ચૂંદડી ભાગ 1/92.કિયા ભાઈની વાડીમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|92| }}")
 
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|92| }}
{{Heading|92| }}
{{Poem2Open}}
કોઈ ટીખળી કવિએ આ ગ્રામ્ય વર-વહુના પ્રણય-સંસારનું આટલું વિનોદભર્યું ચિત્ર આલેખી નાખ્યું :
{{Poem2Close}}
<poem>
કિયા ભાઈની વાડીમાં અગરચંદણનું ઝાડ હોય રાયા!
::: કિયે તે સુતારે અગર ચંદણ વેરિયાં રે
કિયા ભાઈની મેડીમાં શેરડીઉં ચુસાય હો રાયા!
::: કયી વહુને કોણીએ રેગાડા ઊતરે રે.
કિયા ભાઈની મેડીમાં રમક ઝમક થાય હો રાયા!
::: કયી વહુને પગે ઝાંઝર ઝમઝમે રે.
કિયા ભાઈની મેડીમાં કુલેરું ચોળાય હો રાયા!
::: કયી વહુના મોઢે તે માખિયું બણબણે રે.
કિયા ભાઈની મેડીમાં ઢીંકાપાટુ થાય હો રાયા!
::: કયી વહુને વાંસે સબોટા ઊઠિયા રે.
</poem>
18,450

edits