંડે ખૂબ ઊંડે | |||
સેલારા મારી રહ્યું છે. | |||
સામે પડેલી કૅન્વાસ | |||
અદૃશ્ય મૂંગા આકારોને | |||
આકારોના પ્રતિબિંબોને ઝીલતાં ઝીલતાં | |||
કોઈ પણ પળે કદાચ અબઘડી | |||
ફાટી જશે એવો | |||
વૃદ્ધને ડર છે. | |||
એવું થાય તો શું | |||
એ વિચારમાં | |||
ચિત્ર કરવાનું જેને મન થયું છે એ જડવત્ વૃદ્ધ | |||
જાણે ફાટી પડવાની તૈયારીમાં બેઠો છે | |||
</poem> | |||
== એક વૃદ્ધ ડોસો == | |||
<poem> | |||
એક વૃદ્ધ ડોસો | |||
ડગમગ પગે ઢસડાતો | |||
રોજ સમયસર પોસ્ટ-ઑફિસ આવે છે | |||
ખિસ્સામાંથી | |||
મરિયમને લખેલો | |||
સરનામા વગરનો કાગળ કાઢી | |||
બે હથળીઓ વચ્ચે દબાવી | |||
કાંપતા શરીરે | |||
લાલ રંગની પેટી સામે ઊભો રહી | |||
હળવેકથી કાગળ એમાં નાખી | |||
લથડતા પગે ઘરે પાછો જાય છે | |||
શરૂઆતમાં તો પોસ્ટ-માસ્ટરે કહેલું, | |||
અલિ ડોસા | |||
સરનામા વગરનો કાગળ તે કેમનો પહોંચે | |||
ડોસાએ હસીને જવાબ વાળેલો | |||
મરિયમને પહોંચે | |||
અચાનક એક દિવસ માસ્ટર બોલાવે છે | |||
અલિભાઈ, મરિયમનો કાગળ આવ્યો છે | |||
ડોસો કાગળ હાથમાં લઈ | |||
આગળપાછળ ચારે બાજુએ જોઈ | |||
પાછો આપતાં કહે છે | |||
મરિયમ પાસે મારું સરનામું નથી | |||
એનો કાગળ કેમનો પહોંચે | |||
બીજા દિવસે | |||
રોજના સમયે વૃદ્ધ અલિ ડોસો | |||
ટપાલપેટી સામે ઊભો રહી | |||
ખિસ્સામાંથી | |||
મરિયમને લખેલો કાગળ કાઢે છે | |||
</poem> | |||
== વૃદ્ધ થવું-ન થવું == | |||
<poem> | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ હાથની વાત નથી | |||
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો | |||
વૃદ્ધત્વ | |||
શરીરમાં ઘર કરી જાય | |||
ને ઘર એટલે વળી ઘર | |||
નિરાંત... મોકળાશ | |||
પોતાપણું અને | |||
કાયમી વાસો | |||
વૃદ્ધો | |||
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે | |||
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે | |||
સતત શંકાની નજરે જોયા કરે | |||
પણ છેવટે પડ્યું-પાનું નભાવી લેવાનું | |||
સમાધાન કરી લઈ | |||
ધીમે ધીમે | |||
ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય | |||
હવે | |||
વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો | |||
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં | |||
કે આથમતો સૂરજ દેખાડતાં | |||
કહેતા ફરે | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ કંઈ હાથની વાત નથી | |||
</poem> | |||
== એક ઇસમ == | |||
<poem> | |||
એક ઇસમ | |||
અ-ક્ષરોમાં છુપાઈ ગયો | |||
એને થયું | |||
આ શબ્દો એની ઉંમ૨ને વધતી અટકાવશે | |||
સમયની થપાટોને પાછી વાળી | |||
શરીરનું રક્ષણ કરશે | |||
કમનીય મરોડો લોહીને વેગવંતું રાખશે | |||
ધ્વનિઆંદોલનો | |||
શ્વાસનો લય જાળવશે | |||
અર્થ | |||
અજવાળું થઈ | |||
પ્રાણમાં શક્તિ સીંચશે | |||
નર્યો આહ્લાદ વરતાશે | |||
એમ જ થાય અને | |||
એમ જ થાત | |||
પણ એક ગફલત રહી ગઈ | |||
એમ થઈ રહ્યું હતું ત્યારે | |||
અક્ષરો એની જ ભીતર ઊતરી જઈ | |||
ક્યારે મૌન થઈ ગયા | |||
એ તરફ ધ્યાન ગયું નહીં | |||
અને એમ એ મૂંગો | |||
અને વૃદ્ધ | |||
થઈ ગયો | |||
</poem> | |||
== વૃદ્ધો == | |||
<poem> | |||
વૃદ્ધો | |||
દોડી નથી શકતા | |||
એટલે ચાલે છે | |||
ચાલી નથી શકતા | |||
એટલે બેસી રહે છે | |||
બેસી નથી શકતા | |||
એટલે લંબાવવા મથે છે | |||
સૂઈ નથી શકતા | |||
એટલે સપનાં જુએ છે | |||
સપનાંમાં | |||
ઝબકી જાય છે. | |||
જાગીને જુએ તો | |||
શરીર દીસે નહિ | |||
દોડતા | |||
ચાલતા, બેસી-સૂઈ રહેતા | |||
સપનાં જોતા | |||
શરીર વિનાના વૃદ્ધોને | |||
વૃદ્ધો | |||
જોઈ રહે છે | |||
</poem> | |||
== કેડેથી નમી ગયેલી ડોસીને દેખી == | |||
<poem> | |||
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી | |||
જુવાન નર માને છે કે | |||
ડોસી હજુય એનું ખોવાયેલું બાળપણ શોધી રહી છે | |||
એ તો બોખું મોં ખડખડ ફુલાવતાં | |||
જવાબ વાળે છે : | |||
ભોંયમાં છુપાયેલ પીટ્યા મરણને | |||
લાકડીની આ ઠક... ઠકથી | |||
હાકોટા દઉં છું | |||
આવ... બહાર આવ | |||
મોઢામોઢ થા | |||
તેં ભલે મારી કેડ આગોતરી વાળી દીધી | |||
લે, આ ઊભી તારી સામે ભાયડા જેવી | |||
તને ચોટલીએ ન ઝાલું ન હંફાવું | |||
એકાદ વાર ન ફંગોળું | |||
તો હું બે બાપની | |||
પછી તું મને ભોંયભેગી કરવી હોય તો કરજે | |||
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી | |||
જુવાન નર | |||
સહેજ ટટ્ટાર ઊભો રહેવા મથે છે | |||
</poem> | |||
== છોકરો == | |||
<poem> | |||
છોકરો | |||
હસતાં હસતાં ક્યારેક પૂછી લેતો | |||
ડોસા, ક્યારે જવું છે | |||
ત્યારે એ મલકી પડતો | |||
હું તો ક્યારનોય તૈયાર છું | |||
પણ ઉપરવાળાનું વેમાન નથી આવતું | |||
પછી હળવેથી | |||
છોકરાના માથે હાથ મૂકતો | |||
વાંસો પસવારતો | |||
ઊંચે આકાશમાં ઊડતા પંખીને જોવાનો | |||
પ્રયત્ન કરતો | |||
ઘેરાયેલાં વાદળોને વરસવાનું કહેતો | |||
અને મનોમન | |||
વરસાદની એકાદ ધારને ઝાલી | |||
લાંબી ફાળે | |||
ચાલી નીકળવાની કલ્પના કરતો | |||
બેસી રહેતો | |||
</poem> | </poem> | ||
edits