સ્વાધ્યાયલોક—૩/મૃત્યુ મારાથી દૂર નથી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘મૃત્યુ મારાથી દૂર નથી’: સાફો}} <poem> એ મહાપુરુષથી પણ અધિક છે...")
 
No edit summary
 
Line 30: Line 30:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ઈ. પૂ. ૭મી સદીની લેસ્બસની ગ્રીક કવયિત્રી સાફોનું કાવ્ય છે. આ પ્રેમ — સજાતીય પ્રેમ –ના અંગત અને આત્મીય અનુભવનું કાવ્ય છે. આ અત્યંત નાટ્યાત્મક કાવ્ય છે. એમાં ત્રણ પાત્રો છે મધ્યવયની કાવ્યનાયિકા સાફો, એની યુવાનવયની શિષ્યા આનાક્તોરીઆ અને આનાક્તોરિઆનો યુવાનવયનો પ્રેમી. કાવ્યમાંનો પ્રસંગ કલ્પી શકાય છે આનાક્તોરીઆનું લગ્ન થવાનું છે અને એથી નિકટના સમયમાં જ સાફોની શિક્ષણસંસ્થામાંથી, સાફોના નગર મિતિલેનેમાંથી, સાફોના જીવનમાંથી આનાક્તોરીઆ હંમેશ માટે વિદાય થવાની છે. કાવ્યમાંની પરિસ્થિતિ સ્પષ્ટ છે કાવ્યનાયિકા શિષ્યાને અને એના પ્રેમીને સાથે જુએ છે અને કાવ્યનાયિકા પર એ દૃશ્યનો જે પ્રભાવ પડે છે, કાવ્યનાયિકાના દેહ-મન-હૃદય-આત્મામાં, એના સમગ્ર વ્યક્તિત્વમાં, એના સમસ્ત અસ્તિત્વમાં એ દર્શનથી જે પ્રતિભાવ જન્મે છે એને કાવ્યનાયિકા આ કાવ્યમાં સાદ્યંત સીધી, સાદી શૈલીમાં અને સ્પષ્ટ, સરલ ભાષામાં વ્યક્ત કરે છે.
આ ઈ. પૂ. ૭મી સદીની લેસ્બસની ગ્રીક કવયિત્રી સાફોનું કાવ્ય છે. આ પ્રેમ — સજાતીય પ્રેમ –ના અંગત અને આત્મીય અનુભવનું કાવ્ય છે. આ અત્યંત નાટ્યાત્મક કાવ્ય છે. એમાં ત્રણ પાત્રો છે: મધ્યવયની કાવ્યનાયિકા સાફો, એની યુવાનવયની શિષ્યા આનાક્તોરીઆ અને આનાક્તોરિઆનો યુવાનવયનો પ્રેમી. કાવ્યમાંનો પ્રસંગ કલ્પી શકાય છે: આનાક્તોરીઆનું લગ્ન થવાનું છે અને એથી નિકટના સમયમાં જ સાફોની શિક્ષણસંસ્થામાંથી, સાફોના નગર મિતિલેનેમાંથી, સાફોના જીવનમાંથી આનાક્તોરીઆ હંમેશ માટે વિદાય થવાની છે. કાવ્યમાંની પરિસ્થિતિ સ્પષ્ટ છે: કાવ્યનાયિકા શિષ્યાને અને એના પ્રેમીને સાથે જુએ છે અને કાવ્યનાયિકા પર એ દૃશ્યનો જે પ્રભાવ પડે છે, કાવ્યનાયિકાના દેહ-મન-હૃદય-આત્મામાં, એના સમગ્ર વ્યક્તિત્વમાં, એના સમસ્ત અસ્તિત્વમાં એ દર્શનથી જે પ્રતિભાવ જન્મે છે એને કાવ્યનાયિકા આ કાવ્યમાં સાદ્યંત સીધી, સાદી શૈલીમાં અને સ્પષ્ટ, સરલ ભાષામાં વ્યક્ત કરે છે.
આ કાવ્યમાં સાત શ્લોક છે. એમાં સાડા ત્રણ શ્લોકના એક સરખા બે વિભાગ છે. પ્રત્યેક વિભાગને એની પરાકાષ્ઠા છે. ‘જે મારા હૃદયને જોરથી ધબકતું કરી મૂકે છે.’ એ પ્રથમ વિભાગની પરાકાષ્ઠા છે. ‘આવી ક્ષણોએ મૃત્યુ મારાથી દૂર નથી’ એ બીજા વિભાગની પરાકાષ્ઠા છે. પ્રથમ વિભાગમાં શિષ્યા અને એનો પ્રેમી કેન્દ્રસ્થાને છે. બીજા વિભાગમાં કાવ્યનાયિકા કેન્દ્રસ્થાને છે. પ્રથમ વિભાગમાં શિષ્યાનો એના પ્રેમી પર જે પ્રભાવ છે એનું વર્ણન છે. બીજા વિભાગમાં શિષ્યાનો કાવ્યનાયિકા પર હવે પ્રથમ વિભાગમાંના આ દૃશ્ય પછી, આ દર્શન પછી જે પ્રભાવ છે એનું વર્ણન છે.

સાફોની શિક્ષણસંસ્થામાં શિષ્યાઓનું લગ્ન લગીનું શિક્ષણ, કહો કે લગ્ન માટેનું શિક્ષણ થતું હતું. એથી લગ્ન લગી જ શિષ્યાઓનું આ શિક્ષણસંસ્થામાં અસ્તિત્વ હતું. અને અંતે લગ્ન તો છે જ, એથી અંતે વિચ્છેદ અને વિરહ તો છે જ એનું સાફોને સ્પષ્ટ ભાન હતું. આમ, શિષ્યા સાથેનો પોતાનો સંબંધ નિયતકાલીન છે, અલ્પકાલીન છે અને પોતાનો પ્રેમ અલ્પજીવી છે, ક્ષણજીવી છે એનું સાફોને સંપૂર્ણ જ્ઞાન હતું.

Line 52: Line 52:
{{Poem2Open}}
{{Poem2Open}}
જગતકવિતામાં મીરાંનાં દિવ્ય પ્રેમનાં પદોનું જે સ્થાન છે તે જ સાફોનાં માનુષી પ્રેમનાં કાવ્યોનું સ્થાન છે.
જગતકવિતામાં મીરાંનાં દિવ્ય પ્રેમનાં પદોનું જે સ્થાન છે તે જ સાફોનાં માનુષી પ્રેમનાં કાવ્યોનું સ્થાન છે.
સાફોનાં જેટલાં કાવ્યો સુલભ છે, એમાં આ કાવ્યનો સવિશેષ મહિમા છે. એનાં ત્રણ કારણો છે ૧. સાફોનાં લગભગ બધાં જ કાવ્યો ખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. આફ્રોદિતેસને સંબોધનરૂપ એક કાવ્ય જ અપવાદરૂપે અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. એ ઉપરાંત સાફોનું જો અન્ય કોઈ કાવ્ય અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય તો તે સંભવ છે કે આ કાવ્ય હોય ! આ કાવ્યના આદિ, મધ્ય અને અંતને કારણે એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે. ૨. ઈ. ૧લી સદીમાં લોન્જાઈનસે એમના ઊર્જિતતા પરના ગ્રંથમાં ઊર્જિતતાના ઉદાહરણ રૂપે આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. અને સમગ્ર કાવ્યનું અવતરણ આપ્યું છે. (એ કારણે પણ એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે.) બે કારણે કાવ્યની ઊર્જિતતા સિદ્ધ થાય છે ભાવની તીવ્રતા અને બે આત્યંતિક કક્ષાના પરસ્પર વિરોધી ભાવો વચ્ચે, દેહ અને આત્મા વચ્ચે, રાગ અને વૈરાગ્ય વચ્ચે, તાદાત્મ્ય અને તાટસ્થ્ય વચ્ચે, આત્મવિલોપન અને આત્મોપલબ્ધિ વચ્ચે સંવાદિતા. સાફોનો પ્રેમ એ યૌવનનો, સૌંદર્યનો, આનંદનો પર્યાય છે. પણ સાફોનો પ્રેમ અંતે વિરહનો, વેદનાનો પર્યાય છે. આ વિરોધભાવમાં જ સાફોના પ્રેમનું અને સાફોની પ્રેમની કવિતાનું અંતિમ રહસ્ય છે. પ્રેમમાં સફળતા નહિ પણ ક્ષણના, ક્ષણાર્ધના પ્રેમમાંથી કવિતામાં અમરતા એ સાફોના જીવનનું અંતિમ આશ્વાસન છે. ૩. ઈ. પૂ. ૧લી સદીમાં પ્રસિદ્ધ લૅટિન ઊર્મિકવિ કાતુલ્લુસે આ કાવ્યનું પ્રિયતમા કલાઉડિયાને સંબોધનરૂપ પોતાના એક ઉત્તમ કાવ્યમાં અનુકરણ કર્યું છે અને એ દ્વારા સાફોના કાવ્યમાં જ અધિક સંયમ અને સૌંદર્ય છે એટલું જ સિદ્ધ કર્યું છે.
સાફોનાં જેટલાં કાવ્યો સુલભ છે, એમાં આ કાવ્યનો સવિશેષ મહિમા છે. એનાં ત્રણ કારણો છે: ૧. સાફોનાં લગભગ બધાં જ કાવ્યો ખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. આફ્રોદિતેસને સંબોધનરૂપ એક કાવ્ય જ અપવાદરૂપે અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. એ ઉપરાંત સાફોનું જો અન્ય કોઈ કાવ્ય અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય તો તે સંભવ છે કે આ કાવ્ય હોય ! આ કાવ્યના આદિ, મધ્ય અને અંતને કારણે એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે. ૨. ઈ. ૧લી સદીમાં લોન્જાઈનસે એમના ઊર્જિતતા પરના ગ્રંથમાં ઊર્જિતતાના ઉદાહરણ રૂપે આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. અને સમગ્ર કાવ્યનું અવતરણ આપ્યું છે. (એ કારણે પણ એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે.) બે કારણે કાવ્યની ઊર્જિતતા સિદ્ધ થાય છે: ભાવની તીવ્રતા અને બે આત્યંતિક કક્ષાના પરસ્પર વિરોધી ભાવો વચ્ચે, દેહ અને આત્મા વચ્ચે, રાગ અને વૈરાગ્ય વચ્ચે, તાદાત્મ્ય અને તાટસ્થ્ય વચ્ચે, આત્મવિલોપન અને આત્મોપલબ્ધિ વચ્ચે સંવાદિતા. સાફોનો પ્રેમ એ યૌવનનો, સૌંદર્યનો, આનંદનો પર્યાય છે. પણ સાફોનો પ્રેમ અંતે વિરહનો, વેદનાનો પર્યાય છે. આ વિરોધભાવમાં જ સાફોના પ્રેમનું અને સાફોની પ્રેમની કવિતાનું અંતિમ રહસ્ય છે. પ્રેમમાં સફળતા નહિ પણ ક્ષણના, ક્ષણાર્ધના પ્રેમમાંથી કવિતામાં અમરતા એ સાફોના જીવનનું અંતિમ આશ્વાસન છે. ૩. ઈ. પૂ. ૧લી સદીમાં પ્રસિદ્ધ લૅટિન ઊર્મિકવિ કાતુલ્લુસે આ કાવ્યનું પ્રિયતમા કલાઉડિયાને સંબોધનરૂપ પોતાના એક ઉત્તમ કાવ્યમાં અનુકરણ કર્યું છે અને એ દ્વારા સાફોના કાવ્યમાં જ અધિક સંયમ અને સૌંદર્ય છે એટલું જ સિદ્ધ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{left|'''૧૯૭૭'''}}<br>
{{left|'''૧૯૭૭'''}}<br>