ઋણાનુબંધ/૫. નટવર ગાંધી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. નટવર ગાંધી|}} {{Poem2Open}} નટવર ગાંધીનો પહેલો પરિચય થયો ૧૯૭૦માં....")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 24: Line 24:
૧૯૯૭ની શરૂઆતમાં ગાંધીએ વૉશિંગ્ટનના ટૅક્સતંત્રના સુધારાવધારાનું કામ કર્યું. બે વર્ષમાં રાજધાનીની નાણાકીય બાબતમાં રોનક બદલાઈ ગઈ. પહેલે જ વરસે એટલો બધો ટૅક્સ ભેગો થયો કે જ્યાં ડેફિસિટની આગાહી હતી ત્યાં સરપ્લસ થયું. બીજે વરસે એ સરપ્લસ વળી બમણું થયું. અત્યારે ગાંધીના હાથ નીચે ૬૦૦ કર્મચારીઓ કામ કરે છે અને એમને માથે ત્રણ બિલિયન ડૉલરનો ટૅક્સ ભેગો કરવાની જવાબદારી છે. આ કામ જો વ્યવસ્થિત ન થાય અને હજી આવતાં બે વર્ષ બજેટ બરાબર સરભર ન થાય અને ખાધ ઊભી થાય તો કંટ્રોલ બૉર્ડ ચાલુ રહે. અત્યારની આગાહી મુજબ ૨૦૦૧માં કંટ્રોલ બોર્ડ જશે અને વૉશિંગ્ટનમાં ફરીથી હૉમરૂલ આવશે. દેશની રાજધાનીમાં આમ લોકશાહીની પુનઃ સ્થાપના કરવામાં ગાંધીનો ફાળો મોટો ગણાય.

એમની આ બધી સિદ્ધિની બહુ નોંધ લેવાઈ છે. લોકલ અને નૅશનલ ટીવી ઉપર અને વૉંશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વવિખ્યાત છાપામાં એમના ફોટા અને એમને વિશેનાં લખાણ પ્રગટ થયાં છે. ટૅક્સતંત્રમાં જે નોંધપાત્ર સુધારા થયા તેનાં ભારોભાર વખાણ થયાં. વૉશિંગ્ટન ટાઇમ્સમાં એમની સફળતાને બિરદાવતી એક આખી કૉલમ, ‘ગાંધી, એન અેકાઉન્ટન્ટસ એકાઉન્ટન્ટ’ લખાઈ. એસોસિયેશન ઑફ ગવર્નમેન્ટ એકાઉન્ટન્ટસનો નૅશનલ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો. આ પહેલાં એમને જીએઓમાં ઘણા અૅવૉર્ડ્સ મળી ચૂક્યા છે. ખાસ કરીને જીએઓનો સર્વોચ્ચ ઍવૉર્ડ — ડિસ્ટિન્ગવિશ્ડ સર્વિસ ઍવૉર્ડ — એમના ટૅક્સેશનના પ્રદાનને બિરદાવે છે.
એમની આ બધી સિદ્ધિની બહુ નોંધ લેવાઈ છે. લોકલ અને નૅશનલ ટીવી ઉપર અને વૉંશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વવિખ્યાત છાપામાં એમના ફોટા અને એમને વિશેનાં લખાણ પ્રગટ થયાં છે. ટૅક્સતંત્રમાં જે નોંધપાત્ર સુધારા થયા તેનાં ભારોભાર વખાણ થયાં. વૉશિંગ્ટન ટાઇમ્સમાં એમની સફળતાને બિરદાવતી એક આખી કૉલમ, ‘ગાંધી, એન એકાઉન્ટન્ટસ એકાઉન્ટન્ટ’ લખાઈ. એસોસિયેશન ઑફ ગવર્નમેન્ટ એકાઉન્ટન્ટસનો નૅશનલ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો. આ પહેલાં એમને જીએઓમાં ઘણા એવૉર્ડ્સ મળી ચૂક્યા છે. ખાસ કરીને જીએઓનો સર્વોચ્ચ ઍવૉર્ડ — ડિસ્ટિન્ગવિશ્ડ સર્વિસ ઍવૉર્ડ — એમના ટૅક્સેશનના પ્રદાનને બિરદાવે છે.

પરદેશમાં થયેલી એમની પ્રગતિના સમાચારો દેશમાં પણ પહોંચ્યા છે. પરદેશમાં અને તે પણ સરકારી ક્ષેત્રે નટવર ગાંધીની આ સિદ્ધિઓ કોઈ પણ ભારતીયને, ખાસ કરીને ગુજરાતીને, ગર્વ કરાવે એવી છે. ખ્યાતનામ ગુજરાતીઓને અપાતો વિશ્વગુર્જરી ઍવૉર્ડ એમને ૧૯૯૬માં એનાયત થયો.

Line 46: Line 46:
(આ લેખ ૧૯૯૯માં લખ્યો. લેખની છેલ્લી ટકોરને કારણે કે એમની ષષ્ટિપૂર્તિ પછી ગાંધી લખવામાં ખૂબ કાર્યરત રહ્યા છે. ૨૦૦૪માં ‘અમેરિકા અમેરિકા’ નામનો પૃથ્વી છંદમાં લખેલાં સૉનેટનો અપૂર્વ સંગ્રહ ઇમેજ પબ્લિકેશન્સ તરફથી પ્રગટ થયો છે. આ સંગ્રહ સાચા અર્થમાં diaspora literatureનું પ્રતિનિધિત્વ ધરાવે છે.)

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ
|next = ૬. દિલીપ વિ. ચિત્રે — એક સવાયા ગુજરાતી
}}
26,604

edits