26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 626: | Line 626: | ||
હવે મરણનોય | હવે મરણનોય | ||
શો રહ્યો છે ઉદ્દેશ? | શો રહ્યો છે ઉદ્દેશ? | ||
</poem> | |||
== મારી શેરી == | |||
<poem> | |||
જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે, | |||
જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચુકાવી | |||
પેશાબ કરવા જાય છે ઝટપટ, | |||
જ્યાં ચાર વરસની છોકરી હાજત જતી વખતે | |||
આબરૂ ઢાંકે છે ટૂંકા ફ્રોકથી, | |||
જ્યાં આછા કણસાટથી બબડતું શરીર ઊંઘરેટાયેલી આંખે | |||
આવતી કાલના સૂર્યની રાહ જુએ છે | |||
વરસોવરસથી. | |||
વરસોથી પૂજાતો – લીલથી ય વધુ જમાનાનો ખાધેલ પીપળો. | |||
પીપળાં ફરતાં આંટા મારે ખખડપાંચમ ડોશીઓ. | |||
ડગડગતા બોખા મોંમાંથી ફસકી પડતાં પ્રભાતિયાંઓ. | |||
રાતપાળી કરી આવેલ કાંતિભાઈના મોંમાં સૂર્યનું સળગતું ઢેફું | |||
આળસ ખાતી વખતે દડી પડે છે રોજ. | |||
ને તેમની | |||
બગલનો ઉબાયેલો અંધકાર તેના ગંદા મુખે | |||
સૂર્ય સામે કરે છે ચાળા. | |||
પંદર પૈસાની ચા ને સાથે દુકાનદારની ગાળ માટે | |||
સવારથી જ શરૂ થઈ જાય છે વિનુ અને ફારૂકની દોડાદોડ. | |||
રાતને ખીલે બંધાયેલ ખેરૂનની બકરી હાશ કરતીક | |||
દોડી જાય છે પાસેની શેરીમાં એઠવાડ ચરવા. | |||
લથડતા બે પગ રઝળતા બે હાથને લઈ | |||
નીકળી પડે છે રોજનો રોટલો રળવા. | |||
રેડિયો પર રેઢિયાળ ગીતોના રીડિયા, | |||
કાળા કાગડાઓની કકલાણ, | |||
ધૂળિયા ઝાડમાં ભરાઈને બેઠેલી કેટલીક ચકલીઓ. | |||
રહી રહીને ઊડી જવા મથતી | |||
ઝાંખરામાં ભરાયેલી ફાટેલી પતંગ, | |||
ડુંગળી, લસણ ને શેકાતી રોટલીની વાસની ભીડ. | |||
અલપઝલપ ઊંઘનું ઝોકું હાટ્ હાટ્ રાંડ મર મૂઈ | |||
રસોડામાં દૂધ પીતી મીંદડી ઠેકી જાય બેચાર ઠામનો ખડખડાટ કરીને | |||
એઠાં વાસણમાં મોં નાખતો કૂતરો, | |||
નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો, | |||
ને | |||
નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય. | |||
મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને તાકે છે શૂળીની જેમ | |||
મુલ્લાની બાંગ મસ્જિદની દીવાલ સાથે અફળાઈ અફળાઈને | |||
વેરાઈ જાય છે ચારેતરફ | |||
લોબાનના વેશમાં આવે છે દૂરનો દરવેશ. | |||
ધૂપતી વાસમાં ચાચર-ચોકમાંથી રૂમઝૂમ રૂમઝૂમ | |||
બહુચર અંબા ઊતરે છે કોઈ ખોરડાના ખૂણામાં | |||
ઝાંખો અરીસો ને અરીસાથીય ઝાંખી મરિયમ | |||
અરીસામાં જુએ છે તેના લમણામાં ફૂટી આવેલા ધોળા વાળ | |||
ને પછી બધાં મરઘાંબતકાંને બુચકારી-બુચકારીને | |||
પૂરી દે છે પેટીમાં. | |||
બકરીને કાન ઝાલીને લઈ આવે છે ગફુરમિયાં | |||
બારીનું નેજવું ઊંચું કરી રાહ જુએ છે એક ઘર. | |||
સાયરનની સાથે જ ખદબદવા લાગે છે શેરી. | |||
સંડાસની ઓરડીમાં સંતાડેલ શીશો | |||
ગટક ગ... ટ્ક ગ..ટ...ક | |||
પથ્થરજડી શેરી પર પરચૂરણનો અવાજ | |||
પાંચસાત પાસા કે ગુલામ, રંડી ને બાદશાનું રાજ. | |||
જલતા-બુઝાતા ટોપકામાં ચમકતી લોલુપ આંખો. | |||
વકરેલા પશુને વશ રાખવા લેંઘો વલૂરતાં-વલૂરતાં | |||
સહુ છૂટા પડે છે | |||
આવતી કાલના રંડીના કે જીતનાં સ્વપ્ન જોતાં. | |||
ફાતિમા કોઈ લફંગા સાથે રમીની છેલ્લી ગેમ રમીને | |||
ફરી પુરાઈ જાય છે તેના કાળમીંઢ કિલ્લામાં | |||
ને છળી મરે છે રાતે | |||
તેનાં ગળેલી કેરી જેવાં સ્તન જોઈને. | |||
બિલાડી પહેરો ભરે છે મૂછો પસવારતી-પસવારતી. | |||
અંધારી નવેળીની ઉબાયેલી હવા ભાગી છૂટે છે | |||
બે હવસખોર છોકરાઓની ચુગલી કરવા. | |||
કોઈ દુઃસ્વપ્ન જેવી ચીબરીઓ આથડ્યા કરે છે આમથી તેમ | |||
આ તારથી પેલે તાર | |||
ફળિયાના ભીના અંધકારમાં પાંજરામાં આંખો મીંચતો પોપટ યાદ કરી લે છે કે | |||
કદી એક કાળે તે હતો વિદિશા નગરીની ગણિકાનો માનીતો, | |||
કામસૂત્રના પાઠથી આવકારતો પ્રેમિકોને | |||
તર્જની પર બેસતો પ્રેમિકોની | |||
પગમાં ઘૂઘરા ઘમકતા | |||
દોમ-દોમ સાહ્યબી હતી | |||
ને હવે | |||
છળી મરે છે વંડી પરની બિલાડીના પેંતરાથી. | |||
આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં | |||
ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં | |||
સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ | |||
ખચકાતું ખચકાતું; | |||
સમાજવાદનો પોપટ પઢ્યા કરે ઢમઢમ ઢંઢેરામાં. | |||
‘શેરીનો કૂતરો જો મતપત્રક પર સિક્કો મારી શકતો હોત | |||
તો | |||
તેને પણ કાપડનો તાકો મળ્યો હોત– | |||
તે પણ પાંચ મીટર પૂરો હોં! પણ આપણે શું? | |||
ગુમાવ્યો સાલ્લે.’ | |||
દિવસ પછી દિવસ | |||
રાત પછી રાત | |||
ને | |||
સદી પછી સદી | |||
આકાશની બોદી બારીમાં બેઠેલો એ | |||
જાણે કે જુએ છે તોય જોતો નથી. | |||
મારા ખભા પર લટકતા હે સિદ્ધહસ્ત વૈતાલ | |||
તું પૂછીશ નહીં | |||
જોવાનું દુઃખ છે ને જાણ્યાનું ઝાઝું. | |||
ઈ. પૂ. પાંચસોમાં કકુત્થા નગરીમાં આમ જ હતું. | |||
ને | |||
આમ જ રહેશે બે હજાર ને પાંચસોમાં પણ. | |||
તારે પૂછવું હોય તો પૂછ | |||
પણ જવાબ હરિગઝ નહીં આપું. | |||
તારે મારું માથું ધડ પરથી જુદું કરવું હોય તો કર, | |||
મારા રાઈ-રાઈ જેવડા ટુકડા કરવા હોય તો કર, | |||
ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને. | |||
આમ એક જ ડાળ પર કાચાકાચા લટકી રહેવા કરતાં | |||
રાઈ-રાઈ રોળાઈ જવું સારું | |||
તારે તેમ કરવું હોય તો ભલે તેમ કર. | |||
પણ જવાબ – | |||
જવાબ હરગિઝ નહીં આપું. | |||
</poem> | |||
== પૃથ્વી == | |||
<poem> | |||
વરસોનાં વરસ, | |||
વરસતાં વરસ, | |||
વરસતો બરફ. | |||
બરફ, બરફ, બરફ. | |||
ખરખર ખરતો શીત સ્ફુલ્લિંગ જેવો, | |||
ફર ફર વરસતો ફૂલ જેવો, | |||
ચૂપચાપ વરસતો | |||
સૂમસામ વરસતો; | |||
જમીન પર ઘાસ પર વૃક્ષો પર | |||
ડઠ્ઠર પથ્થર જેવો જામતો નીંભર | |||
બરફ | |||
બધે | |||
બરફ બરફ બરફ. | |||
ભીતર ગુફાના ભભકતા અગ્નિમાં | |||
ચીરાતાં લાલ માંસ | |||
ચળકતા સફેદ દાંતો | |||
હાડકાનો ગરમ માવો | |||
રૂંછાદાર ચામડીનો ગરમાવો. | |||
નરમ ઉષ્ણ ચામડીની નગ્નતા | |||
એ નગ્નતાની હૂંફમાં | |||
લપાતો હું | |||
લપાતું મારું બાળક | |||
ને અંતે | |||
અગ્નિ માંસ ને માદાની હૂંફને તજી | |||
ગુફામાંથી નીકળી બહાર | |||
હાથનું નેજવું ધરી | |||
જોઈ હતી પૃથ્વી પરની | |||
સફેદ બરફની અફાટ ચાદરને | |||
હળવે હળવે પીગળતી પીગળતી રેલાતી. | |||
ખળખળતાં જળ તોડ્યું હતું | |||
પૃથ્વીનું પ્રલંબ મૌન | |||
જોયું હતું દબાયેલા ઘાસને માથું ઊંચું કરતાં, | |||
પક્ષીઓને થીજેલી પાંખ ખંખેરતાં, | |||
ઉપર નભ નીલામ્બર | |||
નીચે હરિતામ્બરા પૃથ્વી. | |||
મનમાં ને મનમાં જાણે | |||
હું એક મેદાન મારી ગયો હતો. | |||
ઠરતા લાવાએ | |||
પીગળતા બરફે | |||
ગાયોની વાંભે, | |||
સેકાતાં માંસે, | |||
આંગણામાં ડોલતાં કણસલાએ, | |||
ચાલતાં ચક્રોએ | |||
ઘડ્યાં છે મારાં હાડ | |||
ઘડ્યો છે મારો પંડ. | |||
દરિયો ડહોળી, ખંડો ખૂંદી, | |||
કોઈ શોધે અમેરિકા, | |||
કોઈ લાંગરે ઇંડિયા, | |||
કોઈ આથડે પોલીનેશિયામાં, | |||
નો કોઈ ખાબકે અજ્ઞાત અંધારી ખાડીઓમાં. | |||
કોઈ ઠેકી જાય અખાતને | |||
ગીચ દુર્ગમ જંગલોમાં કોઈ શોધે | |||
એમેઝોનનું મૂળ, | |||
કોઈ શોધવા નીકળે પોતાનું કુળ, | |||
તો કોઈ શોધે સૂર્યમાળાનો દસમો ગ્રહ | |||
પણ ‘જામાતા દશમો ગ્રહ’... | |||
આ મનુપુત્ર | |||
ભર્યું ભાણે ભરપૂર ભોગવે તને. | |||
અમે વસુઓ મહીપતિ | |||
ધીરજ ધર તું ધરિત્રી, | |||
મળી છે તું અમને પટેથી. | |||
– યાવત્ ચન્દ્રદિવાકરૌ’ | |||
તને નથ પહેરાવી નાથી છે, | |||
તને જોતરી છે ખોતરી છે | |||
ખેડી છે ખૂંદી છે ગૂંદી છે તને. | |||
પહેલાં તો ખોળામાં સમાઈ જતું શિશુ, | |||
મારા એક આશ્લેષમાં | |||
પ્રાકૃત પ્રિયા મારા પાશમાં. | |||
આજે આ લંબાયેલા હાથે | |||
બાથ ભરું છું. | |||
સાતે ય સમુદ્રોને | |||
નવેય ખંડોને | |||
દશેય દિશાઓને | |||
ઈશ્વરમાં તરતાં કોટાનકોટિ વિશ્વોને | |||
તો ય કેમ ફંફોસ્યા કરું છું આકાશને? | |||
બધુંય છે હાથવેંતમાં | |||
આ પૃથ્વી તો ‘હસ્તામલકવત્’ | |||
તો ય કેમ કશું નથી આવતું હાથમાં? | |||
તો ય કેમ કશું નથી રહેતું હાથમાં? | |||
કોણ બરાડી બરાડીને આરડે છે અહીં | |||
‘દ્યૌ શાંતિઃ પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ’ઃ | |||
જમીન પર ઝૂકીને કાન માંડું | |||
ને સંભળાય આર્જવભર્યો અવાજ | |||
‘ચન્દ્રની ધૂલિનું તિલક ભાલે’ | |||
ને વ્હાલે વિસારી શું મને જ? | |||
ગગન ગોરંભતો | |||
ગ્રહેગ્રહે ઘૂમતો | |||
પરકિયા પ્રેમમાં પ્રમત્ત મોજમાં મસ્ત | |||
વડછડે છોડે તરછોડે મને જ! | |||
બહુ બહુ જોઈ રાહ | |||
કે વરાહ! | |||
દંતશૂળથી ઉગારો | |||
આ આકાશથી પાતાળ જતી પૃથ્વીને | |||
કોઈ આજ ખંડખંડને જોડી | |||
શોધો આખી પૃથ્વી! | |||
આખી પૃથ્વી | |||
આખેઆખી પૃથ્વી | |||
હા, ભૂગોળના પીરિયડમાં માસ્તર | |||
લાવતો’તો ભોળો. | |||
પતરાનો જે ગોળો | |||
તે તો એ ગોબાયેલું ડબલું બની | |||
આમતેમ ઠેબાય | |||
પાબ્લો એડમંડ સવલી જીવલીના પગ નીચે. | |||
બે બિલાડીઓની રમતમાં | |||
ગાભાની દડીની જેમ વીંખાય | |||
લીરે લીરે પીંખાય. | |||
</poem> | </poem> | ||
edits