કમલ વોરાનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 620: Line 620:
બેસી રહેતો
બેસી રહેતો
</poem>
</poem>
== છે...ને... એક વખત હતો ડોસો ==
<poem>
છે... ને... એક વખત એક હતો ડોસો
ને એક હતી ડોસી
એક સાંજે
ડોસીડોસી ઘરઘર રમવા બેઠાં
ડોસી કહે
હું થાઉં ખુરશી તું ટેબલ
મૂંગેમૂંગાં તોય પાસપાસે રહીશું
ટગરટગર એકમેકને જોયા કરીશું
ડોસો કહે
હું થઈશ વાટકો તું થાજે થાળી
તને દઈશ તાળી
ડોસી કહે
તું કારેલાનું શાક હું ઊની રોટલી
મારી છૂંછી ચોટલી
રમતાં રમતાં રાત પડી,
રાત પડી ને લાગી ભૂખ
ખાલી ગરવું ખાલી ઠામ ખાલી કૂખ
તે ખાંખાંખોળાં કરી કરીને
ડોસો લાવ્યો ચોખાનો દાણો
ડોસી લાવી મગનો દાણો
ચૂલે મૂકી હાંડલી
પણ ખીચડી કેમેય ચડે નહીં
આંખથી આંસુ દડે નહીં
ડોસી કહે આડોશમાં પાડોશમાં જાઓ
પા-પોણો કળશો પાણી લાવો
ડોસાના પગ ધ્રૂજે ડગલું ભરતાં ઝૂજે
ડોસી ઊભી થવા જાવ
કેડ ન કેમે સીધી થાય
કાચી ખીચડી ખાવા
ખાટલો ખેંચી બેઠાં
બેઠાં... બેઠાં... ત્યાં તો ખાટલો ગયો ખસી
ડોસીબેન પડ્યાં હસી
ને ડોસાભાઈ પડ્યા હસી
સામટાં પડ્યાં હેઠાં
વેરાઈ ગયા દાણાદાણ અડધા કાચા અડધા એઠા
એક ચકો આવ્યો
આવ્યો ને લઈ ગયો ચોખાનો દાણો
એક ચકી આવી
આવી ને લઈ ગઈ મગનો દાણો
રમતાં રમત પૂરી થઈ
ડોસાએ ન ખાધું
ડોસીએ ન પીધું
કીધું, બસ આટલુંક અમથું રાજ કીધું
</poem>
== એક હતો ડોસો એને બે ડોસી ==
<poem>
એક હતો ડોસો એને બે ડોસી
એક માનીતી
બીજી અણમાનીતી
પણ ઉંમર વધતી ગઈ એમ
માનીતી કઈ અને
અણમાનીતી કોણ
એમાં ભૂલ થવા માંડી
માનીતીને કહેવાની વાત
અણમાનીતીને કહેવાવા લાગી
અને અણમાનીતીથી છુપાવવાની વાત
છતી થતી ગઈ
મૂંઝવણનો કોઈ ઉકેલ નહોતો અને
વરસોનું ટેવાયેલું મન
કેમેય કરી બદલાય એમ નહોતું
તોડ કાઢવા
ડોસાએ મરી જવાનો ઢોંગ કર્યો અને
મોંફાટ રડશે તે માનીતી એવું નક્કી કર્યું
પણ થયું એનાથી ઊલટું
ડોસીઓ
આંખો મીંચકારતી એકમેકને તાળી દેતી
બોખાં મોંએ ખડખડાટ હસવા લાગી
મરી જવાનો ઢોંગ કરતો ડોસો
પારખું કરવા જતાં
ખરેખરનો ઊકલી ગયો
</poem>
== એક વૃદ્ધ ==
<poem>
એક વૃદ્ધ
ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે
અંધારુંં ઊતરે
ઘેરાય
ત્યારે એમાંથી બે-ચાર કાઢી
મુઠ્ઠીમાં પકડી રાખે છે
પછી આંગળી-અંગૂઠાથી કાણું કરી
ઝગઝગતા આગિયાને
ઝાંખુંપાંખું જોઈ રહે છે
આકાશનું દર્શન થઈ જાય એટલે
હળવેકથી આંગળીઓ ઉઘાડી
એકેક તારાને
અંધારામાં ઉડાડી દે છે
</poem>
== ખખડધજ* ==
<poem>
ખખડધજ
લગભગ અંધ, બહેરા અને મૂંગા ડોસાને
ખડતલ ખભે ઊંચકી
જુવાન
આઘે આઘેના ડુંગર તરફ
સૂરજ ઊગે તે અગાઉ
લાંબી ડાંફો ભરતો નીકળી પડ્યો છે
બપોર થતાં સુધીમાં
નાનીમોટી ખીણો વળોટીને
એને ટેકરીઓમાં ઊંડે સુધી પહોંચી જવું છે
ડોસાને
અડધે રસ્તે જ
જંગલ વહેરતી કિલકારીઓ સંભળાવા લાગેલી
સમડી-ગીધોના ચકરાવાના પડછાયા દેખાવા લાગેલા
પણ એનું મન
જુવાનની પિંડીઓમાં અમળાતું રહ્યું
ટોચે પહોંચતાં સુધીમાં
ઢગલો થઈ ફસડાઈ પડે તે પહેલાં
ડોસો એક અવાવરું ખડક પર ઊતરી
બિહામણા સૂનકારને શ્વાસમાં ભરી
હાંફ બેસાડવા મથી રહ્યો
ખરી ગયેલાં પાંદડાંની ઘૂમરીએ ચડેલા ડુંગરમાં
ગીચ ઝાડી પાછળથી સાવ અચાનક ત્રાટકનાર
કોઈ ભુખાળવા હિંસ્ર જનાવરનો કે
છેવટે ડુંગરને રહેંસી નાખનાર અંધારાનો
અત્યારે ડોસાને લગરીકે ભય નથી
ચિંતા છે વળાવી જનારની,
દિવસ આથમી જાય તે અગાઉ
એ હેમખેમ ડુંગર ઊતરી જાય તેની
* આ કાવ્યનો સંદર્ભ : જાપાની ફિલ્મ ધ બૅલેડ ઑફ નારાયામા’ – જેમાં એક એવા ગામની કથા છે જ્યાં કારમી ગરીબીને કારણે ઘરડી વ્યક્તિઓને કુટુંબીઓ દ્વારા જ દૂરના નારાયામા પહાડ પર જીવતાં તજી આવવાની પ્રથા હતી જેથી ઘરમાં એક ઓછી વ્યક્તિનું પેટ ભરવાનું રહે. આવી પ્રથા દક્ષિણ ભારતના કોઈ ગામમાં પણ હતી એવું સાંભળ્યું છે.
</poem>
== જમ ઘર ભાળતો નહીં અને ==
<poem>
જમ ઘર ભાળતો નહીં અને
ડોસી મરતી નહીં
અને ડોસી મરતી નહીં એટલે જીવતી
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી
ચાદરની બહાર પગ ન ફેલાવતી
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી
ક્યારેક મોં સહેજ બહાર કાઢી
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી
પણ ઝાઝું વરતી ન શકતી
ઊંહકારો કર્યા વિના
ડોકી અંદર સેરવી લઈ
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી
પડ્યાં પડ્યાં
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી
એની એનેય ખબર ન રહેતી
એક તરફ
આખું આયખું ભુલાઈ ગયેલું અને
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું
ખાંસી ખાતી ત્યારે
જીવતી હોય એમ લાગતું
પણ જમ ઘર ન ભાળી જાય એટલે
ડોસી મરતી નહીં
</poem>


<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits