2,674
edits
Shnehrashmi (talk | contribs) (yet to fix the poem) |
Shnehrashmi (talk | contribs) (poem fixed) |
||
Line 61: | Line 61: | ||
તમારા સવાલમાં તમે સુર્રિયલિઝમનો ઉલ્લેખ કર્યો છે. ‘સુર્રિયલિઝમ’ શબ્દ ઍપોલીનેરે પ્રથમવાર યોજ્યો, પછી બ્રેતોંએ ૧૯૨૪માં એનો ઢંઢેરો રચ્યો. જોકે કેટલાક જાણકારો તો કહે છે કે સુર્રિયલિઝમની જન્મભૂમિ અને એનો સ્વદેશ તો મનોવિજ્ઞાન છે, કવિતા નહિ. સુર્રિયલિઝમ મનોવિજ્ઞાનના જગતનું નાગરિકત્વ ધરાવે છે, કવિતાના જગતનું નહિ. એનું સ્થાન મનોવિજ્ઞાનના જગતમાં છે, કવિતાના જગતમાં નહિ. ફ્રૉઇડ સુર્રિયલિઝમનો સર્જક છે; જોકે રૅંબોની કવિતામાં એના આગમનનો અણસારો છે. એથી સૌ સુર્રિયલિસ્ટ સર્જકો રૅંબોને પોતાનો ગુરુ ગણે છે. જે રૅંબોએ સહજપણે કર્યું તે તેઓ સભાનપણે કરે છે. જે રૅંબોએ ગંભીરપણે કર્યું તે તેઓ હળવેથી, ક્યારેક અમથી મજાકથી કરે છે. જે રૅંબોએ ‘આલ્કીમી દ્યુ વૅબૅ’ — ‘શબ્દના જાદુ’ દ્વારા, ‘દકેરેગ્લમાં દે સાંસ’ — ‘ઇન્દ્રિયોની છિન્નભિન્નતા’ દ્વારા કરુણ અનુભવ રૂપે કર્યું તે તેઓ વ્યવસ્થિત વાદ રૂપે કરે છે. પણ રૅંબોનું જીવન અને કવન બોધપાઠરૂપ છે. રૅંબોનો જન્મ ૧૮૫૪માં. રૅંબોએ ૧૮૭૦-૭૧માં સોળ-સત્તર વર્ષની વયે કવિતાનો આરંભ કર્યો અને ૧૮૭૩માં એની ઓગણીસ વર્ષની વયે એની કવિતાનો અંત આવ્યો. રૅંબોનું મૃત્યુ ૧૮૯૧માં, સાડત્રીસ વર્ષની વયે. ઉત્તર જીવનનાં અઢાર વર્ષ એણે શું કર્યું? આ પ્રશ્નનો ઉત્તર બોધપાઠરૂપ છે. ૧૮૭૩માં એણે એનું અંતિમ કાવ્ય રહ્યું. તેનું શીર્ષક સૂચક છે : ‘યુન સેઈઝોં આંનાફેર’ (‘નરકમાં એક ઋતુ’). આ કાવ્ય સ્વયં બોધપાઠરૂપ છે. એમાં એના કવિતાસર્જનના બે વર્ષને એણે નરકની ઋતુ કહી છે. એમાં એણે, સીરીલ કૉનૉલીએ સપ્રમાણ સિદ્ધ કર્યું છે તેમ, એની નિષ્ફળતાનો કરુણ એકરાર કર્યો છે. એણે આ કાવ્યમાં કોઈ પણ નૈતિક મૂલ્યો વિનાના નવા સમાજનું સર્જન કરવામાં અને કોઈ પણ પરંપરાગત સૌંદર્ય-મૂલ્યો વિનાની નવી કવિતા સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયાનો, આ બે વર્ષ મૂર્ખોના સ્વર્ગમાં અથવા તો સ્વયંસર્જિત નરકમાં વસ્યાનો તથા પોતે અને વર્લેન ‘ઍપુ દેવાં’ — ‘સ્વર્ગીય સખા’ અને ‘વીઍર્ઝ સાઝ’ — ‘પ્રાજ્ઞ સખી’ નહિ, પણ ‘ઍપુ ઍંફર્નાલ’ — ‘નારકી સખા’ અને ‘વીઍર્ઝ ફૉલ’ — ‘મૂર્ખ સખી’ તથા પોતાની કવિતાની સમગ્ર પ્રક્રિયા ‘આલ્કીમી દ્યુ વેર્બ’ — ‘શબ્દનો જાદુ’ એ ‘યુન દ મે ફૉલી’ — ‘નરી મૂર્ખતા’ હોવાનો કરુણ એકરાર કર્યો છે. ૧૮૭૩થી ૧૮૮૦ લગીની સાત વર્ષની એની જીવનચર્યા પરથી સિદ્ધ થાય છે કે પોતે યથાર્થના સત્યદર્શનના નહિ પણ મિથ્યાના ભ્રાંતિના માર્ગ પર છે એવી સંપૂર્ણ પ્રતીતિ સાથે એણે કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને પછી સમાજનો અને જીવનનો ત્યાગ કર્યો હતો. ઉત્તર જીવના એના અઢાર વર્ષના અનુભવ વિશે કહેવાનું અહીં અપ્રસ્તુત છે. પણ જેમને રસ હોય તેમને રૅંબોના એક ઉત્તમ — કદાચને સર્વોત્તમ ચરિત્રકાર ઇનીડ સ્ટાર્કીનો ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. યુરોપ, એશિયા, અને અંતે આફ્રિકામાં એણે મિથ્યામાંથી, ભ્રાંતિમાંથી યથાર્થની સત્યદર્શનની; શૂન્યતામાંથી પૂર્ણતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો. કહેવાની જરૂર છે કે રૅંબો એમાં પણ નિષ્ફળ ગયો? પૂર્ણતાની પ્રાપ્તિમાં કોઈ સફળ થયું છે? પેરિસમાં સૌએ — વર્લેન સુધ્ધાંએ — રૅંબો તો હવે સદ્ગત છે એમ માન્યું હતું. ત્યારે એણે એમને વિશે, કવિઓ વિશે, કવિતા વિશે, પોતાની કવિતા વિશે શું માન્યું હતું એ પણ આ ગ્રંથમાં વાંચવાની ભલામણ કરું છું. રૅંબોએ કવિતાનું સર્જન કર્યું, કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને પછી કર્મ દ્વારા જીવનનો જે પુરુષાર્થ કર્યો ત્યારે એ સર્વમાં એ એકસરખો પ્રમાણિક હતો. રૅંબોની કવિતા એ અવશ્ય મહાન કવિતા છે, તો રૅંબોનું સમગ્ર જીવન એ પણ અવશ્ય મહાન બોધપાઠરૂપ છે. રૅંબોએ કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો એમાં એના વ્યક્તિત્વની એકકેન્દ્રીતાનું, એની બૌદ્ધિક પ્રામાણિકતાનું, એના આત્મબળનું જે દર્શન થાય છે તે આ મર્ત્ય માનવલોકમાં — કવિઓ સુધ્ધાંમાં — વારંવાર થતું નથી. એ માટે રૅંબોને આપણે માથું નમાવવું જોઈએ. ૧૮૭૩માં રૅંબોએ કતિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો ત્યારે ‘સુર્રિયલિઝમ’નું મૃત્યુ થયું. પછી ૧૯૨૪થી ૧૯૩૪ લગીના — બે વિશ્વયુદ્ધો વચ્ચેના — એક દસકાના સમયમાં સુર્રિયલિઝમ કવિતાના જગતમાં પ્રેતરૂપે પ્રગટ થયું. ત્યારથી અનેક કૃતિઓમાં એના વિમોચનના તર્પણની ક્રિયા થાય છે. | તમારા સવાલમાં તમે સુર્રિયલિઝમનો ઉલ્લેખ કર્યો છે. ‘સુર્રિયલિઝમ’ શબ્દ ઍપોલીનેરે પ્રથમવાર યોજ્યો, પછી બ્રેતોંએ ૧૯૨૪માં એનો ઢંઢેરો રચ્યો. જોકે કેટલાક જાણકારો તો કહે છે કે સુર્રિયલિઝમની જન્મભૂમિ અને એનો સ્વદેશ તો મનોવિજ્ઞાન છે, કવિતા નહિ. સુર્રિયલિઝમ મનોવિજ્ઞાનના જગતનું નાગરિકત્વ ધરાવે છે, કવિતાના જગતનું નહિ. એનું સ્થાન મનોવિજ્ઞાનના જગતમાં છે, કવિતાના જગતમાં નહિ. ફ્રૉઇડ સુર્રિયલિઝમનો સર્જક છે; જોકે રૅંબોની કવિતામાં એના આગમનનો અણસારો છે. એથી સૌ સુર્રિયલિસ્ટ સર્જકો રૅંબોને પોતાનો ગુરુ ગણે છે. જે રૅંબોએ સહજપણે કર્યું તે તેઓ સભાનપણે કરે છે. જે રૅંબોએ ગંભીરપણે કર્યું તે તેઓ હળવેથી, ક્યારેક અમથી મજાકથી કરે છે. જે રૅંબોએ ‘આલ્કીમી દ્યુ વૅબૅ’ — ‘શબ્દના જાદુ’ દ્વારા, ‘દકેરેગ્લમાં દે સાંસ’ — ‘ઇન્દ્રિયોની છિન્નભિન્નતા’ દ્વારા કરુણ અનુભવ રૂપે કર્યું તે તેઓ વ્યવસ્થિત વાદ રૂપે કરે છે. પણ રૅંબોનું જીવન અને કવન બોધપાઠરૂપ છે. રૅંબોનો જન્મ ૧૮૫૪માં. રૅંબોએ ૧૮૭૦-૭૧માં સોળ-સત્તર વર્ષની વયે કવિતાનો આરંભ કર્યો અને ૧૮૭૩માં એની ઓગણીસ વર્ષની વયે એની કવિતાનો અંત આવ્યો. રૅંબોનું મૃત્યુ ૧૮૯૧માં, સાડત્રીસ વર્ષની વયે. ઉત્તર જીવનનાં અઢાર વર્ષ એણે શું કર્યું? આ પ્રશ્નનો ઉત્તર બોધપાઠરૂપ છે. ૧૮૭૩માં એણે એનું અંતિમ કાવ્ય રહ્યું. તેનું શીર્ષક સૂચક છે : ‘યુન સેઈઝોં આંનાફેર’ (‘નરકમાં એક ઋતુ’). આ કાવ્ય સ્વયં બોધપાઠરૂપ છે. એમાં એના કવિતાસર્જનના બે વર્ષને એણે નરકની ઋતુ કહી છે. એમાં એણે, સીરીલ કૉનૉલીએ સપ્રમાણ સિદ્ધ કર્યું છે તેમ, એની નિષ્ફળતાનો કરુણ એકરાર કર્યો છે. એણે આ કાવ્યમાં કોઈ પણ નૈતિક મૂલ્યો વિનાના નવા સમાજનું સર્જન કરવામાં અને કોઈ પણ પરંપરાગત સૌંદર્ય-મૂલ્યો વિનાની નવી કવિતા સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયાનો, આ બે વર્ષ મૂર્ખોના સ્વર્ગમાં અથવા તો સ્વયંસર્જિત નરકમાં વસ્યાનો તથા પોતે અને વર્લેન ‘ઍપુ દેવાં’ — ‘સ્વર્ગીય સખા’ અને ‘વીઍર્ઝ સાઝ’ — ‘પ્રાજ્ઞ સખી’ નહિ, પણ ‘ઍપુ ઍંફર્નાલ’ — ‘નારકી સખા’ અને ‘વીઍર્ઝ ફૉલ’ — ‘મૂર્ખ સખી’ તથા પોતાની કવિતાની સમગ્ર પ્રક્રિયા ‘આલ્કીમી દ્યુ વેર્બ’ — ‘શબ્દનો જાદુ’ એ ‘યુન દ મે ફૉલી’ — ‘નરી મૂર્ખતા’ હોવાનો કરુણ એકરાર કર્યો છે. ૧૮૭૩થી ૧૮૮૦ લગીની સાત વર્ષની એની જીવનચર્યા પરથી સિદ્ધ થાય છે કે પોતે યથાર્થના સત્યદર્શનના નહિ પણ મિથ્યાના ભ્રાંતિના માર્ગ પર છે એવી સંપૂર્ણ પ્રતીતિ સાથે એણે કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને પછી સમાજનો અને જીવનનો ત્યાગ કર્યો હતો. ઉત્તર જીવના એના અઢાર વર્ષના અનુભવ વિશે કહેવાનું અહીં અપ્રસ્તુત છે. પણ જેમને રસ હોય તેમને રૅંબોના એક ઉત્તમ — કદાચને સર્વોત્તમ ચરિત્રકાર ઇનીડ સ્ટાર્કીનો ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. યુરોપ, એશિયા, અને અંતે આફ્રિકામાં એણે મિથ્યામાંથી, ભ્રાંતિમાંથી યથાર્થની સત્યદર્શનની; શૂન્યતામાંથી પૂર્ણતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો. કહેવાની જરૂર છે કે રૅંબો એમાં પણ નિષ્ફળ ગયો? પૂર્ણતાની પ્રાપ્તિમાં કોઈ સફળ થયું છે? પેરિસમાં સૌએ — વર્લેન સુધ્ધાંએ — રૅંબો તો હવે સદ્ગત છે એમ માન્યું હતું. ત્યારે એણે એમને વિશે, કવિઓ વિશે, કવિતા વિશે, પોતાની કવિતા વિશે શું માન્યું હતું એ પણ આ ગ્રંથમાં વાંચવાની ભલામણ કરું છું. રૅંબોએ કવિતાનું સર્જન કર્યું, કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને પછી કર્મ દ્વારા જીવનનો જે પુરુષાર્થ કર્યો ત્યારે એ સર્વમાં એ એકસરખો પ્રમાણિક હતો. રૅંબોની કવિતા એ અવશ્ય મહાન કવિતા છે, તો રૅંબોનું સમગ્ર જીવન એ પણ અવશ્ય મહાન બોધપાઠરૂપ છે. રૅંબોએ કવિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો એમાં એના વ્યક્તિત્વની એકકેન્દ્રીતાનું, એની બૌદ્ધિક પ્રામાણિકતાનું, એના આત્મબળનું જે દર્શન થાય છે તે આ મર્ત્ય માનવલોકમાં — કવિઓ સુધ્ધાંમાં — વારંવાર થતું નથી. એ માટે રૅંબોને આપણે માથું નમાવવું જોઈએ. ૧૮૭૩માં રૅંબોએ કતિતાનો સંપૂર્ણ ત્યાગ કર્યો ત્યારે ‘સુર્રિયલિઝમ’નું મૃત્યુ થયું. પછી ૧૯૨૪થી ૧૯૩૪ લગીના — બે વિશ્વયુદ્ધો વચ્ચેના — એક દસકાના સમયમાં સુર્રિયલિઝમ કવિતાના જગતમાં પ્રેતરૂપે પ્રગટ થયું. ત્યારથી અનેક કૃતિઓમાં એના વિમોચનના તર્પણની ક્રિયા થાય છે. | ||
અંતે વાદ અને કવિતાના સંબંધમાં, સંદર્ભમાં શેક્સ્પિયરના જીવન અને કવનની પરમ અને ચરમ સીમા જેવા એના અંતિમ નાટક ‘ધ ટેમ્પેસ્ટ’ — ‘ઝંઝા’માંનું શેક્સ્પિયરનું જગપ્રસિદ્ધ ગીત અહીં ઉતારું છું : | અંતે વાદ અને કવિતાના સંબંધમાં, સંદર્ભમાં શેક્સ્પિયરના જીવન અને કવનની પરમ અને ચરમ સીમા જેવા એના અંતિમ નાટક ‘ધ ટેમ્પેસ્ટ’ — ‘ઝંઝા’માંનું શેક્સ્પિયરનું જગપ્રસિદ્ધ ગીત અહીં ઉતારું છું : | ||
<poem> | |||
Full fathom five thy father lies; | Full fathom five thy father lies; | ||
Of his bones are coral made; | {{space}}Of his bones are coral made; | ||
Those are pearls that were his eyes : | Those are pearls that were his eyes : | ||
Nothing of him that doth fade, | {{space}}Nothing of him that doth fade, | ||
But doth suffer a sea-change | But doth suffer a sea-change | ||
Into something rich and strange. : | Into something rich and strange. : | ||
Sea-nymphs hourly ring his knell : | Sea-nymphs hourly ring his knell : | ||
Ding-dong! | {{space}}Ding-dong! | ||
Hark! now I hear them, | {{space}}Hark! now I hear them, | ||
Ding,-dong, bell! | {{space}}Ding,-dong, bell! | ||
</poem> | |||
શેક્સ્પિયરે સમ ખાવા પૂરતો પણ વિવેચનનો એકે અક્ષર પાડ્યો નથી. પણ અનેક વાચક-વિવેચકો માને છે કે શેક્સ્પિયરે એનાં અનેક નાટકોની અનેક પંક્તિઓમાં અનેક પ્રકારનું વિવેચન કવિની રીતે વ્યંજનાથી, ધ્વનિથી સૂચવ્યું છે. મને આ પંક્તિઓમાં શેક્સ્પિયરે જાણે કે કવિતાનું, કવિતાની પ્રક્રિયાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે એમ હંમેશાં લાગ્યાં કર્યું છે. શેક્સ્પિયર આરંભમાં કહે છે, ‘સમુદ્રના — કવિચિત્તના, કવિચૈતન્યના, કવિસંવિતના, કવિઆત્મના — અતલમાં નેત્રોમાંથી મોતી થાય છે, અસ્થિમાંથી પ્રવાલ થાય છે.’ અને પછી જાણે સ્થૂલમાંથી સૂક્ષ્મ પ્રતિ ગતિ હોય તેમ કહે છે, ‘ત્યાં કશાયનું મૃત્યુ નથી, બધાયનો સમુદ્રોત્સર્ગ થાય છે અને કશુંક સભર અને સમૃદ્ધ, અલૌકિક અને અદ્ભુત પ્રગટ થાય છે.’ ‘Something rich and strange’ — એ શબ્દોમાં શેક્સ્પિયરનો જાદુ છે. હર્બર્ટે, જેમ એના પ્રસિદ્ધ કાવ્ય ‘Prayer’ — પ્રાર્થનામાં અંતે ‘Something understood’ — એ શબ્દોમાં પ્રાર્થનાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે તેમ શેક્સ્પિયરે આ શબ્દોમાં કવિતાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે. સૌ કવિઓએ અને કવિતાપ્રેમીઓએ આ શબ્દો હૃદયમાં મઢી લેવા જેવા છે લોહીમાં વણી લેવા જેવા છે. | શેક્સ્પિયરે સમ ખાવા પૂરતો પણ વિવેચનનો એકે અક્ષર પાડ્યો નથી. પણ અનેક વાચક-વિવેચકો માને છે કે શેક્સ્પિયરે એનાં અનેક નાટકોની અનેક પંક્તિઓમાં અનેક પ્રકારનું વિવેચન કવિની રીતે વ્યંજનાથી, ધ્વનિથી સૂચવ્યું છે. મને આ પંક્તિઓમાં શેક્સ્પિયરે જાણે કે કવિતાનું, કવિતાની પ્રક્રિયાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે એમ હંમેશાં લાગ્યાં કર્યું છે. શેક્સ્પિયર આરંભમાં કહે છે, ‘સમુદ્રના — કવિચિત્તના, કવિચૈતન્યના, કવિસંવિતના, કવિઆત્મના — અતલમાં નેત્રોમાંથી મોતી થાય છે, અસ્થિમાંથી પ્રવાલ થાય છે.’ અને પછી જાણે સ્થૂલમાંથી સૂક્ષ્મ પ્રતિ ગતિ હોય તેમ કહે છે, ‘ત્યાં કશાયનું મૃત્યુ નથી, બધાયનો સમુદ્રોત્સર્ગ થાય છે અને કશુંક સભર અને સમૃદ્ધ, અલૌકિક અને અદ્ભુત પ્રગટ થાય છે.’ ‘Something rich and strange’ — એ શબ્દોમાં શેક્સ્પિયરનો જાદુ છે. હર્બર્ટે, જેમ એના પ્રસિદ્ધ કાવ્ય ‘Prayer’ — પ્રાર્થનામાં અંતે ‘Something understood’ — એ શબ્દોમાં પ્રાર્થનાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે તેમ શેક્સ્પિયરે આ શબ્દોમાં કવિતાનું અંતિમ રહસ્ય, અંતિમ સત્ય પ્રગટ કર્યું છે. સૌ કવિઓએ અને કવિતાપ્રેમીઓએ આ શબ્દો હૃદયમાં મઢી લેવા જેવા છે લોહીમાં વણી લેવા જેવા છે. | ||
{{center|(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૬મું અધિવેશન મદ્રાસમાં યોજાયું તે પ્રસંગે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલ સાથેની પ્રશ્નોત્તરી ડિસેમ્બર ૧૯૭૧.)}} | {{center|(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૬મું અધિવેશન મદ્રાસમાં યોજાયું તે પ્રસંગે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલ સાથેની પ્રશ્નોત્તરી ડિસેમ્બર ૧૯૭૧.)}} |