બીડેલાં દ્વાર/16. પાપછૂટી વાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |16. પાપછૂટી વાત}} '''પછી''' પોતે પોતાના અંતરમાં અજિતનું ધ્યાન ધ...")
 
No edit summary
Line 28: Line 28:
“ડરતી નથી. મારે દીવેશ્વરભાઈને મળવું છે.”

એને લઈ જઈ ફરી તપાસવામાં આવી. અંદર હજુ રસી રહી ગયેલી લાગી. ‘બહાદુર બનજો, હાં કે? કંઈ નથી’, એટલું કહીને દાક્તરે ફરીવાર એને મોંએ ક્લોરોફોર્મની ટોપી મુકાવી, છૂરી ચાલુ થઈ.

<center></center>
‘જલદી આવો.’ એવો તાર અજિતના હાથમાં મુકાયો. એણે પહેલી જ ગાડી પકડી, પણ એની દશા તો આખી આવરદાનો અંકોડાબંધ ચિતાર જોતા ડૂબતા માણસ જેવી હતી. મુસાફરીના એ ત્રણ કલાક દરમિયાન, ભરચક ડબાની અંદર પણ અજિત ગાંસડી જેવો થઈને બેઠો બેઠો, પોતાની ને પ્રભાની વચ્ચેના દાંપત્ય-સંસારનું ચિત્રપટ જોતો હતો. પ્રભા મરતી હશે? કે મરી ગઈ હશે? એનું મોં જોવા મળશે કે નહિ? કદી ન અનુભવેલી વેદનાનાં જાણે કે કરવત ચાલુ થયાં. ઓ પ્રભુ! એને કેટલી બધી ચાહું છું! કેવો વિશુદ્ધ આત્મા! કેવો તેજોમય! જાણે કોઈ દિવ્યલોકનું માનવી! મારે ખાતરનું કેવું એનું આત્મસમર્પણ! ને એ સ્વાર્પણનો આ કેવો કાતિલ નતીજો! મરતી હશે — મરી ચૂકી હશે. એના વિના કેમ જીવી શકાશે? ભાવિનો પંથ વેરાનમય ભાસ્યો. એ વેરાનમાં એકે ય લીલું ઝાડવું ન દેખાયું.

સ્મરણોની વીજળી ઝબૂકી ઊઠી. વેદનાના લોઢ ગડગડ્યા. પ્રભાનો પ્રત્યેક હાવભાવ, પ્રભાના ચહેરા પરની પ્રત્યેક રેખા, પ્રભાના કંઠનો પ્રત્યેક ઝંકાર, પ્રભાએ ગાયેલું પ્રત્યેક ગીત. સ્મરણોની અનંત અસીમ વણઝાર વહેતી થઈ, ને એના ગળામાં ડૂમો ભરાયો. છેલ્લી એને જોઈ હતી તે આકૃતિ નજરે તરવરી ઊઠી. કેટલો દુર્બુદ્ધિ હું! હું એને મરતી મૂકીને ધંધે ચાલ્યો ગયો. કેવો અંધ હું! અંતરની કેટલી કેટલી વાતો ન બોલ્યો હું! ઉમળકા અણકથ્યા રહી ગયા, ક્ષમાઓ અણયાચી રહી ગઈ. જિંદગીભર અવ્યક્ત રહી ગયેલી આકાંક્ષાઓ ને આરજૂઓ — ઓ પ્રભુ, અશક્તિ અને નિષ્ફળતાઓની એ કેવી કરુણ પરંપરા!

26,604

edits