કાળચક્ર/ધર્મસ્થાનકો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |ધર્મસ્થાનકો}} '''રૂપાવાવના''' મહંતની ગાદી પર કાળી ઘાટી દાઢી-...")
 
No edit summary
Line 4: Line 4:

'''રૂપાવાવના''' મહંતની ગાદી પર કાળી ઘાટી દાઢી-મૂછવાળો એક જુવાન છેલ્લાં બેએક વર્ષોથી બેઠો હતો અને આ પંથકમાં ત્યારથી બહારવટિયા-લૂંટારાને માટે રૂપાવાવ માના પેટ જેવું બન્યું હતું. આ પ્રદેશમાં છૂટી છૂટી ત્રણ મોટી જગ્યા હતી  એક ભીમગદાની જગ્યા, બીજી દેવપીપળાની જગ્યા અને ત્રીજી રૂપાવાવની. ભીમગદાની એક લાખ જેટલી આમદાનીના માલિક ભેરવગરજી નામના મહંત ભાંગ, ગાંજો, દારૂ અને કામિનીમાં ગળા સુધી ગરકાવ હતા, અને એના શરીરે પૂર્ણ ષંઢત્વ પ્રાપ્ત કરી કાઢ્યા પછી એણે ત્રીજી વાર લગ્ન કર્યું હતું. દેવપીપળાના મહંત દૂધાધારી તરીકે પંદરેક વર્ષ પૂજાયા પછી એક આહીરે એનું ખૂન કરી પછી ઘેર જઈ પોતાની સ્ત્રીનું નાક છેક કપાળના ભાગથી તે હોઠ સુધી વાઢી નાખ્યું હતું  એટલે એ બે બનાવોનો તાળો મળી રહેતો હતો. આખા પ્રદેશમાં જેના રૂપનો જોટો નહોતો જડતો એવી એ આહીરાણીને આ શિક્ષા આપતી વેળા ધણીએ કહ્યું હતું કે ‘હવે વલ્યાત લગીનાં દાગતરખાનામાં ફરી વળજે, રાંડ! તારે કપાળેય ચામડી રહેવા દઉં તો દાગતર નાક સાંધી શકે ને!’ તે પછી દેવપીપળા ઉપર જપ્તી-વહીવટ ચાલતો. અને ત્રીજી આ રૂપાવાવની જગ્યાના દેવતાઈ સતનો તો એવો પ્રચાર ચાલુ હતો કે છેક મુંબઈ-મદ્રાસમાં રહેતા આ પ્રદેશના વેપારીઓ તરફથી સાકર, ચોખા અને તૂરદાળનાં નનામાં વૅગન પછી વૅગન આવવાં ચાલુ રહેતાં. અને તેમાંથી મેડીઓ પછી મેડીઓનાં મકાન ઉમેરાયે જ જતાં હતાં. જગ્યાની મહેમાનીનો કોઈ જોટો નહોતો; મહેમાન ગમે તે હો, કોઈ પૂછતું નહીં કે તું ક્યાંનો છે ને કેટલા દિવસથી આવ્યો છે ને હવે તારે જવું છે કે નહીં. મહેમાન ગમે તેટલા હો, ચૂલ્યો ઉપર રસોઈનાં રંગાડાં ઊકળ્યા જ કરતાં. એ હતી ફક્કડની જગ્યા, એટલે મહંતાઈ એક અગર બીજા ચેલામાં ઊતરતી. રાજના અમલદારને જે વધુમાં વધુ ‘આચમન’ ચખાડી શકતો તે ચેલો મહંતાઈ પામતો.

{{Poem2Open}}
{{Poem2Open}}
‘આચમન’ આપવાની બાબતમાં રૂપાવાવના મહંત અને ડમરાળાના શેઠ-પુત્ર સુમનચંદ્ર વચ્ચે હમેશાં તીવ્ર હરીફાઈ ચાલુ રહેતી. બંદૂક-રિવૉલ્વરના પરવાના મેળવવામાં પણ બન્નેની અરજીઓ પોલીસ ખાતે હોડ કરતી. અને બંને જણા વચ્ચે એક વિશેષ સમાનતા હતી  બેમાંથી એકેય જણ જાતે હથિયાર ઝાલતો નહીં. એ જુમ્મેદારી તેઓ પોતાના પગારદાર માણસને જ સોંપતા. બન્ને વચ્ચે સારી ભાઈબંધી હતી. સુમનચંદ્ર આવે ત્યારે મહંત ભેટી પડતા. બેઉ મળે ત્યારે નવાં વસાવેલાં હથિયારોની સ્પર્ધા ભારી રોનક સાથે ચાલતી.

26,604

edits