|
|
Line 10: |
Line 10: |
|
| |
|
|
| |
|
| == અવાજનું અજવાળું (૧૯૮૪) == | | == ૧. વૃક્ષ પણ... == |
|
| |
|
|
| |
|
| <poem> | | <poem> |
| વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
| | પંખીઓ પાસેથી |
| {{Space}}{{Space}}કાગળનો ખાલી ખૂણો આપજો,
| | પોતાની ડાળે રહેવા માટેનું |
| પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
| | ભાડું માગે |
| {{Space}}{{Space}}વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
| | કે |
| | વાદળ પણ |
| | દસ પૈસાના એક ગ્લાસ લેખે |
| | ધરતીને પાણી આપે |
| | કે |
| | સૂરજ પણ |
| | દર મહિનાની પહેલી તારીખે |
| | ધરતીના સરનામે |
| | લાઇટનું બીલ મોકલે |
| | કે |
| | ભગવાન પણ |
| | જે પૈસા આપે તેને જ |
| | શ્વાસ લેવા પૂરતી |
| | હવા આપે |
| | તે પહેલાં |
| | પૃથ્વીના કાનમાં કહી દો |
| | કે – |
|
| |
|
| કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અટકળ ઓળંગી ઓરાં આવજો,
| |
| અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અખશરનાં અજવાળાં ઉપડાવજો;
| |
|
| |
| પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો,
| |
| પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}લેખી જોખીને વળતર વાળજો;
| |
|
| |
| એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પરવાળાં વેરી પોથી ઢાંકજો,
| |
| ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પીળી પાંદડિયે અભરક ટાંકજો;
| |
|
| |
| પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}અમરતમાં બોળી અંજળ ચાખજો,
| |
| પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
| |
| {{Space}}{{Space}}પરથમ પૂજ્યાની લાજું રાખજો.
| |
| </Poem> | | </Poem> |
|
| |
|
| == સખી ! હું સોળ વરસની થઈ... ==
| |
|
| |
| <poem>
| |
| પોઢણ દીધાં મલમલનાં
| |
| {{Space}}ને નીંદર દીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
|
| |
| કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
| |
| અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
| |
|
| |
| અમથાં પીધાં ઝળઝળિયાં
| |
| {{Space}}ને નજરું પીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
|
| |
| શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
| |
| જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
| |
|
| |
| વાવડ લીધા પડખામાં
| |
| {{Space}}ને અટકળ લીધી નંઈ,
| |
| {{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ...
| |
| </poem>
| |
|
| |
| == સખી! મારો સાયબો... ==
| |
|
| |
| <poem>
| |
| સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
| |
| {{Space}}હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.
| |
|
| |
| એક તો માઝમ રાતની રજાઈ
| |
| {{Space}}ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
| |
| એકલી ભાળી પાતળો પવન
| |
| {{Space}}પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
| |
|
| |
| સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
| |
| {{Space}}હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.
| |
|
| |
| એમ તો સરોવરમાં બોળી ચાંચ
| |
| {{Space}}ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
| |
| આમ તો પછી ઝૂરતો કાંઠો
| |
| {{Space}}એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
| |
|
| |
| સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
| |
| {{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.
| |
| </poem>
| |
|
| |
| == ને સાયબો આવ્યો નંઈ! ==
| |
|
| |
| <poem>
| |
| દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
| |
| {{Space}}સળિયું ભાંગીને રાત કાઢી,
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
|
| |
| સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
| |
| {{Space}}અને તોરણ બાંધું તો એને ટોડલા,
| |
| કાજળ આંજું તો થાય અંધારાંઘોર
| |
| {{Space}}અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
| |
|
| |
| દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
| |
| {{Space}}પાંપણ લૂછીને રાત કાઢી
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
|
| |
| ઓશીકે ઊતરીને આળોટી જાય
| |
| {{Space}}મારાં સૂનાં પારેવડાંની જોડલી,
| |
| નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
| |
| {{Space}}તરે ઓશિયાળા આંસુની હોડલી;
| |
|
| |
| દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
| |
| {{Space}}પાંગત છોડીને રાત કાઢી,
| |
| {{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ!
| |
| </poem>
| |
|
| |
| == તું જરાક જો તો, અલી! ==
| |
|
| |
| <poem>
| |
| તું જરાક જો તો, અલી!
| |
| આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી
| |
|
| |
| ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ
| |
| વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
| |
|
| |
| હું હવા વગર હલબલી!
| |
|
| |
| ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
| |
| શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
| |
|
| |
| હું મટી ગઈ મખમલી!
| |
|
| |
| કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ
| |
| પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
| |
|
| |
| હું તળિયામાં છલછલી!
| |
| </poem>
| |
|
| |
| == આ રીતે મળવાનું નંઈ! ==
| |
|
| |
| <poem>
| |
| જો, આ રીતે મળવાનું નંઈ!
| |
| દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
| |
| {{Space}}{{Space}}આ રીતે ભળવાનું નંઈ!
| |
|
| |
| પાંદડી ગણીને તને અડક્યો, ને
| |
| {{Space}}મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
| |
| ખિસકોલી જેમ હવે ઠેકીને
| |
| {{Space}}એક એક રૂંવાડે પાડે તું ધાડ;
| |
|
| |
| છીંડું તો હોય, તેની ઊભી બજારેથી
| |
| {{Space}} આ રીતે વળવાનું નંઈ!
| |
|
| |
| એમ કાંઈ એવું કહેવાય નહીં,
| |
| ::: કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
| |
| જેમ કે અનેક વાર તારામાં
| |
| ::: ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;
| |
|
| |
| જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને
| |
| {{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ!
| |
| </poem>
| |
|
| |
| == પરપોટો ઊંચકીને ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
| |
| {{Space}}{{Space}} હવે દરિયો લાવું તો કેમ લાવું?
| |
|
| |
| વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
| |
| {{Space}}ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
| |
| વીજળી ઝબાક પડી પંડ્યમાં
| |
| {{Space}}તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;
| |
|
| |
| વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
| |
| {{Space}}હવે અમથી આવું તો કેમ આવું?
| |
|
| |
| નખની નમણાશ મારી એવી કે
| |
| {{Space}}પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
| |
| પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
| |
| {{Space}}પછી એનાંથી હું જ ઓલવાતી;
| |
|
| |
| ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
| |
| {{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું?
| |
| </poem>
| |
|
| |
| == કૂંચી આપો, બાઈજી! ==
| |
|
| |
| <poem>
| |
| કૂંચી આપો બાઈજી!
| |
| તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?
| |
|
| |
| કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો,
| |
| કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
| |
|
| |
| ખડકી ખોલો, બાઈજી!
| |
| તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી?
| |
|
| |
| તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
| |
| તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી
| |
|
| |
| મારગ મેલો, બાઈજી!
| |
| તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?
| |
| </poem>
| |
|
| |
| == ખડકી ઉઘાડી હું તો ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
| |
|
| |
| પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
| |
| કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
| |
| {{Space}}આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...
| |
|
| |
| બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
| |
| ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
| |
| {{Space}}સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}દઈ પડછાયે ટેકો સૂનકારમાં..
| |
|
| |
| ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
| |
| બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
| |
| {{Space}}નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}સાવ નોંધારી થઈને ભણકારમાં...
| |
|
| |
| ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
| |
| સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
| |
| {{Space}}રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
| |
| {{Space}}હવે અમથી ઊભી’તી એંકારમાં
| |
| {{Space}}હજી અડધે ઊભી’તી એંકારમાં...
| |
| {{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો...
| |
| </poem>
| |
|
| |
| == ઝાલર વાગે જૂઠડી ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
| |
| જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}ઝાંખી બળે રે શગદીવડી
| |
| ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.
| |
|
| |
| {{Space}}આવી આવીને ઊડ્યા કાગડા
| |
| પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}હીરે જડેલી હૈયે ડાબલી
| |
| એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.
| |
|
| |
| {{Space}}નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
| |
| વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}આંસુની ધારે સોણાં ઊતર્યાં
| |
| ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.
| |
|
| |
| {{Space}}ધીમે ધમે રે નખ ઑગળ્યા
| |
| પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
| |
| {{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી
| |
| તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
| |
| </poem>
| |
|
| |
| == એણે કાંટો કાઢીને ==
| |
|
| |
| <poem>
| |
| એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
| |
| {{Space}}હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...
| |
|
| |
| પછી ઢોલિયે જરાક પડી આડી તો
| |
| {{Space}}અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
| |
| ઓશીકે બાથ ભરી લીધી તો,
| |
| {{Space}}ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;
| |
|
| |
| મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
| |
| {{Space}}મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...
| |
|
| |
| હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
| |
| {{Space}}હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
| |
| આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
| |
| {{Space}}પછી પગલું માંડું તો પડું હેઠી!
| |
|
| |
| હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
| |
| {{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ...
| |
| </poem>
| |
|
| |
| == થાંભલીનો ટેકો ==
| |
|
| |
| <poem>
| |
| થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
| |
| કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે..
| |
|
| |
| એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
| |
| પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
| |
| કાળજડું કાચું ને રેશમનો ભાર,
| |
| એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે.
| |
|
| |
| મોરપીંછાની વાત પછી ઊડી,
| |
| ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી;
| |
| ઊગમણી કેડી ને આથમણાં ગીત,
| |
| નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે.
| |
|
| |
| પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
| |
| બેઉ આંખો અંધારામાં ખૂંતી;
| |
| સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
| |
| નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.
| |
| </poem>
| |
|
| |
| == ટચલી આંગલડીનો નખ ==
| |
|
| |
| <poem>
| |
| ::ટચલી આંગલડીનો નખ,
| |
| લટમાં પરોવી હું તો બેઠી, સજન!
| |
| :મુંને એકવાર કાગળ તો લખ.
| |
|
| |
| :કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
| |
| વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
| |
|
| |
| ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
| |
| :હવે લૂછી દે પાંપણનાં દખ.
| |
|
| |
| ::છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,
| |
| પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?
| |
|
| |
| છાલક ના જાય જરી વેઠી, સજન!
| |
| :મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
| |
| </poem>
| |
|
| |
| == હો...પિયુજી! ==
| |
|
| |
| <poem>
| |
| વાંકી રે કેડી ને વાંકી મોજડી
| |
| વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી!
| |
|
| |
| અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
| |
| સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે;
| |
|
| |
| કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા
| |
| કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
|
| |
| બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
| |
| અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે;
| |
|
| |
| સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં
| |
| સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
|
| |
| અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે,
| |
| ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે;
| |
|
| |
| ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા
| |
| ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી!
| |
| વાંકી રે કેડી ને...
| |
| </poem>
| |
|
| |
| == પ્રોષિતભર્તૃકા ==
| |
|
| |
| <poem>
| |
| આછાં આછાં રે તળાવ,
| |
| રે એની ઘાટી રે કાંઈ પાળ
| |
| પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...
| |
|
| |
| હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
| |
| ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
| |
| વાટું અરડૂસી બે વાર,
| |
| ચાટું ઓસડ બીજાં બાર;
| |
| બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...
| |
|
| |
| મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
| |
| કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
| |
| પોચાં પારેવડાં કાંઈ રાંક,
| |
| હાંફે અધમણ ને નવટાંક;
| |
| ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ...
| |
|
| |
| ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
| |
| ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
| |
| વેરું મોતી સવ્વા લાખ,
| |
| ખેરું ખરબચડો કાંઈ થાક;
| |
| ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
| |
| </poem>
| |
|
| |
| == કારેલું... કારેલું ==
| |
|
| |
| <poem>
| |
| કારેલું... કારેલું... મોતીડે વઘારેલું
| |
| સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...
| |
|
| |
| આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું,
| |
| નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું;
| |
|
| |
| વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું,
| |
| કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
|
| |
| સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં,
| |
| અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
| |
|
| |
| સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું,
| |
| કારેલું..કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
|
| |
| આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં,
| |
| અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
| |
|
| |
| ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું,
| |
| કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
| |
| સૈયર મોરી મેં ભોળીએ...
| |
| </poem>
| |
|
| |
| == તો અમે આવીએ ==
| |
|
| |
| <poem>
| |
| આપી આપીને તમે પીછું આપો,
| |
| સજન! પાંખો આપો તો અમે આવીએ...
| |
|
| |
| ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
| |
| {{Space}} ને એને મોગરાની કળીએ હલાવ્યા,
| |
| આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
| |
| {{Space}} અમે ઉંબરની કોર લગી લાવ્યાં;
| |
|
| |
| આપી આપીને તમે ટેકો આપો,
| |
| સજન! નાતો આપો તો અમે આવીએ...
| |
|
| |
| કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
| |
| {{Space}} અને લેખણમાં બેઠી છે લૂ,
| |
| આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
| |
| {{Space}} અમે લખીએ તો લખીએ પણ શું?
| |
|
| |
| આપી આપીને તમે આંસુ આપો,
| |
| સજન! આંખો આપો તો અમે આવીએ...
| |
| </poem>
| |
|
| |
| == કાચી સોપારીનો કટ્ટકો ==
| |
|
| |
| <poem>
| |
| એક કાચી સોપારીનો કટ્ટકો રે
| |
| એક લીલું લવિંગડીનું પાન
| |
| આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન
| |
| એક કાચી સોપારીનો...
| |
|
| |
| કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
| |
| {{Space}} કીધાં કંકોતરીનાં કામ,
| |
| ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી
| |
| {{Space}} લિખિતંગ કોનાં છે નામ?
| |
|
| |
| એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
| |
| એક ઝાંઝરનું ઝીણું તોફાન
| |
| ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન
| |
| એક કાચી સોપારીનો...
| |
|
| |
| ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
| |
| {{Space}} નીચી નજરુંના મળ્યા મેળ,
| |
| ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
| |
| {{Space}} આંગણમાં રોપાતી કેળ!
| |
|
| |
| એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
| |
| એક હૈયામાં ઊઘલતી જાન
| |
| જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન
| |
| એક કાચી સોપારીનો...
| |
| </poem>
| |
|
| |
| == સૂડી વચ્ચે સોપારી ==
| |
|
| |
| <poem>
| |
| સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
| |
| કણબણ માગે ગલગોટો ને
| |
| કણબણ માગે ગલગોટો ને
| |
| {{Space}}કબણી દે ધતૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
| |
|
| |
| તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
| |
| ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.
| |
|
| |
| આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
| |
| ભોળું ભોળું હાંફે એને
| |
| ભોળું ભોળું હાંફે એને
| |
| {{Space}}પાલવમાં ઢબૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને..
| |
| ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
| |
| આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.
| |
|
| |
| મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
| |
| ચાવ્યો કાચો આંબલિયો ને
| |
| ચાવ્યો કાચો આંબલિયો ને
| |
| {{Space}}ચડ્યો રે ડટૂરો.
| |
| {{Space}}સૂડી વચ્ચે સોપારી ને...
| |
| </poem>
| |
|
| |
| == વચળી ફળીમાં ==
| |
|
| |
| <poem>
| |
| વચલી ફળીમાં એક ખોરડું જી રે
| |
| પાછલી પછીત બારોબાર માણારાજ...
| |
|
| |
| ઈ રે પછીતે એક જાળિયું રે
| |
| જાળિયાની પછવાડે,
| |
| હેઈ... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
| |
| એનઘેનમાં રે! જેમ લીંબુડી ઝૂલે;
| |
|
| |
| જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે
| |
| કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ...
| |
|
| |
| લીલા તે સાગનો ઢોલિયો રે
| |
| ઢોલિયાની પાંગતમાં,
| |
| હેઈ... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે
| |
| રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે;
| |
|
| |
| ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે
| |
| ધોરિયામાં છલકાતી ધાર માણારાજ....
| |
| </poem>
| |
|
| |
| == સાત હાથ સીંચણ ==
| |
|
| |
| <poem>
| |
| સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
| |
| પાણિયારાં પડ્યાં ખાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
| |
| ભાદરવે ભમરાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| આવી આવીને ખરે પાંપણથી ડૂમો
| |
| કંમખામાં ઢેલ પાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| પડખે ચડીને એક પરદેશી ઊભો
| |
| ઓશિયાળી મુંને ભાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો
| |
| કેમ જાવા દઉં ઠાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો
| |
| હું નકરી નખરાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં
| |
| અંજવાળે ભરી થાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| મોતી વીણીને મને સાગમટે દીધાં
| |
| આંખડી એવી ઉલાળી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| પાછી વળીને પછી આડબીડ ઊપડી
| |
| જાણતલનો હાથ ઝાલી રે
| |
| {{Space}} બેડાં લઈને હું તો હાલી રે...
| |
| </poem>
| |
|
| |
| == કૂવાકાંઠે ==
| |
|
| |
| <poem>
| |
| સોળ સીંચણ બાર બેડલાં રે
| |
| {{Space}} કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
| |
| કિયે ઘડૂલે ઊગ્યો ચાંદલો ને
| |
| {{Space}} કિયે ભમ્મર કાળી કાળી રાત;
| |
|
| |
| બોલે ગોરાંદે બોલે સૈયરું રે
| |
| {{Space}} કાંઈ બોલે પાડોશણ નાર,
| |
| ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
| |
| {{Space}} કોણે લીધા ઉજાગરાના ભાર;
| |
|
| |
| કૂણાં કાંડા ને કેડ્ય પાતળી રે
| |
| {{Space}} પાણી આવે આવે ને ઝરી જાય,
| |
| નેણાં ઢાળીને ગોરી નીરખે રે
| |
| {{Space}} હેલ્ય મોતીડે અભરે ભરાય;
| |
|
| |
| ભારી જોબન ભારે ઝાટકા રે
| |
| {{Space}} સરે બેવડ મશરૂનાં ચીર,
| |
| ઘેરી વળે રે વેરી વાયરા રે
| |
| {{Space}} અણજાણ્યાં અદીઠાં વાગે તીર;
| |
|
| |
| આઘી શેરી ને આઘી ઓસરી રે
| |
| {{Space}} આઘે આઘે બુઝારે બેઠો મો૨,
| |
| ક્યારે ઊડીને ક્યારે આવશે રે
| |
| {{Space}} મારી સગી નીંદર કેરો ચોર?
| |
| </poem>
| |
|
| |
| == રે વણઝારા ==
| |
|
| |
| <poem>
| |
| રે વણઝારા!
| |
| તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ
| |
| મને બદલામાં વેણી લઈ આપ.
| |
|
| |
| પાથરણાં આપું તને આપું પરવાળાં;
| |
| પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં;
| |
|
| |
| રે વણઝારા!
| |
| તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
| |
| મને બદલામાં દરિયો લઈ આપ.
| |
|
| |
| રાજપાટ આપું તને આપું ધબકારા,
| |
| પાંપણની પાંદડીના આપું પલકારા;
| |
|
| |
| રે વણઝારા!
| |
| તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
| |
| મને બદલામાં ટહુકો લઈ આપ.
| |
| </poem>
| |
|
| |
| == ફાંસ જરા શી વાગી ગઈ ==
| |
|
| |
| <poem>
| |
| ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
| |
| {{Space}}ખટકે છે કંઈ અંદર અંદર,
| |
| પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
| |
| {{Space}}અટકે છે કંઈ અંદર અંદર;
| |
|
| |
| મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા
| |
| {{Space}}સાન કરી છેતરશે એને,
| |
| ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું
| |
| {{Space}}ભટકે છે કંઈ અંદર અંદર;
| |
|
| |
| ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે...
| |
| {{Space}}દરિયાદરિયા ઉમટ્યા છે કંઈ,
| |
| પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું
| |
| {{Space}}છટકે છે કંઈ અંદર અંદર;
| |
|
| |
| રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ
| |
| {{Space}}તૂટે ઘરનો મોભ સામટો,
| |
| કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં
| |
| {{Space}}બટકે છે કંઈ અંદર અંદર;
| |
|
| |
| બારસાખમાં આસોપાલવ ‘કોક’ બનીને મ્હોરે,
| |
| {{Space}}શ્રીફળ પછી વધેરો,
| |
| લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને
| |
| {{Space}}લટકે છે કંઈ અંદર અંદર.
| |
| </poem>
| |
|
| |
| == મને ભૂલી તો જો ! ==
| |
|
| |
| <poem>
| |
| મને ભૂલી તો જો!
| |
| તેં જ મને તારામાં પૂર્યો
| |
| {{Space}}એ વાતને કબૂલી તો જો!
| |
|
| |
| લોક બધાં જોતાં કે પાંદડું હલે છે
| |
| ::તને એકને જ દેખાતો વાયરો,
| |
| તારામાં તુંય હજી આંજે અણસાર
| |
| ::અને મારામાં હુંય ભરું ડાયરો;
| |
|
| |
| પોપચાંનું અંધારું ઓઢીને
| |
| {{Space}}પોયણામાં ખૂલી તો જો!
| |
|
| |
| છેટે રહેવાથી નહીં ટાળી શકાય
| |
| ::મારી પડખેનો આવરો ને જાવરો,
| |
| થોડી તું ઘેલી કહેવાય અને
| |
| થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો;
| |
|
| |
| હોઠના હિસાબ હશે હૈયામાં,
| |
| {{Space}}કોક દિ’ વસૂલી તો જો!
| |
| </poem>
| |
|
| |
| == સંકેલી લેશું ચોપાટને ==
| |
|
| |
| <poem>
| |
| હવે સમજ્યાં આ સોગઠાંની જાતને,
| |
| {{Space}}સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
| |
|
| |
| કેટલીયે રાત કરી કાળી
| |
| {{Space}}ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં,
| |
| માંડેલા દાંવ અમે માંડ્યાં’તા માંડ
| |
| {{Space}} પછી પગડે બેઠાં ને તોય રોયાં;
| |
|
| |
| હવે પડતી મેલીશું પંચાતને,
| |
| {{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
| |
|
| |
| આંસુ હાર્યાં ને પછી હાર્યાં અણસાર
| |
| {{Space}} એક કળતર જિતાઈ ગયું કાળું,
| |
| આંખો તો સૂનમૂન સપનાની ઓરડી
| |
| {{Space}} ને ઉપર ઉજાગરાનું તાળું;
| |
|
| |
| હવે જીરવશું જીવતરની ઘાતને,
| |
| {{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
| |
| </poem>
| |
|
| |
| == પટેલ-પટલાણી ==
| |
|
| |
| <poem>
| |
| પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
| |
| ઉગમણું ઘર અવાવરું આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું
| |
| પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું
| |
|
| |
| અમથો નક્કર ફાડિયું હમણાં ઢીલો ઘેંશ,
| |
| બેઠો વરવે વેશ એને માદળિયે કાંઈ મૂંઝાવ્યો;
| |
|
| |
| થોભો દઈને ઉંબરે બેઠો રબ્બર દેહ,
| |
| પંપાળે સંદેહ એની આંગળિયુંમાં ઓરતા;
| |
|
| |
| જમણે હાથે ખોતરે જોખમવંતો કાન,
| |
| ખરતું કેવળજ્ઞાન આ તો માદળિયાનો મામલો;
| |
|
| |
| ઓસરિયું કાંઈ અણોહરી ને રાંધણિયું ભેંકાર કે માગે માદળિયું
| |
| પટલાણીને રગ રગ મ્હોર્યો અણદીઠો એંકાર કે માગે માદળિયું
| |
| પટેલ પૂરા તળિયાઝાટક પટલાણી ચિક્કાર કે માગે માદળિયું
| |
|
| |
| પટલાણીવટ જોઈને અખંડ વ્યાપ્યો કાળ,
| |
| ઊભી થઈ તતકાળ ફેં ફેં મૂછો ફાંકડી;
| |
|
| |
| ફૂટ્યો ફાંગી આંખમાં ફળફળતો તેજાબ,
| |
| ઉપરથી પીધી રાબ એના ખોંખારે ઘણ ધ્રોડિયાં;
| |
|
| |
| ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર,
| |
| જામ્યો જયજયકાર એના પંચાળે પડઘા પડે;
| |
|
| |
| પટલાણીને સોંસરમોંસર પેઠી વેરણ ફાળ કે માગે માદળિયું
| |
| પડતું મેલ્યું પિયરિયું ને વળતાં લીધો ઢાળ કે માગે માદળિયું
| |
| પરપોટામાં પડી ગયો રે ઘોબો અંતરિયાળ કે માગે માદળિયું
| |
|
| |
| હાં હાં પટલ ખમા કરો અણસમજ્યાની આણ,
| |
| હું પાદરનું છાણ ને તમ પારસ પીપળો;
| |
|
| |
| આંખે ઝૂલે ચાકળા કાંધી તોરણ મોર,
| |
| ઢૂંક્યો રે કલશોર હવે ઢાળો માઝમ ઢોલિયો;
| |
|
| |
| પોચી પોચી રાતડી ચાંદો અફલાતૂન,
| |
| પટલાણી સૂનમૂન એને હઈડે વાગે વાંસળી;
| |
|
| |
| ચપટીક ઓરી લા..પસી ને અધમણ કરી કુલેર કે વાગે વાંસળિયું
| |
| પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું
| |
| લીલો ઘોડો છૂટી ગયો ને પડી રહી સમશેર કે વાગે વાંસળિયું
| |
| </poem>
| |
|
| |
| == ઘચ્ચ દઈ ==
| |
|
| |
| <poem>
| |
| ઘચ્ચ દઈ દાતરડું ઝિંક્યું કપાસ કેરે છોડ,
| |
| ફૂટ્યો પાનેતરનો તાંતણો...
| |
|
| |
| સૈયર આણીપા આવ્ય સૈયર ઓલીપા આવ્ય,
| |
| ઓલ્યું દખણાદું ગામ હવે પાદરમાં લાવ્ય;
| |
| ઘચ્ચ દઈ...
| |
|
| |
| ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,
| |
| ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય;
| |
|
| |
| મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
| |
| હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય;
| |
| ઘચ્ચ દઈ...
| |
|
| |
| ઘેરા ઘેરા ઘેઘૂર આખે આખા કે ચૂર,
| |
| પાસે પાસે કે દૂર ગમે તેવા મંજૂર;
| |
|
| |
| હું તો વીંઝાતી જાઉં હું તો વીંધાતી જાઉં,
| |
| હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં;
| |
| ઘચ્ચ દઈ...
| |
| </poem>
| |
|
| |
| == હાથે કરીને ==
| |
|
| |
| <poem>
| |
| હાથે કરીને અમે અજવાળાં માગ્યાં
| |
| {{Space}}હવે અંધારાં બાર ગાઉ છેટાં...
| |
|
| |
| આમ તો પરોઢ સાવ પોચું કે
| |
| {{Space}} ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
| |
| પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
| |
| {{Space}} અડે મખમલિયા વાયરાઓ ઠાલા;
| |
|
| |
| સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ
| |
| {{Space}} સપનાના હોય નહીં નેઠા...
| |
|
| |
| મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય
| |
| {{Space}} અંજળની વાત હોય છાની,
| |
|
| |
| સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
| |
| {{Space}} ભીતરમાં કેદ હોય વાણી;
| |
| હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
| |
| {{Space}} ઉઘાડી આંખ કરી બેઠાં...
| |
| </poem>
| |
|
| |
| == ઝેરી કાળોતરો ==
| |
|
| |
| <poem>
| |
| ઝેરી કાળોતરો ડંખે રે!
| |
| કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
| |
| મારી આરપાર શેરડીનો સાંઠો,
| |
| {{Space}}આરપાર શેરડીનો સાંઠો રે લોલ...
| |
|
| |
| વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
| |
| ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;
| |
|
| |
| પીડા ઘેઘૂર મને રંગે રે!
| |
| કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે!
| |
| હજી તાણો આ રેશમની ગાંઠો,
| |
| {{Space}}તાણો આ રેશમની ગાંઠો રે લોલ...
| |
|
| |
| વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
| |
| રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!
| |
|
| |
| નીતરતું ઘેન મારે અંગે રે!
| |
| કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે!
| |
| મારે છલકાવું કેમ? નથી કાંઠો,
| |
| {{Space}}છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ...
| |
| </poem>
| |
|
| |
| == તને ગમે તે ==
| |
|
| |
| <poem>
| |
| તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
| |
| એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!
| |
|
| |
| ::તું ઝાકળનાં ટીપાં વચ્ચે
| |
| {{Space}}પરોઢ થઈ શરમાતી,
| |
| હૂં કૂંપળથી અડું તને
| |
| {{Space}}તું પરપોટો થઈ જાતી;
| |
|
| |
| તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’
| |
| :તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
| |
|
| |
| તારા મખમલ હોઠ ઉપર
| |
| {{Space}}એક ચોમાસું જઈ બેઠું,
| |
| ઝળઝળિયાં પહેરાવી
| |
| {{Space}}એક શમણું ફોગટ વેઠું;
| |
|
| |
| તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને!
| |
| એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!
| |
| </poem>
| |
|
| |
| == ECSTASY ==
| |
|
| |
| <poem>
| |
| ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
| |
| ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
| |
| પ્રચંડ દ્રુત ૐ ઝબાક્ઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં
| |
| ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ
| |
| ઊડે, ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.
| |
| કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને
| |
| ધમે ધમણ હાંફતાં હફડ ઘૃર્જટિ ઝાડવાં.
| |
| કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો,
| |
| ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,
| |
| છળે, છળી લળે, ઢળે વળી પળે પળે ઑગળે.
| |
| અચાનક ધડામ ઘુમ્મડ ખબાંગ ખાંગો થતો,
| |
| ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.
| |
| સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્નસે,
| |
| થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વેસ.
| |
| </poem>
| |
|
| |
| == પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર ==
| |
|
| |
| <poem>
| |
| વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
| |
| રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.
| |
|
| |
| અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ,
| |
| ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.
| |
|
| |
| મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય,
| |
| વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.
| |
|
| |
| કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા,
| |
| ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા.
| |
|
| |
| હું ચંદનનાં લાકડાં હું વિનિયાની લાશ,
| |
| મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.
| |
|
| |
| હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન,
| |
| અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં.
| |
| </poem>
| |
|
| |
| == ‘શિખંડી’નો અંશ ==
| |
| :::(ખંડ : ૨)
| |
|
| |
|
| |
| <poem>
| |
| '''પ્રવક્તા''' :
| |
|
| |
| :::ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે,
| |
| :::સમયપિંડ અખંડ જતો વધ્યે;
| |
| :::ભીષણ યુદ્ધ પછી અવસાદમાં,
| |
| :::વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા!
| |
|
| |
| ::ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ,
| |
| ::ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;
| |
| ::બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,
| |
| ::નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં.
| |
|
| |
| અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
| |
| અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી;
| |
| ઇષત્ક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું!
| |
| ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું!
| |
|
| |
| ::ખળભળે અવિરામ અશાતના,
| |
| ::પળેપળે પ્રસરી રહી યાતના
| |
| ::સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,
| |
| ::તહીં શિખંડી જ સન્મુખ દીસતો!
| |
|
| |
| ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,
| |
| ઉડુગણ તણી આંખો થાતી અવાચક, રાત્રિયે
| |
| લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી,
| |
| ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં!
| |
| અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં,
| |
| સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી!
| |
| નક્ષત્રોથી અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ!
| |
| ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.
| |
|
| |
| ::અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના
| |
| ::પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના;
| |
| ::નિકટ જોઈ શિખંડી વિહાસતો,
| |
| ::અનુભવે ક્ષણમાં શીય વેદના!
| |
|
| |
| નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,
| |
| ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી;
| |
| આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ -અસ્વીકૃતા
| |
| ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’
| |
|
| |
| ::સડસડાટ પસાર થઈ જતી,
| |
| ::મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;
| |
| ::સ્મરણની લઈ ટેકણલાકડી,
| |
| ::સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.
| |
| </poem>
| |
|
| |
| <Poem>
| |
| '''ભીષ્મ''' :
| |
| કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું,
| |
| રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું;
| |
| કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ,
| |
| હજી નિકટ આવ, આવ પ્રિય, હે શિખંડી! હજી...
| |
|
| |
| ::પળનું પગલું દબાવતું,
| |
| ::પળમાં મોત અહીં પહોંચશે;
| |
| ::ઝબકી ઝબકી ડરાવતો,
| |
| ::હમણાં કાળ અહીં ઝળૂંબશે.
| |
|
| |
| ::મુજ પ્રતિ પ્રિય! ઉન્નતભ્રૂ ન થા,
| |
| ::સજળ નેત્ર મહીં છલકે કથા;
| |
| ::અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને,
| |
| ::ન અવ શક્ય જ સંઘરવી વ્યથા.
| |
|
| |
| ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં,
| |
| આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય! અંબા;
| |
| ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી!
| |
| વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ!
| |
|
| |
| પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ,
| |
| ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના;
| |
| ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને,
| |
| પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને.
| |
|
| |
| :તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદતચિત્તા,
| |
| :ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ;
| |
| :તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય,
| |
| :કર્તવ્યમૂઢ અધમાધમ હું જ, હાય!
| |
|
| |
| :શરણ અવશભાવે માહરું તેં લહ્યું ’તું,
| |
| :રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું ’તું;
| |
| :પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે,
| |
| :અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે!
| |
|
| |
| લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો,
| |
| લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં;
| |
| એવું એવું ક્ષણાર્ધે નિમીલિતદૃગથી મેં વિલોકી જ લીધું,
| |
| રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્ત્વ જાણી જ લીધું!
| |
|
| |
| રહ્યું ન કશું ભાનસાન પ્રિય! ડૂબતો હું ગયો,
| |
| સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે!’
| |
| ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને,
| |
| ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને.
| |
|
| |
| ::અયુત યૌવનશ્રીથી રહ્યો અને,
| |
| ::મુજ પિતાસુખ કાજ દહ્યો મને;
| |
| ::વશ કર્યો નિજ દેહ દમી દમી,
| |
| ::જીવિતમાં ન મળ્યું અદકું અમી!
| |
|
| |
| રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે,
| |
| તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી!
| |
| પ્રથમ પરણ્યાની શી આલિંગતી મૃદુ સંસ્કૃતિ,
| |
| હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ?
| |
|
| |
| ::દૃગ પરોવી દૃગે નવ જોયું તેં,
| |
| ::ન મુજ ભાવ કળી શકી બંધને;
| |
| ::પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી,
| |
| ::પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી.
| |
|
| |
| ::ઝણણ ઝાલર કોઈ ઝણેણતી.
| |
| ::પલકમાત્ર સકંપ અનુભવી;
| |
| ::સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને,
| |
| ::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને.
| |
|
| |
| :તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી,
| |
| :તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી;
| |
| :પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો,
| |
| :શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો.
| |
|
| |
| :મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો,
| |
| :થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે;
| |
| :અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું,
| |
| :ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું!
| |
|
| |
| આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી,
| |
| તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં;
| |
| અદ્યાપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા!
| |
| પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા!
| |
|
| |
| :સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને
| |
| :આયુધ એક પછી એક મને જ તાક્યાં;
| |
| :એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,
| |
| :અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા!
| |
|
| |
| ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું,
| |
| વીત્યું કેવું જીવિત સઘળું! અર્થ આયુષ્યનો શું?
| |
| બબ્બે જન્મો તુંય તરફડી દીપ્ત વૈરાગ્નિ મધ્યે,
| |
| પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું!
| |
|
| |
| :::નિકટ બેસી પસાર લલાટને,
| |
| :::દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે;
| |
| :::સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ
| |
| :::કર અનુગ્રહ શીતળતા ભર્યો !
| |
| </poem>
| |
|
| |
| '''પ્રવક્તા''' :
| |
|
| |
| <poem>
| |
| છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં,
| |
| નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં;
| |
| વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું,
| |
| અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું!
| |
|
| |
| ૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
| |
| નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે.
| |
|
| |
| ::લચકતી ડગ માંડતી શર્વરી,
| |
| ::નભ વિશાળ પટે જતી નર્તતી;
| |
| ::મદભર્યા પદતાલ પરે થતા,
| |
| ::ઉર વિદારી વિલોપિત તારકો.
| |
|
| |
| સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં,
| |
| ક્ષણો રહી ઝૂલતી આમતેમ;
| |
| નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં,
| |
| શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા!
| |
| </poem>
| |
|
| |
| == ‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ ==
| |
|
| |
| <poem>
| |
| ઑડિયન્સમાંથી એક દારૂડિયો ‘હાય! મર જાઉં!’ કહી ડોલતો ડોલતો ઊભો થયો. બે જણાં બાવડું પકડી એને બહાર લઈ ગયા. પાછા આવ્યા એટલી વારમાં તો કવિએ વાર્તાનો બીજો તંતુ આરંભી દીધો.
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| રાજા તુણ્ડિલ એકલો
| |
| {{Space}} ઇધરઉધર અથડાય,
| |
| કરતો જાય વિચાર
| |
| {{Space}} પૂછે અપને આપ કો :
| |
|
| |
| ‘ક્યા સે ક્યા મૈં હો ગયા
| |
| {{Space}} તરછોડી ઘરનાર,
| |
| કવણ કરું ઉપચાર
| |
| {{Space}} અસહ વિરહ વામા તણો.’
| |
|
| |
| ‘અનુનયભીની આંખમાં
| |
| {{Space}} ઝાંક્યો નહીં જ લગાર,
| |
| કૈસો મૈં ભરથાર
| |
| {{Space}} અધવચ મેલી એકલી!’
| |
|
| |
| ‘કાપ્યું કંચન કાળજું
| |
| {{Space}} નાથ્યાં નરવાં વેણ,
| |
| તોડ્યું અમરતરેણ
| |
| {{Space}} અબુધ અભાગી આયખું.’
| |
|
| |
| સ્મરત અપન બાઘાઇ કો
| |
| {{Space}} કોસ રહ્યો કરતૂત,
| |
| સમજદાર સંભૂત
| |
| {{Space}} કિન્હી દેર દિમાગને.
| |
|
| |
| સહસા ઠેબું વાગતાં .
| |
| {{Space}} ચિત્તતંત્ર અવરુદ્ધ,
| |
| ભયો રાય બેશુદ્ધ
| |
| {{Space}} સાવ અજાણી વાટમાં
| |
|
| |
| ઢગલો થઈ કાયા ઢળી
| |
| {{Space}} મોઢે ફહફહ ફીણ,
| |
| શ્વસન જણાયું ક્ષીણ
| |
| {{Space}} મોત ફરે મસ્તિષ્કમાં.
| |
|
| |
| પ્રહર ગયો દિન બે ગયા
| |
| {{Space}} કોઈ ન ફરક્યું પાસ,
| |
| તરફડ છેલ્લા શ્વાસ
| |
| {{Space}} તડપે છાતી તોડવા.
| |
|
| |
| ક્ષણેક વિરામ લઈ કવિએ નાટકીય ઢબે ‘સ્ટ્રોક’ મારી લલકાર્યું :
| |
|
| |
| ત્યાં જ અચિંતો કોઈનો
| |
| {{Space}} અડક્યો શીતળ હાથ,
| |
| તરત ઉત્તર ગઈ ઘાત
| |
| {{Space}} અપલક પલક્યાં પોપચાં.
| |
|
| |
| કનકવરણ કો કિન્નરી
| |
| {{Space}} ઊભી સમીપ જણાય,
| |
| પરિમલરજ પથરાય
| |
| {{Space}} મંદ મલયમુસ્કાનથી.
| |
|
| |
| મદભર નેણ નચાવતી
| |
| {{Space}} બોલી મંજુલ વેણ :
| |
| ‘હે નર, સુનિલ સુષેણ!
| |
| {{Space}} કવણ પરિચય તાહરો?’
| |
|
| |
| ‘તુણ્ડિલપુરનો રાજવી
| |
| {{Space}} રા’તુણ્ડિલ છે નામ,
| |
| કરી મુફ્ત બદનામ
| |
| {{Space}} સભર-સુધારસ ભામિની.’
| |
|
| |
| ‘નષ્ટભ્રષ્ટ મતિ માહરી
| |
| {{Space}} વિતથ ધર્યો ઉન્માદ,
| |
| ભયો ક્રૂર સૈયાદ
| |
| {{Space}} ટૂંપ્યો કોકિલકંઠને.’
| |
|
| |
| ‘તિતરબિતર તનટૂકડો
| |
| {{Space}} હશે રઝળતો ક્યાંય,
| |
| ક્યાં લગ તડકાછાંય
| |
| {{Space}} ઝેલે કાયા કુમળી?’
| |
|
| |
| કવિ મૂંઝાયા. વાત કેમ આગળ લઈ જવી તે સૂઝતું નહોતું, પણ તોય એમણે પરાણે ગાડી હંકારી.
| |
|
| |
| મરક મરક હસતી રહી
| |
| {{Space}} વદી ન એકકે વેણ,
| |
| ફરી નચાવ્યાં નેણ
| |
| {{Space}} અંતર ઊઠ્યા ઓરતા.
| |
|
| |
| કિસલયકૂણાં ટેરવે
| |
| {{Space}} ક્ષણભર ધરી ચિબૂક,
| |
| સોચી રહી કશુંક
| |
| {{Space}} પળમાં લાધ્યો પેંતરો.
| |
|
| |
| પવનપાવડી આ ગઈ
| |
| {{Space}} દિયા બિઠાઈ નૃપ,
| |
| જૈસે હો તદ્રૂપ
| |
| {{Space}} બેઠ ગઈ પડખે ચડી.
| |
|
| |
| સર સર વાયુ વીંધતું
| |
| {{Space}} શરગતિ ઊઠ્યું યાન,
| |
| કીધી ઊર્ધ્વ ઉડાન
| |
| {{Space}} નભમંડળમાં સોંસરી,
| |
|
| |
| ઝીણી ઝલમલ પામરી
| |
| {{Space}} અંગ હિલોળાં ખાય,
| |
| રાજા ડગમગ થાય
| |
| {{Space}} ઝટપટ ઝાલે બાવડું.
| |
|
| |
| નેહ ઝરે નેણાં થકી
| |
| {{Space}} અધર સ્મિતનો ચાપ,
| |
| બિના બાત સંલાપ
| |
| {{Space}} કરન લગે નરકિન્નરી.
| |
|
| |
| હસિત હતી રોમાવલિ
| |
| {{Space}} ગહન સ્પર્શ સંભૂત,
| |
| ઉભય કોઈ અદ્ભુત
| |
| {{Space}} ચિત્ર અગોચર ચીતરે,
| |
|
| |
| યુગલ ભયું અવકાશમાં
| |
| {{Space}} દૃઢ આલિંગનબદ્ધ,
| |
| સુરતરાગ ઉપલબ્ધ
| |
| {{Space}} સહજસુલભ એકાન્તમાં.
| |
|
| |
| મરતલોકનો માનવી
| |
| {{Space}} દિવ્યલોકની નાર,
| |
| એક થઈ આકાર
| |
| {{Space}} ગગનગેબમાં ઘૂઘવ્યાં.
| |
|
| |
| નભવિશાળપટ વીંધતા
| |
| {{Space}}લાધ્યું દર્શન ક્રાન્ત,
| |
| પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત
| |
| {{Space}} સભર પરસ્પર સંગમાં.
| |
|
| |
| ઝળહળ વિદ્રુમલોકના
| |
| {{Space}} નિકટ થયા અણસાર,
| |
| પૂર્ણ કર્યો અભિસાર
| |
| {{Space}} નીલ અભ્ર્રને માંડવે.
| |
|
| |
| પવનપાવડી ઊતરી
| |
| {{Space}} દિવ્યદેશને દ્વાર,
| |
| વિસ્મયનો વિસ્તાર
| |
| {{Space}} ઉમટ્યો અમિયલ આંખમાં.
| |
|
| |
| પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં
| |
| {{Space}} અડગ ઊભો પ્રતિહાર,
| |
| તરત કર્યો પ્રતિકાર
| |
| {{Space}} અટકાવ્યું રસજોડલું.
| |
|
| |
| ‘મરતલોકના માનવી!
| |
| {{Space}} ઊભો રહેજે બ્હાર,
| |
| આ સ્થળ વિષે હમાર
| |
| {{Space}} ચલત હકૂમત આકરી.’
| |
|
| |
| કરત અનુનય કિન્નરી
| |
| {{Space}} થતો પ્રાપ્ત ઇન્કાર,
| |
| છેવટ વળ્યો કરાર
| |
| {{Space}} શરત સુણાવી રાયને.
| |
|
| |
| ‘પ્રશ્ન સોળ પૂછું તને
| |
| {{Space}} ઉત્તર આપ તમામ,
| |
| ખોલી દઉં સરિયામ
| |
| {{Space}} દિવ્યલોકના દ્વારને.’
| |
|
| |
| બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ :
| |
|
| |
| ‘કોણ ચલાવત આયખું?
| |
| {{Space}} કોણ પરખતું રૂપ?
| |
| કોણ અગોચર કૂપ?
| |
| {{Space}} સુખદાયી પલ કૌન સી?
| |
|
| |
| ‘સાંસ ચલાવત આયખું
| |
| {{Space}} નૈન પરખતાં રૂપ,
| |
| પ્રેમ અગોચર કૂપ
| |
| {{Space}} અધુના પલ સુખદાયિની.’
| |
|
| |
| ‘કોણ સમાયું શ્વાસમાં?
| |
| {{Space}} કોણ નેત્રનું નૂર?
| |
| કૌન મૌત સે દૂર?
| |
| {{Space}} કિહાં સમાઈ શાશ્વતિ?’
| |
|
| |
| ‘ધડકન બેઠી સાંસ મેં
| |
| {{Space}} પ્યાર નયનનું નૂર,
| |
| સમય મૌત સે દૂર
| |
| {{Space}} તિમિર સમાઈ શાશ્વતિ.’
| |
|
| |
| ‘નિકટ પડોસી કૌન સા?
| |
| {{Space}} કૌન વહંત અજસ્ર?
| |
| કિયું અનોખું વસ્ત્ર?
| |
| {{Space}} સુંદિર કોણ સુહાવણું?’
| |
|
| |
| ‘નિકટ પડોસી રિક્તતા
| |
| {{Space}} પીડા વહત અજસ્ર,
| |
| ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર
| |
| {{Space}} ઇચ્છા સ્હજ સુહાવની.’
| |
|
| |
| ‘દુઃખ કા કારન કૌન સા?
| |
| {{Space}} કૌન પરમ હૈ લક્ષ્ય?
| |
| કવણ વડું છે ભક્ષ્ય?
| |
| {{Space}} કૌન બડી હૈ વંચના?’
| |
|
| |
| ‘દુઃખનું કારણ જન્મ છે
| |
| {{Space}} મૌત પરમ હૈ લક્ષ્ય,
| |
| આયુષ્ય કેવળ ભક્ષ્ય
| |
| {{Space}} હોવું એ જ પ્રવંચના.’
| |
|
| |
| તરત ઉઘાડ્યા દ્વારને
| |
| {{Space}} પામ્યું યુગલ પ્રવેશ,
| |
| દીઠો કિન્નર દેશ
| |
| {{Space}} ચકાચૌંધ ભઈ આંખડી.
| |
|
| |
| કુસુમિત મઘમઘ વીથિકા
| |
| {{Space}} અલબેલો વિસ્તાર,
| |
| તેજપુંજ વણઝાર
| |
| {{Space}} ચહુદિશ જાણે ઊતરી.
| |
|
| |
| મૌકિતકમંડિત મ્હેલનાં
| |
| {{Space}} દીપે ઝળળ ગવાક્ષ,
| |
| કરતી નેત્રકટાક્ષ
| |
| {{Space}} લટકલચીલી રૂપસી.
| |
|
| |
| રંગભવન રસપોયણું
| |
| {{Space}} ચંદનચર્ચિત ભોંય,
| |
| જાણે તરતું હોય
| |
| {{Space}} અમૃતજળનાં સ્ત્રોવરે!
| |
|
| |
| હાથ પકડ કે લે ચલી
| |
| {{Space}} રંક દેશનો રાય,
| |
| કલરવ ગહન સુણાય
| |
| {{Space}} ભીતર અંગેઅંગમાં.
| |
|
| |
| હૃદય ભરે રસઘૂંટડા
| |
| {{Space}} નયન ફરે ઉદ્ગ્રીવ,
| |
| પૂર્ણ ધરાયો જીવ
| |
| {{Space}} અભર ભરાયું આયખું!
| |
| </poem>
| |
|
| |
| {{Poem2Open}}
| |
| કવિ માટે એક જણ લીંબુનું શરબત લઈને આવ્યો. દીર્ઘ સબડકા ભરી કવિએ ગ્લાસ ખાલી કર્યો. દરમિયાન વિવેચકોએ અંદર અંદર કંઈક મસલત કરી, તેમાંથી ‘મધ્યકાલીન’ અને ‘આધુનિક’ એ બે શબ્દો કવિના કાને પડ્યા. છેક નાભિમાંથી ખોંખારો ખાઈ કવિએ ફરી દોર સાંધ્યો.
| |
| {{Poem2Close}}
| |
|
| |
| <poem>
| |
| યૂં કર દિન બીતે બહુત
| |
| {{Space}} નિત્ય નિમજ્જનપર્વ,
| |
| પૂરણ કીધા સર્વ
| |
| {{Space}} અરસપરસના ઓરતા.
| |
|
| |
| આખર ઝળહળ દાયરો
| |
| {{Space}} અબખે પડ્યો અપાર,
| |
| તુણ્ડિલ કરે વિચાર
| |
| {{Space}} એક દિવસ એકાન્તમાં.
| |
|
| |
| યાદ કરી અર્ધાંગના
| |
| {{Space}} યાદ કર્યા દિન ચાર,
| |
| ઓસરતા અણસાર
| |
| {{Space}} પળમાં પાછા મેળવ્યા.
| |
|
| |
| પૂછત નર સે કિન્નરી :
| |
| {{Space}} ‘ક્યૂ કર ભયો ઉદાસ?
| |
| કિસ બિધ કરું પ્રયાસ
| |
| {{Space}} દરિયા દેખન આંખ મેં?’
| |
|
| |
| ઉત્તર દેતાં રાજિયો
| |
| {{Space}} વદ્યો નિમાણે મુખ :
| |
| ‘કાબરચિતરું સુખ
| |
| {{Space}} સજની! અબ સહેવાય ના!’
| |
|
| |
| ‘રાગ બસંતી હું થયો
| |
| {{Space}} બંસી તું અણમોલ,
| |
| અબ તો ફૂંક અબોલ
| |
| {{Space}} અટકી ઊભી કંઠમાં,’
| |
|
| |
| ‘જીયો અજહુ ન લાગતો
| |
| {{Space}} તુમ ક્યા જાનો પીર?
| |
| ભીતર આજ અધીર
| |
| {{Space}} તડપન લાગી તુણ્ડિકા!’
| |
|
| |
| ‘મનુજલોકના માનવી
| |
| {{Space}} તુંથી ના પરખાય.
| |
| પરપોટા થઈ જાય
| |
| {{Space}} છોડી જળની જાતને.’
| |
|
| |
| કિહાં હશે કામાયની?
| |
| {{Space}} બિછડ ગઈ પરછાંઈ!
| |
| યે કૈસી અંગડાઈ?
| |
| {{Space}} કરવટ બદલી કાયમી!
| |
| </poem>
| |
|
| |
| == ‘સૈરન્ધ્રી’નો અંશ ==
| |
| :::સર્ગ : ૨
| |
|
| |
| <poem>
| |
| સ્મરણલોક ખૂલે ઉંબરમાં,
| |
| ચારુ ચિત્ત છલકે પળભરમાં;
| |
| સાવ એકલી, કોઈ ન રોકે,
| |
| ભેદ-ભરમ નિજના અવલોકે.
| |
|
| |
| નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
| |
| મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
| |
| રક્તચાપના સહે ઉછાળા,
| |
| યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા.
| |
|
| |
| ઇચ્છાઓનાં કર્યાં વિલોપન,
| |
| કર્યાં ક્રૂર વાસ્તવનાં અંજન;
| |
| સમયપટંતર સર્વ ખસેડ્યાં,
| |
| શિથિલ તાર સરગમના છેડ્યા.
| |
|
| |
| પડછાયાને લીધા જોખી,
| |
| અળગી મૂકી જાત અનોખી;
| |
| સૂરજ રાખ્યો ભીતર સંગી,
| |
| અંધકારને દીધા રંગી.
| |
|
| |
| સહુ સહુની ઓળખ સહુ હાર્યાં,
| |
| ગૌરવમંડિત મુકુટ ઉતાર્યા;
| |
| શરણાગત થઈ માગી ભિક્ષા,
| |
| અવરરૂપની લીધી દીક્ષા.
| |
|
| |
| રહી વિચારી આડુંઅવળું,
| |
| ત્યાં જ સ્મરણમાં આવ્યું સઘળું
| |
| રચ્યો સ્વયંવર જેને કાજે,
| |
| એ જ, હું જ સૈરન્ધ્રી આજે!
| |
|
| |
| ઇજન થઈને વિધ વિધ દેશે,
| |
| કરી શોધ પાંચાલનરેશે;
| |
| કૂદી છેવટ દાવાનળમાં,
| |
| નવ્યરૂપના શાપિત છળમાં
| |
|
| |
| વરણી નિજ પ્રિયજનની કરવી,
| |
| કિન્તુ ભર્ત્સના પ્રગટી વરવી;
| |
| પાંડુપુત્રનો મહિમા કીધો,
| |
| સૂતપુત્રને ત્યાગી દીધો.
| |
|
| |
| પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર,
| |
| દ્રોણશિષ્ય વ્હાલો કર્યો, રાખ્યો કર્ણ સુદૂર.
| |
| ક્ષાત્રતેજમંડિત છતાં, કીધો કર્ણ અનાથ,
| |
| વિવશ બની લેવો પડ્યો, પાંડુપુત્રનો સાથ!
| |
|
| |
| સ્મરણ રચાયો ફરી સ્વયંવર,
| |
| કર્ણ વિરાજે શોભિત સુંદર;
| |
| તેજપુંજ છલકાય વદનથી,
| |
| સૂર્ય ઊતર્યો હો અંબરથી!
| |
|
| |
| વક્ષ વિશાળ ભુજા બળશાળી,
| |
| નેત્રે વિદ્યુત ચમક નિરાળી;
| |
| તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી,
| |
| વરણ કરી નિજ મનમાં મ્હાલી.
| |
|
| |
| સર્વ નૃપાલ સ્વયંવર માણે,
| |
| હતો કર્ણ નિર્હેતુક જાણે;
| |
| સ્થાન હતું એને મન ઉત્તમ,
| |
| કરવા કોઈ અનન્ય પરાક્રમ.
| |
|
| |
| ધૃષ્ટદ્યુમ્ન ભ્રાતાએ નૂતન,
| |
| મત્સ્યવેધનું કર્યું નિવેદન;
| |
| સર્વ નૃપાલો ઊઠ્યા ચોંકી,
| |
| સસ્મિત કર્ણ રહ્યો અવલોકી.
| |
|
| |
| દૃષ્ટિ સ્હેજ સ્પર્શીને સરકી,
| |
| પાંચાલી નખશિખ ગઈ થરકી;
| |
| રહી બાહુબલિ નરને જોતી,
| |
| તરત પરોવ્યાં મનનાં મોતી.
| |
|
| |
| વજ્રદેહની અદ્ભુુત કાન્તિ,
| |
| વિલસે વદન પરમ વિશ્રાન્તિ;
| |
| પ્રતિપળ ઉદ્યત, પુંસક ભાસે,
| |
| યથા પૂર્ણ આદિત્ય ઉજાસે.
| |
|
| |
| મન્મથ મત્ત વિભાવે મોહે,
| |
| ઓષ્ટકંપ અનુભાવે સોહે;
| |
| ફરકે લજ્જા ઉચ્છલ અંગે,
| |
| જાણે હળવી થાપ મૃદંગે.
| |
|
| |
| લીધો તરત મનોમન સેવી,
| |
| કરી કામના કરવા જેવી;
| |
| પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા,
| |
| આ જ પુરુષની હતી પ્રતીક્ષા.
| |
|
| |
| એકાધિક ઊભા થયા, વીર વરેણ્ય નૃપાલ,
| |
| પાર ન પાડી કોઈએ, મત્સ્યવેધની ચાલ.
| |
| અંતે ઊઠ્યો ક્ષુબ્ધ થઈ, જ્યાં નરપુંગવ કર્ણ,
| |
| ધુષ્ટર્ધુમ્ન પૂછી રહે : ‘પ્રથમ જણાવો વર્ણ.’
| |
|
| |
| ક્ષણ-ક્ષણાર્ધમાં ઊભો અટકી,
| |
| અંતર શૂળ કોઈ ત્યાં ખટકી;
| |
| ઓળખમાં યોદ્ધો અટવાયો,
| |
| સૂતપુત્ર, કુંતીનો જાયો!
| |
|
| |
| ક્ષાત્રધર્મની ધરી તિતિક્ષા,
| |
| પરશુરામથી પામ્યો દીક્ષા;
| |
| તેજપુંજથી ઝળહળ કાયા,
| |
| અક્ષત કુંડળ-કવચ જડ્યાં.
| |
|
| |
| દિવ્ય મંત્રવિદ્યાનો ધારક,
| |
| નિપુણ ધનુર્ધર શત્રુવિદારક;
| |
| શતસહસ્ર સેનાસંહારક,
| |
| ધ્વસ્ત દુર્ગનો પણ ઉદ્ધારક.
| |
|
| |
| માતા કુંતી વિવશ અભાગી,
| |
| સરિતાજળમાં દીધો ત્યાગી;
| |
| કાંઠે આવી કેવળ કાયા,
| |
| અધવચ ડૂબી કુળની છાયા.
| |
|
| |
| પંડ પરાક્રમ કરી બતાવે,
| |
| કુળનું ગૌરવ કામ ન આવે
| |
| માત્ર જાતને લીધું પૂછી,
| |
| પડછાયાને નાખ્યો લૂછી.
| |
|
| |
| પાલ્યપુત્રના પ્રગટ્યા ઓજસ,
| |
| ઉત્તરરૂપે વદ્યો અનૌરસ :
| |
| ‘વંશજ અધિરથ ને રાધાનો,
| |
| કરું ધ્વંસ સઘળી બાધાનો.
| |
|
| |
| ભાલ વિરાટ પરાક્રમ છાજે,
| |
| સૂતપુત્રનો મુકુટ વિરાજે
| |
| સોહે વીર પુરુષ ધીરત્વે,
| |
| પરિચય પ્રગટ થાય વીરત્વે.’
| |
|
| |
| પ્રિયજન બોલ્યો પ્રાંજલ ભાષા,
| |
| પાંચાલીમન પ્રગટી આશા;
| |
| હૃદયકુંજમાં હતો સમાયો,
| |
| અંગેઅંગ હવે છલકાયો.
| |
|
| |
| વદી આટલું ગર્વથી, કરવાને આરંભ,
| |
| કર્ણ શીઘ્ર પહોંચી ગયો મત્સ્યવેધને સ્તંભ,
| |
| ધૃષ્ટદ્યુમ્ન તત્કાળ ત્યાં, રોકે કર્ણ સુધીર :
| |
| ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર.’
| |
|
| |
| હતો કર્ણ કૌન્તેય પરંતુ,
| |
| પ્રગટ ગોત્ર ન્હોતું કુળવંતું;
| |
| વચન સુણી ભ્રાતાનાં વસમાં,
| |
| સળગી પાંચાલી નસનસમાં.
| |
|
| |
| ધ્રૂજી વરમાળા નિજ કરમાં,
| |
| ગયો શ્વાસ કંપી ક્ષણભરમાં;
| |
| વદન વળ્યો પ્રસ્વેદ પલકમાં,
| |
| પડી તિરાડો ચિત્તફલકમાં.
| |
|
| |
| રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા :
| |
| તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા,
| |
| પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં;
| |
| હવે નહીં પામું જીવનમાં.
| |
|
| |
| દુહિતા, ભાર્યા, ભગિની જેવા,
| |
| કારાવાસ રચાયા કેવા?
| |
| વક્ષ, નિતંબ, કનકકટિયુક્તા,
| |
| હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?
| |
|
| |
| યજ્ઞસુતા હું, શ્યામલગાત્રી,
| |
| સચરાચરમાં એકલયાત્રી;
| |
| જ્વાળારૂપ અનન્યા કન્યા,
| |
| સકળલોકમાં એક જ ધન્યા.
| |
|
| |
| સતત આમ અવિરામ વિચારી,
| |
| પાંચાલી છેવટ ગઈ હારી;
| |
| લીધી સંકેલી અભિલાષા,
| |
| પ્રથમ પ્રેમની ભૂંસી ભાષા.
| |
|
| |
| વીર કર્ણ ભાસે હતભાગી,
| |
| તીક્ષ્ણ ધાર ગૌરવને વાગી;
| |
| દાવાનળ દાબીને બેઠો,
| |
| દ્વન્દ્વ અગોચર ઉરમાં પેઠો.
| |
|
| |
| કોણ નિકટ લાવીને તોડે?
| |
| કોણ વિભક્ત કરીને જોડે?
| |
| કેમ નિયતિના ખૂલે કોઠા?
| |
| રાગ-ત્યાગના ઊકલે ઓઠા?
| |
|
| |
| અંતે અર્જુન સંચર્યો, સ્તંભ સમીપે જાય,
| |
| સૂતપુત્રનો અનુજ હતો, કિન્તુ કુલીન ગણાય.
| |
| ક્રીડાપૂર્વક મત્સ્યની, વીંધી અઘરી આંખ,
| |
| આરોપી વરમાળને, પાંચાલી થઈ રાંક!
| |
|
| |
| એક દ્વારને બંધ કરીને,
| |
| બીજા દ્વારે ચરણ ધરીને;
| |
| રહી પ્રવેશી વ્યાકુળ મનમાં,
| |
| સમાધાનથી શાપિત વનમાં.
| |
|
| |
| દ્વૈત રચાયું વિધ વિધ રાગે,
| |
| દ્વન્દ્વાતીત કશું નવ લાગે;
| |
| નહીં અટકતી આવનજાવન,
| |
| નહીં કશું લાગે મનભાવન.
| |
|
| |
| આ દિશ ભાર્યાપદને પામી,
| |
| ઓ દિશ ખોયો મનનો સ્વામી;
| |
| આગળ દીઠું ઝાંખું દર્પણ,
| |
| પાછળ છોડ્યું સહજ સમર્પણ.
| |
|
| |
| હોય અનન્ય અપેક્ષા સેવી,
| |
| એ જ પડે તરછોડી દેવી;
| |
| પ્રાપ્તિ-લુપ્તિની શી પરિભાષા?
| |
| વળગે કેમ અહર્નિશ આશા?
| |
|
| |
| સમાધાન મનમાં જઈ ઠરતું,
| |
| હૃદય સહજ સ્વીકાર ન કરતું;
| |
| ભરે વિચારો ફાળ હઠીલા,
| |
| રહે કંપતા ભાવ રસીલા.
| |
|
| |
| ચાલી ડગલે ડગલું ભરતી,
| |
| જીવ્યા પહેલાં જાણે મરતી;
| |
| અનુસરતી અર્જુનને નારી,
| |
| પાંડવ અન્ય હતા સહચારી.
| |
|
| |
| પંડ થકી પણ લાગ્યા ભારે,
| |
| શ્વાસોચ્છ્વાસ ઉપાડ્યા જ્યારે;
| |
| થયો પ્રાપ્ત નહિ કર્ણ વરણથી,
| |
| ભીતર કિન્તુ ભળાય સ્મરણથી.
| |
|
| |
| નિજગૃહ આવી ઊભાં દ્વારે,
| |
| અર્જુન ઊંચે સ્વર ઉચ્ચારે :
| |
| ‘માત! વસ્તુ અનુપમ સ્વીકારો,
| |
| દોડી પ્રથમ ઉઘાડો દ્વારો.’
| |
|
| |
| કુંતી અંદરથી વદે : ‘વહેંચી લો સમભાગ,
| |
| જે લાવ્યા તે સંપથી, રાખીને અનુરાગ.’
| |
| દ્રુપદસુતા ચોંકી ગઈ, થયો પ્રચંડ પ્રહાર,
| |
| અર્જુનભાર્યા એકના, થયા પાંચ ભરથાર!
| |
|
| |
| પુનઃ દ્રૌપદી ચડી વિચારે,
| |
| ભીતરથી કોઈ પડકારે :
| |
| હું કેવળ ભર્તાની ભુક્તા
| |
| હોય નહીં ભાર્યા સંયુક્તા.
| |
|
| |
| હું અંગાંગ તરંગિત સ્પંદિત,
| |
| હું ઉચ્છલ અભિલાષામંડિત;
| |
| હું નહિ વસ્તુ કોઈ વિક્રયની,
| |
| હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.
| |
|
| |
| મલયજમંજુલ પુનિતશરીરા,
| |
| અગ્નિપુંજ હું, ગહનગભીરા;
| |
| હું નારી, નિજની સહચારી,
| |
| હું સદૈવ મારી પ્રતિહારી.
| |
|
| |
| શું ભર્તા? શું ભાર્યા એવું?
| |
| શું દુહિતા? શું ભ્રાતા જેવું?
| |
| પડછાયામાં રોપી સગપણ,
| |
| નિત્ય વેઠવાં ઠાલાં વળગણ!
| |
|
| |
| થવા મથે કૃષ્ણા નિર્ભ્રાન્તા,
| |
| કિન્તુ હવે પાંડવની કાન્તા;
| |
| ભાર્યાપદનો ભાર ઉઠાવી,
| |
| હવે જીવવું જાત હટાવી.
| |
|
| |
| નવ્ય ફાળ ભરતી પળભરમાં,
| |
| સમાધાન કીધું ભીતરમાં;
| |
| ધરી ચિત્ત નૂતન આવાહન,
| |
| કર્યું નવાં જળમાં અવગાહન.
| |
|
| |
| ત્યાં જ દ્વાર અંદરથી ખૂલ્યાં,
| |
| નીરખે માતા વસ્તુ અમૂલ્યા;
| |
| લઈ આશકા સ્વાગત કીધું,
| |
| સામ્રાજ્ઞીપદ વાંછી લીધું.
| |
|
| |
| ઓળંગે ઉંબર પાંચાલી,
| |
| રહે પ્રવેશી યથા પ્રણાલી;
| |
| એક ચરણ જ્યાં ચાલ્યો આગળ,
| |
| બીજો ઊભો અટકી પાછળ.
| |
|
| |
| વ્યક્તમધ્ય ઝૂલી રહી, ક્ષણભર કૃષ્ણા એમ,
| |
| બ્હાર નહીં અંદર નહીં, અટકે ડૂમો જેમ;
| |
| માતા કુંતા તત્ક્ષણે, સાહી લઈને નાર,
| |
| મનમાં મનમાં ચિંતવે : થયા પાંચ ભરથાર!
| |
|
| |
| નારી બેઉ પરસ્પર જોતી,
| |
| જાણે અકળ પરોવે મોતી;
| |
| એક હતી પતિ પાંચ સમેતા,
| |
| અન્યા પતિવંચિત અનિકેતા.
| |
|
| |
| એકે ખોયું હૃદય પ્રકંપિત,
| |
| એકે તનય તજ્યો અવિલંબિત;
| |
| ઉભય મનોગતમાં બહુ અંગત,
| |
| સેવે વસમા ઘાવ વિસંગત.
| |
|
| |
| કોઈ ન જાણે વડવાનળને,
| |
| જુએ સર્વ પોઢેલાં જળને;
| |
| ઊર્ધ્વમૂલને સમજી શાખા,
| |
| બેઉ જીવતાં જીવન ઝાંખાં.
| |
|
| |
| સર્વવિદિત કે હોય બિનંગત,
| |
| ઇષ્ટ ગણાતી એની સંગત;
| |
| મધુર કિન્તુ એ એક જ સપનું,
| |
| જે સચવાતું છાનુંછપનું.
| |
|
| |
| ગૃહપ્રવેશનો ઉત્સવ કીધો,
| |
| અર્જુનનો યશ વ્હેંચી લીધો;
| |
| ભ્રાતા સર્વ સમાન વધાવ્યા,
| |
| ગૌણ-મુખ્યના ભેદ ભુલાવ્યા.
| |
|
| |
| હૃદય એકમાં રોકી લીધું,
| |
| પંડ પાંચમાં વહેંચી દીધું;
| |
| ઓઢ્યું અવઢવનું અનુશાસન,
| |
| વસ્તુ જેમ જ કર્યું વિભાજન.
| |
|
| |
| ભુવનમોહિની, દ્રુપદદુલારી,
| |
| ઇષ્ટ વિશેષણની અધિકારી;
| |
| સતત ચિંતવે : કોનો વારો?
| |
| કોણ હશે આજે પતિ મારો?
| |
|
| |
| ભાર વહે ભેદી ભીતરમાં,
| |
| પાંચાલી પેઠી પિંજરમાં;
| |
| સ્તબ્ધ સમય નિશ્ચેતન ભાસે,
| |
| કોઈ દૂર, પણ લાગે પાસે.
| |
|
| |
| સ્મરણલોકથી નીકળી, પાછી વળતી નાર;
| |
| ઉંબર પર મધરાતનાં, ઊભી પકડી દ્વાર.
| |
| શક્ય ન આગળ ચાલવું, નહિ પાછાં પરિયાણ,
| |
| અધવચ્ચે અટકી જઈ, ઊભા પરવશ પ્રાણ.
| |
| </poem>
| |
|
| |
| == વિનોદ જોશીના કાવ્યસંચયો ==
| |
|
| |
|
| <Poem>
| |
| ૧. પરંતુ (૧૯૮૪)
| |
| ૨. શિખંડી (૧૯૮૫)
| |
| ૩. તુણ્ડિલતુણ્ડિકા (૧૯૮૭)
| |
| ૪. ઝાલર વાગે જૂઠડી (૧૯૯૧)
| |
| ૫. સૈરન્ધ્રી (૨૦૧૮)
| |
| ૬. મારાં કાવ્યો : વિનોદ જોશી : (સ્વયં કવિએ ચૂંટેલી રચનાઓ) (૨૦૧૮)
| |
| ૭. ચૂંટેલી કવિતા : વિનોદ જોશી (ચયન : વિનોદ જોશી) (૨૦૨૦)
| |
| ૮. ખૂલ્લી પાંખ પિંજ૨માં (પ્રકાશ્ય)
| |
| </poem>
| |
|
| |
|
| <br> | | <br> |
| <center>◼</center> | | <center>◼</center> |
| <br> | | <br> |