સોરઠી સંતવાણી/ધ્રુપતી-પ્રબોધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધ્રુપતી-પ્રબોધ|}} <poem> ધ્રુપતી કે’ છે રે તમે સાંભળો ને ધરમરા...")
 
No edit summary
Line 46: Line 46:
::: પોતે છે શિવનું સ્વરૂપ. — ધ્રુપતી.
::: પોતે છે શિવનું સ્વરૂપ. — ધ્રુપતી.
</poem>
</poem>
{{Poem2Open}}
અર્થ : દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે :
આ બીજ ધર્મ (ભક્તિનો મહાપંથ) કઠિન છે. એ તો સતીઓનો સોહામણો ધર્મ છે.
એ જેવા તેવાથી જીરવાય નહીં.
એ તો હળાહળ ઝેરથી ભરેલો, અનધિકારીને હજમ ન થાય તેવો પ્યાલો છે.
જેવી રીતે મણિ સર્પના ઝેરની પાસે રહે છે છતાં વિષ એને નડતું નથી.
છીપ જેમ સમુદ્રની અંદર રહે છે, છતાં સમુદ્રનાં પાણી એને ભાંગી શકતાં નથી —
તેવી રીતે આ ધર્મનું ઉપાસક માનવી સંસારની વચ્ચે રહ્યો રહ્યો અલિપ્ત છે.
છીપને તો સ્વાતિના બિન્દુનું જ કામ છે. એ વગર બીજું જળ છીપ સેવે નહીં.
હંસને મોતીનો આહાર છે, એ કાંઈ બગલા સાથે બેસે નહીં.
કમોદણી (કુમુદિની)નું ફૂલ જળમાં રહ્યા છતાં જળમાં ડૂબતું નથી, એ રીતે જતિ સતી સંગાથે રહે છતાં વિષયની વાસના એને વ્યાપતી નથી.
એ કાંઈ કામી કુટિલ પુરુષોનાં કામ નથી. સાચો યતિ પુરુષ જ એ સ્ત્રીસંગને જીરવી જાણે છે.
એવા મહાજતિ પુરુષોને કરાળ કાળ પણ શું કરે? એ તો કાળનો જ કોળિયો કરી જાય. એનાં દર્શને તો દેવો પણ જાય છે.
જેને બ્રહ્મનો આહાર છે, તેને બીજી વસ્તુ નજરે પણ ન પડે.
{{Poem2Close}}
18,450

edits