26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
રસ્તે તો એને કંઈ થયું નહીં. અંધારી રાત અને અશ્વ પરની રાંગ એને રોમે રોમે વિક્રમ સીંચી રહી હતી. પણ ઘેર પહોંચીને ઘોડેથી ઊતર્યા પછી એની કાયા કબજે ન રહી. એ થરથર ધ્રૂજી ઊઠ્યો. ગજવામાંથી હાથને આખી વાટે બહાર કાઢવાનું એને ભાન જ નહોતું રહ્યું, એ હવે એણે બહાર કાઢ્યો ત્યારે જ એણે જોયું કે હાથમાં કે ગજવામાં કશું નહોતું. પિસ્તોલ એણે એ દિવસે સાથે લીધી નહોતી. ગજવામાં પિસ્તોલ પડી છે, પિસ્તોલની ચૅમ્બરમાં છયે છ કારતૂસ ભર્યા છે, ને એની ઠેસી પણ પોતે ઉઘાડી નાખીને પંજામાં તૈયાર રાખી છે, એવા વિભ્રમમાં ને વિભ્રમમાં જ એણે ગીગા જેવા દૈત્ય ડાકુનો સામનો કર્યો હતો. એના શરીરને સ્વસ્થ બનતાં ઘણી વાર લાગી. એ પછી એણે પહેલું જ કામ ભૂપતસંગને બોલાવવાનું કર્યું. એના હાથમાં એક મહિનાનો વધુ પગાર મૂકીને કહ્યું “કાલે સવારે તમે ચાલ્યા જજો. આ વાત આપણા બે સિવાય કોઈ જાણવા પામશે નહીં, કારણ કે જો જાણે તો તમને કોઈ ઉંબરે ઊભા રહેવા નહીં આપે. તમે શું વિચારીને બંદૂક એક અજાણ્યા માણસના હાથમાં આપી દીધી? તમારો તો બદઈરાદો નહોતો. તમે બહાદુર પણ હશો. પણ એકલી બહાદુરીમાં શુ બળ્યું છે? જાઓ, ભાઈ, બીજે રોટલો રળી ખાજો; પણ હવેથી બંદૂક ન બાંધતા.” | રસ્તે તો એને કંઈ થયું નહીં. અંધારી રાત અને અશ્વ પરની રાંગ એને રોમે રોમે વિક્રમ સીંચી રહી હતી. પણ ઘેર પહોંચીને ઘોડેથી ઊતર્યા પછી એની કાયા કબજે ન રહી. એ થરથર ધ્રૂજી ઊઠ્યો. ગજવામાંથી હાથને આખી વાટે બહાર કાઢવાનું એને ભાન જ નહોતું રહ્યું, એ હવે એણે બહાર કાઢ્યો ત્યારે જ એણે જોયું કે હાથમાં કે ગજવામાં કશું નહોતું. પિસ્તોલ એણે એ દિવસે સાથે લીધી નહોતી. ગજવામાં પિસ્તોલ પડી છે, પિસ્તોલની ચૅમ્બરમાં છયે છ કારતૂસ ભર્યા છે, ને એની ઠેસી પણ પોતે ઉઘાડી નાખીને પંજામાં તૈયાર રાખી છે, એવા વિભ્રમમાં ને વિભ્રમમાં જ એણે ગીગા જેવા દૈત્ય ડાકુનો સામનો કર્યો હતો. એના શરીરને સ્વસ્થ બનતાં ઘણી વાર લાગી. એ પછી એણે પહેલું જ કામ ભૂપતસંગને બોલાવવાનું કર્યું. એના હાથમાં એક મહિનાનો વધુ પગાર મૂકીને કહ્યું “કાલે સવારે તમે ચાલ્યા જજો. આ વાત આપણા બે સિવાય કોઈ જાણવા પામશે નહીં, કારણ કે જો જાણે તો તમને કોઈ ઉંબરે ઊભા રહેવા નહીં આપે. તમે શું વિચારીને બંદૂક એક અજાણ્યા માણસના હાથમાં આપી દીધી? તમારો તો બદઈરાદો નહોતો. તમે બહાદુર પણ હશો. પણ એકલી બહાદુરીમાં શુ બળ્યું છે? જાઓ, ભાઈ, બીજે રોટલો રળી ખાજો; પણ હવેથી બંદૂક ન બાંધતા.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = બે દૃશ્યોની સમસ્યા | |||
|next = ચક્રનો પહેલો આંટો | |||
}} |
edits