2,674
edits
Shnehrashmi (talk | contribs) ("Template:Left" should be created for headings in bold) |
Shnehrashmi (talk | contribs) (align right) |
||
Line 31: | Line 31: | ||
જે કોઈ વાંચનાર સારું ગદ્ય સારી રીતે વાંચવામાં આનંદ લેનારા હશે તેમને આ પદ્યરચના એમની ગદ્ય વાંચવાની આદતે જ વાંચતાં જરા મુશ્કેલી નડવાની નથી.’ | જે કોઈ વાંચનાર સારું ગદ્ય સારી રીતે વાંચવામાં આનંદ લેનારા હશે તેમને આ પદ્યરચના એમની ગદ્ય વાંચવાની આદતે જ વાંચતાં જરા મુશ્કેલી નડવાની નથી.’ | ||
આ બે વાક્યના પરિશીલન જેવો જ આ લેખનો આખોય પ્રયત્ન છે. કવિતાનું સંગીત અર્થને અનુસરતું અને ગદ્ય પર અવલંબતું સંગીત છે એ નિર્ણય લેનાર કવિ એક સમર્થ વીર્યશાલી ગદ્યલેખક ન હોય તો જ નવાઈ! પ્રો. ઠાકોર એવા એક ગદ્યલેખક હતા એ એમની પદ્યરચનાની ભાવનાના સંદર્ભમાં એક અત્યંત સૂચક હકીકત છે. વળી એ પ્રવેશકના પ્રારંભનાં જ બે પાનાં પરથી જણાય છે કે ગદ્યના સંસ્કારોની તીવ્ર અસરમાંથી જ આ પદ્યરચનાની, અગેય પદ્યની પ્રેરણા કવિએ લીધી છે. ગત યુગના ચાર મહાન કવિઓ બાલાશંકર, મણિશંકર, બલવંતરાય અને ન્હાનાલાલ એમાં બાલાશંકરે કવિતા કરી ત્યારે હજી તો ગુજરાતી ગદ્ય રચાતું હતું, કાન્તે પોતાનું મહત્ત્વનું કવિતાસર્જન કર્યું ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી. કાન્ત પોતે એક સમર્થ ગદ્યલેખક થયા, પણ એ તો એમની કવિતા લુપ્ત થઈ ગઈ ત્યાર પછી. ૧૮૮૫માં ‘કલાંત કવિ’ પ્રગટ થયું અને ૧૮૮૮માં ‘વસંત વિજય’ રચાયું ત્યારે જોકે નર્મદ અઢળક ગદ્ય રચીને ૧૮૮૬માં પંચત્વને પામી ચૂક્યો હતો, પણ નર્મદનું ગદ્ય એ પ્રૌઢિને પામેલું નહિ પણ પ્રારંભકાળનું ને પ્રારંભકારનું ગદ્ય હતું. વળી નર્મદે તો ઘણુંખરું સાહિત્ય જીવનસમસ્તના સર્જનના એક ખંડ રૂપે જ રહ્યું, એટલે એનું ગદ્ય બહુધા સાહિત્યિક નહિ પણ વ્યવહારુ ગદ્ય છે. એને મન ગદ્ય એટલે સર્જનવ્યાપાર નથી, જીવનવ્યવહાર છે. એનું ગદ્ય સાહિત્યવીરથી યે વિશેષ તો જીવનવીરનું ગદ્ય છે. નર્મદ પદ્યમાં જેટલો પ્રયોગખોર હતો એટલો ગદ્યમાં ન હતો. સાહિત્યિક ગદ્યની પ્રણાલીનો અભાવ પણ એનું કારણ હોય. એને પદ્યમાં ઊંધા આંક બોલવાના હતા જ્યારે ગદ્યમાં તો એકડે એકથી જ આરંભ કરવાનો હતો. અને નર્મદશૈલી પ્રતિ બાલાશંકર કે મણિશંકરની દૃષ્ટિ પડી જ નથી. કવિતાના બહિરંગની દૃષ્ટિએ આ બંને મહાન કવિઓ દલપત સાથે સામ્ય ધરાવે છે. બન્નેએ દલપતની જેમ વ્રજકવિતામાંથી પ્રેરણા લઈને પ્રારંભ કર્યો છે. એટલે દલપતની જેમ બન્ને કવિમાં છંદનો દેહ કચના દેહ જેવો છે, જેનાં ‘અવયવ સહુ યોગ્યતામાં ઠરેલાં’ છે. ક્યાંય ઓછુંવતું નહિ, ક્યાંય ભાંગફોડ નહિ, યતિભંગ કે શ્લોકભંગ નહિ (જોકે ઓછાવત્તાના કે ભાંગફોડના ક્વચિત્ કવચિત્ વિરલ અપવાદો બાલાશંકરમાં જડી આવે); જાણે આરસની સપ્રમાણ શિલ્પપ્રતિમા. દલપત અને આ બે કવિઓમાં આ માત્ર એક છંદના દેહનું જ સામ્ય. (જોકે દલપતને જેમ સ્વામીનારાયણ સંપ્રદાયનો તેમ બાલાશંકરને શાક્ત અને સૂફી સંપ્રદાયનો તથા મણિશંકરને સ્વીડનબોર્ગ સંપ્રદાયનો આધાર હતો; પણ એને ને કવિતાના રસાસ્વાદને કંઈ સંબંધ નથી. એ જીવનદૃષ્ટિનો પ્રશ્ન છે, કલાદૃષ્ટિનો નહિ). બાકી કવિતાના અંતરંગમાં તો દલપતમાં રસનું જ મોળું, જ્યારે આ બે કવિઓમાં તો કવિતાના અંગેઅંગમાં રસનો આત્મા વિલસી રહ્યો છે. દલપતશૈલી અને નર્મદશૈલીના ભેદનું કારણ નર્મદને ગદ્યલેખનનો વિપુલ અનુભવ અને જીવનમાં જોસ્સાનો મહિમા; જ્યારે દલપતને ગદ્યલેખનનો ન-જેવો (ને જે કંઈ હતો તે નજીવો) અનુભવ અને જીવનમાં સંપ્રદાયનો, ટાઢાબોળ, વ્યવહારુ અને શાણા ડહાપણ — જે બધું કવિમાં દોઢ ડહાપણ ગણાય તે-નો મહિમા; નર્મદ સાહસની મૂર્તિ, તો દલપત સૌજન્યની; નર્મદ એટલે વિહ્વળતા, તો દલપત એટલે વિવેક; નર્મદ એટલે અર્વાચીન માનસ, તો દલપત એટલે પરંપરાનો પુરસ્કાર; નર્મદનું કવન અને જીવન એટલે અખતરાખોરી ને ચંચલતા તો દલપતનું જીવન ને કવન એટલે આભડછેટ ને ચીલાચાલુનું ચોખલિયાપણું — જીવનમાં સ્વામીનારાયણ સંપ્રદાય અને કવનમાં વ્રજકવિતાની રૂઢિગ્રંથિ. બાલાશંકરને પિંગલનો પહેલો પાઠ આ દલપતે ભણાવ્યો, તો મણિશંકર ખંડકાવ્યોમાં છંદવૈવિધ્યની શૈલી પણ વ્રજકવિતામાંથી લાવ્યા. અને મણિશંકર તથા બલવંતરાય — બે આદર્શ અનન્ય અને અતિવિરલ મિત્રો — વચ્ચેનો પદ્યરચનાની ભાવના અંગેનો વિરોધ પણ સુપરિચિત છે. નાનાલાલે ડોલન ઉપજાવ્યું પણ તે એમની કવિતામાં જ જન્મ્યું ને મરી પરવાર્યું. એમણે ગદ્ય લખ્યું તો તે પણ પદ્ય જેવું, નર્યું આડંબરી. એક બલવંતરાય જ આ અગેય પદ્યરચનાની ભાવના પ્રગટાવી શકે એમ હતા એ આ પરથી સહેજે સમજાય છે. ૧૯૦૦માં ‘આરોહણ’ની પૂર્ણાહુતિ થઈ ત્યારે મણિલાલનું સમર્થ ગદ્યલખાણ એ યુગનું પ્રથમ પ્રૌઢ ગદ્યલખાણ થઈ ગયું હતું અને ૧૯૧૭માં જ્યારે એનો પ્રવેશક અને ત્યાં લગીનાં ‘પ્રેમનો દિવસ’ આદિ અન્ય કાવ્યો લખાયાં ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ના ચારે ભાગ ગુજરાતને મળી ચૂક્યા હતા. વળી ‘સ્નેહમુદ્રા’માં તો નર્યું પ્રવાહી પદ્ય જ વહી રહ્યું હતું. (‘સરસ્વતીચંદ્ર’ જેટલું મબલક ગદ્ય લખનાર જ ‘સ્નેહમુદ્રા’ના પ્રવાહી પદ્યનો કર્તા હોય ને?) જોકે કવિનું વય કે માત્રામેળ છંદોની પસંદગી ગમે તે કારણે એ પદ્ય ઝાંખું-પાંખું હતું, પણ પ્રવાહી તો હતું જ. બલવંતરાયમાં એનું તેજસ્વી સ્વરૂપ જોવા મળે છે. (બલવંતરાયનો ‘વિરહ’ એટલે સંસ્કારેલી ‘સ્નેહમુદ્રા’, એ દૃષ્ટિએ આપણી કવિતામાં વિરહકાવ્યોની આ બે વજનદાર કૃતિઓનો અભ્યાસ કરવા જેવો છે.) પૃથ્વી છંદનો સફળ ઉપયોગ કરનાર એ યુગના આપણા બે કવિ મણિલાલ અને બલવંતરાય. (જોકે મણિલાલનો પૃથ્વી પ્રવાહી પદ્ય નથી, પણ એ યુગમાં જ્યારે બલવંતરાયનો પૃથ્વી હજુ પ્રગટ્યો ન હતો, બાલાશંકર અને મણિશંકરને પચ્યો ન હતો, ત્યારે એં ઓછામાં ઓછો પ્રવાહી હોય તો પણ એનું મહત્ત્વ કંઈ ઓછું નથી.) એ બન્ને આપણી ભાષાના ત્રણ (ત્રીજા ગાંધીજી) સમર્થ ગદ્યલેખકોમાં પણ હોય એ પણ એક સૂચક હકીકત છે. વળી ભક્તિ અને શૃંગારને વરેલી, સંપ્રદાયરૂપી સ્વામીને વરેલી ગુજરાતી કવિતામાં જીવનસમસ્તને વ્યાપી વળવાનું અને એથી ગદ્યાળુતાને પણ સહર્ષ સ્વીકારી લેવાનું સાહસ નર્મદથી — અને વિશેષ તો બલવંતરાયથી પ્રગટ એનું અનિવાર્ય પરિણામ તે ‘અગેય (શુદ્ધ) પદ્ય.’ આ ઐતિહાસિક કાર્ય યુગધર્મ બલવંતરાય સંપૂર્ણ સફળતાથી બજાવી ગયા. પૃથ્વી છંદ એ જ બલવંતરાયનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે. બલવંતરાયે ભલે મહાકાવ્ય ન આપ્યું, એ કાર્ય એમણે ભાવિને ભળાવ્યું છે, પણ મહાકાવ્યનું વાહન, આહ્વાન તો આપ્યું જ છે. અર્વાચીન કવિતાના ઇતિહાસમાં આ દૃષ્ટિએ ‘કવિતાનું સંગીત’ એ પ્રશ્ન છેડવા — ખેડવા જેવો છે. | આ બે વાક્યના પરિશીલન જેવો જ આ લેખનો આખોય પ્રયત્ન છે. કવિતાનું સંગીત અર્થને અનુસરતું અને ગદ્ય પર અવલંબતું સંગીત છે એ નિર્ણય લેનાર કવિ એક સમર્થ વીર્યશાલી ગદ્યલેખક ન હોય તો જ નવાઈ! પ્રો. ઠાકોર એવા એક ગદ્યલેખક હતા એ એમની પદ્યરચનાની ભાવનાના સંદર્ભમાં એક અત્યંત સૂચક હકીકત છે. વળી એ પ્રવેશકના પ્રારંભનાં જ બે પાનાં પરથી જણાય છે કે ગદ્યના સંસ્કારોની તીવ્ર અસરમાંથી જ આ પદ્યરચનાની, અગેય પદ્યની પ્રેરણા કવિએ લીધી છે. ગત યુગના ચાર મહાન કવિઓ બાલાશંકર, મણિશંકર, બલવંતરાય અને ન્હાનાલાલ એમાં બાલાશંકરે કવિતા કરી ત્યારે હજી તો ગુજરાતી ગદ્ય રચાતું હતું, કાન્તે પોતાનું મહત્ત્વનું કવિતાસર્જન કર્યું ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી. કાન્ત પોતે એક સમર્થ ગદ્યલેખક થયા, પણ એ તો એમની કવિતા લુપ્ત થઈ ગઈ ત્યાર પછી. ૧૮૮૫માં ‘કલાંત કવિ’ પ્રગટ થયું અને ૧૮૮૮માં ‘વસંત વિજય’ રચાયું ત્યારે જોકે નર્મદ અઢળક ગદ્ય રચીને ૧૮૮૬માં પંચત્વને પામી ચૂક્યો હતો, પણ નર્મદનું ગદ્ય એ પ્રૌઢિને પામેલું નહિ પણ પ્રારંભકાળનું ને પ્રારંભકારનું ગદ્ય હતું. વળી નર્મદે તો ઘણુંખરું સાહિત્ય જીવનસમસ્તના સર્જનના એક ખંડ રૂપે જ રહ્યું, એટલે એનું ગદ્ય બહુધા સાહિત્યિક નહિ પણ વ્યવહારુ ગદ્ય છે. એને મન ગદ્ય એટલે સર્જનવ્યાપાર નથી, જીવનવ્યવહાર છે. એનું ગદ્ય સાહિત્યવીરથી યે વિશેષ તો જીવનવીરનું ગદ્ય છે. નર્મદ પદ્યમાં જેટલો પ્રયોગખોર હતો એટલો ગદ્યમાં ન હતો. સાહિત્યિક ગદ્યની પ્રણાલીનો અભાવ પણ એનું કારણ હોય. એને પદ્યમાં ઊંધા આંક બોલવાના હતા જ્યારે ગદ્યમાં તો એકડે એકથી જ આરંભ કરવાનો હતો. અને નર્મદશૈલી પ્રતિ બાલાશંકર કે મણિશંકરની દૃષ્ટિ પડી જ નથી. કવિતાના બહિરંગની દૃષ્ટિએ આ બંને મહાન કવિઓ દલપત સાથે સામ્ય ધરાવે છે. બન્નેએ દલપતની જેમ વ્રજકવિતામાંથી પ્રેરણા લઈને પ્રારંભ કર્યો છે. એટલે દલપતની જેમ બન્ને કવિમાં છંદનો દેહ કચના દેહ જેવો છે, જેનાં ‘અવયવ સહુ યોગ્યતામાં ઠરેલાં’ છે. ક્યાંય ઓછુંવતું નહિ, ક્યાંય ભાંગફોડ નહિ, યતિભંગ કે શ્લોકભંગ નહિ (જોકે ઓછાવત્તાના કે ભાંગફોડના ક્વચિત્ કવચિત્ વિરલ અપવાદો બાલાશંકરમાં જડી આવે); જાણે આરસની સપ્રમાણ શિલ્પપ્રતિમા. દલપત અને આ બે કવિઓમાં આ માત્ર એક છંદના દેહનું જ સામ્ય. (જોકે દલપતને જેમ સ્વામીનારાયણ સંપ્રદાયનો તેમ બાલાશંકરને શાક્ત અને સૂફી સંપ્રદાયનો તથા મણિશંકરને સ્વીડનબોર્ગ સંપ્રદાયનો આધાર હતો; પણ એને ને કવિતાના રસાસ્વાદને કંઈ સંબંધ નથી. એ જીવનદૃષ્ટિનો પ્રશ્ન છે, કલાદૃષ્ટિનો નહિ). બાકી કવિતાના અંતરંગમાં તો દલપતમાં રસનું જ મોળું, જ્યારે આ બે કવિઓમાં તો કવિતાના અંગેઅંગમાં રસનો આત્મા વિલસી રહ્યો છે. દલપતશૈલી અને નર્મદશૈલીના ભેદનું કારણ નર્મદને ગદ્યલેખનનો વિપુલ અનુભવ અને જીવનમાં જોસ્સાનો મહિમા; જ્યારે દલપતને ગદ્યલેખનનો ન-જેવો (ને જે કંઈ હતો તે નજીવો) અનુભવ અને જીવનમાં સંપ્રદાયનો, ટાઢાબોળ, વ્યવહારુ અને શાણા ડહાપણ — જે બધું કવિમાં દોઢ ડહાપણ ગણાય તે-નો મહિમા; નર્મદ સાહસની મૂર્તિ, તો દલપત સૌજન્યની; નર્મદ એટલે વિહ્વળતા, તો દલપત એટલે વિવેક; નર્મદ એટલે અર્વાચીન માનસ, તો દલપત એટલે પરંપરાનો પુરસ્કાર; નર્મદનું કવન અને જીવન એટલે અખતરાખોરી ને ચંચલતા તો દલપતનું જીવન ને કવન એટલે આભડછેટ ને ચીલાચાલુનું ચોખલિયાપણું — જીવનમાં સ્વામીનારાયણ સંપ્રદાય અને કવનમાં વ્રજકવિતાની રૂઢિગ્રંથિ. બાલાશંકરને પિંગલનો પહેલો પાઠ આ દલપતે ભણાવ્યો, તો મણિશંકર ખંડકાવ્યોમાં છંદવૈવિધ્યની શૈલી પણ વ્રજકવિતામાંથી લાવ્યા. અને મણિશંકર તથા બલવંતરાય — બે આદર્શ અનન્ય અને અતિવિરલ મિત્રો — વચ્ચેનો પદ્યરચનાની ભાવના અંગેનો વિરોધ પણ સુપરિચિત છે. નાનાલાલે ડોલન ઉપજાવ્યું પણ તે એમની કવિતામાં જ જન્મ્યું ને મરી પરવાર્યું. એમણે ગદ્ય લખ્યું તો તે પણ પદ્ય જેવું, નર્યું આડંબરી. એક બલવંતરાય જ આ અગેય પદ્યરચનાની ભાવના પ્રગટાવી શકે એમ હતા એ આ પરથી સહેજે સમજાય છે. ૧૯૦૦માં ‘આરોહણ’ની પૂર્ણાહુતિ થઈ ત્યારે મણિલાલનું સમર્થ ગદ્યલખાણ એ યુગનું પ્રથમ પ્રૌઢ ગદ્યલખાણ થઈ ગયું હતું અને ૧૯૧૭માં જ્યારે એનો પ્રવેશક અને ત્યાં લગીનાં ‘પ્રેમનો દિવસ’ આદિ અન્ય કાવ્યો લખાયાં ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ના ચારે ભાગ ગુજરાતને મળી ચૂક્યા હતા. વળી ‘સ્નેહમુદ્રા’માં તો નર્યું પ્રવાહી પદ્ય જ વહી રહ્યું હતું. (‘સરસ્વતીચંદ્ર’ જેટલું મબલક ગદ્ય લખનાર જ ‘સ્નેહમુદ્રા’ના પ્રવાહી પદ્યનો કર્તા હોય ને?) જોકે કવિનું વય કે માત્રામેળ છંદોની પસંદગી ગમે તે કારણે એ પદ્ય ઝાંખું-પાંખું હતું, પણ પ્રવાહી તો હતું જ. બલવંતરાયમાં એનું તેજસ્વી સ્વરૂપ જોવા મળે છે. (બલવંતરાયનો ‘વિરહ’ એટલે સંસ્કારેલી ‘સ્નેહમુદ્રા’, એ દૃષ્ટિએ આપણી કવિતામાં વિરહકાવ્યોની આ બે વજનદાર કૃતિઓનો અભ્યાસ કરવા જેવો છે.) પૃથ્વી છંદનો સફળ ઉપયોગ કરનાર એ યુગના આપણા બે કવિ મણિલાલ અને બલવંતરાય. (જોકે મણિલાલનો પૃથ્વી પ્રવાહી પદ્ય નથી, પણ એ યુગમાં જ્યારે બલવંતરાયનો પૃથ્વી હજુ પ્રગટ્યો ન હતો, બાલાશંકર અને મણિશંકરને પચ્યો ન હતો, ત્યારે એં ઓછામાં ઓછો પ્રવાહી હોય તો પણ એનું મહત્ત્વ કંઈ ઓછું નથી.) એ બન્ને આપણી ભાષાના ત્રણ (ત્રીજા ગાંધીજી) સમર્થ ગદ્યલેખકોમાં પણ હોય એ પણ એક સૂચક હકીકત છે. વળી ભક્તિ અને શૃંગારને વરેલી, સંપ્રદાયરૂપી સ્વામીને વરેલી ગુજરાતી કવિતામાં જીવનસમસ્તને વ્યાપી વળવાનું અને એથી ગદ્યાળુતાને પણ સહર્ષ સ્વીકારી લેવાનું સાહસ નર્મદથી — અને વિશેષ તો બલવંતરાયથી પ્રગટ એનું અનિવાર્ય પરિણામ તે ‘અગેય (શુદ્ધ) પદ્ય.’ આ ઐતિહાસિક કાર્ય યુગધર્મ બલવંતરાય સંપૂર્ણ સફળતાથી બજાવી ગયા. પૃથ્વી છંદ એ જ બલવંતરાયનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે. બલવંતરાયે ભલે મહાકાવ્ય ન આપ્યું, એ કાર્ય એમણે ભાવિને ભળાવ્યું છે, પણ મહાકાવ્યનું વાહન, આહ્વાન તો આપ્યું જ છે. અર્વાચીન કવિતાના ઇતિહાસમાં આ દૃષ્ટિએ ‘કવિતાનું સંગીત’ એ પ્રશ્ન છેડવા — ખેડવા જેવો છે. | ||
{{ | {{right|(બલવંતરાય ઠાકોરની પ્રથમ મૃત્યુતિથિએ એમને અંજલિરૂપ નિબંધ. ર જાન્યુઆરી ૧૯પ૩.)}} | ||
<center> '''*''' </center> | <center> '''*''' </center> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |