ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી ચરણેષુ,
શ્રી ચરણેષુ,
{{space}}એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.
એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.


{{space}}આજ એ ક્ષણો યાદ આવતાં દુઃખ નથી થતું, થાય છે માત્ર એટલું જ… માણસની દૃષ્ટિ કેટલી ટૂંકી હોય છે! વર્તમાનના સુખને લંબાવી-લંબાવીને ભવિષ્યના અજાણ્યા પ્રદેશને એના વડે વ્યાપ્ત કરી દેવાની એને કેવી લાલસા હોય છે! જે સુખ જાણેલું છે એની જ સદૈવ કામના કરવાથી, જે મળ્યું છે એને હરહંમેશ અંતર સાથે જકડી રાખવાની ઇચ્છાથી જ, માણસનાં દુઃખોનો આરંભ થાય છે. મને લાગે છે, કલ્પના ને આશા જ તમામ દુઃખોનું મૂળ છે. એમ ન હોત તો ઉષાના રંગીન સ્મિત જેવા દિવસોને અંતે ચિતાના ભડકા જેવી સંધ્યા ને રાખના ઢગલા જેવી રાત એના સ્વાભાવિક ક્રમ પ્રમાણે જીવનમાં આવીને ગોઠવાઈ જાય, ત્યારે દુઃખ ને વેદનાથી માનવીનું હૈયું ફાટી ન જાત.
આજ એ ક્ષણો યાદ આવતાં દુઃખ નથી થતું, થાય છે માત્ર એટલું જ… માણસની દૃષ્ટિ કેટલી ટૂંકી હોય છે! વર્તમાનના સુખને લંબાવી-લંબાવીને ભવિષ્યના અજાણ્યા પ્રદેશને એના વડે વ્યાપ્ત કરી દેવાની એને કેવી લાલસા હોય છે! જે સુખ જાણેલું છે એની જ સદૈવ કામના કરવાથી, જે મળ્યું છે એને હરહંમેશ અંતર સાથે જકડી રાખવાની ઇચ્છાથી જ, માણસનાં દુઃખોનો આરંભ થાય છે. મને લાગે છે, કલ્પના ને આશા જ તમામ દુઃખોનું મૂળ છે. એમ ન હોત તો ઉષાના રંગીન સ્મિત જેવા દિવસોને અંતે ચિતાના ભડકા જેવી સંધ્યા ને રાખના ઢગલા જેવી રાત એના સ્વાભાવિક ક્રમ પ્રમાણે જીવનમાં આવીને ગોઠવાઈ જાય, ત્યારે દુઃખ ને વેદનાથી માનવીનું હૈયું ફાટી ન જાત.


{{space}}પણ જવા દો એ વાત. કલ્પના ને આશાના આજ સુધી દુનિયાએ ઘડેલા રમ્ય સ્વરૂપની નિરર્થકતા સમજાવવા હું આ નથી લખતી. પેલી સંધ્યાએ ઉચ્ચારાયેલા લગ્નમંત્રોની સાથે મારા મનમાં ભાવનાનાં જે વહેણ પ્રગટ્યાં હતાં, એ આજ મિથ્યા કેમ બની ગયાં, એ જ મારે તો કહેવું છે.
પણ જવા દો એ વાત. કલ્પના ને આશાના આજ સુધી દુનિયાએ ઘડેલા રમ્ય સ્વરૂપની નિરર્થકતા સમજાવવા હું આ નથી લખતી. પેલી સંધ્યાએ ઉચ્ચારાયેલા લગ્નમંત્રોની સાથે મારા મનમાં ભાવનાનાં જે વહેણ પ્રગટ્યાં હતાં, એ આજ મિથ્યા કેમ બની ગયાં, એ જ મારે તો કહેવું છે.


{{space}}લગ્ન પછીના આપણા દિવસો સુખના સામ્રાજ્યને સર કરી બેઠા હતા. મારી ધરતી પર ચાંદની ઊતરી આવી હતી. ને તમારા અંતરમાં એના પ્રકાશનું પ્રતિબિંબ પડતું હતું. મને દુઃખ થતું તો તમે વ્યગ્ર બની ઊઠતા. હું હસતી તો તમારા ચહેરા પર એનાં અજવાળાં પથરાઈ જતાં.
લગ્ન પછીના આપણા દિવસો સુખના સામ્રાજ્યને સર કરી બેઠા હતા. મારી ધરતી પર ચાંદની ઊતરી આવી હતી. ને તમારા અંતરમાં એના પ્રકાશનું પ્રતિબિંબ પડતું હતું. મને દુઃખ થતું તો તમે વ્યગ્ર બની ઊઠતા. હું હસતી તો તમારા ચહેરા પર એનાં અજવાળાં પથરાઈ જતાં.


{{space}}હુંયે એ ભ્રમમાં હતી કે હું તમને ચાહું છું. ભ્રમ તો આજે કહું છું, ત્યારે તો પ્રામાણિકપણે, પૂરી નિષ્ઠાથી તમને ચાહું છું એવી માન્યતા ધરાવી રહી હતી. આજ જોઉં છું કે એ બધું મિથ્યા હતું, કેવળ ભ્રાંતિવશ હતું; કલ્પના ને પ્રણાલિકાના જોર પર, સંબંધનાં બંધનો વડે ઊભો કરાયેલો એ પ્રેમ માત્ર રૂઢિનું એક સ્વરૂપ હતું. સ્ત્રી પતિને ચાહે એ જ એકમાત્ર આદર્શ હોઈ શકે ને એ જ સ્વાભાવિક હોઈ શકે — એવી લગ્નજીવન વિશેની માન્યતાનું એ સાકાર રૂપ હતું. ને એ સિવાય બીજું કશું જ નહોતું. પણ આ તો બધું આજે સમજાય છે, ત્યારે તો હું તમને ચાહતી હતી, તમારા રજમાત્ર સુખને ખાતર ગમે તે ભોગ આપવા તૈયાર રહેતી હતી ને એ તૈયારીને હું મારા પ્રેમનું, સતીત્વનું ગૌરવ સમજતી હતી. મને પૂરો સંતોષ હતો કે સમાજનાં મૂલ્યાંકનોએ ઘડેલી આદર્શ સતી સ્ત્રીની હું જીવંત પ્રતીતિ છું અને મરીશ તે દિવસ સ્વર્ગના દેવતાઓ ફૂલમાળ લઈ મારો સત્કાર કરશે!
હુંયે એ ભ્રમમાં હતી કે હું તમને ચાહું છું. ભ્રમ તો આજે કહું છું, ત્યારે તો પ્રામાણિકપણે, પૂરી નિષ્ઠાથી તમને ચાહું છું એવી માન્યતા ધરાવી રહી હતી. આજ જોઉં છું કે એ બધું મિથ્યા હતું, કેવળ ભ્રાંતિવશ હતું; કલ્પના ને પ્રણાલિકાના જોર પર, સંબંધનાં બંધનો વડે ઊભો કરાયેલો એ પ્રેમ માત્ર રૂઢિનું એક સ્વરૂપ હતું. સ્ત્રી પતિને ચાહે એ જ એકમાત્ર આદર્શ હોઈ શકે ને એ જ સ્વાભાવિક હોઈ શકે — એવી લગ્નજીવન વિશેની માન્યતાનું એ સાકાર રૂપ હતું. ને એ સિવાય બીજું કશું જ નહોતું. પણ આ તો બધું આજે સમજાય છે, ત્યારે તો હું તમને ચાહતી હતી, તમારા રજમાત્ર સુખને ખાતર ગમે તે ભોગ આપવા તૈયાર રહેતી હતી ને એ તૈયારીને હું મારા પ્રેમનું, સતીત્વનું ગૌરવ સમજતી હતી. મને પૂરો સંતોષ હતો કે સમાજનાં મૂલ્યાંકનોએ ઘડેલી આદર્શ સતી સ્ત્રીની હું જીવંત પ્રતીતિ છું અને મરીશ તે દિવસ સ્વર્ગના દેવતાઓ ફૂલમાળ લઈ મારો સત્કાર કરશે!


{{space}}દિવસો આનંદથી વીતી જતા હતા. આપણો આ દેખાતો પ્રેમ સીમાહીન હતો, અવિચ્છિન્ન હતો. આનંદથી ભર્યું હતું જગત આપણું. આપણી પાસે સમૃદ્ધિ હતી, સગવડો હતી, સ્વજનો હતાં. મારાં માનસન્માનની કોઈ હદ નહોતી ઘરમાં.
દિવસો આનંદથી વીતી જતા હતા. આપણો આ દેખાતો પ્રેમ સીમાહીન હતો, અવિચ્છિન્ન હતો. આનંદથી ભર્યું હતું જગત આપણું. આપણી પાસે સમૃદ્ધિ હતી, સગવડો હતી, સ્વજનો હતાં. મારાં માનસન્માનની કોઈ હદ નહોતી ઘરમાં.


{{space}}તમને થશે, ત્યારે જે હતું એ આજેય એવું ને એવું જળવાઈ રહ્યું છે. ક્યાંય કશો ફરક પડ્યો નથી. તો શા માટે આજ આ આવડી મોટી ભૂમિકાની રજૂઆત? ને આ સંસ્મરણોની હારમાળાયે શા માટે — જ્યારે પ્રત્યેક પ્રભાત જીવનને નવનવા રંગની ભેટ ધરી જાય છે?
તમને થશે, ત્યારે જે હતું એ આજેય એવું ને એવું જળવાઈ રહ્યું છે. ક્યાંય કશો ફરક પડ્યો નથી. તો શા માટે આજ આ આવડી મોટી ભૂમિકાની રજૂઆત? ને આ સંસ્મરણોની હારમાળાયે શા માટે — જ્યારે પ્રત્યેક પ્રભાત જીવનને નવનવા રંગની ભેટ ધરી જાય છે?


{{space}}કદાચ આ સાચું હશે, પણ તમારી દૃષ્ટિએ મારા સુખની કલ્પનાને તો આ નવા દિવસોના નવીન રંગો, માત્ર સરી જવું જેનું સ્વાભાવિક છે એવા સમયને બળપૂર્વક પકડી રાખવાની લાલસામયી ઇચ્છાના માયાદર્શન સિવાય બીજું કશું જ નથી.
કદાચ આ સાચું હશે, પણ તમારી દૃષ્ટિએ મારા સુખની કલ્પનાને તો આ નવા દિવસોના નવીન રંગો, માત્ર સરી જવું જેનું સ્વાભાવિક છે એવા સમયને બળપૂર્વક પકડી રાખવાની લાલસામયી ઇચ્છાના માયાદર્શન સિવાય બીજું કશું જ નથી.


{{space}}જે પળે મેં તમને મારું સર્વસ્વ માની મારી તમામ આશાઓ અને કામનાઓને તમારે ચરણે સમર્પી દીધી તે પળથી જ મારા દુઃખનો આરંભ થયો હતો.
જે પળે મેં તમને મારું સર્વસ્વ માની મારી તમામ આશાઓ અને કામનાઓને તમારે ચરણે સમર્પી દીધી તે પળથી જ મારા દુઃખનો આરંભ થયો હતો.


{{space}}તમે મને ખૂબ ચાહતા હતા. મારા દરેક સુખની કાળજી રાખતા હતા. મારી આસપાસ તમારા પ્રેમનો દોર તમે એવા તો વીંટી રાખ્યા હતા કે મારી ઇચ્છાઓ સહેજ પણ હલી શકે નહીં. મનને ડર લાગે, તમારા દોર કંપી તો નહીં ઊઠે ને? તમારા તાર તૂટી તો નહીં જાય ને?
તમે મને ખૂબ ચાહતા હતા. મારા દરેક સુખની કાળજી રાખતા હતા. મારી આસપાસ તમારા પ્રેમનો દોર તમે એવા તો વીંટી રાખ્યા હતા કે મારી ઇચ્છાઓ સહેજ પણ હલી શકે નહીં. મનને ડર લાગે, તમારા દોર કંપી તો નહીં ઊઠે ને? તમારા તાર તૂટી તો નહીં જાય ને?


{{space}}તમારા પ્રેમભર્યા શબ્દો ધીરે ધીરે મારી આસપાસ એવી દીવાલ ખડી કરવા લાગ્યા કે એમાં હું બંદી બની ગઈ. તમારા શબ્દો સાચા હોય કે ખોટા હોય પણ એ તમારા હતા, તમારા પ્રેમના હતા એટલે મારે એ સ્વીકારી લેવા પડતા. સહેજ પણ અચકાટ મારામાં દેખાતો તો સ્નેહાર્દ્ર અવાજે તમે કહેતા : ‘મારી આટલી વાત નહીં માને કે…? ને હું કહેતી : ‘એક નહીં, અનેકાનેક વાતો હું માનીશ તમારી…’ કોને ખબર, વાત સાચી હતી એટલે કે, તમારી હતી એટલે? તમને તો ખાતરી હતી કે તમારા નિર્ણયો વડે જ હું સુખી થઈ શકીશ. અને તમારી આ માન્યતાને આઘાત ન લાગે એટલે તમારા નિર્ણયો કદીક ખોટા લાગતા તોયે હું સ્વીકારી લેતી.
તમારા પ્રેમભર્યા શબ્દો ધીરે ધીરે મારી આસપાસ એવી દીવાલ ખડી કરવા લાગ્યા કે એમાં હું બંદી બની ગઈ. તમારા શબ્દો સાચા હોય કે ખોટા હોય પણ એ તમારા હતા, તમારા પ્રેમના હતા એટલે મારે એ સ્વીકારી લેવા પડતા. સહેજ પણ અચકાટ મારામાં દેખાતો તો સ્નેહાર્દ્ર અવાજે તમે કહેતા : ‘મારી આટલી વાત નહીં માને કે…? ને હું કહેતી : ‘એક નહીં, અનેકાનેક વાતો હું માનીશ તમારી…’ કોને ખબર, વાત સાચી હતી એટલે કે, તમારી હતી એટલે? તમને તો ખાતરી હતી કે તમારા નિર્ણયો વડે જ હું સુખી થઈ શકીશ. અને તમારી આ માન્યતાને આઘાત ન લાગે એટલે તમારા નિર્ણયો કદીક ખોટા લાગતા તોયે હું સ્વીકારી લેતી.


{{space}}પણ આનું અત્યંત વ્યક્ત સ્વરૂપ તો એક દિવસ બપોરે અચાનક જ મને સમજાયું. એક પાર્ટીમાં આપણે જવાનું હતું. શણગારનો મને શોખ હતો. આછી પીળા રંગની રેશમી સાડી અને લીલા રંગનું બ્લાઉઝપહેરીને હું તૈયાર થઈ, ત્યારે મને પોતાને પણ લાગ્યું કે હું સુંદર છું, પણ તમે એ જોઈને મોં બગાડ્યું. તમને આસમાની રંગ પ્રિય લાગે. તમે બોલ્યા : ‘આ સારું નથી લાગતું. આના કરતાં પેલી રૂપેરી પટ્ટાવાળી આસમાની સાડી પહેરશે તો ખૂબ સરસ લાગશે.’ મેં પહેર્યું હતું એ મને ગમતું હતું એટલે એ બદલવા મારું મન આનાકાની કરવા લાગ્યું. ધીમેથી મેં કહ્યું : ‘હવે ક્યાં બદલવા જાઉં? મોડું થશે ને આ પણ ખરાબ તો નથી લાગતું.’ તમે આગહપૂર્વક ડોકું ધુણાવ્યું : ‘ના, એમ ના પાડીશ એ નહીં ચાલે, એ આસમાની સાડીમાં તું મને એટલી તો ગમે છે, જાણે તું મારા આસમાનની પરી.’ થોડી ક્ષણો હું થોભી ગઈ. સાચી વાત. હું તમારી પત્ની હતી, તમે મને ચાહતા હતા એટલે મારે તમારા આસમાનની પરી બનવું જોઈએ અને એટલે મારે તમને ગમે એવાં કપડાં પહેરવાં જ જોઈએ. ચૂપચાપ અંદર જઈને મેં કપડાં બદલી નાખ્યાં. પણ તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે મારી પાસે ‘મારું’ કહી શકાય એવું એક મન છે. એ મનને એની કામનાઓ છે, આકાંક્ષાઓ છે, એ કામનાઓ તમારી ઇચ્છાઓ પાસે કચડાઈ જાય છે, પણ મૃત્યુ પામતી નથી. તમારા ચરણમાં મેં મારું સમર્પણ કર્યું હતું. તોયે મારા મનનું આ સ્વતંત્ર અસ્તિત્વ ક્યાંથી આવ્યું એ મને સમજાયું નહીં. અમારી સ્ત્રીઓની કદાચ એ ટેવ હશે. પૂરેપૂરો અર્થ સમજ્યા વિના પ્રિય લાગે એવી ભાવનાઓમાં નિષ્ઠાનું આરોપણ કરી દેવાની. મેં પણ માન્યું હતું કે તમારી ઇચ્છાથી સ્વતંત્ર મારે કશું જ નહીં રહે. પણ એ કેવડી મોટી ભૂલ હતી! ભાવનાના, આદર્શના વેગમાં સાચેસાચ જે હતું એ તો માત્ર દબાઈને પડ્યું હતું. ના, એનું મૃત્યુ નહોતું થયું…
પણ આનું અત્યંત વ્યક્ત સ્વરૂપ તો એક દિવસ બપોરે અચાનક જ મને સમજાયું. એક પાર્ટીમાં આપણે જવાનું હતું. શણગારનો મને શોખ હતો. આછી પીળા રંગની રેશમી સાડી અને લીલા રંગનું બ્લાઉઝપહેરીને હું તૈયાર થઈ, ત્યારે મને પોતાને પણ લાગ્યું કે હું સુંદર છું, પણ તમે એ જોઈને મોં બગાડ્યું. તમને આસમાની રંગ પ્રિય લાગે. તમે બોલ્યા : ‘આ સારું નથી લાગતું. આના કરતાં પેલી રૂપેરી પટ્ટાવાળી આસમાની સાડી પહેરશે તો ખૂબ સરસ લાગશે.’ મેં પહેર્યું હતું એ મને ગમતું હતું એટલે એ બદલવા મારું મન આનાકાની કરવા લાગ્યું. ધીમેથી મેં કહ્યું : ‘હવે ક્યાં બદલવા જાઉં? મોડું થશે ને આ પણ ખરાબ તો નથી લાગતું.’ તમે આગહપૂર્વક ડોકું ધુણાવ્યું : ‘ના, એમ ના પાડીશ એ નહીં ચાલે, એ આસમાની સાડીમાં તું મને એટલી તો ગમે છે, જાણે તું મારા આસમાનની પરી.’ થોડી ક્ષણો હું થોભી ગઈ. સાચી વાત. હું તમારી પત્ની હતી, તમે મને ચાહતા હતા એટલે મારે તમારા આસમાનની પરી બનવું જોઈએ અને એટલે મારે તમને ગમે એવાં કપડાં પહેરવાં જ જોઈએ. ચૂપચાપ અંદર જઈને મેં કપડાં બદલી નાખ્યાં. પણ તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે મારી પાસે ‘મારું’ કહી શકાય એવું એક મન છે. એ મનને એની કામનાઓ છે, આકાંક્ષાઓ છે, એ કામનાઓ તમારી ઇચ્છાઓ પાસે કચડાઈ જાય છે, પણ મૃત્યુ પામતી નથી. તમારા ચરણમાં મેં મારું સમર્પણ કર્યું હતું. તોયે મારા મનનું આ સ્વતંત્ર અસ્તિત્વ ક્યાંથી આવ્યું એ મને સમજાયું નહીં. અમારી સ્ત્રીઓની કદાચ એ ટેવ હશે. પૂરેપૂરો અર્થ સમજ્યા વિના પ્રિય લાગે એવી ભાવનાઓમાં નિષ્ઠાનું આરોપણ કરી દેવાની. મેં પણ માન્યું હતું કે તમારી ઇચ્છાથી સ્વતંત્ર મારે કશું જ નહીં રહે. પણ એ કેવડી મોટી ભૂલ હતી! ભાવનાના, આદર્શના વેગમાં સાચેસાચ જે હતું એ તો માત્ર દબાઈને પડ્યું હતું. ના, એનું મૃત્યુ નહોતું થયું…


{{space}}પ્રસંગોની સ્થૂળ સપાટી પરથી જ મેં ઉતાવળો અભિપ્રાય નહોતો બાંધ્યો. ધીમે ધીમે એવા પ્રસંગો સર્જાતા ત્યારે એની દ્વારા હું તમારા મનની અજાણી ગુહાઓમાં પ્રવેશ કરતી હતી અને તમારા આંતરસ્વરૂપને ઓળખતી જતી હતી.
પ્રસંગોની સ્થૂળ સપાટી પરથી જ મેં ઉતાવળો અભિપ્રાય નહોતો બાંધ્યો. ધીમે ધીમે એવા પ્રસંગો સર્જાતા ત્યારે એની દ્વારા હું તમારા મનની અજાણી ગુહાઓમાં પ્રવેશ કરતી હતી અને તમારા આંતરસ્વરૂપને ઓળખતી જતી હતી.


{{space}}દુઃખદ વાત હતી કે તમે માનતા હતા કે તમને મારે માટે પ્રેમ છે અને એટલે તમે તમારી ઇચ્છા પ્રમાણે મને ઘડવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમારા આદર્શો પ્રમાણે હું હરેક વસ્તુનાં મૂલ્યાંકનો કરું એમ તમે ઇચ્છતા. દેખાવમાં અત્યંત ક્ષુદ્ર લાગે એવી બાબતોમાં પણ શું સારું ને શું ખરાબ એ વિશે તમે જલદી તમારો મત પ્રગટ કરી દેતા.
દુઃખદ વાત હતી કે તમે માનતા હતા કે તમને મારે માટે પ્રેમ છે અને એટલે તમે તમારી ઇચ્છા પ્રમાણે મને ઘડવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમારા આદર્શો પ્રમાણે હું હરેક વસ્તુનાં મૂલ્યાંકનો કરું એમ તમે ઇચ્છતા. દેખાવમાં અત્યંત ક્ષુદ્ર લાગે એવી બાબતોમાં પણ શું સારું ને શું ખરાબ એ વિશે તમે જલદી તમારો મત પ્રગટ કરી દેતા.


માત્ર પ્રગટ કરીને તમે અટકતા હોત તો કેવું સારું હતું! પણ તમે તો એ મારી પાસે સ્વીકારવાનો અને એ પ્રમાણે કાર્ય કરાવવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમે સૂચવેલાં પુસ્તકો જ હું વાંચી શકતી. તમે ઇચ્છતા એમની જ સાથે હું હરીફરી શકતી, પણ તમે પસંદ કરતા હતા એટલા માટે જ બધું મારા માનસને અનુકૂળ આવે, એવું બન્યું નહીં. મારું મન એ કોઈ પ્રવાહી નહોતું કે એને તમારી પસંદગીના વાસણમાં નાખી તમને મનગમતો આકાર એને આપી શકાય.
માત્ર પ્રગટ કરીને તમે અટકતા હોત તો કેવું સારું હતું! પણ તમે તો એ મારી પાસે સ્વીકારવાનો અને એ પ્રમાણે કાર્ય કરાવવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમે સૂચવેલાં પુસ્તકો જ હું વાંચી શકતી. તમે ઇચ્છતા એમની જ સાથે હું હરીફરી શકતી, પણ તમે પસંદ કરતા હતા એટલા માટે જ બધું મારા માનસને અનુકૂળ આવે, એવું બન્યું નહીં. મારું મન એ કોઈ પ્રવાહી નહોતું કે એને તમારી પસંદગીના વાસણમાં નાખી તમને મનગમતો આકાર એને આપી શકાય.
18,450

edits