26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
કેશરને પલાણીને બાપુ ભાલાળો જાય છે જૂનેગઢ, ચાંદિયા ને ખેતિયાનો મેળાપ કરવા. દરવાજે દરવાણીએ કહ્યું કે હાલ્યા જાવ પાધરા દરબારમાં, ત્યાં એક કોર સાડા સાતસો રજપૂતની કચારી કરીને ચાંદિયો–ખેતિયો બેઠા હશે, ને બીજી કોર મુંગલા પઠાણની કચારી કરીને નવાબ બેઠા હશે. | |||
બાપુ ભાલાળો તો જઈને અરધી ગાદી દાબીને બેઠો; ઓળખાણ પડી. બધી વાત વિગત જાણી. તરઘાયો થયો. સાડા સાતસો રજપૂત ચાલી નીકળે છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
વાગ્યાં વાગ્યાં રે એવાં જાંગીનાં રે જોને ઢોલ રે | |||
ઢોલડિયાં ધડૂક્યે રે, પારાધીડા જો ચડે, | |||
પે’લે નગારે ચડે સાડા સાતસો રજપૂત રે | |||
બીજે ને નગારે રે ચડી વીરા ચાલજો. | |||
કે’છે ચાંદિયો મારી મેડીએ નગારું રે, થાય રે, | |||
બખતરિયા પાખરિયા રે ચડી વીરા ચાલજો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અવળકંધા સાડા સાતસો રજપૂત : માર્ગે ઢીંચણ સમી લાદ પડ્યે જાય છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તોપું ચાલી રે એવી એક સો ને જો આઠ રે | |||
સોનાને અછોડે રે તોપું જોને નાંગળી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જૂનાના નવાબે ભગરા નેજાવાળી તોપો આપી. | |||
પહોંચ્યા ગુંજવાના કોટ માથે. ચાંદિયે–ખેતિયે પૂછ્યું કે દુશ્મનને કેવી રીતે બહાર કાઢશું? | |||
કે’, “ભાઈ, ડાયા માણસનું કામ છે કે એક બાજુ મેલવી. દુશ્મનને મોં બાંધીને મારવો નહીં. ઉગમણે દરવાજે મારગ મેલવો. ભલે વયા જાય.” | |||
કાણિયો અને બીબી બે દરવાન. એણે ચીચી ઝાંઝરાને કહેવરાવ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચીચીડા રે ઝાંઝરા, તું તો સૂતો હોય તો જાગ રે | |||
ફોજું ને આવી રે તારી જોને પરજમાં. | |||
તોપું માંડી રે એવી તળાવની રે પાળ રે | |||
ગરજણ ને ગરડે રે ગઢ કેરે કાંગરે. | |||
</poem> |
edits