2,669
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નરક અને નરકની યાતનાનું કાવ્ય}} <poem> Odi ct amo, quare id faciam fortasse requiris ? nescio, sed fieri...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
‘ને અનુભવું છું એની યાતના’ (et excrucior): કાવ્યનો અંતિમ શબ્દ છે ‘excrucior’ એનો સંપૂર્ણ સાર્થ અનુવાદ અશક્ય છે. અનુવાદમાં એના અર્થનો અણસાર જ શક્ય છે. એનો વાચ્યાર્થ છે ‘હું ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર છું’, ‘હું રોમન ગુલામની જેમ યાતના અનુભવું છું.’ કાતુલ્લુસના સમયમાં પ્રાચીન રોમમાં ગુલામોને શિક્ષા કરવાની એક વિશિષ્ટ, વિચિત્ર શૈલી હતી. ગુલામને ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર બાંધવામાં આવે અને એને એક સાથે બે વિરોધી દિશામાં અશ્વો દ્વારા ખેંચવામાં આવે. અંતે એનું શરીર અકળાય-અમળાય, અત્યંત વિકૃત-વિરૂપ થાય. કાવ્યનાયક એના ભાવ અને એના અનુભવનો ગુલામ છે. એનું હૃદય ધિક્કારવું અને ચાહવું એમ એકસાથે બે વિરોધી ભાવમાં દૈવ દ્વારા ખેંચાય છે. પણ ક્રૂસ-કાષ્ઠસ્થંભ પરના ગુલામની યાતના એ સ્થૂલ, શારીરિક યાતના છે. જ્યારે કાવ્યનાયકની યાતના તો સૂક્ષ્મ, માનસિક યાતના છે. ગુલામની યાતનાને અંત છે, જ્યારે કાવ્યનાયકની યાતના એ અનંત યાતના છે. આમ, એ અત્યંત અસહ્ય યાતના છે. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો દીર્ઘતમ શબ્દ છે. એ પણ સૂચક છે. કાવ્યનાયકની આ યાતના અનંત યાતના છે. અનંત યાતના એટલે જ નરકની યાતના. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો એક માત્ર કલ્પનરૂપ શબ્દ છે. કાવ્યનાયકના હૃદયમાં જે પ્રચ્છન્ન છે, ધિક્કારવાનું અને ચાહવાનું, તે આ કલ્પન દ્વારા પ્રત્યક્ષ થાય છે. આમ, કાવ્યના અંતમાં કાવ્યના આરંભનું અનુસંધાન છે. કાવ્યનો આરંભ કાવ્યના અંતમાં વિકસે-વિસ્તરે છે. અને કાવ્યનો અંત કાવ્યના આરંભમાં વિરમે છે. આમ, કાવ્યની વર્તુલાકાર ગતિ છે. અનંત ગતિ છે. એથી કાવ્યને અંતે જે યાતના છે તે અનંત યાતના છે એટલે કે નરકની યાતના છે અને એથી જ કાવ્યના આરંભમાં જે ધિક્કારવાનું અને ચાહવાનું છે તે અનંત ધિક્કારવાનું અને અનંત ચાહવાનું છે એટલે કે નરક છે. કાવ્યનાયક કાવ્યના આરંભથી સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક કાવ્યના અંત પ્રતિ શાંત, સ્વસ્થ ગતિ કરે છે. કાવ્યના અંતિમ શબ્દમાં કાવ્યની પરાકાષ્ઠા છે. | ‘ને અનુભવું છું એની યાતના’ (et excrucior): કાવ્યનો અંતિમ શબ્દ છે ‘excrucior’ એનો સંપૂર્ણ સાર્થ અનુવાદ અશક્ય છે. અનુવાદમાં એના અર્થનો અણસાર જ શક્ય છે. એનો વાચ્યાર્થ છે ‘હું ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર છું’, ‘હું રોમન ગુલામની જેમ યાતના અનુભવું છું.’ કાતુલ્લુસના સમયમાં પ્રાચીન રોમમાં ગુલામોને શિક્ષા કરવાની એક વિશિષ્ટ, વિચિત્ર શૈલી હતી. ગુલામને ક્રૂસ-કાષ્ઠસ્થંભ પર બાંધવામાં આવે અને એને એક સાથે બે વિરોધી દિશામાં અશ્વો દ્વારા ખેંચવામાં આવે. અંતે એનું શરીર અકળાય-અમળાય, અત્યંત વિકૃત-વિરૂપ થાય. કાવ્યનાયક એના ભાવ અને એના અનુભવનો ગુલામ છે. એનું હૃદય ધિક્કારવું અને ચાહવું એમ એકસાથે બે વિરોધી ભાવમાં દૈવ દ્વારા ખેંચાય છે. પણ ક્રૂસ-કાષ્ઠસ્થંભ પરના ગુલામની યાતના એ સ્થૂલ, શારીરિક યાતના છે. જ્યારે કાવ્યનાયકની યાતના તો સૂક્ષ્મ, માનસિક યાતના છે. ગુલામની યાતનાને અંત છે, જ્યારે કાવ્યનાયકની યાતના એ અનંત યાતના છે. આમ, એ અત્યંત અસહ્ય યાતના છે. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો દીર્ઘતમ શબ્દ છે. એ પણ સૂચક છે. કાવ્યનાયકની આ યાતના અનંત યાતના છે. અનંત યાતના એટલે જ નરકની યાતના. કાવ્યનો આ અંતિમ શબ્દ એ કાવ્યનો એક માત્ર કલ્પનરૂપ શબ્દ છે. કાવ્યનાયકના હૃદયમાં જે પ્રચ્છન્ન છે, ધિક્કારવાનું અને ચાહવાનું, તે આ કલ્પન દ્વારા પ્રત્યક્ષ થાય છે. આમ, કાવ્યના અંતમાં કાવ્યના આરંભનું અનુસંધાન છે. કાવ્યનો આરંભ કાવ્યના અંતમાં વિકસે-વિસ્તરે છે. અને કાવ્યનો અંત કાવ્યના આરંભમાં વિરમે છે. આમ, કાવ્યની વર્તુલાકાર ગતિ છે. અનંત ગતિ છે. એથી કાવ્યને અંતે જે યાતના છે તે અનંત યાતના છે એટલે કે નરકની યાતના છે અને એથી જ કાવ્યના આરંભમાં જે ધિક્કારવાનું અને ચાહવાનું છે તે અનંત ધિક્કારવાનું અને અનંત ચાહવાનું છે એટલે કે નરક છે. કાવ્યનાયક કાવ્યના આરંભથી સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક કાવ્યના અંત પ્રતિ શાંત, સ્વસ્થ ગતિ કરે છે. કાવ્યના અંતિમ શબ્દમાં કાવ્યની પરાકાષ્ઠા છે. | ||
આ કાવ્ય એ નરક અને નરકની યાતનાનું કાવ્ય છે. આ કાવ્યમાં પ્રેમનો સંઘર્ષ છે, પ્રેમનો વિરોધાભાસ છે, પ્રેમની સંકુલતા છે, પ્રેમની વિચિત્રમયતા છે. આ પ્રેમ એ મનુષ્યહૃદયનું, મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, પરમ આશ્ચર્ય છે. એથી આ પ્રેમ બુદ્ધિગમ્ય નથી, તર્કગમ્ય નથી. આ કાવ્યમાં આ પ્રેમની સહજ, સરલ, સુસ્પષ્ટ અને સંપૂર્ણ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસની પ્રેમયાત્રા એ પૃથ્વીલોક પરથી સ્વર્ગલોક અને સ્વર્ગલોકમાંથી નરકલોકની યાત્રા હતી. એ પ્રેમની પૂર્ણયાત્રા હતી. આ યાત્રામાં એક ક્ષણે ક્લાઉડિઆએ કાતુલ્લુસને સ્વયં દેવાધિદેવ જ્યુપિટરથી પણ ઉચ્ચસ્થાને વસાવ્યો હતો (કાવ્ય ૭૦, ૭૨) અને પછી અન્ય ક્ષણે અનંતકાળ માટે નરકલોકમાં નાંખ્યો હતો. કાતુલ્લુસનો પ્રેમ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ પ્રેમ હતો. કાતુલ્લુસની કવિતા પણ એટલી જ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ કવિતા છે. યુરોપના ઇતિહાસમાં કાતુલ્લુસનો પ્રેમ એ અ-પૂર્વ પ્રેમ હતો; એમાં પ્રેમનું અ-પૂર્વ પરિમાણ હતું, પ્રેમનું અ-પૂર્વ સંવેદન હતું, પ્રેમનું અ-પૂર્વ દર્શન હતું. યુરોપની કવિતાના ઇતિહાસમાં કાતુલ્લુસની કવિતા એ અ-પૂર્વ કવિતા છે, એમાં એક અ-પૂર્વ કાવ્યરીતિ છે, એક અ-પૂર્વ કાવ્યશૈલી છે, એક અ-પૂર્વ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસના આ કાવ્ય — કાવ્ય ૮૫–થી યુરોપની કવિતામાં એક નવીન પરંપરાનો પ્રારંભ થાય છે. બે પંક્તિનું આ કાવ્ય બે હજાર વરસથી યુરોપની કવિતામાં જૂજવે રૂપે પ્રગટ થયું છે. શેક્સ્પિયરના શ્યામા વિશેનાં સૉનેટ, બૉદલેરનાં ઝાન દુવાલ વિશેનાં કાવ્યપુષ્પો અને યેટ્સનાં મોડ ગન વિશેનાં કાવ્યપ્રલાપો એ જાણે કે કાતુલ્લુસની આ બે પંક્તિ પરના ભાષ્યરૂપ, વિવરણરૂપ છે. | આ કાવ્ય એ નરક અને નરકની યાતનાનું કાવ્ય છે. આ કાવ્યમાં પ્રેમનો સંઘર્ષ છે, પ્રેમનો વિરોધાભાસ છે, પ્રેમની સંકુલતા છે, પ્રેમની વિચિત્રમયતા છે. આ પ્રેમ એ મનુષ્યહૃદયનું, મનુષ્યજીવનનું એક પરમ રહસ્ય છે, પરમ આશ્ચર્ય છે. એથી આ પ્રેમ બુદ્ધિગમ્ય નથી, તર્કગમ્ય નથી. આ કાવ્યમાં આ પ્રેમની સહજ, સરલ, સુસ્પષ્ટ અને સંપૂર્ણ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસની પ્રેમયાત્રા એ પૃથ્વીલોક પરથી સ્વર્ગલોક અને સ્વર્ગલોકમાંથી નરકલોકની યાત્રા હતી. એ પ્રેમની પૂર્ણયાત્રા હતી. આ યાત્રામાં એક ક્ષણે ક્લાઉડિઆએ કાતુલ્લુસને સ્વયં દેવાધિદેવ જ્યુપિટરથી પણ ઉચ્ચસ્થાને વસાવ્યો હતો (કાવ્ય ૭૦, ૭૨) અને પછી અન્ય ક્ષણે અનંતકાળ માટે નરકલોકમાં નાંખ્યો હતો. કાતુલ્લુસનો પ્રેમ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ પ્રેમ હતો. કાતુલ્લુસની કવિતા પણ એટલી જ ઉદ્રેકપૂર્ણ અને ઉન્માદપૂર્ણ કવિતા છે. યુરોપના ઇતિહાસમાં કાતુલ્લુસનો પ્રેમ એ અ-પૂર્વ પ્રેમ હતો; એમાં પ્રેમનું અ-પૂર્વ પરિમાણ હતું, પ્રેમનું અ-પૂર્વ સંવેદન હતું, પ્રેમનું અ-પૂર્વ દર્શન હતું. યુરોપની કવિતાના ઇતિહાસમાં કાતુલ્લુસની કવિતા એ અ-પૂર્વ કવિતા છે, એમાં એક અ-પૂર્વ કાવ્યરીતિ છે, એક અ-પૂર્વ કાવ્યશૈલી છે, એક અ-પૂર્વ અભિવ્યક્તિ છે. કાતુલ્લુસના આ કાવ્ય — કાવ્ય ૮૫–થી યુરોપની કવિતામાં એક નવીન પરંપરાનો પ્રારંભ થાય છે. બે પંક્તિનું આ કાવ્ય બે હજાર વરસથી યુરોપની કવિતામાં જૂજવે રૂપે પ્રગટ થયું છે. શેક્સ્પિયરના શ્યામા વિશેનાં સૉનેટ, બૉદલેરનાં ઝાન દુવાલ વિશેનાં કાવ્યપુષ્પો અને યેટ્સનાં મોડ ગન વિશેનાં કાવ્યપ્રલાપો એ જાણે કે કાતુલ્લુસની આ બે પંક્તિ પરના ભાષ્યરૂપ, વિવરણરૂપ છે. | ||
{{સ-મ|<big>'''ગેઈયુસ વાલેરિયુસ કાતુલ્લુસ'''</big> | {{સ-મ|<big>'''ગેઈયુસ વાલેરિયુસ કાતુલ્લુસ'''</big><br>જન્મ ઈ.પૂ. ૮૪ (?); અવસાન ઈ.પૂ. ૫૪ (?)}}<br> | ||
કાતુલ્લુસના જીવન વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. એમના જન્મ અને અવસાનની તિથિ પણ અનિશ્ચિત છે. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન, પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એકવાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં એમની વિદ્વત્તાનો પરિચય થાય છે. એ રોમમાં નવીન કવિઓના નેતા હતા. એ યુવાન વયે રોમમાં વસ્યા હતા. એ વેરોનામાંથી ક્યારે વિદાય થયા અને ક્યારે રોમમાં વસ્યા એ વિશે પણ કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. એ રોમના એક અગ્રણી રાજકીય નેતા મેતેલ્લુસના આમંત્રણથી યુવાન વયે રોમમાં વસ્યા હતા અને આરંભમાં એ મેતેલ્લુસના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ મેતેલ્લુસનાં મોહક, મેધાવી અને મહત્ત્વાકાંક્ષી પત્ની ક્લાઉડિયાના પ્રેમમાં હતા. ક્લાઉડિયા એમનાથી વયમાં મોટાં હતાં. બન્ને વચ્ચે તીવ્ર, ઉત્કટ રોમેન્ટિક પ્રેમ હતો. આ પ્રેમમાં એમને આરંભમાં સ્વર્ગના આનંદનો અને અંતમાં નરકની યાતનાનો અનુભવ થયો હતો. આ અનુભવની પ્રેરણાથી એમણે જે પ્રેમકાવ્યો રચ્યાં તે માત્ર રોમન કવિતામાં જ નહિ, પણ જગતકવિતામાં પણ વિરલ અને વિશિષ્ટ છે. આ પ્રેમકાવ્યોમાં પ્રેમનો અનુભવ એની સમગ્રતામાં પ્રગટ થાય છે. આ પ્રેમકાવ્યોને કારણે યુરોપીય પ્રેમકવિતાના ઇતિહાસમાં પૂર્વકાલીન ગ્રીક કવિ સાફો અને અનુકાલીન કવિઓ શેક્સ્પિયર, બૉદલેર, યેટ્સ આદિની સાથે એમનું સ્થાન છે. એ સિસેરો આદિ રોમના અનેક અગ્રણી નાગરિકો, નેતાઓ, બૌદ્ધિકો અને કવિઓના મિત્ર હતા. જુલિયસ સીઝર અને એમના પક્ષકારો પ્રત્યે એમને તિરસ્કાર હતો. ઈ.પૂ. ૫૭-૫૬માં એમના ભાઈનું ટ્રૉયની નિકટ ત્રોઆદમાં અવસાન થયું હતું. વરસેક પછી એમની સમાધિ પર એમને અંજલિ અર્પણ કરવા અને ક્લાઉડિયાના પ્રેમના ત્રાસમાંથી મુક્ત થવા એમણે ત્રોઆદ અને પૂર્વના અનેક પ્રદેશોનો પોતાની અંગત યાટમાં પ્રવાસ કર્યો હતો અને એમના ભાઈ પર એક અત્યંત ઋજુ કરુણપ્રશસ્તિ રચી હતી. એમનાં પ્રેમકાવ્યોમાં ઉન્માદ અને ઉદ્રેક તથા સરળતા અને સુકુમારતા છે. આ એમની કવિતાનો વિશેષ છે. એમણે પ્રેમ ઉપરાંત કવિ, કવિતા, મૈત્રી, રાજકારણ આદિ વિષયો પર પણ કાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. ૫૪માં ત્રીસ વર્ષની વયે એ રોમમાંથી અને જગતમાંથી અલોપ થયા હતા. એમનું અવસાન ક્યાં, ક્યારે અને કેમ થયું એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના અવસાન પછી એમનાં કાવ્યો પણ એમની જેમ અલોપ થયાં હતાં. હજારેક વરસ લગી એમનાં કાવ્યોનો કોઈ પત્તો ન હતો. છેક ઈ. ૧૩૦૦ની આસપાસ વેરોનામાં એક કલાલના ઘરમાં ભોંયરામાં દારૂના પીપમાંથી એમનાં કાવ્યોની હસ્તપ્રત અકસ્માત્ જડી આવી હતી. આમ, એમનાં કાવ્યોએ હજારેક વરસનો અજ્ઞાતવાસ વેઠ્યો હતો. એમનાં કુલ ૧૧૬ કાવ્યો ઉપલબ્ધ છે. સમગ્ર અનુકાલીન યુરોપની પ્રેમકવિતા પર એમની પ્રેમકવિતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રબળ પ્રભાવ છે. | કાતુલ્લુસના જીવન વિશે અલ્પ માહિતી ઉપલબ્ધ છે. એમના જન્મ અને અવસાનની તિથિ પણ અનિશ્ચિત છે. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન, પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એકવાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં એમની વિદ્વત્તાનો પરિચય થાય છે. એ રોમમાં નવીન કવિઓના નેતા હતા. એ યુવાન વયે રોમમાં વસ્યા હતા. એ વેરોનામાંથી ક્યારે વિદાય થયા અને ક્યારે રોમમાં વસ્યા એ વિશે પણ કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. એ રોમના એક અગ્રણી રાજકીય નેતા મેતેલ્લુસના આમંત્રણથી યુવાન વયે રોમમાં વસ્યા હતા અને આરંભમાં એ મેતેલ્લુસના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ મેતેલ્લુસનાં મોહક, મેધાવી અને મહત્ત્વાકાંક્ષી પત્ની ક્લાઉડિયાના પ્રેમમાં હતા. ક્લાઉડિયા એમનાથી વયમાં મોટાં હતાં. બન્ને વચ્ચે તીવ્ર, ઉત્કટ રોમેન્ટિક પ્રેમ હતો. આ પ્રેમમાં એમને આરંભમાં સ્વર્ગના આનંદનો અને અંતમાં નરકની યાતનાનો અનુભવ થયો હતો. આ અનુભવની પ્રેરણાથી એમણે જે પ્રેમકાવ્યો રચ્યાં તે માત્ર રોમન કવિતામાં જ નહિ, પણ જગતકવિતામાં પણ વિરલ અને વિશિષ્ટ છે. આ પ્રેમકાવ્યોમાં પ્રેમનો અનુભવ એની સમગ્રતામાં પ્રગટ થાય છે. આ પ્રેમકાવ્યોને કારણે યુરોપીય પ્રેમકવિતાના ઇતિહાસમાં પૂર્વકાલીન ગ્રીક કવિ સાફો અને અનુકાલીન કવિઓ શેક્સ્પિયર, બૉદલેર, યેટ્સ આદિની સાથે એમનું સ્થાન છે. એ સિસેરો આદિ રોમના અનેક અગ્રણી નાગરિકો, નેતાઓ, બૌદ્ધિકો અને કવિઓના મિત્ર હતા. જુલિયસ સીઝર અને એમના પક્ષકારો પ્રત્યે એમને તિરસ્કાર હતો. ઈ.પૂ. ૫૭-૫૬માં એમના ભાઈનું ટ્રૉયની નિકટ ત્રોઆદમાં અવસાન થયું હતું. વરસેક પછી એમની સમાધિ પર એમને અંજલિ અર્પણ કરવા અને ક્લાઉડિયાના પ્રેમના ત્રાસમાંથી મુક્ત થવા એમણે ત્રોઆદ અને પૂર્વના અનેક પ્રદેશોનો પોતાની અંગત યાટમાં પ્રવાસ કર્યો હતો અને એમના ભાઈ પર એક અત્યંત ઋજુ કરુણપ્રશસ્તિ રચી હતી. એમનાં પ્રેમકાવ્યોમાં ઉન્માદ અને ઉદ્રેક તથા સરળતા અને સુકુમારતા છે. આ એમની કવિતાનો વિશેષ છે. એમણે પ્રેમ ઉપરાંત કવિ, કવિતા, મૈત્રી, રાજકારણ આદિ વિષયો પર પણ કાવ્યો રચ્યાં છે. ઈ. પૂ. ૫૪માં ત્રીસ વર્ષની વયે એ રોમમાંથી અને જગતમાંથી અલોપ થયા હતા. એમનું અવસાન ક્યાં, ક્યારે અને કેમ થયું એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના અવસાન પછી એમનાં કાવ્યો પણ એમની જેમ અલોપ થયાં હતાં. હજારેક વરસ લગી એમનાં કાવ્યોનો કોઈ પત્તો ન હતો. છેક ઈ. ૧૩૦૦ની આસપાસ વેરોનામાં એક કલાલના ઘરમાં ભોંયરામાં દારૂના પીપમાંથી એમનાં કાવ્યોની હસ્તપ્રત અકસ્માત્ જડી આવી હતી. આમ, એમનાં કાવ્યોએ હજારેક વરસનો અજ્ઞાતવાસ વેઠ્યો હતો. એમનાં કુલ ૧૧૬ કાવ્યો ઉપલબ્ધ છે. સમગ્ર અનુકાલીન યુરોપની પ્રેમકવિતા પર એમની પ્રેમકવિતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રબળ પ્રભાવ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |